ચંદ્રયાન-3 ઓસ્ટ્રેલિયામાં આકાશમાં ચમકતું જોવા મળ્યું : ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન (ISRO) એ 14 જુલાઈના રોજ ચંદ્રયાન-3 લોન્ચ કર્યું હતું. શ્રીહરિકોટા, આંધ્રપ્રદેશમાં સતીશ ધવન સ્પેસ સેન્ટરથી લિફ્ટ-ઓફ થયાના લગભગ 20 મિનિટ પછી, ISROએ તેની ચોક્કસ ભ્રમણકક્ષાની જાહેરાત કરી.