તથ્ય પટેલ સામે 8 દિવસમાં 1684 પાનાની ચાર્જશીટ રજૂ કરી

તથ્ય પટેલ સામે 8 દિવસમાં 1684 પાનાની ચાર્જશીટ રજૂ કરી : અમદાવાદ ઇસ્કોન બ્રિજ અકસ્માતમાં નિર્દોષ લોકોના હત્યારા તથ્ય પટેલ માટે સજાથી બચવું હવે અશક્ય બની ગયું છે. ઇસ્કોન બ્રિજ અકસ્માતને પગલે રાજ્ય આખું હચમચી ગયું છે. પોલીસ વિભાગે પણ આ કેસની ગંભીરતાને ધ્યાનમાં લઈને 1 સપ્તાહમાં ચાર્જશીટ રજૂ કરી દીધી છે.

1684 પાનાની ચાર્જશીટમાં 191 લોકોના નિવેદન લેવાયા છે અને કેસમાં કુલ 25 પંચનામાં કોર્ટમાં રજૂ કરાયા છે. વધુમાં ચાર્જશીટમાં 15 દસ્તાવેજી પુરાવા અને રિપોર્ટનો પણ ઉલ્લેખ કરાયો છે.IPC કલમ 164 મુજબ 8 લોકોના નિવેદન નોંધી CRPC કલમ 173(8) મુજબ તપાસ ચાલી રહી છે.

તથ્ય પટેલ સામે 8 દિવસમાં 1684 પાનાની ચાર્જશીટ રજૂ કરી

ઇસ્કોન બ્રિજ પર જેગુઆર કારથી અકસ્માત કરીને 9 લોકોના જીવ લઇ લેનારા આરોપી તથ્ય પટેલ સામે પોલીસે 7 જ દિવસમાં 1684 પાનાની ચાર્જશીટ અમદાવાદ ગ્રામ્ય કોર્ટમાં રજૂ કરી દીધી છે.જેમાં હવે તથ્ય સામે કાયદાનો સકંજો કસાયો છે, પોલીસે આ ચાર્જશીટમાં 50 લોકોની જુબાની પણ બતાવી છે.

અમદાવાદના ઇન્ચાર્જ સીપી પ્રેમવીરસિંહે જણાવ્યું કે તથ્ય પટેલ સામે જુદી જુદી 8 કલમો લગાડી છે અને તેના પિતા પ્રજ્ઞેશ પટેલને પણ આરોપી બનાવાયા છે. મૃતકોના પરિવારોના નિવેદનો અને તેમના ડેડ સર્ટિફિકેટ સહિત અનેક પુરાવા કોર્ટમાં રજૂ કરાયા છે.

આરોપી તથ્ય સામે મનુષ્ય વધની આઈપીસીની કલમ 308 લગાવવામાં આવી છે અને તેને કડકમાં કડક સજા મળે તેવી માંગ કરાઇ છે.પોલીસે ચાર્જશીટમાં સીસીટીવીના ફૂટેજ, તથ્યનો DNA રિપોર્ટ, યુકેથી મંગાવેલો જેગુઆર કારનો રિપોર્ટ, FSL રિપોર્ટ સહિતના અનેક પુરાવા કોર્ટ સમક્ષ મુક્યાં છે.

અકસ્માત આરોપી પ્રજ્ઞેશ પટેલે

બીજી બાજુ ઇસ્કોન બ્રિજ અક્માત કેસ મામલે મોટા સમાચાર સામે આવી રહ્યા છે. જેમાં આરોપી તથ્ય પટેલના પિતા પ્રજ્ઞેશ પટેલે જામીન માટે અરજી પણ કરી દીધી છે. અમદાવાદ ગ્રામ્ય કોર્ટમાં પ્રજ્ઞેશ પટેલે જામીન અરજી દાખલ કરી છે. જેના પર આવતીકાલે સુનાવણી હાથ ધરવામાં આવશે.

મહત્વનું છે કે હત્યારા તથ્ય સાથે તેના પિતાને પણ જેલહવાલે કરાયા હતા. તથ્યએ જામીન ન માગ્યા પણ પિતાનો જેલમાંથી છુટવા માટે પ્રયાસ કર્યો છે.

પોલીસ કમિશનએ  VTV NEWS સાથે ખાસ વાતચીત

આ મામલે ઈન્ચાર્જ પોલીસ કમિશનએ  VTV NEWS સાથે ખાસ વાતચીત કરી હતી. જેમાં પ્રેમવીર સિંહ તેઓએ જણાવ્યું હતું કે 20 જુલાઈએ ગોઝારો અકસ્માત થયો હતો. જેમાં આરોપીને કડક સજા થાય તે માટે એક સ્પેશિયલ ટીમ બનાવવામાં આવી છે. જે છેલ્લા સાત દિવસથી તપાસ ચાલાવી રહી છે.

બાદમાં આજે આજે ચાર્જશીટ રજૂ કરવામાં આવી છે. તેઓએ કહ્યું કે કારની ઓવરસ્પીડ હોવાનું EDR સિસ્ટમમાં પણ સામે આવ્યુ છે. તેમજ કાર અકસ્માતનો લાઈવ વીડિયો પણ લેવામાં આવ્યો હતો.

તેઓએ વધુમાં કહ્યું કે જે હોસ્પિટલમાં તથ્ય દાખલ હતો ત્યાં પણ પોલીસકર્મી મૂકાયા હતા.  અકસ્માતના 3 કલાકમાં પોલીસે બ્લડ સેમ્પલ લીધા હતા. 48 દિવસ બાદ ગાડીનું રજિસ્ટ્રેશન કર્યું છે તે બાબતે પણ કાર્યવાહીની ખાતરી આપી હતી. તેમજ પ્રજ્ઞેશ પટેલે પોલીસને જાણકારી આપી ન હતી.

પોલીસે ચાર્જશીટમાં દર્શાવ્યું છે કે તથ્ય પટેલે 143 કિ.મીની ઝડપથી જેગુઆર ચલાવી હતી અને 9 લોકોના જીવ લઇ લીધા હતા.તેને અકસ્માત બાદ ઝડપથી કારની બ્રેક પણ મારી ન હતી.

તથ્ય પટેલ સામે કાયદાનો સકંજો

આ અંગે પ્રેમવીરસિંગ દ્વારા જણાવામાં આવ્યું હતું કે, 20 તારીખે ઈસ્કોન બ્રિજ પર સર્જાયેલા ગમખ્વાર અકસ્માત 9 લોકોના મૃત્યુ થયા હતા. જેમાં ત્રણ પોલીસકર્મીઓનો પણ સમાવેશ થાય છે. આ કેસમાં આરોપીને ઝડપી અને કડક સજા થાય તે માટે આ સમ્રગ અકસ્માત કેસની તપાસ માટે SIT બનાવામાં આવી હતી.

જેમાં DCP, ACP અને 6 PI સહિતના અધિકારીઓ દ્વારા આ કેસની તપાસ કરવામાં આવી હતી. જેમાં 7 દિવસની અંદર તપાસ પૂર્ણ કરી આજે પોલીસે કોર્ટમાં ચાર્જશીટ રજૂ કરી છે.

આ તપાસમાં તમામ સાયન્ટિફીક અને દસ્તાવેજી પુરાવા એકત્ર કરવામાં આવ્યા છે. તમામ પાસાઓની તલસ્પર્શી તપાસ કરવામાં આવી છે. જેમાં 1700 જેટલા પાનાની ચાર્જશીટ કોર્ટમાં દાખલ કરવામાં આવી છે. જેમાં 191 જેટલા સાક્ષીઓના નિવેદન લેવામાં આવ્યા છે.

CRPC 164ની કલમ મુજબ 8 સાક્ષીઓના નિવેદન લેવામાં આવ્યા છે. સ્થળની તપાસ FSL ટીમ સાથે કરવામાં આવી છે. સમ્રગ ઘટનાનું રિકન્ટ્રક્શન સાન્યટિકફિક પુરાવા મેળવામાં આવ્યા છે. તેમજ તમામ વીડિયોના FSL રીપોર્ટ મુકવામાં આવ્યા છે.

7 દિવસમાં 1684 પાનાની ચાર્જશીટ રજૂ

તેમજ અકસ્માત સર્જનાર જેગુઆર કારની વિઝબિલીટી અને સ્પીડ અંગે પુરાવા મેળવામાં આવ્યા છે. સાથે જ જેગુઆર કારમાં બેઠેલા સાક્ષીઓ છે. તેમના નિવેદન નોંધવામાં આવ્યા છે. જેગુઆર કાર જે સિસ્ટમ છે તમામ ડિટેઈલ કંપની પાસેથી મેળવવામાં આવી છે.

આરોપી ઓવરસ્પીડનો શોખીન હોવાનું સામે આવ્યું છે. તેના સબંધિત પુરાવા પણ એકઠા કર્યા છે. પોલીસે માટે અકસ્માત કેસ ખૂબ પડકાર હતો.

જેમાં ઓછા સમયમાં લોકોના નિવેદન લેવા સાયન્ટિફીક અને દસ્તાવેજી પુરાવા ભેગા કરવા આ સમ્રગ કેસમાં એક એક કડીઓની જોડવા તેમજ આરોપી શરૂઆત તપાસમાં સહકાર આપતો ન હતો. આ અકસ્માતમાં કોઈ મહત્વના પૂરાવાનો નાશ કે ચેડા ન થાય તે પણ પોલીસ માટે મોટો પડકાર હતો.

વધુ માહિતી માટે

Conclusion

આ લેખ દ્વારા, અમે તમને તથ્ય પટેલ સામે 8 દિવસમાં 1684 પાનાની ચાર્જશીટ રજૂ કરી સંબંધિત તમામ મહત્વપૂર્ણ માહિતી પ્રદાન કરી છે. જો તમને હજુ પણ કોઈપણ પ્રકારની સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો હોય તો તમે કોમેન્ટ બોક્સ માં કોમેન્ટ કરી, સંપર્ક કરો અમે તમારી સમસ્યાનો ઉકેલ આપીશું.

આવી બીજી યોજના અને શૈક્ષણિક અપડેટ્સ માટે અમારી સાથે જોડાયેલા રહો. અમારી તમામ પોસ્ટ્સની સૂચના મેળવવા માટે અમારા WhatsApp ગ્રુપ સાથે જોડાઓ.

About Author : Pratham Ahir
Contact Email : contactgujjuonline@gmail.com
Notice :
અમારા લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

Hello Readers, GujjuOnline.in is a private website and don’t represent any government entity, organizations or department. Whatever information we shared here is gathered from various Gujarat government’s official website and news papers and other websites. We also cross verify the job when we post any job but do always cross verify the job vacancy by yourself to prevent fraudulent happening in the name of job.