Advertisement

ધોરણ 10 અને 12 ની પરીક્ષા તારીખ જાહેર

Published on 30 July, 2022 8:31 am by gujjuonline.in

ધોરણ 10 અને 12 ની પરીક્ષા તારીખ જાહેર: વર્ષ 2022 અને 2023 માટે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા શાળાકીય પ્રવૃતિનું કેલેન્ડર જાહેર કરી દેવામાં આવ્યું છે. આ કેલેન્ડરમાં પ્રથમ સત્ર, બીજું સત્ર, પરીક્ષા તારીખ, બોર્ડની પરીક્ષાની તારીખ, વેકેશનના દિવસો, જાહેર રજાઓ સહિત તમામ આપવામાં આવી છે.

શૈક્ષણિક વર્ષ 2022-23 કેલેન્ડર જાહેર

Advertisement

GSEB દ્વારા શૈક્ષણિક શરુ વર્ષનું કેલેન્ડર જાહેર કરવામાં આવ્યું છે જેમાં આ વર્ષની તમામ પ્રવૃત્તિની માહિતી આપવામાં આવી છે. કેટલા દિવસ સ્કુલ શરૂ રહેશે, શાળાઓમાં પરીક્ષા ક્યારે યોજાશે, ધોરણ 10 અને 12ની પરીક્ષા તારીખ જાહેર, વેકેશનના દિવસો, જાહેર રજાની માહિતી તમામ બાબતોનો સમાવેશ કરવામાં આવ્યો છે.

કયારે લેવાશે ધોરણ 10 અને 12 ની પરીક્ષા

ધોરણ 10 અને ધોરણ 12ના વિદ્યાર્થીઓની બોર્ડની પરીક્ષા 14 માર્ચ 2023થી શરૂ થશે, જ્યારે 31 માર્ચ 2022ના રોજ પૂર્ણ થશે. જ્યારે ધોરણ 9 અને 11ની વાર્ષિક પરીક્ષા 10 એપ્રિલ 2023થી શરૂ કરવામાં આવશે. આ ઉપરાંત આ વખતે વિદ્યાર્થીઓને દિવાળી વેકેશન સહિત કુલ 80 દિવસની રજાઓ મળશે. આ ઉપરાંત ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા જણાવવામાં આવ્યું છે કે, આ વખતે તમામ પરીક્ષાઓ માટે પરીક્ષા પદ્ધતિમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. એટલે શૈક્ષણિક વર્ષ 2019-20થી અમલમાં આવેલી પરીક્ષા પદ્ધતિ આ વખતે પણ લાગુ પડશે. જ્યારે વર્ષ 2023-24 માટેના નવા શૈક્ષણિક સત્રની શરૂઆત 5 જૂન 2023થી શરૂ થશે.

ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષા નું ટાઈમટેબલ 

2022-23ના શૈક્ષણિક વર્ષ માટે કેલેન્ડર જાહેર કરતાં શિક્ષણ બોર્ડ દ્વારા જણાવવામાં આવ્યું છે કે, ધોરણ 9-12ની પ્રથમ પરીક્ષા 10 ઓક્ટોબર 2022થી શરૂ થશે અને 18 ઓક્ટોબર 2022ના રોજ પૂર્ણ થશે. જ્યારે પ્રિલિમ અને દ્વિતીય પરીક્ષા 27 જાન્યુઆરી 2023થી 4 ફેબ્રુઆરી 2023 દરમિયાન યોજાશે. ધોરણ 9 માટેની પ્રખરતા કસોટી 7 ફેબ્રુઆરી 2023ના રોજ લેવાશે. જ્યારે ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષા આ વખતે 14 માર્ચ 2023થી શરૂ થશે અને 31 માર્ચ 2023ના રોજ પૂર્ણ થશે. જ્યારે ધોરણ 9 અને 11ની વાર્ષિક પરીક્ષા 10 એપ્રિલ 2023થી શરૂ થઈ 21 એપ્રિલ 2023ના રોજ પૂરી થશે.

શૈક્ષણિક વર્ષ 2022-23 માટે પરીક્ષા તારીખ

પરીક્ષા ધોરણ સમય
ધોરણ 10-12 પૂરક પરીક્ષા ધો. 10 અને 12 તા. 18/07/2022 થી 22/07/2022
પ્રથમ પરીક્ષ ધો. 9 થી 12 તમામ તા. 10/10/2022 થી 18/10/2022
પ્રિલિમ / દ્રિતીય પરીક્ષા ધો. 9 થી 12 તમામ તા. 27/01/2023 થી 04/02/2023
પ્રખરતા શોધ કસોટી ધો. 9 તા. 07/02/2023
બોર્ડના વિષયની શાળા કક્ષાએ લેવાની પરીક્ષા સૈધાંતિક – પ્રાયોગિક ધોરણ 10 અને 12ની તમામ પરીક્ષા તા. 13/02/2023 થી 15/02/2023
પ્રાયોગિક પરીક્ષા ધો. 12 (વિ.પ્ર.) તા. 20/02/2023 થી 28/02/2023
SSC બોર્ડની પરીક્ષા તારીખ /
HSC બોર્ડની પરીક્ષા તારીખ
ધો. 10 અને 12ની પરીક્ષા તા. 14/03/2023 થી 31/03/2023
શાળાકીય વાર્ષિક પરીક્ષા ધો. 9 અને 11ની તમામ પરીક્ષા તા. 10/04/2023 થી 21/04/2023

આ વર્ષ માં દિવાળી અને ઉનાળા વેકેશન સહિત 80 દિવસની રજાઓ

વર્ષ 2022-23 દરમિયાન વિદ્યાર્થીઓને કુલ 80 દિવસની રજાઓ મળશે. શિક્ષણ બોર્ડ દ્વારા આ વખતે 21 દિવસનું દિવાળી વેકેશન આપવામાં આવ્યું છે. 20 ઓક્ટોબરથી 9 નવેમ્બર 2022 સુધી દિવાળી વેકેશન રહેશે.જ્યારે ઉનાળું વેકેશન 35 દિવસનું હશે. ઉનાળા વેકેશનની શરૂઆત 1 મે 2023થી શરૂ થઈ 4 જૂન 2023 સુધી રહેશે. આ વર્ષના શૈક્ષણિક કેલેન્ડરમાં કુલ 17 જાહેર રજાઓ આવે છે, જ્યારે 7 સ્થાનિક રજાઓ વિદ્યાર્થીઓને મળશે. પ્રથમ સત્રમાં 104 કાર્ય દિવસ અને દ્વિતીય સત્રમાં 137 કાર્ય દિવસ રહેશે.

મહત્વપૂર્ણ લિંક

ગુજરાત બોર્ડનું 2022-23 કેલેન્ડર અહીં ક્લિક રો
હોમપેજ અહીં ક્લિક કરો

Conclusion

આ લેખ દ્વારા, અમે તમને શૈક્ષણિક વર્ષ 2022-23 કેલેન્ડર જાહેર સંબંધિત તમામ મહત્વપૂર્ણ માહિતી પ્રદાન કરી છે. જો તમને હજુ પણ કોઈપણ પ્રકારની સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો હોય તો તમે કોમેન્ટ બોક્સ માં કોમેન્ટ કરી, સંપર્ક કરો અમે તમારી સમસ્યાનો ઉકેલ આપીશું.

આવી બીજી યોજના અને શૈક્ષણિક અપડેટ્સ માટે અમારી સાથે જોડાયેલા રહો. અમારી તમામ પોસ્ટ્સની સૂચના મેળવવા માટે અમારા WhatsApp ગ્રુપ સાથે જોડાઓ.

Notice

અમારા લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.
Contact Email : contactgujjuonline@gmail.com
Author: Pratham Ahir
Hello Readers, GujjuOnline.in is a private website and don’t represent any government entity, organizations or department. Whatever information we shared here is gathered from various Gujarat government’s official website and news papers and other websites. We also cross verify the job when we post any job but do always cross verify the job vacancy by yourself to prevent fraudulent happening in the name of job.

Leave a Comment

Join Our Whatsapp Group