વાવાઝોડું મોચા લાવશે તબાહી? સરકાર દ્વારા ગુજરાત હાઈઍલટ પર

વાવાઝોડું મોચા લાવશે તબાહી? : સામાન્ય રીતે દર વર્ષે મે અને જૂન માસમા સાયકલોનીક સીસ્ટમ બનતી હોય છે અને જૂન મહિનાની આજુબાજુ મા ઘણી વખત વાવાઝોડુ ત્રાટકવાની શકયતા રહેલી હોય છે. અગાઉ આવેલા તૌકતે, વાયુ જેવા વાવાઝોડા એ ગુજરાતમા ઘણી નુકશાની પહોંચાડી હતી.

આ વર્ષે મે મહિનામા વાવાઝોડાની સીસ્ટમ બનતી જણાય છે અને આ વાવાઝોડાને મોચા વાવાઝોડુ નામ આપવામા આવ્યુ છે. ચાલો જાણીએ હવામાન વિભાગે શું આગાહિ કરી છે?

શું છે આગાહિ ?

  • ભારતીય હવામાન વિભાગે મંગળવારે ચક્રવાતી તોફાનને લઈ ને મહત્વપૂર્ણ આગાહિ કરી હતી.
  • વર્ષ 2023 નું પ્રથમ ચક્રવાતી તોફાન મે મહિનામાં આવવાની આગાહી કરી છે.
  • આ વાવાઝોડાનુ નામ યમન દેશે લાલ સમુદ્રના કિનારે આવેલા બંદર શહેર ‘મોચા’ના નામ પરથી આપવામા આવ્યુ છે.

Mocha cyclone

Mocha cyclone ની વાત કરીએ તો ભારતીય હવામાન વિભાગે મંગળવારે ચક્રવાતી તોફાનને લઈને એક નવી મહત્વપૂર્ણ આગાહી કરી છે. , IMD એ જણાવ્યું છે કે, 6 મેની આસપાસ દક્ષિણપૂર્વ બંગાળની ખાડીમાં ચક્રવાત સીસ્ટમ જનરેટ થાય તેવી શકયતાઓ દેખાઇ રહિ છે.

પરિણામે આગામી 48 કલાકમાં હવાનું નીચું દબાણ વિસ્તાર બનવાની પણ શકયતાઓ રહેલી છે. વર્ષ 2023નું પ્રથમ ચક્રવાતી તોફાન મે મહિના માં આવવાની આગાહી હવામાન વિભાગ દ્વારા વ્યકત કરવામાં આવી છે.

વાવાઝોડું મોચા લાવશે તબાહી?

Cyclone Mocha : હાલમાં દેશના મોટાભાગના રાજ્યોમાં વરસાદ ચાલુ છે અને આ વખતે ગરમીનો મહિનો કહેવાતા મે મહિનાની શરૂઆત વરસાદી વાતાવરણ સાથે થઈ છે. એવામાં આ દરમિયાન હવામાન વિભાગે કહ્યું છે કે બંગાળની ખાડીમાં ચક્રવાતના પ્રારંભિક સંકેતો મળ્યા છે.

જણાવી દઈએ એક ભારતીય હવામાન વિભાગના મહાનિર્દેશક મૃત્યુંજય મહાપાત્રાએ પણ આ અંગે પ્રેસ કોન્ફરન્સ યોજી હતી અને હવામાન પ્રણાલી 8 મેના રોજ નીચા દબાણવાળા વિસ્તારમાં કેન્દ્રિત થવાની અને 9 મેના રોજ ચક્રવાતમાં ફેરવાય તેવી શક્યતા છે. આ સાથે જ પ્રેસ કોન્ફરન્સમાં તેમણે કહ્યું કે ચક્રવાત મધ્ય બંગાળની ખાડી તરફ આગળ વધવાની અપેક્ષા છે.

બંગાળની ખાડી પર ચક્રવાત

IMD અનુસાર 6 મેના રોજ બંગાળની ખાડી પર ચક્રવાત સર્જાવાની સંભાવના રહેલી છે. આ અંગે IMD ના ડાયરેક્ટર જનરલ મૃત્યુંજય મહાપાત્રાએ કહ્યું હતુ કે, કેટલીક સિસ્ટમોએ તેને ચક્રવાત હોવાની આગાહી કરી છે. અમે જોઈ રહ્યા છીએ. અપડેટ્સ નિયમિતપણે આપવામા આવશે.

તે જ આગાહી પછી Mocha cyclone અંગે ઓડિશાના મુખ્યમંત્રી નવીન પટનાયકે અધિકારીઓને કોઈપણ પરિસ્થિતિ નો સામનો કરવા તૈયાર રહેવા આદેશ કર્યા છે.

ક્યા વિસ્તારોમા થશે અસર ?

Mocha cyclone અસરોની વાત કરીએ તો પૂર્વ ભારતથી લઈને બાંગ્લાદેશ અને મ્યાનમાર સુધી અસર થવાની સંભાવના હાલ દેખાઇ રહિ છે. આંતરરાષ્ટ્રીય હવામાનશાસ્ત્રીઓએ મે મહિના ના બીજા સપ્તાહમાં ચક્રવાતી તોફાનની અસર થશે તેવી આગાહી કરી છે.

હવામાનશાસ્ત્રીઓએ કહ્યું છે કે, આ સપ્તાહના અંત સુધીમાં દક્ષિણ બંગાળની ખાડી પર લો પ્રેશરની સીસ્ટમ બનવાની શકયતા છે. વૈજ્ઞાનિકોએ કહ્યું છે કે, લો પ્રેશર ચક્રવાતી તોફાનનું રૂપ ધારણ કરે તેવી શકયતા રહેલી છે. આ ચક્રવાતની અસર પૂર્વ ભારતથી બાંગ્લાદેશ અને મ્યાનમાર સુધી થાય તેવી સંભાવના રહેલી છે.

નોંધનીય છે કે બુધવારે માહિતી આપતા હવામાન વિભાગના કાર્યાલયે જણાવ્યું હતું કે દક્ષિણપૂર્વ બંગાળની ખાડીમાં ચક્રવાતના પ્રારંભિક સંકેતો મળી આવ્યા છે. જેના કારણે માછીમારોને આ વિસ્તારમાં ન જવા ચેતવણી આપવામાં આવી છે.

IMDના વડાએ કહ્યું કે ચક્રવાતના કિસ્સામાં પ્રદેશમાં 40-50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાય તેવી શક્યતા છે. મહાપાત્રાએ કહ્યું કે ચક્રવાત મોચા રાખવામાં આવ્યું છે.

આ સાથે જ IMDના મહાનિર્દેશક મૃત્યુંજય મહાપાત્રાએ જણાવ્યું હતું કે આંકડાકીય મોડલ મુજબ 9 મેની આસપાસ ચક્રવાતી તોફાન આવે એવા સંકેત આપવામાં આવ્યા છે. આ સાથે જ એમ પણ કહેવામાં આવ્યું છે કે ચક્રવાતની ગતિ અને તીવ્રતા 7 મેના રોજ નીચા દબાણવાળા વિસ્તારની રચના પછી નક્કી કરી શકાશે.

ઓડિશાના દરિયાકાંઠે તેની સંભવિત અસર વિશે પૂછવામાં આવતા, મહાપાત્રાએ કહ્યું કે તેના માટે અથવા પૂર્વ કિનારે અન્ય કોઈ સ્થાન માટે કોઈ ચેતવણી જારી કરવામાં આવી નથી.

windy.com દ્વારા હવામાન આગાહી જોવા

તાપમાન અને પવન, વરસાદ અથવા ગર્જનાની સંભાવના, સૂર્યપ્રકાશનો સમયગાળો અને ભારે તોફાનનું જોખમ માટે નવીનતમ આગાહીઓ. હવાનું દબાણ, ભેજનું સ્તર અને યુવી-ઇન્ડેક્સ પર વિગતવાર ડેટા. 14-દિવસની હવામાન આગાહી સુવિધા સાથે આગળની યોજના બનાવો.

Important Link

તમારું સિટી પસંદ કરી, જુવો ક્યાં ક્યાં વાવાઝોડુ આવશે અહીં ક્લીક કરો

મોચા નામ કઇ રીતે પડયુ ?

વિશ્વ હવામાન સંસ્થા (WMO) અને યુનાઈટેડ નેશન્સ ઈકોનોમિક એન્ડ સોશિયલ કમિશન ફોર એશિયા એન્ડ ધ પેસિફિક (ESCAP) દ્વારા સાયક્લોન અંગે નામકરણ પદ્ધતિ અપનાવવામાં આવેલી છે. નામકરણ પદ્ધતિ હેઠળ ઓફીસીયલ રીતે પુષ્ટિ કરવામાં આવે તો ચક્રવાતનું નામ “મોચા’ Mocha cyclone હશે.

યમન દેશે આ ચક્રવાતનું નામ આપ્યુ છે જે લાલ સમુદ્રના કિનારે આવેલા બંદર શહેર ‘મોચા’ના નામ પરથી સૂચવ્યું હતું. ઓડિશાના મુખ્યપ્રધાન નવીન પટનાયકે મંગળવારે ચક્રવાતનો સામનો કરવા માટેની તૈયારીઓની સમીક્ષા કરવા માટે એક ઉચ્ચ-સ્તરીય બેઠક પણ બોલાવી હતી અને અધિકારીઓને ચક્રવાત અંગે IMDની આગાહીને પગલે તૈયાર રહેવા જણાવ્યું હતું.

અંબાલાલ પટેલની આગાહિ

હવામાન નિષ્ણાંત શ્રી આંબાલાલ પટેલ એ આગાહિ કરતા જણાવ્યું હતું કે, બંગાળના ઉપસાગરમાં તારીખ 10 થી 18 મે આ બન્ને તારીખ વચ્ચે ખુબ મોટું ચક્રવાત થવાની શકયતા છે. તો તારીખ 25 મે થી 10 જૂન વચ્ચે અરબ સાગરમાં પણ ચક્રવાત આવવાની સંભાવના રહેલી છે.

તેના કારણે દરિયાના કિનારાના અમુક વિસ્તારોમાં કમોસમી વરસાદ પડી શકે છે. આ વિશે આગળ જણાવતા એમને કહ્યું કે ચક્રવાત વિશે માહિતી આપવાનો હેતુ માછીમારો અને શિપિંગ સાથે જોડાયેલા લોકોને ચેતવણી આપવાનો છે. જો કે લોકોએ ગભરાવાની જરૂર નથી.

મે અને જૂન મહિનાને ઉનાળાના ચક્રવાત માટે ગણવામાં આવે છે, જ્યારે સપ્ટેમ્બર, ઓક્ટોબર અને નવેમ્બર ચોમાસાના ચક્રવાત મહિનાઓ છે. ઓડિશાના વિશેષ રાહત કમિશનર સત્યવ્રત સાહુએ બુધવારે જણાવ્યું હતું કે રાજ્ય સરકારે હવામાનની સ્થિતિને ધ્યાનમાં રાખીને 18 દરિયાકાંઠાના અને નજીકના જિલ્લાઓના જિલ્લા મેજિસ્ટ્રેટ અને 11 વિભાગોના અધિકારીઓને પહેલેથી જ ચેતવણી આપી છે.

આ પણ વાંચો,Gujjuonline

SBI ગ્રાહકો માટે મોટા સમાચાર, હવે ATM માંથી રોકડ ઉપાડવાની પદ્ધતિ બદલાઈ

ઘર બેઠા ચેક કરો તમારી જમીન કોના નામે છે, વારસદાર માં કોના કોના નામ છે

હવે HDFC ના ગ્રાહકો Credit Card દ્વારા UPI પેમેન્ટ કરી શકશે

ફક્ત 2 મિનિટમાં ગેસ બુકિંગ કરો

ધોરણ 10 પરિણામની તારીખ જાહેર

Conclusion

આ લેખ દ્વારા, અમે તમને વાવાઝોડું મોચા લાવશે તબાહી? સરકાર દ્વારા ગુજરાત હાઈઍલટ પર સંબંધિત તમામ મહત્વપૂર્ણ માહિતી પ્રદાન કરી છે. જો તમને હજુ પણ કોઈપણ પ્રકારની સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો હોય તો તમે કોમેન્ટ બોક્સ માં કોમેન્ટ કરી, સંપર્ક કરો અમે તમારી સમસ્યાનો ઉકેલ આપીશું.

આવી બીજી યોજના અને શૈક્ષણિક અપડેટ્સ માટે અમારી સાથે જોડાયેલા રહો. અમારી તમામ પોસ્ટ્સની સૂચના મેળવવા માટે અમારા WhatsApp ગ્રુપ સાથે જોડાઓ.

About Author : Pratham Ahir
Contact Email : contactgujjuonline@gmail.com
Notice :
અમારા લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

Hello Readers, GujjuOnline.in is a private website and don’t represent any government entity, organizations or department. Whatever information we shared here is gathered from various Gujarat government’s official website and news papers and other websites. We also cross verify the job when we post any job but do always cross verify the job vacancy by yourself to prevent fraudulent happening in the name of job.