Chandrayaan 3 Video : જુઓ ચંદ્રનો શાનદાર નજારો

જુઓ ચંદ્રનો શાનદાર નજારો : Chandrayaan 3 Video ઈસરો દ્વારા વિક્રમ લેન્ડરના LPDC કેમેરા દ્વારા કેપ્ચર કરવામાં આવેલો વિડીયો જાહેર કર્યો, આ ડીવાઈસજ ચંદ્રયાન 3ની સોફ્ટ લેન્ડીંગ જગ્યા શોધશે. ઈસરોએ પોતાના ટ્વીટર હેન્ડલ પર એક નવો વિડીયો શેર કર્યો છે.

જેમાં ચંદ્રની સપાટી એકદમ નજીક દેખાઈ રહી છે, આ ઈમેજ વિક્રમ લેન્દ્રના LPDC દ્વારા કેપ્ચર કરવામાં આવી છે, આ ઈમેજ લેન્ડર સફળતાપૂર્વક પ્રોપ્લશન મોડ્યુલથી અલગ કર્યા બાદની છે.

ચંદ્રયાન 3 નું વિક્રમ લેન્ડર ચંદ્રની ખુબજ નજીક પહોચી ગયું છે. લેન્ડરમાં સ્થાપિત હાઈટેક કેમરાએ ચંદ્રની લેટેસ્ટ તસ્વીરો પણ મોકલી છે, જેનો વિડીયો ISRO દ્વારા તેના ઓફિશ્યલ ટ્વીટર એકાઉન્ટ પર શેર કર્યો હતો.

જુઓ ચંદ્રનો શાનદાર નજારો

ઇન્ડિયન સ્પેસ રીસર્ચ ઓર્ગેનાઈઝેશન (ISRO) એ ગુરુવારે કહ્યું કે ચંદ્રયાન 3 ના લેન્ડર મોડ્યુલ અને પ્રોપલેશન મોડ્યુલને અલગ કરવામાં આવ્યા છે.

આ પછી ISRO એ જાણકારી આપવામાં આવી હતી કે લેન્ડર મોડ્યુલ (LM)નું સ્વાસ્થ્ય સામાન્ય છે. LM સફળતાપૂર્વક ડીબૂસ્ટિંગ ઓપરેશન પાર પાડ્યું જેણે તેની ભ્રમણકક્ષાને 113 km x 157 km સુધી ઘટાડી દીધી. બીજી ડિબૂસ્ટિંગ ઑપરેશન 20 ઑગસ્ટ, 2023, સુનિશ્ચિત થયેલ છે.

Chandrayaan 3 Video

LPDC અસલમાં આ એક કેમેરો છે, જેનું આખું નામ છે લેન્ડર પોઝિશન ડિટેક્શન કેમેરા. (Lander Position Detection Camera) LPDC વિક્રમ લેન્ડરના નીચલા ભાગમાં લાગેલા છે. આ એટલા માટે લગાડવામાં આવ્યા છે કે વિક્રમ લેન્ડિંગ માટે યોગ્ય અને સપાટ જગ્યા શોધી શકે.

આ કેમેરાની મદદથી એ જોઈ શકાય છે કે વિક્રમ લેન્ડર કોઈ ઉબડ ખાબડ જગ્યા પર લેન્ડ તો નથી કરી રહ્યું ને કે કોઈ ખાડા એટલે કે ક્રેટરમાં તો નથી જઈ રહ્યું ને. આ કેમરા ખુબજ જરૂરી છે કારણકે આ કેમેરાને લેન્ડિંગથી થોડા સમય પહેલા ઓન કરવામાં આવી શકે છે.

વિક્રમ લેન્ડરે કેપ્ચર કર્યો ચંદ્રનો વિડીયો

કેમકે હાલ જે તસવીર આવી છે તેને જોઈને એવું લાગી રહ્યું છે કે આ કેમેરો ટ્રાયલ માટે ઓન કરવામાં આવ્યો હતો. જેથી કરીને તસવીર કે વીડિયોથી તે ખ્યાલ મેળવી શકાય કે તે કેટલું યોગ્ય રીતે કામ કરી શકે છે. ચં

દ્રયાન-2માં પણ આ સેન્સરનો ઉપયોગ કરાયો હતો, તે પણ યોગ્ય રીતે જ કામ કરતું હતું. LPDCનું કામ ખુબજ મહત્વનું છે વિક્રમ માટે લેન્ડિંગની યોગ્ય જગ્યા શોધવાનો.

આ પેલોડની સાથે લેન્ડર હઝાર્ડ ડિટેક્શન એન્ડ અવૉયડેન્સ કેમેરા (LHDAC), લેઝર અલ્ટીમીટર (LASA), લેઝર ડૉપલર વેલોસિટીમીટર (LDV) અને લેન્ડર હૉરીઝોન્ટલ વેલોસિટી કેમેરા (LHVC) મળીને કામ કરશે. કે જેથી લેન્ડરને સુરક્ષિત સપાટી પર ઉતારી શકાય.

વધુ માહિતી માટે

Conclusion

આ લેખ દ્વારા, અમે તમને Chandrayaan 3 Video : જુઓ ચંદ્રનો શાનદાર નજારો સંબંધિત તમામ મહત્વપૂર્ણ માહિતી પ્રદાન કરી છે. જો તમને હજુ પણ કોઈપણ પ્રકારની સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો હોય તો તમે કોમેન્ટ બોક્સ માં કોમેન્ટ કરી,સંપર્ક કરો અમે તમારી સમસ્યાનો ઉકેલ આપીશું.

આવી બીજી યોજના અને શૈક્ષણિક અપડેટ્સ માટે અમારી સાથે જોડાયેલા રહો. અમારી તમામ પોસ્ટ્સની સૂચના મેળવવા માટે અમારા WhatsApp ગ્રુપ સાથે જોડાઓ.

!! Gujjuonline.in ની મુલાકાત લેવા બગલ આભાર !!

Leave a Comment