ગુજરાતીઓ વાવાઝોડાને લઈ અંબાલાલની ઘાતક આગાહી : હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની નવી આગાહી સામે આવી છે. જૂનના પ્રથમ સપ્તાહમાં વાવાઝોડું સક્રિય થશે એવી આગાહી કરવામાં આવી છે. અરબ સાગરમાં વાવાઝોડું સક્રિય થશે એવું અંબાલાલનું અનુમાન છે.
અવી છે. મે મહિનાના અંતિમ તારીખોમાં દેશના ઘણા ભાગોમાં ભારે વરસાદની સંભાવનાઓ છે. જેમાં ગુજરાતમાં મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાતમાં વરસાદ ખાબકી શકે છે. કમોસમી વરસાદથી ગુજરાતનુ વાતાવરણમાં ફેરફાર થવા જઈ રહ્યો છે. તેમજ લોકોની કાળજાળ ગરમીથી પણ મુક્તિ મળશે.
ગુજરાતીઓ વાવાઝોડાને લઈ અંબાલાલની ઘાતક આગાહી
આગાહીકાર અંબાલાલ પટેલે કમોસમી વરસાદ અંગે જણાવતા કહ્યું હતું કે, મે મહિનાના અંત સુધીમાં ગુજરાત તથા દેશભરમાં કમોસમી વરસાદ ખાબકી શકે છે. આવી સ્થિતિ મે મહિનામાં બને તે વિશેષ સ્થિતિ કહી શકાય. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ શિયાળામાં આવે તે સ્વાભાવિક છે,
પરંતુ ઉનાળામાં આ સ્થિતિ જુદા જ પ્રકારની બની રહી છે. જે ઋતુ પરિવર્તનની નિશાની રૂપ ગણવામાં આવે છે. તો સાથે જ વરસાદને લઈ અંબાલાલે વાત કરી કે વાવાઝોડાના પગલે સૌરાષ્ટ્રમાં વરસાદ પડી શકે છે.
ભારે પવન અને વંટોળ ફૂંકાવાની પણ શક્યતા સેવવામાં આવી રહી છે. 40 થી 45 કિ.મીની ઝડપે પવન ફૂંકાઇ શકે છે. ગાજવીજ સાથે ધોધમાર વરસાદ પડી શકે છે.
ગુજરાતના વાતાવરણમાં આવશે મોટો પલટો
આ સાથે જ હવામાન વિભાગ દ્વારા સોમવારે આગાહી કરવામાં આવી તેમાં ગરમીથી રાહત મળવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી હતી, જોકે, ભેજનું પ્રમાણ વધવાથી બફારો વધશે જેના કારણે અકળામણ વધી શકે છે.
તાપમાન ઘટવાની સાથે ભેજનું પ્રમાણ વધવાથી પરસેવે રેબઝેબ થઈ શકો છો. અંબાલાલ પટેલે જણાવતા કહ્યું છે કે, તારીખ 24 થી 30 મેના રોજ ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં ભારે ગાજવીજ સાથે મુશળધાર વરસાદ ખાબકી શકે છે.
તો સાથે જ ગુજરાતમાં મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. આ ઉપરાંત સૌરાટ્રના દરિયાકિનારાના ભાગોમાં અને દક્ષિણ ગુજરાતના ભાગોમાં પણ વરસાદ ખાબકી શકે છે.
અંબાલાલ પટેલની વાવાઝોડાને લઈને મોટી આગાહી
તો સૌરાષ્ટ્રના કેટલાક ભાગો અને કચ્છના ભાગોમાં વરસાદની સંભાવનાઓ છે. દેશના ઉત્તરીય ભાગોમાં આંધી વંટોળ સાથે કરા પાડવાની આગાહી કરવામાં આવી છે. તેમણે વધુમાં જણાવતા કહ્યુ કે, પ્રિમોન્સૂન એક્ટિવિટીનું મુખ્ય કારણ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને અરબસાગરનો ભેજ છે.
આ સાથે અમદાવાદ માટે આજે પણ યલો એલર્ટ આપવામાં આવ્યું છે. અમદાવાદ રાજ્યમાં સૌથી ગરમ શહેર રહ્યું હતું. શહેરમાં હાલ તાપમાન 42-43 ડિગ્રીની આસપાસ રહે છે, જેમાં આગામી સમયમાં ઘટાડો થવાની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે.
અંબાલાલ પટેલે જણાવતા કહ્યું હતું કે, વાવાઝોડું જૂનના પ્રથમ સપ્તાહમાં અરબ સાગરમાં સક્રિય થશે. વાવાઝોડાના પગલે સૌરાષ્ટ્રમાં વરસાદ પડી શકે છે. ભારે પવન અને વંટોળ ફૂંકાવાની શક્યતા સેવવામાં આવી રહી છે. જેને કારણે સૌરાષ્ટ્રના કેટલાક ભાગો અને કચ્છના ભાગોમાં વરસાદની સંભાવનાઓ દેખાઈ રહી છે.
આ પણ વાંચો,
GSEB ધોરણ 10ના નાપાસ વિદ્યાર્થીઓને મળશે ફરીથી સ્કૂલમાં એડમિશન
Conclusion
આ લેખ દ્વારા, અમે તમને ગુજરાતીઓ વાવાઝોડાને લઈ અંબાલાલની ઘાતક આગાહી સંબંધિત તમામ મહત્વપૂર્ણ માહિતી પ્રદાન કરી છે. જો તમને હજુ પણ કોઈપણ પ્રકારની સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો હોય તો તમે કોમેન્ટ બોક્સ માં કોમેન્ટ કરી, સંપર્ક કરો અમે તમારી સમસ્યાનો ઉકેલ આપીશું.
આવી બીજી યોજના અને શૈક્ષણિક અપડેટ્સ માટે અમારી સાથે જોડાયેલા રહો. અમારી તમામ પોસ્ટ્સની સૂચના મેળવવા માટે અમારા WhatsApp ગ્રુપ સાથે જોડાઓ.