Biparjoy Cyclone। બિપોરજોય વાવાઝોડું

Biparjoy Cyclone । બિપોરજોય વાવાઝોડું : અરબી સમુદ્રમાં સક્રિય બનેલા વાવાઝોડા બિપોરજોય અંગે સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. સમુદ્રમાં બપોરજોયની ફરી દિશા બદલાઈ છે, હવે આ વાવાઝોડું ગુજરાતના દરિયા નજીકથી પસાર થાય તેવું અનુમાન છે. હવે બિપોરજોય પાકિસ્તાનથી જખૌની દિશા તરફ ફંટાયું છે.

બિપોરજોય વાવાઝોડું : વાવાઝોડાનો માર્ગ બદલાતાં ફરી ચિંતા વધી ગઈ છે. આ સંભવિત બિપોરજોય વાવાઝોડાને કારણે હાલમાં કચ્છ અને ગુજરાત માટે ચિંતાનું પ્રમાણ વધ્યું છે. આ વાવાઝોડું દક્ષિણ-દક્ષિણ પશ્ચિમ પોરબંદરથી 580 કિલોમીટર દૂર છે. આ વાવાઝોડું ઉત્તર-ઉત્તર પશ્ચિમ તરફ આગળ વધશે.

બિપોરજોય વધુ આક્રમક બનીને આગળ વધી રહ્યું છે. બંદરો પર હાલ ભયજનક 2 નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું છે. બિપોરજોયને લઈને ગુજરાતના તમામ જિલ્લામાં વહીવટી તંત્ર એલર્ટ છે. આ વાવાઝોડું ધીમે-ધીમે નજીક આવી રહ્યું છે.

Biparjoy Cyclone વાવાઝોડું કેટલું દૂર?

  • પોરબંદરથી 580 કિમિ
  • ગોવાથી 700 કિમિ
  • મુંબઈથી 620 કિમિ
  • કરાંચીથી 890 કિમિ

સાઈક્લોન બિપોરજોયના પગલે પોરબંદર, દ્વારકા, ભાવનગર, સુરત, વલસાડ, દમણ સહિતના દરિયામાં કરંટ વધ્યો છે. ભારે પવન અને કરંટ વઢવાણ કારણે સૌરાષ્ટ્રના દરિયાઈ પટ્ટીમાં 10થી 15 ફૂટ સુધીના મોજા ઊછળી રહ્યા છે. લોકોની સલામતી માટે રાજ્યના મોટાભાગના બીચ પર જવા પર રોક લગાવી દેવામાં આવી છે. આ સાથે જ NDRF તેમજ પોલીસ.

Live Status Biporjoy cyclone

વાવાઝોડાની ઝડપ વધીને 140 કિમી થવાની શક્યતા છે. તેથી દરિયાઈ વિસ્તારમાં એલર્ટ આપવામાં આવ્યુ છે. તથા માછીમારોને દરિયો ન ખેડવાની હવામાન વિભાગની સૂચના છે. તેમાં ગુજરાત પર બિપરજોય વાવાઝોડાનો ખતરો છે.

આગામી 24 કલાકમાં વાવાઝોડુ વધુ જોર પકડી ગુજરાત તરફ આગળ વધશે. બિપરજોય વાવાઝોડું રાજ્યના દક્ષિણ પશ્ચિમ તરફ આગળ વધી રહ્યું છે. 11 જૂન સુધીમાં ગુજરાતમાં વાવાઝોડુ ટકરાય તેવા સંકેત છે.
4 દિવસ ભારે પવન સાથે વરસાદની આગાહી

હવામાન વિભાગ દ્વારા આગામી 4 દિવસ ભારે પવન સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગે જણાવ્યું કે, ગુજરાતમાં આગામી 4 દિવસ વરસાદ થઈ શકે છે. આગામી ચાર દિવસ દક્ષિણ ગુજરાત, ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છમાં વરસાદની આગાહી છે. તો રાજ્યમાં થંડરસ્ટ્રોમ એક્ટિવિટીની અસર પણ રહેશે.

હવામાન વિભાગના ડાયરેક્ટર મનોરમા મોહંતીએ જણાવ્યું હતું કે, વાવાઝોડાને કારણે 10, 11 અને 12 જૂને પવન 80થી 100 કિમી પ્રતિ કલાકની ઝડપે ફૂંકાઈ શકે છે. જ્યારે 13 જૂને પવન 120 કિમી પ્રતિ કલાકની ઝડપ પણ પકડી શકે છે.

વાવાઝોડુ બિપોરજોય ડીપ ડિપ્રેશન બન્યું છે

ઓમાન તરફ જતા વાવાઝોડાની ગતી 125 કિમી પ્રતિકલાક સુધી જશે. તેમજ વાવાઝોડાની અસરો પશ્ચિમ દક્ષિણ સૌરાષ્ટ્રના વધુ જોવા મળશે. તથા સૌરાષ્ટ્રમાં અતિભારે વરસાદની પણ સંભાવના રહેશે. તેમજ દક્ષિણ ગુજરાતમાં પણ ભારે વરસાદ પડે તેવી સંભાવના છે.

વાવઝોડાની અસર મુંબઈ મહારાષ્ટ્રમાં પણ જોવા મળશે. સાથે જ 15 જૂન સુધીમાં દેશના કેટલાક ભાગોમાં વરસાદ જોવા મળશે. તથા ઊંચા મોજા દરિયામાં ઉછળતા દરિયો ન ખેડવા માછીમારોને સલાહ આપવામાં આવી છે.

દરિયાકાંઠાના જિલ્લાઓમાં એલર્ટ જાહેર

Biparjoy Cyclone વાવાઝોડાને લઈને ગુજરાતના દરિયા કાંઠાના જિલ્લાઓમાં એલર્ટ જારી કરી દેવામાં આવ્યું છે. બિપોરજોય વાવાઝોડાને લઈને સુરત તંત્ર એલર્ટ થઈ ગયું છે. વહીવટી તંત્ર દ્વારા સાવચેતીના ભાગરૂપે ડુમ્મસ અને સુવાલી બીચ બંધ કરાયા છે. આ મામલે સુરત પોલીસ કમિશનરે જાહેરનામું પણ બહાર પાડ્યું છે.

જેમાં માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી છે. આ ઉપરાંતા કોઈ વ્યક્તિને પણ દરિયાના પાણીમાં ન જવા સૂચના અપાઈ છે. બીચ પર તકેદારીના ભાગરૂપે લોકોની અવર જવર પર પ્રતિબંધ મુકાયો છે.

અનેક વિસ્તારોમાં વરસાદની સંભાવના

સરકારી તંત્રના જણાવ્યા પ્રમાણે વાવાઝોડાને કારણે દરિયાકાંઠા વિસ્તારમાં પવન અને વરસાદી માહોલ જોવા મળી શકે છે. સાઈક્લોનના કારણે રાજ્યના અનેક ભાગોમાં હવામાનમાં ફેરફાર આવી રહ્યો છે. ખાસ કરીને સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના અનેક શહેરોમાં વાદળછાયું વાતાવરણ છવાયું છે.

Importan Link

બિપોરજોય વાવાઝોડું લાઈવ સ્ટેટ્સ  અહીં ક્લીક કરો
વધુ માહિતી માટે અહીં ક્લીક કરો

આ પણ વાંચો,

ડાયમંડ ઉદ્યોગમાં આવ્યો મંદીનો માહોલ

આગામી 24 કલાકમાં વાવાઝોડાની સંભાવના, હવામાન વિભાગ દ્વારા એલર્ટ

સરકારી શાળામાં ભણતી સુરતની વિદ્યાર્થીની ધોરણ 12 માં મેળવ્યા 99.99 PR

જાણો કેટલી છે બાગેશ્વર સરકારની આવક

બાગેશ્વર ધામ સરકાર MBBSની વિદ્યાર્થીની સાથે લગ્ન કરશે

Conclusion

આ લેખ દ્વારા, અમે તમને Biparjoy Cyclone। બિપોરજોય વાવાઝોડું સંબંધિત તમામ મહત્વપૂર્ણ માહિતી પ્રદાન કરી છે. જો તમને હજુ પણ કોઈપણ પ્રકારની સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો હોય તો તમે કોમેન્ટ બોક્સ માં કોમેન્ટ કરી, સંપર્ક કરો અમે તમારી સમસ્યાનો ઉકેલ આપીશું.

આવી બીજી યોજના અને શૈક્ષણિક અપડેટ્સ માટે અમારી સાથે જોડાયેલા રહો. અમારી તમામ પોસ્ટ્સની સૂચના મેળવવા માટે અમારા WhatsApp ગ્રુપ સાથે જોડાઓ.

About Author : Pratham Ahir
Contact Email : contactgujjuonline@gmail.com
Notice :
અમારા લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

Hello Readers, GujjuOnline.in is a private website and don’t represent any government entity, organizations or department. Whatever information we shared here is gathered from various Gujarat government’s official website and news papers and other websites. We also cross verify the job when we post any job but do always cross verify the job vacancy by yourself to prevent fraudulent happening in the name of job.