વિધવા સહાય યોજના માટે ફોર્મ ભરો। Vidhva Sahay Yojana

વિધવા સહાય યોજના માટે ફોર્મ ભરો| Vidhva Sahay Yojana માં લાભાર્થીને માસિક રૂ. 1250 લેખે માસિક સહાય બચત ખાતા મારફતે લાભાર્થી  ખાતામાં જમા કરાવવામાં આવે છે.Vidhva Sahay Yojana હેઠળ  ફોર્મ ભરો.

વિધવા સહાય યોજના હેઠળનો લાભ કોને મળશે ? કેવી રીતે લાભ મેળવી શકાશે? ક્યાં ક્યાં ડોક્યુમેન્ટ ની જરૂર પડે? કેટલો લાભ એટલે કે સહાય મળે? તેની વિગતે માહિતી આ આર્ટિકલમાં આપવામાં આવી છે. જે નીચે મુજબ છે.

About Free Vidhva Sahay Yojana। વિધવા સહાય યોજના 

Vidhva Sahay Yojana પ્રોત્સાહન આપવામાં આવશે જેથી તેઓ નજીકના ભવિષ્યમાં સ્વસ્થ જીવનશૈલી મેળવી શકે , અને તે આત્મનિર્ભર બનીશકે  અને તેઓ તેમના બાળકનું શિક્ષણ પણ આગળ વધારી શકે.વિધવા સહાય યોજના બહેનોને 21 વર્ષથી વધુ ઉંમરનો પુત્ર હોય તો પણ આ Vidhva Sahay Yojana યોજનાનો લાભ મળશે.

Tabel of  Vidhva Sahay Yojana

યોજનાનું નામ વિધવા સહાય યોજના (ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજના)
લાભ કોને મળશે નિરાધાર વિધવા બહેનોને
યોજનાના ફાયદા 1250 રૂપિયા દર મહિને સહાય કરવામાં આવશે
યોજનાનો ઉદ્દેશ વિધવા બહેનોને સારું જીવન જીવવાની તક આપવાનો
ફોર્મ ક્યાંથી મળશે ગ્રામપંચાયત/તલાટી/મામલતદાર/જન સેવા કેન્દ્ર કચેરી ખાતેથી તથા online
ફોર્મ ક્યાં જમા કરાવવું ગ્રામપંચાયત/તલાટી/મામલતદાર કચેરી ખાતે તથા online
હોમપેજ Click Here 

Eligibility Criteria –Vidhva Sahay Yojana।વિધવા સહાય યોજના લાભ કોને મળે

  • 18 વર્ષ કે તેથી વધુ ઉંમરની વિધવા બહેનોને આ યોજના નો લાભ મળે છે.
  •  યોજના નો લાભ મેળવવા માટે ગ્રામ્ય વિસ્તાર માટે કુટુંબની વાર્ષિક આવક મર્યાદા રૂપિયા 1,20,000 (એક લાખ, વીસ હજાર) અને શહેરી વિસ્તાર માટે કુટુંબની વાર્ષિક આવક મર્યાદા રૂપિયા 1,50,000 (એક લાખ, પચાસ હજાર) સરકાર દ્વારા રાખવામાં આવી છે.
  • આ યોજનાનો લાભ મેળવનાર 18 થી 40 વર્ષની તમામ બહેનોને ફરજીયાત 2 વર્ષમાં સરકાર માન્ય કોઈપણ ટ્રેડની (વ્યવસાયલક્ષી) તાલીમ લેવાની રહેશે.

Document Required For Vidhva Sahay Yojana |વિધવા સહાય યોજના

જરૂર ડોક્યુમેન્ટ

ક્રમ ડોક્યુમેન્‍ટ નું નામ
1 લાભ લેનાર અરજદારની અરજી (પરિશિષ્ટ-૧/૮૬ મુજબ )
2 લાભ લેનાર અરજદારનું સોગંદ નામુ (પરિશિષ્ટ ૨/૮૬ મુજબ )
3 આવકનો દાખલો (પરિશિષ્ટ ૩/૮૬ મુજબ )
4 વિધવા છે તે અંગેનું પ્રમાણ પત્ર (પરિશિષ્ટ ૪/૮૬ મુજબ )
5 અરજદારના પતિના મૃત્યુ નો દાખલો
6 અરજદાર મહિલાના શૈક્ષણિક લાયકાતના અંગેના પ્રમાણપત્રો.
7 મૈયતના વારસદારોનું પેઢીનામું.
8 અરજદારના રેશનકાર્ડની નકલ.
9 બે પાસપોર્ટ સાઇઝના ફોટા
10 આધાર કાર્ડની નકલ
11 બેંક અથવા પોસ્ટ પાસબુક
12 અરજદારના બાળકોની ઉમરના પુરાવા, જન્મના દાખલા.
13 દસ વર્ષથી વધુ સમયથી ગુજરાતમાં વસવાટ કરતા હોય તે અંગેનું પ્રમાણપત્ર.
14 પુનઃ લગ્ન કરેલ નથી તે બદલનું પ્રમાણપત્ર. (દર વર્ષે જુલાઈ માસમાં મામલતદાર કચેરી/તલાટીશ્રીની રૂબરૂમાં કરાવેલ.)
15 18 થી 40 વર્ષની વય જુથના અરજદારોએ એક વર્ષની અંદર કોઈપણ સરકાર માન્ય ટ્રેડની તાલીમમાં જોડાવવા અંગેનું તલાટીશ્રીની રૂબરૂનું બાંહેધરી પત્ર.
16 અરજદાર (વિધવા) નો જન્મનો દાખલો અથવા સ્કુલ લિવીંગ સર્ટીફીકેટ. આ બેમાંથી કોઈપણ ન હોય તો સરકારી દવાખાના/સીવીલ હોસ્પિટલ/સામુહિક આરોગ્ય કેન્દ્ર તથા નગરપાલિકા સંચાલિત દવાખાના સુપ્રિટેન્ડન્ટ/તબિબિ અધિકારી નો ઉમર અંગેનો દાખલો.

Benefits –Vidhva Sahay Yojana।વિધવા સહાય યોજના ના ફાયદા

  • વિધવા સહાય યોજના બહેનોને દર મહિને તેમના પોસ્ટ અથવા બેંક (WFA) ખાતામાં સીધા DBT (Direct Benefit Transfer) થી રૂપિયા 1250 જમા કરવામાં આવશે.
  • આ પેન્શનની રકમ દરેક મહિનાના પહેલા અઠવાડિયામાં લાભાર્થી બહેનોના ખાતામાં જમા કરવામાં આવશે.
  • વિધવા સહાય યોજના મેળવતા લાભાર્થી બહેનનું જો અકસ્માતે મૃત્યુ થાય તો સરકારની ગુજરાત સામૂહિક જૂથ(જનતા) અકસ્માત વિમા યોજના અંતર્ગત તેમના વારસદાર ને રૂપિયા 1,00,000 (એક લાખ) ની આર્થિક સહાય મળવાપાત્ર છે.

Application Fee –Vidhva Sahay Yojana।વિધવા સહાય યોજના અરજી ફી

  • આ યોજના હેઠળ તમારી નોંધણી કરવા માટે માત્ર 20 રૂપિયાની અરજી ફી ભરવાની રહેશે.

Application Process –Vidhva Sahay Yojana।વિધવા સહાય યોજના ફોર્મ ક્યાં અને કેવી રીતે ભરવું?

આ ફોર્મ ઓનલાઇન તથા ઓફલાઇન બંને રીતે ભરી શકો છો. ગુજરાત સરકાર દ્વારા આ માટે ઓનલાઈન અરજીઓ બાબતેની કામગીરી ગ્રામપંચાયત/તલાટી/મામલતદાર/જન સેવા કેન્દ્ર કચેરી ખાતે Digital Gujarat Portal પરથી કરી શકાય છે.

  • સૌપ્રથમ ગ્રામપંચાયત /તલાટી /મામલતદાર /જન સેવા કેન્દ્ર કચેરી ખાતેથી Vidhva Sahay Yojana ફોર્મ મેળવી દરેક વિગત બરાબર ભરવી અને સંબંધિત અધિકારી ના સહી-સિક્કા કરાવી લેવા.
  • ગ્રામપંચાયત કક્ષાએ VCE (Village Computer Entrepreneur) પાસેથી Digital Gujarat Portal પર ઓનલાઈન ફોર્મ ભરવાનું રહેશે.
  • તાલુકા કક્ષાએ મામલતદાર કચેરી ખાતેથી કોમ્પ્યુટર ઓપરેટર મારફતે Digital Gujarat Portal પર ઓનલાઈન ફોર્મ ભરવાનું રહેશે.

Vidhva Sahay Yojana Gujarat Form PDF –વિધવા સહાય યોજના ફોર્મ PDF – અરજી ફોર્મ

વિધવા સહાય યોજના  ફોર્મ pdf : આ યોજના માટેનું ફોર્મ તમે સરકારની ઓફીસીયલ વેબસાઇટ પરથી ઓનલાઇન ડાઉનલોડ કરી શકો છો.

Official website સરકારની ઓફીસીયલ વેબસાઇટ
Download Form વિધવા સહાય યોજના ફોર્મ pdf
  1. Indira Gandhi National Widow Pension Scheme (IGNWPS)
  2. Destitute Widow Pension Scheme (DWPS)

વિધવા સહાય યોજનાનો લાભ મેળવવા માટે ઉપરની બે યોજના ના નિયમો મુજબ અરજીઓના નમૂના અલગ અલગ છે. જેથી જેની પાત્રતા ધરાવતા હોય તેનું અરજીફોર્મ ભરવાનું રહેશે. પરંતુ અરજદારોને યોજનાની સહાયની રકમ એકસરખી દર મહિને RS. 1250 જ મળશે.

Vidhva Sahay Yojana – વિધવા સહાય યોજના Online Apply માટેની વેબસાઈટ

  • સૌ પ્રથમ અહીં ક્લિક કરો.

Digital Gujarat Portal – Click Here

વિધવા સહાય યોજના ફોર્મ

 

Vidhva Sahay Yojana।વિધવા સહાય યોજના ચાલુ રાખવા માટેની શરતો

  1. 18 થી 40 વર્ષની વય જુથના અરજદારોએ એક વર્ષની અંદર કોઈપણ સરકાર માન્ય ટ્રેડની તાલીમમાં જોડાવવા અંગેનું પ્રમાણપત્ર રજુ કરવાનું રહેશે.
  2. અરજદારોએ દર વર્ષે જુલાઈ મહિનામાં તેમણે પુન:લગ્ન કર્યા નથી તે અંગેનું તલાટીશ્રીનું/સંબંધિત અધિકારીનું પ્રમાણપત્ર મામલતદાર કચેરીમાં જમા કરાવવાનું રહેશે.
  3. આ યોજનાનો લાભ ચાલુ રાખવા માટે અરજદારોએ કુટુંબની આવક અંગેનું પ્રમાણપત્ર દર ત્રણ વર્ષે જુલાઈ મહિનામાં મામલતદાર ની કચેરીમાં રજુ કરવાનું રહેશે.

Vidhva Sahay Yojana Online Check Status Gujarat – અરજીનું Online Stutus કેવી રીતે જાણી શકાય?

  1. https://nsap.nic.in/ આ વેબસાઈટ ઓપન કરો.
  2. NSAP વેબસાઈટ ખોલ્યા બાદ મેનુ માંથી Reports પર ક્લિક કરવું.
  3. Reports માં Beneficiary Search, Track and payment details માં જવું.
  4. ત્યારબાદ “Pension Payment Details” [New] પર ક્લિક કરવું.
  5. લાભાર્થી 3 રીતે પોતાની Online Application નું Stutus જાણી શકશે.
  6. Sanction Order No / Application No / Mobile No આ ત્રણમાંથી કોઈ એક એન્ટર કરીને “SUBMIT” બટન પર ક્લિક કરવાથી પેન્શન વિશે ની બધી માહિતી ડિસ્પ્લે થશે.

Vidhva Sahay Yojana Helpline Number

18002335500

FAQ – Ganga Swaroop Yojana

Q. વિધવા સહાય યોજના લાભ કોને મળવા પાત્ર છે?

Ans. 18 વર્ષ કે તેથી વધુ ઉંમરની વિધવા બહેનોને યોજનાનો લાભ મળે છે. ગ્રામ્ય વિસ્તાર માટે કુટુંબની વાર્ષિક આવક મર્યાદા રૂપિયા 1,20,000 અને શહેરી વિસ્તાર માટે 1,50,000 રાખવામાં આવી છે.

Q. વિધવા સહાય યોજનામાં કેટલી સહાય મળે છે?

Ans. વિધવા બહેનોને દરેક મહિનાના પહેલા અઠવાડિયામાં તેમના પોસ્ટ અથવા બેંક ખાતામાં સીધા રૂપિયા 1250 જમા કરવામાં આવશે.

Q. વિધવા સહાય યોજનામાં ક્યા ક્યા સુધારા કરવામાં આવ્યા છે?

Ans. જૂની યોજનામાં સુધારો કરીને હવે વિધવા મહિલાને 21 વર્ષથી વધુ ઉંમરનો પુત્ર હોય તો પણ આ યોજનાનો લાભ મળશે.
યોજનાનો લાભ મેળવનાર 18 થી 40 વર્ષની તમામ બહેનોને ફરજીયાત 2 વર્ષમાં સરકાર માન્ય કોઈપણ ટ્રેડની (વ્યવસાયલક્ષી) તાલીમ લેવાની રહેશે.

Conclusion

આ લેખ દ્વારા, અમે તમને વિધવા સહાય યોજના માટે ફોર્મ ભરો। Vidhva Sahay Yojana સંબંધિત તમામ મહત્વપૂર્ણ માહિતી પ્રદાન કરી છે. જો તમને હજુ પણ કોઈપણ પ્રકારની સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો હોય તો તમે કોમેન્ટ બોક્સ માં કોમેન્ટ કરી, સંપર્ક કરો અમે તમારી સમસ્યાનો ઉકેલ આપીશું.

આવી બીજી યોજના અને શૈક્ષણિક અપડેટ્સ માટે અમારી સાથે જોડાયેલા રહો. અમારી તમામ પોસ્ટ્સની સૂચના મેળવવા માટે અમારા WhatsApp ગ્રુપ સાથે જોડાઓ.

About Author : Pratham Ahir
Contact Email : contactgujjuonline@gmail.com
Notice :
અમારા લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

Hello Readers, GujjuOnline.in is a private website and don’t represent any government entity, organizations or department. Whatever information we shared here is gathered from various Gujarat government’s official website and news papers and other websites. We also cross verify the job when we post any job but do always cross verify the job vacancy by yourself to prevent fraudulent happening in the name of job.