વીજળી પડેશે કે નહીં, અગાવ તેની માહિતી આપશે આ એપ્પ Damini : Lightning Alert

Damini : Lightning Alert થી લોકોને માહિતગાર કરવા કાર્યક્રમો શરૂ કર્યા છે. Damini App લોકેશન બેઝ્ડ App છે. એટલે જે તે વિસ્તારમાં મોબાઇલના લોકેશનને ટ્રેક કરીને તે વિસ્તારની 40 કિલોમીટરના ગોળાકાર વિસ્તારમાં વીજળી પડવાની સંભાવના દર્શાવે છે. App માં વીજળી પડવાનો 0થી5 મિનિટનો હાઇ ઇમર્જન્સી એલર્ટ ઉપરાંત 5થી 10 મિનિટ અને 10થી 15 મિનિટના સમયગાળામાં એલર્ટ કરાય છે. લોકો Damini App નો ઉપયોગ કરે તો મોટાભાગનું જાનમાલનું નુકશાન ટાળી શકાય. આ App હાલ પુરતી અંગ્રેજી અને હિન્દી ભાષામાં જ ઉપલબ્ધ છે. App પ્લેસ્ટોર પરથી ફ્રીમાં ડાઉનલોડ કરી શકાય છે.

Damini : Lightning Alert Application અંગે માહિતી

Application નું નામ Damini App
Application સાઈઝ N/A
કુલ ઇન્સ્ટોલ 100 લાખ
App રેટિંગ 4+
સતાવાર વેબસાઇટ https://play.google.com

કોણે બનાવી Damini : Lightning Alert

Damini App હવામાન વિભાગ તરફથી તૈયાર કરવામાં આવેલ એક મોબાઈલ App છે. વિજળી પડવાથી લોકોને સાવધાન કરવા માટે ભારત સરકારના પૃથ્વી વિજ્ઞાન મંત્રાલય અંતર્ગત ભારતીય હવામાન વિજ્ઞાન સંસ્થાન, પુણેએ Damini App વિકસિત કરી છે. ત્યારે શું છે Damini App આવો જાણીએ.

Damini : Lightning Alert કેવી રીતે કામ કરે છે

Damini App સમય પહેલાં જ વિજળી, વજ્રપાત વગેરેની સંભાવનાની સટીક જાણકારી આપે છે. તેના માટે Indian Institute Of Tropical Meteorologyના વૈજ્ઞાનિકોએ લગભગ 48 સેન્સરની સાથે જ એક લાઈટનિંગ લોકેશન નેટવર્ક સ્થાપિત કર્યું છે. તેના આધારે જ Damini App ને વિકસિત કરવામાં આવી છે. જે 40 કિલોમીટરના અંતરમાં વિજળી પડવાના સંભવિત સ્થાનની જાણકારી આપે છે. આ નેટવર્ક વિજળી પડવાનું સટીક પૂર્વાનુમાન આપે છે. વિજળીના અવાજની સાથે જ વજ્રપાતની સ્પીડ પણ બતાવે છે.

Download Damini : Lightning Alert

Damini : Lightning Alert મોબાઈલમાં આવી રીતે કરો ડાઉનલોડ :

Damini App ને ડાઉનલોડ કરવી અત્યંત સરળ છે. એન્ડ્રોઈડ મોબાઈલ યૂઝર્સ તેને ગૂગલ પ્લે સ્ટોર અને આઈફોન યૂઝર્સ તેને App લ સ્ટોરથી ડાઉનલોડ કરી શકે છે. ડાઉનલોડ કર્યા પછી તેમાં રજિસ્ટ્રેશન કરવાનું હોય છે. તેના માટે તમારું પોતાનું નામ, લોકેશન વગેરે જગ્યા સબમિટ કરવી પડશે. આ જાણકારી આપવાની સાથે જ Damini App કામ કરવાનું શરૂ કરી દેશે. તમારા લોકેશનના 40 કિલોમીટરના અંતરમાં વિજળી પડવાની ચેતવણી ઓડિયો મેસેજ કે SMSથી આપે છે.

Damini Lightning Alert

Damini : Lightning Alert પર ચેતવણી મળવા પર શું કરશો:

જો તમારા વિસ્તારમાં વિજળી પડવાની છે તો Damini App તમને પહેલાં જ ચેતવણી આપીને સાવધાન કરી દેશે. એવામાં વિજળીથી બચવા માટે ખુલ્લા ખેતર, ઝાડની નીચે, પહાડી વિસ્તારો, પહાડોની આજુબાજુ બિલકુલ ન ઉભા રહેશો. ધાતુઓથી બનેલા વાસણ ધોવાથી બચો અને નહાવાથી તો બિલકુલ બચો. વરસાદથી બચો અને જમીન પર જ્યાં પાણી એકઠું થયું હોય ત્યાં પણ ઉભા ન રહો. છત્રીનો બિલકુલ ઉપયોગ ન કરશો. વિજળીના હાઈટેન્શન વાયર અને ટાવરથી દૂર રહો. ઘરની અંદર જતાં રહો. જો ક્યાંક બહાર હોય અને ઘરે જવું શક્ય ન હોય તો ખુલ્લી જગ્યા પર જ કાન બંધ કરીને ઘૂંટણ પર બેસી જાઓ. ખતરો ટળે એટલે ઘરમાં જતાં રહો.

Conclusion

આ લેખ દ્વારા, અમે તમને Damini : Lightning Alert સંબંધિત તમામ મહત્વપૂર્ણ માહિતી પ્રદાન કરી છે. જો તમને હજુ પણ કોઈપણ પ્રકારની સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો હોય તો તમે કોમેન્ટ બોક્સ માં કોમેન્ટ કરી, સંપર્ક કરો અમે તમારી સમસ્યાનો ઉકેલ આપીશું.

આવી બીજી યોજના અને શૈક્ષણિક અપડેટ્સ માટે અમારી સાથે જોડાયેલા રહો. અમારી તમામ પોસ્ટ્સની સૂચના મેળવવા માટે અમારા WhatsApp ગ્રુપ સાથે જોડાઓ.

About Author : Pratham Ahir
Contact Email : contactgujjuonline@gmail.com
Notice :
અમારા લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

Hello Readers, GujjuOnline.in is a private website and don’t represent any government entity, organizations or department. Whatever information we shared here is gathered from various Gujarat government’s official website and news papers and other websites. We also cross verify the job when we post any job but do always cross verify the job vacancy by yourself to prevent fraudulent happening in the name of job.