અહીંથી વ્હાલી દીકરી યોજના ફોર્મ ભરો | Vahli Dikari Yojana Gujarat

You are searching for Vahli Dikari Yojana Gujarat? શું તમે વ્હાલી દીકરી યોજના નું ફોર્મ ભરવા માંગો છો? અહીં અમે તમને આ લેખ દ્વારા વહાલી દીકરી યોજના ની સંપૂર્ણ માહીતી આપીશુ. આ યોજના નો મુખ્ય હેતુ દીકરી ની હત્યા અટકાવવા નો છે. તે માટે ગુજરાત સરકાર જન્મતી દીકરી ના માતા-પિતા ને 1 લાખ 10 હાજર ની આર્થિક સહાય કરે છે. હવે અમે તમને વ્હાલી દીકરી યોજના સંબંધિત વિગતો આપીશું જેથી કરીને તમે યોજના માટે અરજી કરી શકશો.

વ્હાલી દીકરી યોજના નો લાભ કોને મળશે ? કેવી રીતે લાભ મેળવી શકાશે તેની વિગતે માહિતી આ આર્ટિકલમાં આપવામાં આવી છે. જે નીચે મુજબ છે.

About Vahli Dikari Yojana | વ્હાલી દીકરી યોજના

વ્હાલી દીકરી યોજનાદીકરીની ભૃણ હત્યા થતી અટકાવવા તેમજ કન્યા કેળવણીને પ્રોત્સાહન મળે એટલે ગુજરાત સરકાર દ્વારા 2 ઓગસ્ટ 2019 ના રોજ એક નવી યોજના ચાલુ કરવામાં આવી.

વ્હાલી દીકરી યોજના માં દીકરીના માતા પિતા ને કુલ 1 લાખ 10 હાજર રૂપિયાની આર્થિક સહાય કરવામાં આવશે.આ રકમ ત્રણ હપ્તા માં ચૂકવવામાં આવે છે. જે આ મુજબ છે.

પ્રથમ હપ્તો દીકરી જયારે 1 ઘોરણ માં પ્રવેશ મેળવે ત્યરે 4 હજાર રૂપિયા, બીજો હપ્તો દીકરી જયારે માધ્યમિક શાળાના ધોરણ નવમાં પ્રવેશ કરે ત્યરે 6 હજાર રૂપિયા તેમજ ત્રીજો હપ્તો દીકરી જયારે 18 વર્ષની થાય ત્યારે ઉચ્ચ અભ્યાસ માટે 1 લાખ રૂપિયા એમ ટોટલ Rs. 1,10,000 ની આર્થિક સહાય મળશે.

Table of Vahli Dikari Yojana | વ્હાલી દીકરી યોજના

યોજનાનું નામ વ્હાલી દીકરી યોજના
ભાષા ગુજરાતી અને English
ઉદ્દેશ સમાજમાં સ્ત્રીઓનું પ્રમાણ વધારવું, શિક્ષણનો વ્યાપ વધારવો, સ્ત્રીઓના બાળલગ્નો અટકાવવા વગેરે
લાભાર્થી તા-02/08/2019 બાદ જન્મેલ ગુજરાતની દીકરીઓ
સહાયની રકમ કુલ ત્રણ હપ્તામાં 1,10,000 (એક લાખ દસ હજાર) ની સહાય
અધિકૃત વેબસાઈટ wcd.gujarat.gov.in
અરજી પ્રક્રિયા નજીકની આંગણવાડી પરથી અરજી ફોર્મ લઈને સંબંધિત CDPO(સંકલિત બાળ વિકાસ અધિકારીશ્રી)ની કચેરીએ જમા કરાવવું
અરજી કરવાની સમય મર્યાદા દીકરીના જન્મના એક વર્ષની સમય મર્યાદામાં

Agenda of Vahli Dikari Yojana | વ્હાલી દીકરી યોજના

 • દિકરીઓનું જન્મ પ્રમાણ વધારવું.
 • દિકરીઓનો શિક્ષણમાં ડ્રોપઆઉટ રેશીયો ઘટાડવો.
 • દિકરીઓ/સ્ત્રીઓનું સમાજમાં સર્વાંગી સશકિતકરણ કરવું.
 • બાળલગ્ન અટકાવવા.

Vahli Dikari Yojana | વ્હાલી દીકરી યોજના હેઠળ કઈ જ્ઞાતિના લોકોને લાભ મળશે?

કોઈ પણ જાત ના ભે ભાવ રાખ્યા વગર દંપતીની પ્રથમ ૩ સંતાનો પૈકીની તમામ દીકરીઓને વ્હાલી દીકરી યોજના યોજનાનો લાભ મળવાપાત્ર રહેશે.

અસાધારણ કેસોમાં, જો બીજી / ત્રીજી ડિલીવરી દરમિયાન કુટુંબમાં એક કરતા વધુ દીકરીઓનો જન્મ થાય છે અને દંપતીને ત્રણ કરતા વધારે દીકરીઓ હોય તો બધી દીકરીઓ આ વ્હાલી દીકરી યોજના ના લાભ માટે પાત્ર બનશે.

Eligibility Criteria for Vahli Dikari Yojana | વ્હાલી દીકરી યોજના

 1. તા.૨-૮-૨૦૧૯ કે ત્યારબાદ જન્મેલ દિકરીઓને આ યોજનાનો લાભ મળવાપાત્ર થશે.
 2. એક દંપતિની વધુમાં વધુ બે દિકરીઓને આ યોજનાનો લાભ મળવાપાત્ર રહેશે.
 3. દંપતિની પ્રથમ અને દ્વિતીય દિકરી બન્નેને લાભ મળવાપાત્ર થશે પરંતુ દ્વિતીય દિકરી પછી દંપતિએ સંતતિ નિયમનનું ઓપરેશન કરાવેલું હોવું જોઇએ.
 4. પ્રથમ દિકરો અને બીજી દીકરી હોય તો બીજી દિકરીને સહાય મળવાપાત્ર થશે પરંતુ દ્વિતીય દિકરી પછી દંપતિએ સંતતિ નિયમનનું ઓપરેશન કરાવેલું હોવું જોઇએ.
 5. પ્રથમ દિકરો અને બીજી બન્ને દિકરી (જોડીયા) કે તેથી વધુ એક સાથે જન્મવાના અપવાદરૂપ કિસ્સામાં તમામ દિકરીઓને ‘વ્હાલી દિકરી યોજના’ નો લાભ મળવાપાત્ર થશે પરંતુ દ્વિતીય દિકરી પછી દંપતિએ સંતતિ નિયમનનું ઓપરેશન કરાવેલું હોવું જોઇએ.
 6. દિકરીના જન્મ સમયે માતાની ઉંમર ૧૮ કે તેથી વધુ વર્ષ હોવી જોઇએ.

Document Required For Vahli Dikari Yojana | વ્હાલી દીકરી યોજના

 • દિકરીનું જન્મનું પ્રમાણપત્ર.
 • દીકરી નું આધારકાર્ડ – જો કઢાવેલ હોય તો
 • પિતાનો આવકનો દાખલો
 • માતા-પિતાનું રેશનીંગ કાર્ડ
 • માતા-પિતાના આધાર કાર્ડ
 • માતા-પિતાનું જન્મનું પ્રમાણપત્ર
 • માતા-પિતાના તમામ હયાત બાળકોના જન્મના પ્રમાણપત્ર
 • માતા-પિતાનું લગ્નની નોંધણીનું પ્રમાણપત્ર
 • સંતતિ નિયમનનું પ્રમાણપત્ર (દીકરી બીજું સંતાન હોય ત્યારે)

Documents Required for વ્હાલી દીકરી યોજના | Vahli Dikri Yojana

વ્હાલી દીકરી યોજના ની મહત્વની તારીખો

 • આ યોજના માટે તા-02/08/2019 બાદ જન્મેલ દીકરીઓને જ લાભ મળશે.
 • તેમજ દીકરી જન્મયા પછી 18 માસ ની અંદર આ ફોર્મ ભરવાનું રહેશે.

vahli dikari yojana Last date

Important Link For Vahli Dikari Yojana

વ્હાલી દીકરી યોજના | Vahli Dikri Yojana Form PDF  Download
Twitter Post Click Here
વ્હાલી દીકરી યોજનાની સત્તાવાર વેબસાઈટ wcd.gujarat.gov.in
GujjuOnline Home page

વ્હાલી દીકરી યોજના માટે અરજી કઈ રીતે કરવી? 

આંગણવાડી કેન્દ્ર માંથી, CDPO  કચેરી ખાતેથી, જિલ્લાના બાળ મહિલા અધિકારીશ્રીની કચેરી પરથી વિનામૂલ્યે વહાલી દીકરી યોજના ફોર્મ આપવામાં આવ્યા છે. અથવા ફોર્મ ની લિંક ઉપર આપેલી છે. તે ફોર્મ ભરી જરૂરી દસ્તાવેજ સાથે ત્યાં સબમીટ કરવાનું રહશે.

Vahli Dikari Yojan Application Form [PDF]

વ્હાલી દીકરી યોજના નું ગુજરાત સરકાર દ્વારા બહાર પાડવામાં આવેલા એપ્લીકેશન ફોર્મ ડાઉનલોડ કરવા માટે નીચે આપેલા બટન પર ક્લિક કરો તમે વ્હાલી દીકરી યોજના નું એપ્લીકેશન ફોર્મ પીડીએફ ના સ્વરૂપ માં ડાઉનલોડ કરી શકો છો.

Vahli Dikari Yojan Application Form

Vahli Dikari Yojan Helpline Number

વ્હાલી દીકરી યોજના માટે હેલ્પલાઇન નંબર જોઈતા હોય તો તમે નીચે આપેલા બટન પર ક્લિક કરશો તો તમને બાળકો અને મહિલાઓના વિકાસ વિભાગના બધા જ હેલ્પલાઇન નંબર મળી જશે.

હેલ્પલાઇન નંબર (HelpLine Number):- 079-232-57942

વ્હાલી દીકરી યોજનામાં ખાસ નોંધ

૧૮ વર્ષની વય અગાઉ દિકરીના મૃત્યુના કિસ્સામાં “વ્હાલી દિકરી યોજના” અંતર્ગત બાકીની સહાય મળવાપાત્ર રહેશે નહીં.

FAQ’s Of  Vahli Dikari Yojan

Q: વ્હાલી દીકરી યોજના નો હેતુ શું છે?
Ans:  આ યોજનાનો ખ્યાલ સમાજમાં છોકરીની સામાજિક આર્થિક સ્થિતિને મજબૂત કરીને, તેમના ડ્રોપઆઉટ દરને અટકાવવા અને બાળકો તરીકે તેમના લગ્નને અટકાવીને, ત્યાંથી સમાજમાં હકારાત્મક માનસિકતાના પરિવર્તનને પ્રોત્સાહન આપીને બાળકીના જન્મ દરમાં સુધારો કરવાનો છે.

Q: Vahali Dikari Yojana ના ફોર્મ ઓનલાઇન ભરી શકાશે?
Ans:  આ ટૂંક સમયમાં  આ યોજના ફોર્મ ડીજીટલ ગુજરાત પોર્ટલ પર ભરાવાના શરૂ થઈ જશે.
Q: વ્હાલી દીકરી યોજનાનો લાભ લેવા માટે ઓનલાઈન ફોર્મ ક્યાંથી મળશે?
Ans:  આંગણવાડી કેન્દ્ર માંથી, CDPO  કચેરી ખાતેથી, જિલ્લાના બાળ મહિલા અધિકારીશ્રીની કચેરી પરથી વિનામૂલ્યે વહાલી દીકરી યોજના ફોર્મ આપવામાં આવ્યા છે.

Q: Vahli Dikari Yojana ની અરજી ક્યાં કરવાની રહેશે
Ans:  આપના ગામ અથવા શહેરના વોર્ડ વિસ્તારમાં નજીકની આંગણવાડી પર આઇસીડીએસ વિભાગ માં આપ જઇને અરજી ફોર્મ મેળવી શકો છો અને ત્યાં અરજી ફોર્મ આખું ભરીને આધાર પુરાવા રજૂ કરીને Icds વિભાગમાં જમા કરાવી શકો છો.

Conclusion

આ લેખ દ્વારા, અમે તમને વ્હાલી દીકરી યોજના | Vahli Dikari Yojana સંબંધિત તમામ મહત્વપૂર્ણ માહિતી પ્રદાન કરી છે. જો તમને હજુ પણ કોઈપણ પ્રકારની સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો હોય તો તમે કોમેન્ટ બોક્સ માં કોમેન્ટ કરી, સંપર્ક કરો અમે તમારી સમસ્યાનો ઉકેલ આપીશું.

આવી બીજી યોજના અને શૈક્ષણિક અપડેટ્સ માટે અમારી સાથે જોડાયેલા રહો. અમારી તમામ પોસ્ટ્સની સૂચના મેળવવા માટે અમારા WhatsApp ગ્રુપ સાથે જોડાઓ.

About Author : Pratham Ahir
Contact Email : contactgujjuonline@gmail.com
Notice :
અમારા લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

Hello Readers, GujjuOnline.in is a private website and don’t represent any government entity, organizations or department. Whatever information we shared here is gathered from various Gujarat government’s official website and news papers and other websites. We also cross verify the job when we post any job but do always cross verify the job vacancy by yourself to prevent fraudulent happening in the name of job.