સુરતમાં ડાયમંડ હોસ્પિટલમાં એક જ દિવસમાં 31 બાળકોના જન્મ થયા : સુરતમાં આવેલી ડાયમંડ એસોસિએશન આરોગ્ય સમિતિ સંચાલિત માતૃશ્રી રામુબા તેજાણી અને માતૃશ્રી શાંતાબા વીડીયા હોસ્પિટલમાં 19 ઓગસ્ટ 2023ના રોજ એક જ દિવસમાં એટલે કે 24 કલાકમાં ટોટલ 30 ડિલિવરી થતા હોસ્પિટલનું વાતાવરણ બાળકોના ખીલખીલાટથી ગુંજી ઉઠ્યું હતું.
30 ડીલવરીમાં એક જોડિયા બાળકો સહીત કુલ 31 બાળકોમાં 17 દીકરી અને 14 દીકરાનો સમાવેશ થાય છે. 30 ડિલિવરીમાં એક જોડિયા બાળકો સહિત કુલ 31 બાળકોમાં 17 દીકરી અને 14 દીકરાનો સમાવેશ થાય છે.
સુરતમાં ડાયમંડ હોસ્પિટલમાં એક જ દિવસમાં 31 બાળકોના જન્મ થયા
સુરતમાં આવેલી ડાયમંડ એસોસિએશન આરોગ્ય સમિતિ સંચાલિત માતૃશ્રી રામુબા તેજાણી અને માતૃશ્રી શાંતાબા વીડીયા હોસ્પિટલ (ડાયમંડ હોસ્પિટલ)માં 19 ઓગસ્ટ 2023ના રોજ એક જ દિવસમાં એટલે કે 24 કલાકમાં ટોટલ 30 ડિલિવરી થતાં હોસ્પિટલનું વાતાવરણ બાળકોના ખીલખીલાટથી ગુંજી ઉઠ્યું હતું.
ડાયમંડ હોસ્પિટલના 10 વર્ષના ઈતિહાસમાં 30 ડીલવરી સાથે સુરતમાં એક નવો રેકોર્ડ સ્થાપિત કર્યો હોવાનું હોસ્પિટલ તરફથી જણાવવામાં આવ્યું હતું. જે બદલ હોસ્પિટલના તબીબો અને સ્ટાફમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો.
બાળકોના ખીલખીલાટથી ખીલી ઉઠ્યું હોસ્પિટલનું વાતાવરણ
તેમજ ટ્રસ્ટીઓ અને મેનેજમેન્ટ દ્વારા ડોક્ટર અને સ્ટાફના આ ઉમદા કાર્ય બદલ સૌને અભિનંદન સાથે આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો. ડાયમંડ હોસ્પિટલ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, આ હોસ્પિટલમાં નોર્મલ ડીલવરીનો ચાર્જ 1800 રૂપિયા છે અને દીકરીનો જન્મ થાય તો કોઈ ચાર્જ લેવામાં આવતો નથી.
તેમજ સિઝેરિયન ડીલવરીનો ચાર્જ માત્ર 5 હજાર રૂપિયા છે. તેમજ આ હોસ્પિટલમાં કોઈ પણ દંપતીને ત્યાં એક કરતા વધારે દીકરીનો જન્મ થાય તો પ્રત્યેક દીકરીને હોસ્પિટલ તરફથી 1 લાખ રૂપિયાના બોન્ડ આપવામાં આવે છે.
10 વર્ષના ઈતિહાસમાં આવું પહેલીવાર
અત્યાર સુધીમાં 2 હજાર દીકરીઓને કુલ 20 કરોડના બોન્ડ આપી દીધા છે. ભારત સરકારના બેટી બચાવો બેટી વધાવો યોજનાને સાર્થક કરવામાં હોસ્પિટલ દ્વારા સહભાગી બનીને સમાજને એક નવી રાહ ચીંધી છે.
ઉલ્લેખનીય છે કે, ડાયમંડ એસોસિયેશન આરોગ્ય સમિતિ સંચાલિત ડાયમંડ હોસ્પિટલમાં 31 ડિલિવરી સાથે સુરતમાં એક નવો રેકોર્ડ સ્થાપિત થયો છે.
જે બદલ હોસ્પિટલના ગાયનેકોલોજિસ્ટ, એનેસ્થેટિક, ગાયનેક વિભાગના રેસિડેન્ટ ડોક્ટરો, હોસ્પિટલના પીડિયાટ્રિશિયન તેમજ ઓ.ટી. વિભાગના સ્ટાફમાં હર્ષ અને ખુશીનો માહોલ જોવા મળ્યો હતો.
ટ્રસ્ટીઓ અને મેનેજમેન્ટ દ્વારા ડોક્ટર અને સ્ટાફના ઉમદા કાર્ય બદલ સૌનો અભિનંદન સાથે આભાર વ્યક્ત કર્યો હતો.
દીકરી જન્મે તો એક લાખ રૂપિયાનો બોન્ડ
ડાયમંડ હોસ્પિટલના ટ્રસ્ટી દિનેશ નાવડિયાએ જણાવ્યું કે, હોસ્પિટલ બાળકોના ખિલખિલાટથી ગુંજી ઊઠી હતી અને આખા હોસ્પિટલના સ્ટાફમાં હર્ષનું મોજું ફરી વળ્યું છે. તેમજ જન્મ આપનાર મા-બાપ અને તેમના પરિવારના લોકોમાં આનંદની લાગણી ફરી વળી હતી.
તમામ જન્મેલાં 31 બાળકો સ્વસ્થ છે અને તેને માટે હોસ્ટિપલની ટીમે ખૂબ મહેનત કરી છે. આ હોસ્પિટલમાં નોર્મલ ડિલિવરીનો ચાર્જ માત્ર 1800 છે અને દીકરીનો જન્મ થાય તો કોઇ ચાર્જ લેવામાં આવતો નથી.
તેમજ સિઝેરિયન ડિલિવરીનો ચાર્જ માત્ર 5000 છે. તેમજ આ હોસ્પિટલમાં કોઈપણ દંપતીને ત્યાં એક કરતાં વધારે દીકરીનો જન્મ થાય તો પ્રત્યેક દીકરીને હોસ્પિટલ તરફથી એક લાખ રૂપિયાના બોન્ડ આપવામાં આવે છે. અત્યાર સુધીમાં 2000 દીકરીઓને કુલ 20 કરોડના બોન્ડ આપી દીધા છે.
Conclusion
આ લેખ દ્વારા, અમે તમને સુરતમાં ડાયમંડ હોસ્પિટલમાં એક જ દિવસમાં 31 બાળકોના જન્મ થયા સંબંધિત તમામ મહત્વપૂર્ણ માહિતી પ્રદાન કરી છે. જો તમને હજુ પણ કોઈપણ પ્રકારની સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો હોય તો તમે કોમેન્ટ બોક્સ માં કોમેન્ટ કરી,સંપર્ક કરો અમે તમારી સમસ્યાનો ઉકેલ આપીશું.
આવી બીજી યોજના અને શૈક્ષણિક અપડેટ્સ માટે અમારી સાથે જોડાયેલા રહો. અમારી તમામ પોસ્ટ્સની સૂચના મેળવવા માટે અમારા WhatsApp ગ્રુપ સાથે જોડાઓ.
!! Gujjuonline.in ની મુલાકાત લેવા બગલ આભાર !!