2000 ની નોટ બદલવાની તારીખમાં ફેરફાર : 2000 રૂપિયાની નોટ લીગલ ટેન્ડર રહેશે. જો કોઈ વ્યક્તિ પાસે આ 2000 રૂપિયાની નોટ છે, તો તેમને ટેન્શન લેવાની જરુર નથી. તે સરળતાથી હજુ પણ નોટ બદલાવી શકશે.
આરબીઆઈએ તેની સાથે જોડાયેલ એક સર્કુલર જાહેર કરી દીધું છે. આપને જણાવી દઈએ કે, 7 ઓક્ટોબર 2023 બાદ પણ જો આપની પાસે 2000ની નોટ રહી જાય તો, આપ તેને બેન્કમાં જમા પણ કરી શકશો અહીં બેન્કમાં બદલાવી પણ શકશો નહીં.
2000 ની નોટ બદલવાની તારીખમાં ફેરફાર
તેને આરબીઆઈના 19 ક્ષેત્રિય કાર્યાલયમાંથી બદલી શકશો. પણ એક વારમાં 20,000થી વધારેની કિંમતની નોટ બદલી શકાશે નહીં. આ અગાઉ 30 સપ્ટેમ્બર 2023 એટલે કે, આજે નોટ બદલવાનો છેલ્લો દિવસ હતો.
પણ હવે આ નોટ બદલવા માટે આપને વધારે સમય મળી ગયો છે, જેમાં આપ 7 ઓક્ટોબર સુધી નોટ બદલાવી શકશો. આરબીઆઈનો 2000 રૂપિયાની નોટ પર નિર્ણય- આરબીઆઈના સર્કુલરમાં જણાવ્યું છે કે, 2000 રૂપિયાની નોટ પહેલાની માફક લીગલ ટેન્ડર રહેશે.
તેનો અર્થ એ છે કે, તેનો ઉપયોગ લેવડદેવડમાં કરી શકશો. આરબીઆઈએ કહ્યું છે કે, અત્યાર સુધીમાં 96 ટકા 2000ની નોટ પાછી આવી ચુકી છે. એટલે કે, સામાન્ય લોકો પાસેથી નોટ નીકળીને બેન્ક પાસે આવી ગઈ છે.
2016માં આવી હતી 2000ની નોટ
2000 રૂપિયાની નોટ નવેમ્બર 2016માં બજારમાં આવી હતી. ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 500 અને 1000 રૂપિયાની નોટો બંધ કરવાની જાહેરાત કરી હતી. તેમની જગ્યાએ નવી પેટર્નમાં રૂ.500 અને રૂ.2000ની નવી નોટો જારી કરવામાં આવી હતી.
જો કે, આરબીઆઈએ વર્ષ 2018-19થી 2000 રૂપિયાની નોટ છાપવાનું બંધ કરી દીધું છે. જ્યારે 2021-22માં 38 કરોડ 2000 રૂપિયાની નોટો નાશ પામી હતી.
19મેના રોજ ચલણમાંથી બહાર થઈ હતી નોટ
ભારતીય રિઝર્વ બેન્કે ગત 19 મે 2023ના રોજ દેશમાં સૌથી મોટી નોટ એટલે કે, 2000ની નોટ બંધ કરવાની જાહેરાત કરતા તેને સર્કુલેશનમાંથી બહાર કરી દીધી હતી. બજારમાં રહેલી આ નોટની વાપસીની સુવિધા આપતા.
આરબીઆઈએ બેન્કો અને કેન્દ્રીય બેન્કના 19 ક્ષેત્રિય કાર્યાલયોના માધ્યમથી પાછા આપવા અને બદલવા માટે 30 સપ્ટેમ્બરની તારીખ આપી હતી. જ્યારે કેન્દ્રીય બેન્કે 2000ની નોટ બંધ કરી હતી.
ત્યારે ડેટા રજૂ કરતા જણાવ્યું હતું કે, 31 માર્ચ 2023 સુધી આરબીઆઈના જણાવ્યા અનુસાર, 3.62 લાખ કરોડ રૂપિયાની નોટ સર્કુલેશનમાં હતી.
30 સપ્ટેમ્બર 2023 છેલ્લી તારીખ નક્કી કરી હતી?
લોકોને તેમની 2,000 હજારની નોટો બેંક શાખાઓ અને RBIની પ્રાદેશિક શાખાઓમાં બદલી આપવા અથવા જમા કરાવવાનો નિર્દેશ આપવામાં આવ્યો હતો. જોકે, આરબીઆઈએ બેંકોને તાત્કાલિક અસરથી આવી નોટો ઈશ્યુ કરવાનું બંધ કરવાની સલાહ આપી હતી.
બિન-એકાઉન્ટ ધારક કોઈપણ બેંક શાખામાં એક સમયે 20,000 ની મર્યાદા સુધી રૂપિયા 2000 ની નોટ બદલી શકે છે. 19 મેના રોજ RBIએ રૂપિયા 2000 મૂલ્યની બૅન્કનોટને ચલણમાંથી પાછી ખેંચી લેવાનો નિર્ણય કર્યો હતો.
પરંતુ કહ્યું હતું કે તે કાનૂની ટેન્ડર તરીકે ચાલુ રહેશે. ત્યારે બેંકમાં નોટ જમા કરવા માટે આરબીઆઈએ અગાઉ 30 સપ્ટેમ્બર 2023 છેલ્લી તારીખ નક્કી કરી હતી.
શું નોટો બદલવા માટે કોઈ દસ્તાવેજની જરૂર છે?
ના, આ નોટો બેંકમાં જઈને કોઈપણ દસ્તાવેજ વિના સરળતાથી બદલી શકાય છે. આ અંગે બેંકોને પણ જાણ કરવામાં આવી છે જેથી નોટો બદલવામાં કોઈ મુશ્કેલી ન આવે. જો તમારું ખાતું છે તો તમે ખાતામાં 2000 રૂપિયાની ગમે તેટલી નોટ જમા કરાવી શકો છો.
સરકાર દ્વારા જારી કરવામાં આવેલી ગાઈડલાઈન અનુસાર, બેંકમાં નોટો બદલવા માટે કોઈપણ પ્રકારના દસ્તાવેજો આપવાના રહેશે નહીં. એક સમયે ₹ 20,000 ની મર્યાદા સુધી, ₹ 2000 ની નોટો બદલી શકાય છે એટલે કે ડિનોમીનેશનમાં બદલી શકાય છે.
2000 રૂપિયાની નોટને ચલણમાંથી હટાવવા માટે એક પરિપત્ર બહાર પાડ્યો
ભારતીય રિઝર્વ બેંકે 19 મે, 2023ના રોજ 2000 રૂપિયાની નોટને ચલણમાંથી હટાવવા માટે એક પરિપત્ર બહાર પાડ્યો હતો. ત્યારે આરબીઆઈએ કહ્યું હતું કે લોકો પાસે 2000 રૂપિયાની નોટ બદલવા અથવા બેંકમાં જમા કરાવવા માટે 4 મહિનાનો સમય છે.
30 સપ્ટેમ્બર સુધી કોઈપણ વ્યક્તિ કોઈપણ બેંકમાં 2000 રૂપિયાની નોટ જમા અથવા બદલી શકશે. પરંતુ, વેપારીઓથી લઈને સામાન્ય જનતા સુધીના દરેકે કેન્દ્ર સરકાર અને રિઝર્વ બેંકને પહેલેથી નક્કી કરેલી સમયમર્યાદા લંબાવવા વિનંતી કરી હતી.
આ પછી રિઝર્વ બેંકે લોકોને વધુ એક સપ્તાહનો મોકો આપ્યો છે. તેણે રૂ. 2000ની નોટ જમા કરાવવા અથવા બદલવાની પહેલાથી નક્કી કરેલી સમયમર્યાદા 30 સપ્ટેમ્બરથી વધારીને 7 ઓક્ટોબર કરી છે.
શું ખાતા વગર કોઈપણ બેંકમાં નોટો બદલી શકાય છે?
હા. બિન-ખાતા ધારકો પણ એક સમયે કોઈપણ બેંક શાખામાં ₹20,000/- ની મર્યાદા સુધી અન્ય મૂલ્યની ₹2000ની નોટો બદલાવી શકે છે. જો તમારી પાસે ખાતું હોય તો આ મર્યાદા લાગુ થશે નહીં.
શું આ નિર્ણય સરકારની ભૂલને સુધારવાનો છે?
500 અને 1000 રૂપિયાની નોટોની અછતને પહોંચી વળવા માટે 2000 રૂપિયાની નોટો છાપવામાં આવી હતી જે 2016માં બંધ કરવામાં આવી હતી. જ્યારે અન્ય મૂલ્યોની નોટો પર્યાપ્ત માત્રામાં ઉપલબ્ધ થઈ.
ત્યારે 2018-19માં 2000 રૂપિયાની નોટોનું પ્રિન્ટિંગ બંધ કરવામાં આવ્યું હતું. એટલે કે 2000 રૂપિયાની નોટોને ચલણમાંથી બહાર કાઢવા એ સરકારની ભૂલ સુધારણા છે એવું સીધું કહી શકાય નહીં.
Conclusion
આ લેખ દ્વારા, અમે તમને 2000 ની નોટ બદલવાની તારીખમાં ફેરફાર સંબંધિત તમામ મહત્વપૂર્ણ માહિતી પ્રદાન કરી છે. જો તમને હજુ પણ કોઈપણ પ્રકારની સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો હોય તો તમે કોમેન્ટ બોક્સ માં કોમેન્ટ કરી,સંપર્ક કરો અમે તમારી સમસ્યાનો ઉકેલ આપીશું.
આવી બીજી યોજના અને શૈક્ષણિક અપડેટ્સ માટે અમારી સાથે જોડાયેલા રહો. અમારી તમામ પોસ્ટ્સની સૂચના મેળવવા માટે અમારા WhatsApp ગ્રુપ સાથે જોડાઓ.
!! Gujjuonline.in ની મુલાકાત લેવા બદલ આભાર !!