ગુજરાતના કર્મચારીઓને મોંઘવારી ભથ્થામા વધારો

ગુજરાતના કર્મચારીઓને મોંઘવારી ભથ્થામા વધારો : કર્મચારીઓને તેમના મુળ પગાર ઉપર મોંઘવારી ભથ્થુ આપવામા આવે છે. જે દર વર્ષે વર્ષ મા 2 વખત નવા રેટ જાહેર કરવામા આવે છે. જેમા 1 જાન્યુઆરી અને 1 જુલાઇ થી કર્મચારીઓને મોંઘવારી ભથ્થા મા વધારો આપવામા આવે છે. ગુજરાત સરકારે તેના કર્મચારીઓને મોંઘવારી ભથ્થામા 1 જુલાઇ 2022 અને 1 જાન્યુઆરી 2023 નો વધારો મળીને 8 % અપવાની જાહેરાત કરી છે.

ગુજરાતના કર્મચારીઓને મોંઘવારી ભથ્થામા વધારો

હાલ કેન્દ્ર સરકાર ના કર્મચારીઓને બેઝીક પગાર ઉપર 42 % મોંઘવારી ભથ્થુ આપવામા આવે છે. જેની સામે ગુજરાત સરકારના કર્મચારીઓને બેઝીક પગારના 34 % મોંઘવારી ભથ્થુ આપવામા આવતુ હતુ. ત્યારે વિવિધ કર્મચારી યુનિયનો દ્વારા ગુજરાત ના કર્મચારીઓને પણ કેન્દ્રીય કર્મચારીઓની હારે 42 % DA આપવામા આવે તેવી માંગણીઓ ઘણા સમયથી કરવામા આવતી હતી.

કર્મચારીઓમાં નારાજગી સાથે અસંતોષ

હાલ જે કેન્દ્ર સરકાર દ્વારા DA આપવામાં આવે છે તે રાજ્યના કર્મચારીઓને મળતા 10-10 મહિના સુધી રાહ જોવી પડે છે. ત્યારે રાજ્યના કર્મચારીઓમાં ભારે નારાજગી સાથે અસંતોષ જોવા મળતો હતો. રાજ્ય સરકાર સત્વરે કેન્દ્ર સરકારના ધોરણે મોંઘવારી ભથ્થું જાહેર કરે તેવી કર્મચારીઓ માંગણી કરી રહ્યા હતા.

મોંઘવારી ભથ્થું શું છે?

DA કર્મચારીઓને આપવામા આવતુ એવું ભથ્થું છે જે સરકારી કર્મચારીઓને મોંઘવારી વધવા છતાં તેમનું જીવન ધોરણ સારી રીતે જાળવી શકે તે માટે આપવામાં આવે છે. આ ભથ્થું સરકારી કર્મચારીઓ, જાહેર ક્ષેત્રના કર્મચારીઓ અને પેન્શનધારકોને આપવામાં આવે છે. દેશની વર્તમાન મોંઘવારી પ્રમાણે દર 6 મહિને તેની ગણતરી કરવામાં આવતી હોય છે. તે બેઝીક પગાર ધોરણના આધારે કર્મચારીઓના મૂળ પગાર ઉપર ગણવામાં આવે છે. શહેરી, અર્ધ-શહેરી અથવા ગ્રામીણ વિસ્તારોમાં કર્મચારીઓ માટે મોંઘવારી ભથ્થા ના દર અલગ અલગ હોઈ શકે છે.

મોંઘવારી ભથ્થામા વધારો

ગુજરાત સરકાર દ્વારા કર્મચારીઓની માંગણીને ધ્યાનમા રાખીને કેન્દ્રીય કર્મચારીઓની હારોહાર એટલે કે 42 % મોંઘવારી ભથ્થુ આપવાનો નિર્ણય કરવામા આવ્યો છે. ત્યારે કર્મચારી સમાજમા આનંદની લાગણી પ્રસરી છે.

રાજ્યસરકારનાં નાણામંત્રી કનુ દેસાઈએ આજે આ અંગે મોટી જાહેરાત કરી છે. તેમણે જણાવ્યું છે કે DA જાહેર કરવાની પ્રક્રિયા હવે પૂર્ણ થવા ઉપર છે. રાજ્ય સરકાર દ્વારા ગુજરાતનાં આશરે 5 લાખ કર્મચારીઓને 8% DA આપવાની જાહેરાત ટૂંક સમયમાં કરવામાં આવી શકે છે. ગતવર્ષની જેમ જ આ DA 3 હપ્તામાં ચૂકવવામાં આવશે.

Important Link

મોંઘવારી ભથ્થુ વધારો ઠરાવ જાણવા અહીં ક્લિક કરો
વધુ માહતી માટે અહીં ક્લિક કરો

આ પણ વાંચો,

ભારતમાં આવ્યા મોટર વાહનના નવા નિયમો

2000ની નોટ બંધ થતા સોનાના ભાવમાં વધારો

ધોરણ 10 પરિણામની તારીખ જાહેર

પહેલી જૂનથી Whatsapp માં આપવો પડશે ચાર્જ

બાબા બાગેશ્વરના દરબારમાં જવા માટેના પાસ મેળવો

Conclusion

આ લેખ દ્વારા, અમે તમને ગુજરાતના કર્મચારીઓને મોંઘવારી ભથ્થામા વધારો સંબંધિત તમામ મહત્વપૂર્ણ માહિતી પ્રદાન કરી છે. જો તમને હજુ પણ કોઈપણ પ્રકારની સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો હોય તો તમે કોમેન્ટ બોક્સ માં કોમેન્ટ કરી, સંપર્ક કરો અમે તમારી સમસ્યાનો ઉકેલ આપીશું.

આવી બીજી યોજના અને શૈક્ષણિક અપડેટ્સ માટે અમારી સાથે જોડાયેલા રહો. અમારી તમામ પોસ્ટ્સની સૂચના મેળવવા માટે અમારા WhatsApp ગ્રુપ સાથે જોડાઓ.

About Author : Pratham Ahir
Contact Email : contactgujjuonline@gmail.com
Notice :
અમારા લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

Hello Readers, GujjuOnline.in is a private website and don’t represent any government entity, organizations or department. Whatever information we shared here is gathered from various Gujarat government’s official website and news papers and other websites. We also cross verify the job when we post any job but do always cross verify the job vacancy by yourself to prevent fraudulent happening in the name of job.