Please wait...
Video is loading
▶️

ગુજરાતમાં ગરમીના બોલશે ભુક્કા

ગુજરાતમાં ગરમીના બોલશે ભુક્કા રાજ્યમાં ફરીથી કાળઝાળ ગરમીની આગાહી કરવામાં આવી છે. રાજ્યના હવામાન વિભાગ દ્વારા હજી આજે રાજ્યના અનેક વિસ્તારોમાં ગાજવીજ સાથે હળવો વરસાદ વરસી શકે છે.

ગુજરાતમાં ગરમીના બોલશે ભુક્કા : ત્યારે મંગળવારથી અમદાવાદમાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે. એટલે ગુજરાતીઓ ફરીથી ગરમીમાં તપવા માટે તૈયાર રહેજો. હવામાન વિભાગે આગાહી કરતા જણાવ્યું છે કે, સોમવારે પાટણ, મહેસાણા અને અમદાવાદના જિલ્લાઓમાં, સૌરાષ્ટ્રના જૂનાગઢ, બોટાદ, સુરેન્દ્રનગર, રાજકોટ, અમરેલી, ભાવનગર અને ગીર સોમનાથમાં ગાજવીજ સાથે વરસાદ થવાની સંભાવના છે.

સોમવારે તાપી, દાહોદ, ડાંગ, રાજકોટ, અમરેલી, ભાવનગર અને બોટાદમાં વરસાદની આગાહી કરાઈ છે. 5 દિવસ બાદ ગરમીના પારામાં વધારો થશે. ઉપરાંત 3 થી 5 ડિગ્રી તાપમાનમાં વધારો થવાની સંભાવના પણ વ્યક્ત કરાઈ છે. મોટાભાગના જીલ્લાઓમાં તાપમાન 40 ડિગ્રી ઉપર રહેશે.

ગુજરાતમાં ગરમીના બોલશે ભુક્કા

9 મેથી અમદાવાદમાં યલો અલર્ટ આપવામાં આવ્યું છે. અમદાવાદમાં તાપમાનનો પારો 42 ડિગ્રી રહેવાની શક્યતા છે. અંબાલાલ પટેલે પણ આગામી દિવસોમાં ગુજરાતમાં આકરી ગરમી પડવાની આગાહી કરી છે. આ સાથે તેમણે ચોમાસા અંગે સારા સંકેતો આપ્યા છે.

તેમણે પ્રકૃતિમાં થઈ રહેલા ફેરફારોને જોતા ચોમાસાના સારા ચિહ્નો દેખાઈ રહ્યા હોવાનું પણ જણાવ્યું છે. સોમવારે ગરમીના આંકડાની વાત કરીએ તો, સુરેન્દ્રનગરમાં 41.3 ડિગ્રી, અમરેલીમાં 40.8 ડિગ્રી, અમદાવાદમાં. 40.5 ડિગ્રી, રાજકોટમાં 40.3 ડિગ્રી અને ગાંધીનગરમાં 39.5 ડિગ્રી તાપમાન નોંધાયું હતું.

બાકીના સ્થળે 35થી 39 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. પાટણ જિલ્લાના ખેડૂતોએ કરેલા વિવિધ પાકો પર કુદરત રુઠતા ચાર ચાર કમોસમી માવઠા વરસ્યા હતા. ત્યાર બાદ સરકાર દ્વારા સર્વે પણ કરવામાં આવ્યું પરંતુ સર્વે કર્યા બાદ જિલ્લાના માત્ર ચાર તાલુકાઓ પાટણ, સમી, સંખેસ્વર અને સાંતલપુરમાં સહાય મજુર કરી જેમાંથી અન્ય પાંચ તાલુકાને બાકાત રખાયા છે.

ગુજરાતમાં ગરમીના બોલશે ભુક્કા ત્યારે હારીજ તાલુકામાં પણ કમોસમી વરસાદમાં મોટા ભાગના ખેડૂતોના ખેતરોમાં વાવેલ પાકમાં નુકસાન વેઠયું હતું પરંતુ હારીજ તાલુકાને સહાયમાંથી બાકાત રખતા ખેડૂતોમાં સહાયની માંગ ઉઠી છે.

આ પણ વાંચો,Gujjuonline

GPSSB Talati OMR sheet 2023 PDF

બાપ રે બાપ……. ગુજરાતમાં છેલ્લા 5 વર્ષમાં 40 હજારથી પણ વધુ મહિલાઓ ગુમ થઇ

ધોરણ 10 પરિણામની ફાઇનલ તારીખ જાહેર

તલાટી કમ મંત્રી પેપર સોલ્યુશન 07 મે 2023

Top Best Smartphone in 2023-24

 

Conclusion

આ લેખ દ્વારા, અમે તમને ગુજરાતમાં ગરમીના બોલશે ભુક્કા સંબંધિત તમામ મહત્વપૂર્ણ માહિતી પ્રદાન કરી છે. જો તમને હજુ પણ કોઈપણ પ્રકારની સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો હોય તો તમે કોમેન્ટ બોક્સ માં કોમેન્ટ કરી, સંપર્ક કરો અમે તમારી સમસ્યાનો ઉકેલ આપીશું.

આવી બીજી યોજના અને શૈક્ષણિક અપડેટ્સ માટે અમારી સાથે જોડાયેલા રહો. અમારી તમામ પોસ્ટ્સની સૂચના મેળવવા માટે અમારા WhatsApp ગ્રુપ સાથે જોડાઓ.

Leave a Comment