કેનેડામાં ભારતીયોની હાલત ખરાબ

કેનેડામાં ભારતીયોની હાલત ખરાબ : કેનેડા એટલે ગુજરાતી વિદ્યાર્થીઓને ભણવા માટેનુઁ ફેવરિટ ડેસ્ટિનેશન, કેનેડા દેશ ગુજરાતીઓને માફક આવી ગયો છે. આ દેશમાં મોટી સંખ્યામાં ગુજરાતીઓ રહે છે.

પહેલા અભ્યાસ અને બાદમાં સેટલ્ટ થવાના ઈરાદાથી ગુજરાતીઓ ત્યાં વસવાટ કરે છે.  જેને કારણે કેનેડામાં સ્ટુડન્ટ વિઝા પર જવાનો ક્રેઝ વધી ગયો છે. પરંતુ આ ક્રેઝ વચ્ચે રુકાવટ બન્યા છે કેનેડા અને ભારત વચ્ચેના રાજકીય સંબંધો.

કેનેડામાં ભારતીયોની હાલત ખરાબ

રાજકીય સ્થિતિ વણસતા હાલ સૌથી કફોડી સ્થિતિ કેનેડામાં રહેતા ભારતીયોની બની છે. હાલ તેમની હાલત ‘રહેને કો ઘર નહિ… સોને કો બિસ્તર નહિ…’  જેવી બની છે. યુવક-યુવતીઓ પોતાની બેગો ખેંચીને ઘરે-ઘરે ફરી રહ્યાં છે.

ભાડાના ઘર શોધી રહ્યાં છે, પરંતું તેમને રહેવા માટે નવા ઘર જલ્દી મળી નથી રહ્યાં. કેનેડા દેશ પહેલેથી જ હાઉસિંગ ક્રાઈસિસ સામે ઝઝૂમી રહ્યો છે. ઘરની વધતી જતી ડિમાન્ડ અને કિંમતો કારણે કેનેડા સરકાર વિઝા પર કાપ મૂકવાનો નિર્ણય લઈ રહી છે.

આવી સ્થિતિ વચ્ચે કેનેડામાં પગ મૂકાય!

કેનેડાની હાઉસિંગ ક્રાઈસિસ છુપી નથી. આ વચ્ચે કેનેડા અને ભારત વચ્ચેના રાજકીય સંબંધો વણસ્યા છે. આ વચ્ચે જે લોકો પહેલેથી કેનેડા રહે છે તેમને કોઈ તકલીફ નથી, પરંતુ જે નવા લોકો કેનેડામાં જઈ રહ્યા છે.

કેનેડામાં ડોલરમાં ખર્ચા કરવા પડે છે. આવામાં જો ઓછા ભાવમાં ઘર ન મળે તો સ્ટુડન્ટ વિઝા પર જઈ રહેલા વિદ્યાર્થીઓની હાલત વધુ કફોડી બનશે. પહેલાથી જ તેઓ એજ્યુકેશનનો માતબર ખર્ચો ઉઠાવે છે.

બેગ લઈને ભટકી રહ્યાં છે ગુજરાતી વિદ્યાર્થીઓ

તો કેટલાક એજ્યુકેશન લોનથી કેનેડા પહોંચી રહ્યાં છે. આવામાં જો ઘરના ભાવ ઉંચા વસૂલાત તો તેમના ખર્ચા વધી શકે છે. કેનેડાના આંકડા અનુસાર, સરકારી આંકડા મુજબ, સમગ્ર કેનેડામાં ઓછામાં ઓછા 3,45,000 મકાનોની અછત છે.

પરિણામે ભાડા પણ આસમાને છે. હાલ સ્ટુડન્ટ વિઝા પર કેનેડા જઈ રહેલા વિદ્યાર્થીઓને ભાડાના મકાન નથી મળી રહ્યાં. શેરિંગ રૂમ પણ હાઉસફુલ જેવા છે. ઓન્ટારિયોમાં તેઓ રહેણાંક વિસ્તારોમાં પોતાની બેગ ખેંચીને ઘરે-ઘરે ફરી રહ્યા છે.

રહેને કો ઘર નહિ…..

અજાણ્યા લોકો પાસેથી ભાડા પર જગ્યા માંગી રહ્યા છે. જો આ સ્થિતિ રહી તો વિદ્યાર્થીઓ મુશ્કેલીમાં મૂકાઈ શકે છે. તો કેટલાક વિદ્યાર્થીઓ ઘરના અભાવે મોટલમાં રહેવા મજબૂર બન્યા છે. જ્યાં તોતિંગ ભાડું ચૂકવી રહ્યાં છે.

કેનેડા ગયેલા વિદ્યાર્થીઓને માત્ર ઘરની જ સમસ્યા નથી, તેઓને નોકરી મળવાના પણ ફાંફા પડી રહ્યાં છે. પાર્ટટાઈમ નોકરીઓ મળી નથી રહી. વિદ્યાર્થીઓ નાની નોકરીઓ માટે આમતેમ ભટકી રહ્યાં છે.

સોનેકો બિસ્તર નહિ….

સ્થિતિ એવી છે કે, પ્લેસમેન્ટ એજન્સી છાત્રોને નોકરી માટે હાયર કરતી નથી. વિદ્યાર્થીઓનું કહેવુ છે કે, જો કેનેડામાં રહેવા અને નોકરીની સમસ્યા છે તો શા માટે કેનેડા સરકાર આટલી મોટી સંખ્યામાં વિઝા આપી રહી છે.

એક તરફ અમારો ખર્ચો લાખોમાં થઈ રહ્યો છે, તેની સામે અમારા આવકના કોઈ સ્ત્રોત નથી. તો કરવાનું શું. તેઓને હાઉસિંગ ક્રાઈસિસ સામે ઝઝૂમવુ પડી રહ્યું છે.

વધુ માહિતી માટે

Conclusion

આ લેખ દ્વારા, અમે તમને કેનેડામાં ભારતીયોની હાલત ખરાબ સંબંધિત તમામ મહત્વપૂર્ણ માહિતી પ્રદાન કરી છે. જો તમને હજુ પણ કોઈપણ પ્રકારની સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો હોય તો તમે કોમેન્ટ બોક્સ માં કોમેન્ટ કરી,સંપર્ક કરો અમે તમારી સમસ્યાનો ઉકેલ આપીશું.

આવી બીજી યોજના અને શૈક્ષણિક અપડેટ્સ માટે અમારી સાથે જોડાયેલા રહો. અમારી તમામ પોસ્ટ્સની સૂચના મેળવવા માટે અમારા WhatsApp ગ્રુપ સાથે જોડાઓ.

!! Gujjuonline.in ની મુલાકાત લેવા બદલ આભાર !!

About Author : Pratham Ahir
Contact Email : contactgujjuonline@gmail.com
Notice :
અમારા લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

Hello Readers, GujjuOnline.in is a private website and don’t represent any government entity, organizations or department. Whatever information we shared here is gathered from various Gujarat government’s official website and news papers and other websites. We also cross verify the job when we post any job but do always cross verify the job vacancy by yourself to prevent fraudulent happening in the name of job.