ખેતીવાડીના સાધનો માટે સહાય યોજના। ખેડૂત સાધન સહાય યોજના

Are You Looking for Agricultural Implements Subsidies Scheme @ ikhedut.gujarat.gov.in। શું તમે ખેતીવાડીના સાધનો માટે સહાય યોજનાનો લાભ લેવા માંગો છો? તો તમારા માટે અહીં આ પોસ્ટમાં ખેડૂત સાધન સહાય યોજના વિષે પુરી જાણકારી બતાવવામાં આવી છે. તો અંત સુધી વાંચવા વિંનતી.

ખેતીવાડીના સાધનો માટે સહાય યોજના : ભારત સરકાર અને ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે ઘણી બધી યોજનાઓ બહાર પાડવામાં આવે છે. ગુજરાતમાં I khedut Portal પર ખેડૂતના હિતમાં અનેક યોજનાનો ચલાવવામાં આવે છે.

ખેડૂત સાધન સહાય યોજના : જેમાં આપણે કાચા મંડપ સહાય યોજના, મધમાખી ઉછેરના સાધનો માટે સહાય યોજના અને ડ્રીપ ઇરીગેશનમાં પાણીના ટાંકા બનાવવા માટે સહાય યોજનાની વિગતવાર માહિતી મેળવી. આ યોજનાનો ઉદેશ્યએ ખેડૂતની આવક વધારવાનો છે.

ખેતીવાડીના સાધનો માટે સહાય યોજના વિષે ટૂંકમાં માહિતી

હવે સરકાર દ્વારા ખેતીવાડીના સાધનો જેવાકે વાવણી, વાવેતર લણણી અને ખોદકામના સાધનો માટે પણ સહાય પૂરી પાડવામાં આવે છે. આજના આ આર્ટીકલમાં આપણે ખેતીવાડીના સાધનો માટે સહાય યોજનાની વિગતવાર માહિતી આપીશું.

@ ikhedut.gujarat.gov.in Agricultural Implements Subsidies Scheme in Gujarat હેઠળ શું લાભ મળે તેની ચર્ચા કરીશું. સરકાર દ્વારા ખેડૂતની આવક વધારવા અનેક યોજનાનો ચલાવવામાં આવે છે. સરકાર દ્વારા ખેતીવાડીના સાધનોની ખરીદીને પ્રોત્સાહન આપવા યોજના શરૂ કરવામાં આવી છે.

જેમાં Agricultural Implements Subsidies Scheme in Gujarat શું છે? તેની માહિતી મેળવીશું. ખેતીવાડીના સાધનો માટે સહાય યોજના હેઠળ શું શું લાભ મળે? કેવી રીતે અરજી કરી શકાય? અને તેના માટે ક્યાં-ક્યાં ડોક્યુમેન્‍ટ જોઈએ તે તમામ માહિતી મેળવીશું.

Table of Agricultural Implements Subsidies Scheme

યોજનાનું નામ ખેતીવાડીના સાધનો માટે સહાય યોજના
વિભાગનું નામ બાગાયતી વિભાગ
યોજનાનો ઉદ્દેશ ખેડૂતને ખેતીવાડીના સાધનો જેવાકે વાવણી, વાવેતર લણણી અને ખોદકામના સાધનો
ક્યા લાભાર્થીઓને સહાય મળે? ગુજરાત રાજ્યના પાત્રતા ધરાવતા ખેડૂત મિત્રો
ઓફિશિયલ વેબસાઈટ @ ikhedut.gujarat.gov.in
અરજીની પદ્ધતિ ઓનલાઇન
અરજી કરવાની છેલ્લી તારીખ 31/05/2023

ખેડૂત સાધન સહાય યોજનાનો હેતુ

આ યોજનાનો હેતુ એ ખેડૂતને ખેતીવાડીના સાધનો જેવા કે વાવણી, વાવેતર લણણી અને ખોદકામના સાધનો માટે સહાય પૂરી પાડવાનો છે. જેથી ખેડૂતને તેના ઉત્પાદક ખર્ચમાં ઘટાડો થશે. તેમજ તેમની આવકમાં વધારો થશે.

ખેતીવાડીના સાધનો માટે સહાય યોજનાની પાત્રતા અને નિયમો

ખેતીવાડીના સાધનો માટે સહાય યોજનાની કેટલીક પાત્રતા નક્કી થયેલી છે. જે  નીચે મુજબ છે.

  • આ યોજનામાં સામાન્ય,અનુસુચિત જાતિ અને અનુસુચિત જનજાતિના ખેડૂતોને મળવાપાત્ર છે.
  • આ યોજનાનો લાભ ખેડૂત એક જ વખત લઈ શકશે.
  • ખેડૂતે ખેતીવાડીના સાધનો કૃષિ ખાતા દ્રારા વખતોવખત જાહેર કરેલ પ્રાઇઝ ડીસ્કવરીના હેતું માટે તૈયાર કરેલ પેનલમાં સમાવિષ્ટ ઉત્પાદક ના અધિકૃત વિકેતા પાસેથી ખરીદી કરવાની રહે છે.

ખેતીવાડીના સાધનો માટે સહાય યોજના હેઠળ મળવાપાત્ર લાભો

આ યોજના હેઠળ જુદી-જુદી જ્ઞાતિઓને અલગ-અલગ લાભ આપવામાં આવે છે. જે નીચે મુજબ છે.

અનુસુચિત જાતિના  ખેડૂતો માટે અનુ.જાતિના લાભાર્થીને પ્રતિ એકમ રૂ 0.30 લાખના ખર્ચના 50% મુજબ રૂ. 0.15 લાખ સહાય મળવા પાત્ર છે.
અનુસુચિત જનજાતિના  ખેડૂતો માટે અનુ.જન જાતિના લાભાર્થીને પ્રતિ એકમ રૂ 0.30 લાખના ખર્ચના 50% મુજબ રૂ. 0.15 લાખ સહાય મળવા પાત્ર છે.
સામાન્ય જાતિના ખેડૂતો માટે પ્રતિ એકમ રૂ 0.30 લાખના ખર્ચના 40% મુજબ રૂ. 0.12 લાખ સહાય મળવા પાત્ર છે. નાનાં/સીમાંત/મહિલા લાભાર્થીને પ્રતિ એકમ રૂ 0.30 લાખના ખર્ચના 50% મુજબ રૂ. 0.15 લાખ સહાય મળવા પાત્ર છે.

ખેડૂત સાધન સહાય યોજના માટે કયાં-ક્યાં ડોક્યુમેન્‍ટ જરૂર પડે?

I khedut Portal પર ચાલતી ખેતીવાડીના સાધનો માટે સહાય યોજનાનો લાભ લેવા માટે ઓનલાઈન અરજી કરવાની હોય છે. જેના માટે નીચે મુજબના ખેડૂત લાભાર્થી પાસે ડોક્યુમેન્‍ટ હોવા જોઈએ.

  • ખેડૂતની 7/12 અને ૮-અ ની જમીનની નકલ
  • અરજદારનું આધારકાર્ડની નકલ
  • જો ખેડૂત લાભાર્થી એસ.સી. જાતિનો હોય તો જાતિનું સર્ટિફિકેટ
  • જો ખેડૂત લાભાર્થી એસ.ટી. જાતિનો હોય તો જાતિનું સર્ટિફિકેટ
  • રેશનકાર્ડની નકલ (Ration Card)
  • જો ખેડૂત દિવ્યાંગ હોય તો દિવ્યાંગતા હોવા અંગેનું પ્રમાણપત્ર
  • લાભાર્થી જો ટ્રાઈબલ વિસ્તારના હોય તો વન અધિકાર પત્રની નકલ (હોય તો)
  • ખેતીના 7-12 અને 8-અ જમીનમાં સંયુક્ત ખાતેદારના કિસ્સામાં અન્ય ખેડૂતના સંમતિપત્રક
  • લાભાર્થી પાસે આત્માનું રજીસ્ટ્રેશન કરાવેલું હોય તો તેની વિગત
  • સહકારી મંડળીના સભ્ય હોય તો તેની વિગતો (લાગુ પડતું હોય તો)
  • દૂધ ઉત્પાદક મંડળીના સભ્ય હોય તો તેની માહિતી (લાગુ પડતું હોય તો જ)
  • મોબાઈલ નંબર

ખેતીવાડીના સાધનો માટે સહાય યોજનામાં ઓનલાઇન અરજી કેવી રીતે કરવી?

ખેતીવાડીના સાધનો માટે સહાય યોજના હેઠળ લાભ લેવા માટે ખેડૂતો i-ખેડૂત પોર્ટલ પરથી ઓનલાઇન અરજી કરવાની રહેશે. તે માટે તમારે નીચે પગલાં અનુસરીને અરજી કરવાની રહશે.

  • પ્રથમ Google ખોલીને “ikhedut” ટાઈપ કરવાનું રહેશે.
  • જ્યાં આઈખેડૂતની ઓફિશિયલ વેબસાઈટ @ ikhedut.gujarat.gov.in ખોલવી.
  • ikhedut Website ખોલ્યા બાદ “યોજના” પર ક્લિક કરવું.
  • યોજના પર ક્લિક કર્યા બાદ નંબર-3 પર આવેલી “બાગાયતી ની યોજનાઓ” ખોલવું.
  • “બાગાયતી ની યોજનાઓ” ખોલ્યા બાદ જ્યાં ક્રમ નંબર-88 વાવણીવાવેતર લણણી અને ખોદકામના સાધનો પર ક્લિક કરવું.
  • જેમાં વાવણી, વાવેતર લણણી અને ખોદકામના સાધનોમાટે સહાય યોજનામાં “અરજી કરો” તેના પર Click કરીને આગળનું પેજ ખોલવાનું રહેશે.
  • જો તમે રજીસ્ટર અરજદાર ખેડૂત છો? જેમાં જો તમે રજીસ્ટ્રેશન કરેલ હોય તો હા અને નથી કર્યું તો ના કરવાનું રહેશે.
  • ખેડૂતે રજીસ્ટ્રેશન કરેલ હોય તો આધારકાર્ડ નંબર અને મોબાઈલ નંબર નાખ્યા બાદ Captcha Image નાખીને અરજી કરવાની રહેશે.
  • લાભાર્થીએ i-khedut પર રજીસ્ટ્રેશન કરેલ નથી તો ‘ના’ સિલેકટ કરીને ઓનલાઈન અરજી કરવાની રહેશે.
  • ખેડૂતે સંપૂર્ણ માહિતી ભર્યા બાદ અરજી સેવ કરો એના પર ક્લિક કરવાનું રહેશે.
  • સંપૂર્ણ ચોક્ક્સાઈપૂર્વક વિગતો તપાસી અરજી કન્‍ફર્મ કરવાની રહેશે. એક વાર અરજી કન્‍ફર્મ થયા બાદ Application Number માં કોઈ સુધારો કે વધારો થશે નહિં તેની નોંધ લેવી.
  • ખેડૂત લાભાર્થીએ ઓનલાઈન અરજી કર્યા બાદ પોતાની અરજીના આધારે પ્રિ‍ન્‍ટ મેળવી શકશે.

Important Link

અરજી કરવા માટે  અહીં ક્લિક કરો
સત્તાવાર વેબસાઈટ અહીં ક્લિક કરો
વધુ માહિતી માટે અહીં ક્લિક કરો

આ પણ વાંચો,Gujjuonline

લેપટોપ સહાય યોજના

નમો ટેબલેટ યોજના

તાર ફેન્સીંગ યોજના

માનવ ગરિમા યોજના

ફ્રી સિલાઈ મશીન યોજના

નોંધ :- આ લેખ ફક્ત માહિતીના હેતુ માટે લખવામાં આવ્યો છે, વધુ માહિતી માટે તમે સત્તાવાર વેબસાઇટની મુલાકાત લઈ શકો છો…..

Conclusion

આ લેખ દ્વારા, અમે તમને ખેતીવાડીના સાધનો માટે સહાય યોજના। ખેડૂત સાધન સહાય યોજના સંબંધિત તમામ મહત્વપૂર્ણ માહિતી પ્રદાન કરી છે. જો તમને હજુ પણ કોઈપણ પ્રકારની સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો હોય તો તમે કોમેન્ટ બોક્સ માં કોમેન્ટ કરી, સંપર્ક કરો અમે તમારી સમસ્યાનો ઉકેલ આપીશું.

આવી બીજી યોજના અને શૈક્ષણિક અપડેટ્સ માટે અમારી સાથે જોડાયેલા રહો. અમારી તમામ પોસ્ટ્સની સૂચના મેળવવા માટે અમારા WhatsApp ગ્રુપ સાથે જોડાઓ.

About Author : Pratham Ahir
Contact Email : contactgujjuonline@gmail.com
Notice :
અમારા લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

Hello Readers, GujjuOnline.in is a private website and don’t represent any government entity, organizations or department. Whatever information we shared here is gathered from various Gujarat government’s official website and news papers and other websites. We also cross verify the job when we post any job but do always cross verify the job vacancy by yourself to prevent fraudulent happening in the name of job.