આજથી ગેસ સિલિન્ડર ભાવમાં ધટાડો

આજથી ગેસ સિલિન્ડર ભાવમાં ધટાડો : 1 જૂને મહિનાના પહેલા જ દિવસે LPG સિલિન્ડરની કિંમતમાં મોટો ઘટાડો જોવા મળી રહ્યો છે. તેલ કંપનીઓએ 1 જૂનના રોજ એલપીજી ગેસ સિલિન્ડરના ભાવમાં રાહત આપી છે. સરકારી ઓઈલ કંપનીઓ (OMCs) દ્વારા જાહેર કરાયેલા ભાવ મુજબ કોમર્શિયલ ગેસ સિલિન્ડરની કિંમતમાં 83 રૂપિયાનો ઘટાડો થયો છે.

LPG સિલિન્ડરની કિંમત્તમાં થયો સીધો આટલા રૂપિયાનો ઘટાડો 19 કિલોના કોમર્શિયલ એલપીજી ગેસ સિલિન્ડર માટે હવે 1773 રૂપિયા ચૂકવવા પડશે. અગાઉ આ સિલિન્ડર રૂ. 1856.50નું હતું. જો કે, ઘરેલું ગેસ સિલિન્ડર પહેલાના ભાવે જ મળશે.

આજથી ગેસ સિલિન્ડર ભાવમાં ધટાડો

કોમર્શિયલ એલપીજી સિલિન્ડરમાં રાહત આપવા ઉપરાંત ઓઈલ કંપનીઓ દ્વારા જેટ ફ્યુઅલ (એર ફ્યુઅલ)ના ભાવમાં પણ ઘટાડો કરવામાં આવ્યો છે. ભાવમાં આશરે રૂ.6,600નો ઘટાડો થયો છે. તેની અસર આવનારા સમયમાં હવાઈ મુસાફરી પર પડી શકે છે.

નવા દરો 1 જૂનથી લાગુ કરવામાં આવ્યા છે. ઓઈલ કંપનીઓએ ઘરેલુ એલપીજી સિલિન્ડરની કિંમતમાં કોઈ ફેરફાર કર્યો નથી. આ માટે રાજધાની દિલ્હીમાં પહેલાની જેમ 1103 રૂપિયા ચૂકવવા પડશે.

ATFના ભાવમાં ભારે ઘટાડો

એલપીજી ઉપરાંત ઓઈલ કંપનીઓએ પણ એટીએફની કિંમતમાં ધરખમ ઘટાડો કર્યો છે. એક કિલોલીટરની કિંમત ઘટીને 6600 રૂપિયા થઈ ગઈ છે. દિલ્હીમાં ATFની કિંમત પહેલા 95935.34 રૂપિયાથી ઘટીને 89,303.09 રૂપિયા થઈ ગઈ છે.

અગાઉ મુંબઈમાં કિંમત રૂ.89348.60 પ્રતિ કિલોલીટર હતી, જે હવે રૂ.83,413.96 પ્રતિ કિલોલીટરના દરે ઉપલબ્ધ થશે. કોલકાતામાં રેટ ઘટીને રૂ. 95,963.95 પ્રતિ કિલોલીટર અને ચેન્નાઇમાં રૂ. 93,041.33 પ્રતિ કિલોલીટર થયો છે.

ગેસ સિલિન્ડરના નવા ભાવ

દિલ્હીમાં ગેસ સિલિન્ડર 1856.50 રૂપિયાથી ઘટીને 1773 રૂપિયા પર આવી ગયો છે. કોલકાતામાં પહેલા 1960.50 રૂપિયાની સામે હવે 1875.50 રૂપિયા ચૂકવવા પડશે.

તેવી જ રીતે, અગાઉ તે મુંબઈમાં 1808.50 રૂપિયામાં ઉપલબ્ધ હતું, જે હવે 1725 રૂપિયામાં ઉપલબ્ધ થશે. ચેન્નાઈમાં તેની કિંમત 2021.50 રૂપિયાથી ઘટીને 1937 રૂપિયા થઈ ગઈ છે.

આ પણ વાંચો,

ભાઈ ભાઈ, કેરીના ભાવમાં જબ્બર ધટાડો

હવે 500ની નોટને લઈને RBI એ કર્યો મોટો ખુલાશો

ભીમ અગિયારસનું મહત્વ

કોર્ટ એ 2000ની નોટ પર લીધો મોટો નિર્ણય

ગુજરાતમાં ફરી વાવાઝોડુંનું આગમન

નોંધ :- આ લેખ ફક્ત માહિતીના હેતુ માટે લખવામાં આવ્યો છે, વધુ માહિતી માટે તમે સત્તાવાર વેબસાઇટની મુલાકાત લઈ શકો છો…..

Conclusion

આ લેખ દ્વારા, અમે તમને ભાઈ ભાઈ, કેરીના ભાવમાં જબ્બર ધટાડો સંબંધિત તમામ મહત્વપૂર્ણ માહિતી પ્રદાન કરી છે. જો તમને હજુ પણ કોઈપણ પ્રકારની સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો હોય તો તમે કોમેન્ટ બોક્સ માં કોમેન્ટ કરી, સંપર્ક કરો અમે તમારી સમસ્યાનો ઉકેલ આપીશું.

આવી બીજી યોજના અને શૈક્ષણિક અપડેટ્સ માટે અમારી સાથે જોડાયેલા રહો. અમારી તમામ પોસ્ટ્સની સૂચના મેળવવા માટે અમારા WhatsApp ગ્રુપ સાથે જોડાઓ.

About Author : Pratham Ahir
Contact Email : contactgujjuonline@gmail.com
Notice :
અમારા લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

Hello Readers, GujjuOnline.in is a private website and don’t represent any government entity, organizations or department. Whatever information we shared here is gathered from various Gujarat government’s official website and news papers and other websites. We also cross verify the job when we post any job but do always cross verify the job vacancy by yourself to prevent fraudulent happening in the name of job.