ચંદ્રયાન-3 સોફ્ટ લેન્ડિંગ લાઈવ : ચંદ્રયાન-3 લેન્ડિંગ લાઈવ 23 ઓગષ્ટ ભારત માટે ઇતિહાસ સર્જનારી અને ગૌરવપૂર્ણ હશે. 23 ઓગષ્ટે ચંદ્રયાન-3 નુ સોફટ લેન્ડીંગ ચંદ્ર પર થનાર છે. ત્યારે આ ગૌરવપૂર્ણ ક્ષણની આખો દેશ આતુરતાથી રાહ જોઇ રહ્યો છે.
14 જુલાઇએ ઇસરો દ્વારા હરિકોટા ના સતિષ ધવન સ્પેશ સેન્ટરથી ચંદ્રયાન-3 નુ સફળ લોંચીંગ કરવામા આવ્યુ હતુ. હાલ ચંદ્રયાન તેની નિર્ધારીત ગતિથી આગળ વધી રહ્યુ છે. અને 23 તારીખે સોફટ લેન્ડીંગ કરનાર છે.
ચંદ્રયાન-3 લેન્ડિંગ લાઈવ
ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન (ISRO) તેના સૌથી મહત્વપૂર્ણ મિશન મૂન માટે ચંદ્રયાન-3ની ચંદ્ર પર સોફ્ટ લેન્ડિંગ કરવા માટે તૈયાર છે. આખો દેશ ચંદ્રયાન-3 માટે ઉત્સાહથી ભરેલો છે. 140 કરોડ ભારતીયો સહિત સમગ્ર વિશ્વની નજર મૂન મિશન (ISRO મિશન મૂન) પર ટકેલી છે.
આજે ભારતીય સમય અનુસાર સાંજે 6.04 કલાકે લેન્ડર વિક્રમ ચંદ્રની સપાટી પર સોફ્ટ લેન્ડિંગ કરશે. 23 ઓગષ્ટ તમામ દેશવાસીઓ માટે ગૌરવપૂર્ણ ક્ષણ હશે. જ્યારે ચંદ્રયાન-3 નુ ચંદ્ર પર સોફટ લેન્ડીંગ કરનાર છે.
ચંદ્રયાન ના આ સોફટ લેન્ડીંગ ની પ્રક્રિયા સાંજે અંદાજીત 5:27 વાગ્યે થી શરૂ થશે. જેનુ ઇસરો દ્વારા યુ ટયુબ, ફેસબુક પેજ અને વેબસાઇટ ના માધ્યમથી લાઇવ ટેલીકાસ્ટ થનાર છે.
ચંદ્રયાન-3 સોફ્ટ લેન્ડિંગ લાઈવ
તમામ દેશવાસીઓને અને શાલા કોલેજોમા વિદ્યાર્થીઓને આ ગૌરવપૂર્ણ ક્ષણ લાઇવ નિહાળવા ઇસરો તરફથી અપીલ કરવામા આવી છે. ચાલો ત્યારે જાણીએ Chandrayan Landing Live કઇ રીતે નિહાળશો.
ઈસરોના ડિરેક્ટર નિલેશ એમ.દેસાઇએ કહ્યું હતુ કે 23 ઓગસ્ટે ચંદ્ર પર ચંદ્રયાન-3ના લેન્ડીંગના બે કલાક પહેલા અમે લેન્ડર મોડ્યુલની સ્થિતિ અને તે સમયે ચંદ્ર પરની સ્થિતિના આધારે સમીક્ષા કરવામા આવશે અને નક્કી કરવામા આવશે કે તે સમયે ચંદ્રયાનને સોફટ લેન્ડીંગ કરાવવુ યોગ્ય છે કે નહીં.
જો કોઈ સ્થિતિ કે ફેક્ટર અનુકૂળ નહી હોય તો 27 ઓગસ્ટે ચંદ્રયાનને સોફટ લેન્ડીંગ કરાવવાનો નિર્ણય કરવામા આવશે. અમે ઇચ્છીએ છીએ કે ત્યાં કોઈ સમસ્યા નહી હોય અને અમે તેને સરળતાથી દૂર કરી શકીએ છીએ.
ચંદ્રયાન 3 ચંદ્ર થી કેટલુ છે દૂર ?
ઈસરોએ એવી માહિતી આપી હતી કે ચંદ્રયાન-3 ચંદ્રની ખૂબ જ નજીક પહોંચી ગયું છે અને 23 ઓગસ્ટે દક્ષિણ ધ્રુવ પાસે સોફ્ટ લેન્ડિંગ કરનાર છે. લેન્ડર હાલમાં ચંદ્રની સપાટી પર સલામત ઉતરાણ કરવા માટે સપાટ જમીનની શોધી રહ્યુ છે.
લેન્ડર ચંદ્ર પર એવી જગ્યાની શોધમાં છે જ્યાં બોલ્ડર્સ અને ખાઈઓ નથી. ચંદ્રયાન-3 મિશન ચંદ્રની સપાટીથી માત્ર 25 કિમી જેતૅલુ જ દૂર છે. જો ચંદ્રયાન-3 સફળતાપૂર્વક લેન્ડ કરવામાં આવશે તો ભારત આવું કરનારો પ્રથમ દેશ બની જશે. અને તે ક્ષણ દરેક દેશવાસી માટે ગૌરવપૂર્ણ ક્ષણ હશે.
Chandrayaan 3 Live કઈ રીતે જોઈ શકાશે?
ઈવેન્ટ ઈસરોની સત્તાવાર વેબસાઈટ isro.gov.in પર લાઈવ-સ્ટ્રીમ થશે. ચંદ્રયાન-3નું લાઈવ પ્રસારણ દૂરદર્શનની રાષ્ટ્રીય ચેનલ સાથે ઈસરોની વેબસાઈટ, યુટ્યુબ ચેનલ અને ફેસબુક પેજ પર ઉપલબ્ધ રહેશે.
લેન્ડિંગમાં વિલંબ થઈ શકે
ઈસરોએ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે ચંદ્રયાન મિશનમાં સફળતા નક્કી હાથ લાગશે. જો કોઈ ટેકનિકલ સમસ્યા હશે તો લેન્ડિંગ 27 ઓગસ્ટ સુધી મુલતવી રાખવામાં આવી શકે છે.
રશિયા, અમેરિકા, દક્ષિણ કોરિયા અને જાપાન જેવા દેશો હવે ચંદ્ર પર પહોંચવાની અને ત્યાં બેઝ બનાવવાની હોડમાં છે. આની પાછળ મૂન ઈકોનોમી છે. જેમાં અવકાશમાં વેપારની નવી તકો છે.
ચંદ્રયાન મિશન કોણે તૈયાર કર્યું?
ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન (ISRO) ના અગ્રણી અને નિષ્ણાંત વૈજ્ઞાનિકો એ સાથે મળીને ચંદ્રયાન મિશન તૈયાર કર્યું છે. જેમાં ઈસરોના અધ્યક્ષ એસ સોમનાથ અને તેમની નિષ્ણાંત વૈજ્ઞાનીકોની ટીમ સામેલ છે.
ચંદ્રયાન-3 પ્રોજેક્ટના ડિરેક્ટર અને વિક્રમ સારાભાઈ સ્પેસ સેન્ટર (VSSC)ના ડિરેક્ટર પણ આ ટીમનો એક હિસ્સો છે. ચાલો તેમના વિશેમાહિતી મેળવીએ. ઈસરોના અધ્યક્ષ એસ સોમનાથે ગયા વર્ષે જાન્યુઆરીમાં સ્પેસ એજન્સીનો ચાર્જ સંભાળ્યો હતો.
ઇસરોના અદભુત કેમેરા દ્વારા લાઇવ ટેલીકાસ્ટ
તેઓ ભારતના ચંદ્ર મિશનમાં સામેલ સૌથી અગ્રણી વ્યક્તિ કહી શકાય. ISROના અધ્યક્ષ બનતા પહેલા, સોમનાથ વિક્રમ સારાભાઈ સ્પેસ સેન્ટર (VSSC) અને લિક્વિડ પ્રોપલ્શન સિસ્ટમ સેન્ટરના ડિરેક્ટર તરીકે પણ સેવા બજાવી ચૂક્યા છે.
ચંદ્રયાન ઉપરાંત, સૂર્ય પર મોકલવામાં આવેલ આદિત્ય-L1 અને ગગનયાન (ભારતનું પ્રથમ માનવ મિશન) મિશન પણ તેમની દેખરેખ હેઠળ ચાલી રહ્યા છે. ચંદ્રયાન-3 મિશનના પ્રોજેક્ટ ડાયરેક્ટર પી વીરમુથુવેલ છે.
તેમને 2019માં ચંદ્રયાન-3 માટે ડાયરેક્ટર બનાવવામાં આવ્યા હતા. વીરમુથુવેલ ઈસરોના મુખ્ય કાર્યાલયમાં ‘સ્પેસ ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોગ્રામ ઓફિસ’માં ડેપ્યુટી ડિરેક્ટર તરીકે પણ સેવા આપી ચૂક્યા છે.
કેટલા વાગ્યે શરૂ થશે લાઇવ પ્રસારણ ?
ઇસરોએ જણાવ્યું કે MOX/ISTRAC થી ચંદ્રયાન-3 ચંદ્ર લેન્ડિંગનું જીવંત પ્રસારણ બુધવારે (23 ઓગસ્ટ) સાંજે 5.20 વાગ્યાથી શરૂ થશે. લેન્ડર (વિક્રમ) અને રોવર (પ્રજ્ઞાન)ને વહન કરતું લેન્ડર મોડ્યુલ બુધવારે (23 ઓગસ્ટ) સાંજે 6.4 કલાકે ચંદ્રની સપાટીના દક્ષિણ ધ્રુવીય ક્ષેત્રની નજીક સોફ્ટ-લેન્ડ થવાનો અંદાજ છે.
ચંદ્રયાન 3ના સોફ્ટ-લેન્ડિંગ’નું લાઈવ ટેલિકાસ્ટ ISROની વેબસાઈટ, તેની યુટ્યુબ ચેનલ, ઈસરોના ફેસબુક પેજ અને DD નેશનલ ટીવી ચેનલ સહિત બહુવિધ પ્લેટફોર્મ્સ પર ઉપલબ્ધ થશે.
ઈસરોએ કહ્યું કે ચંદ્રયાન-3નું ‘સોફ્ટ લેન્ડિંગ’ એક યાદગાર ક્ષણ હશે. આ માત્ર ભારતીયોની જિજ્ઞાસાને ઉત્તેજિત કરતું નથી, પરંતુ ચંદ્ર વિશે વધુ જાણવા માટે આપણા યુવાનોમાં ઝનૂન પણ પેદા કરે છે.
આ મહત્વપૂર્ણ ઘટનાનું જીવંત પ્રસારણ 23 ઓગસ્ટ, 2023 ના રોજ IST સાંજે 17:27 વાગ્યે શરૂ થશે. ભારતીય અવકાશ એજન્સીએ કહ્યું કે અહીં ISRO ટેલિમેટ્રી, ટ્રેકિંગ અને કમાન્ડ નેટવર્ક (ISTRAC) ખાતે સ્થિત મિશન ઓપરેશન કોમ્પ્લેક્સમાં ઉત્સાહનું વાતાવરણ છે.
Important Link
Chandrayan Landing Live જુઓ યુટયુબ પર | અહિં ક્લીક કરો |
Chandrayan Landing Live જુઓ ફેસબુક પર | અહિં ક્લીક કરો |
Chandrayan Landing Live જુઓ ઇસરો વેબસાઇટ પર | અહિં ક્લીક કરો |
Chandrayan Landing Live જુઓ દુરદર્શન ચેનલ પર | અહિં ક્લીક કરો |
વધુ માહિતી માટે | અહિં ક્લીક કરો |
અમારા Whatsapp ગ્રૂપમાં જોડાવા | અહિં ક્લીક કરો |
Conclusion
આ લેખ દ્વારા, અમે તમને ચંદ્રયાન-3 સોફ્ટ લેન્ડિંગ લાઈવ । ચંદ્રયાન-3 લેન્ડિંગ લાઈવ સંબંધિત તમામ મહત્વપૂર્ણ માહિતી પ્રદાન કરી છે. જો તમને હજુ પણ કોઈપણ પ્રકારની સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો હોય તો તમે કોમેન્ટ બોક્સ માં કોમેન્ટ કરી,સંપર્ક કરો અમે તમારી સમસ્યાનો ઉકેલ આપીશું.
આવી બીજી યોજના અને શૈક્ષણિક અપડેટ્સ માટે અમારી સાથે જોડાયેલા રહો. અમારી તમામ પોસ્ટ્સની સૂચના મેળવવા માટે અમારા WhatsApp ગ્રુપ સાથે જોડાઓ.
!! Gujjuonline.in ની મુલાકાત લેવા બગલ આભાર !!
Contact Email : contactgujjuonline@gmail.com
Notice :
અમારા લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.
Hello Readers, GujjuOnline.in is a private website and don’t represent any government entity, organizations or department. Whatever information we shared here is gathered from various Gujarat government’s official website and news papers and other websites. We also cross verify the job when we post any job but do always cross verify the job vacancy by yourself to prevent fraudulent happening in the name of job.
Good idea