કેન્દ્ર સરકારના કર્મચારીઓને સીધો આટલો થશે પગારમાં વધારો

કેન્દ્ર સરકારના કર્મચારીઓને સીધો આટલો થશે પગારમાં વધારો : સરકાર ખૂબ જ જલ્દી કેન્દ્રીય કર્મચારીઓને મોટી ભેટ આપવા જઈ રહી છે. સરકાર કેન્દ્રીય કર્મચારીઓને મળતા મોંઘવારી ભથ્થામાં વધારાની જાહેરાત કરવા જઈ રહી છે. કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનધારકો માટે ખુશીના દિવસો આવી રહ્યા છે.

સરકારે નક્કી કરી લીધું છે અને ટૂંક સમયમાં મોંઘવારી ભથ્થા એટલે કે Dearness allowances માં વધારો (DA Hike) કરવામાં આવશે. અહીં જાણી લો કઈ તારીખથી આ વધારો લાગુ પડશે. જણાવી દઈએ કે લેબર બ્યુરો એ લેબર મિનિસ્ટ્રીનો જ વિભાગ છે.

કેન્દ્ર સરકારના કર્મચારીઓને સીધો આટલો થશે પગારમાં વધારો

જે અંતર્ગત કેન્દ્ર સરકાર લગભગ 1 કરોડથી વધારે કર્મચારીઓ અને પેંશનધારકોનું મોંઘવારી ભથ્થું એટલે કે DA 42%થી વધારીને 46% (DA Hike) કરી શકે છે. જણાવી દઈએ કે કેન્દ્ર સરકાર નક્કી કરેલા ફોર્મ્યુલાના આધારે કેન્દ્રીય કર્મચારીઓ અને પેંશનર્સના મોંઘવારી ભથ્થામાં વધારો કરે છે.

ઉલ્લેખનીય છે કે, કેન્દ્રીય કર્મચારીઓ માટે મોંઘવારી ભથ્થું અને પેંશનર્સ માટે મોંઘવારી રાહત(DR) હાલના કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સ-ઈન્ડસ્ટ્રીયલ વર્કર્સ (CPI-IW)ના આધારે નક્કી કરવામાં આવે છે. લેબર બ્યુરો આ આંકડો દર મહિને જાહેર કરે છે, જેના આધારે મોંઘવારી ભથ્થામાં વધારાની જાહેરાત કરવામાં આવે છે.

નક્કી થઈ ગયું પગારમાં થશે સીધો આટલો મોટો વધારો

કેમ 3% જ વધી શકે છે DA? – ઓલ ઇન્ડિયા રેલવેમેન ફેડરેશનના જનરલ સેક્રેટરી શિવ ગોપાલ મિશ્રાએ PTIને જણાવ્યું કે, “જૂન 2023 માટે CPI-IW 31 જુલાઈ 2023ના રોજ જ જાહેર થઇ ચુક્યો છે. અમે આ આધારે મોંઘવારી ભથ્થામાં 4%ના વધારાની માંગ કરી રહ્યા છીએ. જોકે, મોંઘવારી ભઠ્ઠાની ગણતરી 3%થી વધારે થઇ રહી છે.

સરકાર મોંઘવારી ભથ્થામાં દશાંશ સંખ્યાના આંકડાને ધ્યાને નથી લેતી. જેથી મોંઘવારી ભથ્થામાં 42%થી લઈને 45% જેટલો વધારો થવાની સંભાવના છે. ક્યારે થશે લાગુ?- શિવ ગોપાલ મિશ્રાએ જણાવ્યા અનુસાર, નાણાં મંત્રાલયનો ખર્ચ વિભાગ વધતા જતાં બોજને ધ્યાનમાં રાખીને મોંઘવારી ભથ્થામાં વધારાની દખાસ્ત અમલમાં મૂકશે.

કેન્દ્ર સરકારના કર્મચારીઓને ઘી-કેળા ખાઈ લ્યો

ત્યારબાદ આ પ્રસ્તાવને મંજૂરી માટે કેન્દ્રીય કેબિનેટમાં મોકલવામાં આવશે. આમ મોંઘવારી ભથ્થામાં વધારો 1 જુલાઈ, 2023થી લાગુ થશે. છેલ્લે ક્યારે અને કેટલો વધારો થયો હતો?- હાલ 1 કરોડથી વધારે પેંશનર્સ અને કેન્દ્રીય કર્મચારીઓને 42% મોંઘવારી ભથ્થું મળે છે.
મોંઘવારી ભથ્થાને છેલ્લે 24 માર્ચ, 2023ના રોજ રિવાઇઝ કરાયું હતું, જેને 1 જાન્યુઆરી, 2023ના રોજથી લાગુ કરી દેવામાં આવ્યું હતું. આ દરમિયાન સરકારે મોંઘવારી ભથ્થામાં 4% વધારો કરવાની જાહેરાત કરી હતી.

ઉલ્લેખનીય છે કે, મોંઘવારીના કારણે ઘણી ચીજવસ્તુઓ અને સેવાઓ પર વધતા ખર્ચને ધ્યાનમાં રાખીને કેન્દ્ર સરકાર કેન્દ્રીય કર્મચારીઓને મોંઘવારી ભથ્થું આપે છે. આ મોંઘવારી ભથ્થું વર્ષમાં 2 વખત રિવાઇઝ કરવામાં આવે છે.

વધુ માહિતી માટે

Conclusion

આ લેખ દ્વારા, અમે તમને કેન્દ્ર સરકારના કર્મચારીઓને સીધો આટલો થશે પગારમાં વધારો સંબંધિત તમામ મહત્વપૂર્ણ માહિતી પ્રદાન કરી છે. જો તમને હજુ પણ કોઈપણ પ્રકારની સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો હોય તો તમે કોમેન્ટ બોક્સ માં કોમેન્ટ કરી,સંપર્ક કરો અમે તમારી સમસ્યાનો ઉકેલ આપીશું.

આવી બીજી યોજના અને શૈક્ષણિક અપડેટ્સ માટે અમારી સાથે જોડાયેલા રહો. અમારી તમામ પોસ્ટ્સની સૂચના મેળવવા માટે અમારા WhatsApp ગ્રુપ સાથે જોડાઓ.

!! Gujuonline.in ની મુલાકાત લેવા બગલ આભાર !!