સરકારે વીજળી ઉપર લાવ્યા નવા નિયમો : લોકો આજકાલ ઘરમાં વીજળીથી ચાલતા અનેક ઉપકરણોનો ઉપયોગ કરતા હોય છે. તે પછી વોશિંગ મશીન હોય કે મિક્ચર, કે પછી ઘરઘંટી… તેવામાં વીજળીનો વધુ ઉપયોગ થાય છે. પરંતુ જો આ કામ સવાર કે સાંજની જગ્યાએ દિવસે કરવામાં આવે તો વીજળીમાં 20 ટકાની બચત કરી શકાય છે.
વીજળી મંત્રાલય (Power Ministry)નવા ઇલેક્ટ્રિસિટી રૂલ્સ (New electricity rules) લાવી રહ્યું છે. નવા નિયમો અનુસાર દિવસમાં વીજળી 20 ટકા સુધી સસ્તી મળશે. તો પીક અવર્સમાં વીજળી 20 ટકા સુધી મોંઘી મળશે.
સરકારે વીજળી ઉપર લાવ્યા નવા નિયમો
રોયટર્સના એક રિપોર્ટ અનુસાર વીજળી મંત્રાલયે શુક્રવારે આ વાત કહી છે. રિન્યૂએબલ એનર્જી (Renewable Energy)ના ઉપયોગને પ્રોત્સાહન આપવા માટે નવા ઈલેક્ટ્રિસિટી રૂલ્સ લાવી રહ્યું છે.
દિવસે સસ્તી અને રાત્રે મોંઘી
કેન્દ્ર સરકાર વીજળીના દરમાં ફેરફારને લઈને નવા નિયમો બનાવવા જઈ રહી છે. ઉર્જા મંત્રાલયે શુક્રવારે જણાવ્યું હતું કે ભારતમાં આગામી નવા વીજ નિયમો દિવસ દરમિયાન વીજ દરમાં 20% સુધીનો ઘટાડો અને રાત્રિના પીક અવર્સ દરમિયાન 20% સુધીનો વધારો કરવાની મંજૂરી આપશે.
મંત્રાલયે કહ્યું કે આ પગલાનો હેતુ રિન્યુએબલ એનર્જીના ઉપયોગને પ્રોત્સાહન આપવાનો છે. એવી અપેક્ષા રાખવામાં આવે છે કે આ સિસ્ટમની મદદથી, જ્યારે પાવર વપરાશ સૌથી વધુ હોય ત્યારે ગ્રીડ પરની માંગમાં ઘટાડો થવાની ધારણા છે, ખાસ કરીને જ્યારે ઘણા ભારતીય પરિવારો કામ કર્યા પછી એર કંડિશનરનો ઉપયોગ કરવાનું શરૂ કરે છે.
ક્યા છે પીક અવર્સ?
નવી સિસ્ટમ આવ્યા બાદ પીક અવર્સ દરમિયાન ગ્રિડ પર ડિમાન્ડનો ભાર ઓછો પડવાની આશા છે. પીક અવર્સ સવારે 6થી 9 અને સાંજે 6થી 9 સુધી હોય છે. સવારે વોશિંગ મશીન, પાણીની મોટર અને પ્રેસ વગેરેનો ઉપયોગ થાય છે.
તો સાંજે લોકો કામથી ઘરમાં ઈલેક્ટ્રિક ઉપકરણ ચલાવવાનું શરૂ કરી દે છે. આ રીતે સવારે અને રાત્રે વીજળીની ડિમાન્ડ વધી જાય છે. સરકારે વીજળી ઉપર લાવ્યા નવા નિયમો
ક્યારે લાગૂ થશે નિયમ?
રિપોર્ટ અનુસાર એપ્રિલ 2024થી કોમર્શિયલ અને ઈન્ડસ્ટ્રિયલ ગ્રાહકો માટે આ નિયમ લાગૂ થશે. તેના એક વર્ષ બાદ એગ્રીકલ્ચરને છોડીને મોટા ભાગના બીજા ગ્રાહકો પર આ નિયમ લાગૂ થઈ જશે.
દિવસમાં સૂર્ય ઉર્જાનો ફાયદો
વીજળી મંત્રી આરકે સિંહે એક નિવેદનમાં કહ્યું- ‘સૌર ઊર્જા સસ્તી હોવાથી, સૌર પીક અવર્સ દરમિયાન વીજળીનો દર ઓછો રહેશે. તેનો ફાયદો ગ્રાહકોને મળશે. “નોન-સોલાર કલાકો દરમિયાન, થર્મલ અને હાઇડ્રો પાવર તેમજ ગેસ આધારિત ક્ષમતાનો ઉપયોગ થાય છે. તેમની કિંમત સૌર ઉર્જા કરતા વધારે છે.
આ છે ટાર્ગેટ્સ
વીજળીના નવા નિયમો રિન્યુએબલ એનર્જીના ઉપયોગને પ્રોત્સાહિત કરશે. આ પગલું તેને 2030 સુધીમાં બિન-અશ્મિભૂત ઇંધણમાંથી તેની ઊર્જા ક્ષમતાના 65 ટકાનું લક્ષ્ય હાંસલ કરવામાં મદદ કરશે.
આ સાથે વર્ષ 2070 સુધીમાં શૂન્ય ઉત્સર્જનના લક્ષ્યને હાંસલ કરવામાં મદદ કરશે. એટલે કે 2070 સુધીમાં સમગ્ર વીજળી રિન્યુએબલ સ્ત્રોતોમાંથી બનાવવામાં આવશે.
આ પણ વાંચો,
Conclusion
આ લેખ દ્વારા, અમે તમને સરકારે વીજળી ઉપર લવુએ નવા નિયમો : દિવસે સસ્તી અને રાત્રે મોંઘી સંબંધિત તમામ મહત્વપૂર્ણ માહિતી પ્રદાન કરી છે. જો તમને હજુ પણ કોઈપણ પ્રકારની સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો હોય તો તમે કોમેન્ટ બોક્સ માં કોમેન્ટ કરી, સંપર્ક કરો અમે તમારી સમસ્યાનો ઉકેલ આપીશું.
આવી બીજી યોજના અને શૈક્ષણિક અપડેટ્સ માટે અમારી સાથે જોડાયેલા રહો. અમારી તમામ પોસ્ટ્સની સૂચના મેળવવા માટે અમારા WhatsApp ગ્રુપ સાથે જોડાઓ.