સરકારી કેન્દ્રીય કર્મચારીઓ માટે નિયમમાં કર્યો ફેરફાર : કેન્દ્રીય કર્મચારીઓ માટે ટ્રેનમાં ભોજન અને હવાઈ ટિકિટ બુકિંગ સહિત એલટીસી સાથે જોડાયેલા ત્રણ નિયમોને પહેલાથી વધુ સ્પષ્ટ કરવામાં આવ્યા છે.
DoPT પ્રમાણે કર્મચારીઓને આ લાભ એલટીસી નિયમ પ્રમાણે આપવામાં આવશે. ડિપાર્ટમેન્ટ ઓફ પર્સનલ એન્ડ ટ્રેનિંગ (DoPT) તરફથી કેન્દ્રીય કર્મચારીઓ માટે ત્રણ નવા નિયમોની જાણકારી આપવામાં આવી છે.
એલટીસી સાથે જોડાયેલા ડીઓપીટી વિભાગ તરફથી જારી નોટિફિકેશન અનુસાર રેલ યાત્રા દરમિયાન ખાવાની કિંમત અને સરકારી ખર્ચ પર ટિકિટ બુકિંગને લઈને નવા નિયમ જાહેર કરવામાં આવ્યા છે.
સરકારી કેન્દ્રીય કર્મચારીઓ માટે નિયમમાં કર્યો ફેરફાર
સરકારી કર્મચારીઓને વેતન સાતમાં પગાર પંચ અનુસાર કેન્દ્ર સરકાર આપે છે. તો આ કર્મચારીઓ માટે એલટીસીનો નિયમ કેન્દ્રીય સિવિલ સેવા 1988 અનુસાર નક્કી કરવામાં આવ્યો છે. અહીં DoPT એ નવા નિયમોની જાણકારી આપી છે.
ડીઓપીટીના નોટિફિકેશન અનુસાર હવે કર્મચારીઓ ટ્રેનની યાત્રા દરમિયાન ભોજન પર કરેલા ખર્ચને રીઇંબર્સ કરી શકે છે. જો કોઈ સરકારી કર્મચારી ટ્રેન યાત્રા દરમિયાન રેલવે કેટરિંગથી ભોજન પસંદ કરે છે તો તેના પૈસાને રીઇંબર્સ કરવામાં આવશે.
કર્મચારીઓને LTC સાથે જોડાયેલા નવા નિયમ
જો એલટીસી હેઠળ હવાઈ ટિકિટ બુક કરવામાં આવી છે અને તેને કોઈ કારણોસર કેન્સલ કરવી પડે છે, તો એરલાયન્સ, એજન્ટ કે પ્લેટફોર્મ દ્વારા લગાવેલા કેન્સલ ચાર્જના પેમેન્ટને રીઇંબર્સ કરવામાં આવશે.
ડીઓપીટી પ્રમાણે જે સરકારી કર્મચારી હવાઈ યાત્રાના હકડાર નથી. તેણે હવે ત્રણ ટ્રાવેલ એજન્સીઓ આઈઆરસીટીસી, બીએલપીએલ અને એટીટીના માધ્યમથી ફરજીયાત પણે પોતાની ટિકિટ બુક કરાવવાની જરૂરીયાત નથી.
બસ કે ટ્રેનનું ભાડુ સૌથી નાના રૂટ માટે લાગૂ થશે. અહીં ટિકિટ કેન્સલ કરવા પર કેન્સલેશન ચાર્જ કર્મચારીએ વહન કરવો પડશે. કેન્દ્રીય કર્મચારીઓ માટે નિયમમાં કર્યો ફેરફાર
Conclusion
આ લેખ દ્વારા, અમે તમને સરકારી કેન્દ્રીય કર્મચારીઓ માટે નિયમમાં કર્યો ફેરફાર સંબંધિત તમામ મહત્વપૂર્ણ માહિતી પ્રદાન કરી છે. જો તમને હજુ પણ કોઈપણ પ્રકારની સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો હોય તો તમે કોમેન્ટ બોક્સ માં કોમેન્ટ કરી,સંપર્ક કરો અમે તમારી સમસ્યાનો ઉકેલ આપીશું.
આવી બીજી યોજના અને શૈક્ષણિક અપડેટ્સ માટે અમારી સાથે જોડાયેલા રહો. અમારી તમામ પોસ્ટ્સની સૂચના મેળવવા માટે અમારા WhatsApp ગ્રુપ સાથે જોડાઓ.
!! Gujjuonline.in ની મુલાકાત લેવા બગલ આભાર !!