GSSSB Recruitment: કૂલ 117 જગ્યાઓ માટે ફાયરમેન કમ ડ્રાઇવર પોસ્ટ માટે ભરતી, છેલ્લી તારીખ: 31-08-2024

GSSSB Recruitment: ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ભરતી: ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા વિવિધ પોસ્ટની ભરતીનું નોટિફિકેશન બહાર પાડ્યું છે. સંસ્થા દ્વારા વર્ગ 3ની કૂલ 117 જગ્યાઓ ભરવા માટે ઉમેદવારો પાસેથી ઓલાઈન અરજીઓ મંગાવી છે. ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ, ગાંધીનગર દ્વારા શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગના નિયંત્રણ હેઠળની ખાતાના વડાની કચેરી નિયામક, રાજ્ય અગ્નિ નિવારણ સેવાઓ, ગાંધીનગર અને ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશનની ફાયરમેન-કમ-ડ્રાઇવર,વર્ગ-૩ સંવર્ગની નીચે દર્શાવેલ જગ્યાઓ સીધી ભરતીથી ભરવા માટેની પ્રક્રિયામાં પસંદગી યાદી તૈયાર કરવા માટે ઉમેદવારો પાસેથી OJAS ની વેબસાઇટ પર ઓનલાઈન અરજીપત્રકો મંગાવવામાં આવે છે.

GSSSB Recruitment: ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ભરતી માટે પોસ્ટની વિગતો, શૈક્ષણિક લાયકાત, અરજી ફી, મહત્વની તારીખો, પગાર ધોરણ સહિતની વિગતો જાણવા માટે ઉમેવારોએ આપોસ્ટ અંત સુધી વાંચવી.

ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ભરતી । હાઈલાઈટ

સંસ્થાનું નામ ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ
પોસ્ટનું નામ ફાયરમેન-કમ-ડ્રાઇવર, વર્ગ-૩
અરજી મોડ ઓનલાઈન
કુલ જગ્યાઓ 117
છેલ્લી તારીખ 31/08/2024
અધિકૃત વેબસાઇટ https://gsssb.gujarat.gov.in/

આ પણ વાંચો, GPSC Recruitment: કુલ પોસ્ટ: 300, છેલ્લી તારીખ: 31-08-2024

પોસ્ટની વિગતો । GSSSB Recruitment

કચેરી પોસ્ટ વર્ગ જગ્યા
નિયામક, રાજ્ય અગ્નિ નિવારણ સેવાઓ, ગાંધીનગર ફાયરમેન કમ ડ્રાઇવર વર્ગ-3 9
ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશન ફાયરમેન કમ ડ્રાઇવર વર્ગ-3 108

શૈક્ષણિક લાયકાત

ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા જાહેર કરેલી ફાયરમેન કમ ડ્રાઇવર વર્ગ 3ની ભરતી માટે ઉમેદવારોની શૈક્ષણિક લાયકાત આ પ્રમાણે છે.

  • ઉમેદવાર માધ્યમિક અથવા ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવાતી ઉચ્ચતર માધ્યમિક શાળાંત પ્રમાણપત્ર પરીક્ષા પાસ કરેલી હોવી જોઈએ અથવા સરકારે માન્ય કરેલ તેને સમકક્ષ લાયકાત ધરાવતો હોવો જોઈએ.
  • રાજ્ય અથવા કેન્દ્ર સરકાર અથવા ઔદ્યોગિત તાલીમ સંસ્થાની માન્ય સંસ્થામાંથી ફાયરમેનના છ મહિનાના અભ્યાસક્રમનું પ્રમાણપત્ર ધરાવતો હોવો જોઈએ. રાજ્ય અથવા કેન્દ્ર સરકારની મન્ય સંસ્થામાંથી ફાયરમેનનો અભ્યાસક્રમ અથવા ડ્રાઇવર કમ પંપ ઓપરેટરના અભ્યાસક્રમનું પ્રમાણપત્ર ધરાવતો હોવો જોઈએ.
  • ઉમેદવાર હેવી મોટર વિહિકલનું માન્ય ડ્રાઇવિંગ લાઈસન્સ ધરાવતો હોવો જોઈએ.
  • ઉમેદવાર ફાયરમેન કમ ડ્રાઇવર સંવર્ગ માટે નિયત થયેલી શારીરિક માપદંડ ધરાવતો હોવો જોઈએ.

વયમર્યાદા 

સામાન્ય વર્ગની મહિલા ઉમેદવારો, અનામત વર્ગના પુરૂષ તથા મહિલા ઉમેદવારો તેમજ માજી
સૈનિક ઉમેદવારોને નીચે મુજબ નીયમોનુસાર છૂટછાટ મળવાપાત્ર છે.

કેટેગરી છૂટછાટ મહત્તમ વયમર્યાદા 
સામાન્ય કેટેગરીના મહિલા ઉમેદવારોને 5 વર્ષ મહત્તમ ૪૫ વર્ષની મર્યાદામાં
અનામત કેટેગરીના પુરૂષ ઉમેદવારોને 5 વર્ષ મહત્તમ ૪૫ વર્ષની મર્યાદામાં
અનામત કેટેગરીના મહિલા ઉમેદવારોને 10 વર્ષ મહત્તમ ૪૫ વર્ષની મર્યાદામાં
માજી સૈનિક ઉમેદવારોને 3 વર્ષ ઉ૫લી વયમર્યાદામાં તેઓએ બજાવેલ ફરજનો સમયગાળો ઉ૫રાંત ત્રણ વર્ષ સુધીની છુટછાટ
મળશે.

પગાર ધોરણ

ઉમેદવારો નીચે આપેલા કોષ્ટક પ્રમાણે કરાર આધારીત પગાર ધોરણ મળશે જોકે, કરારનો સયમગાળો પૂર્ણ કર્યા બાદ સેવાઓ સંતોષકારક જણાશે તો સંબંધિત કચેરીમાં સરકારના ધારાધોરણ પ્રમાણે પગાર ધોરણ મળવા પાત્ર રહેશે.

કચેરી પોસ્ટ કરારનો સમયગાળો પગાર પ્રતિ માસ ફિક્સ
નિયામક, રાજ્ય અગ્નિ નિવારણ સેવાઓ, ગાંધીનગર ફાયરમેન કમ ડ્રાઇવર પાંચ વર્ષ ₹ 26,000
ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશન ફાયરમેન કમ ડ્રાઇવર ત્રણ વર્ષ ₹ 26,000

મહત્વની તારીખ

અરજીની શરૂની તારીખ 16-08-2024
છેલ્લી તારીખ 31-08-2024

મહત્વની લિંક

ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ભરતીની જાહેરાત  અહીં કલીક કરો 
વધુ માહિતી માટે અહીં કલીક કરો 
અરજી કેવી રીતે કરવી?

  • ઓનલાઈનઅરજી કરવા માટે ઉમેદવારે સૌપ્રથમ https://ojas.gujarat.gov.in વેબસાઈટ પર જવું
  • ત્યારબાદ ઓનલાઇન એપ્લિકેશનમાં એપ્લાય પર ક્લિક કરવું અને જીએસએસએસ સિલેક્ટ કરવું.
  • ઉમેદવારે જાહેરાત ક્રમાંક 236-202425, ફાયરમેન કમ ડ્રાઇવર સંવર્ગની જાહેરાત માટે ઉમેદવારી કરવા માટે જાહેરાતના સંવર્ગના નામ પર ક્લિક કરી એપ્લા ક્લિક કરવું
  • ત્યારબાદ આપેલી માહિતી ભરીને ફોર્મ સબમીટ કરવું
  • ફોર્મ સબમીટ થયા બાદ પ્રીન્ટ ચોક્કસ કાઢી લેવી.

FAQ – વારંવાર પુછાતા પ્રશ્નો

1.ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ફાયરમેન-કમ-ડ્રાઇવર ભરતી 2024 સત્તાવાર વેબસાઇટ શું છે
જવાબઃ ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ફાયરમેન-કમ-ડ્રાઇવર ભરતી 2024 સત્તાવાર વેબસાઇટ https://gsssb.gujarat.gov.in/ છે.

2.ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ફાયરમેન-કમ-ડ્રાઇવર ભરતી 2024 માં અરજી કરવાની છેલ્લી તારીખ કઈ છે ?
જવાબઃ ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ફાયરમેન-કમ-ડ્રાઇવર ભરતી 2024 માં અરજી કરવાની છેલ્લી તારીખ 31-08-2024 છે.

Conclusion

આ લેખ દ્વારા, અમે તમને GSSSB Recruitment: ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ભરતી: સંબંધિત તમામ મહત્વપૂર્ણ માહિતી પ્રદાન કરી છે. જો તમને હજુ પણ કોઈપણ પ્રકારની સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો હોય તો તમે કોમેન્ટ બોક્સ માં કોમેન્ટ કરી, સંપર્ક કરો અમે તમારી સમસ્યાનો ઉકેલ આપીશું.

આવી બીજી યોજના અને શૈક્ષણિક અપડેટ્સ માટે અમારી સાથે જોડાયેલા રહો. અમારી તમામ પોસ્ટ્સની સૂચના મેળવવા માટે અમારા WhatsApp ગ્રુપ સાથે જોડાઓ.