પરીક્ષા વગર ગુજરાત શહેરી વિકાસ નિગમમાં ભરતી, ઈન્ટરવ્યુ તારીખ : 10/11 જુલાઈ 2023

ગુજરાત શહેરી વિકાસ નિગમમાં ભરતી @ gudm.gujarat.gov.in : શું તમે પણ નોકરીની શોધમાં છો અથવા તમારા પરિવાર કે મિત્ર સર્કલમાં કોઈને નોકરીની જરૂર છે તો અમે તમારા માટે ખુશખબર લઈને આવ્યા છે.

કારણ કે ગુજરાત શહેરી વિકાસ નિગમ ગાંધીનગરમાં અલગ અલગ પદો પર પરીક્ષા વગર સીધી ભરતી જાહેર થઇ ગઈ છે તો અમારી તમને વિનંતી છે કે આ લેખ ને અંત સુધી જરૂર વાંચજો તથા જેમને નોકરીની ખુબ જરૂર છે તેવા દરેક વ્યક્તિ સુધી આ લેખને શેયર કરજો.

ગુજરાત શહેરી વિકાસ નિગમમાં ભરતી 2023

સંસ્થાનું નામ ગુજરાત શહેરી વિકાસ નિગમ
પોસ્ટનું નામ વિવિધ
નોકરીનું સ્થળ ગાંધીનગર, ગુજરાત
નોટિફિકેશનની તારીખ 05 જુલાઈ 2023
ઇન્ટરવ્યૂની તારીખ 10 તથા 11 જુલાઈ 2023
ઓફિશ્યિલ વેબસાઈટ ની લિંક @ gudm.gujarat.gov.in

ગુજરાત શહેરી વિકાસ નિગમમાં ભરતી માટે મહત્વની તારીખ

મિત્રો આ ભરતી ની નોટિફિકેશન ગુજરાત શહેરી વિકાસ નિગમ ઘ્વારા 05 જુલાઈ 2023 ના રોજ બહાર પાડવામાં આવી હતી. અને આ ભરતીમાં ઓનલાઈન કે ઓફલાઇન કોઈપણ માધ્યમથી ફોર્મ ભરવાના રહેતા નથી પરંતુ નોકરી મેળવવા ઇચ્છુક ઉમેદવારે ઇન્ટરવ્યૂની તારીખે ઇન્ટરવ્યૂ સ્થળે રૂબરૂ હાજર રહેવાનું રહેશે.

ગુજરાત શહેરી વિકાસ નિગમમાં ભરતી માટે પોસ્ટનું નામ

નોટિફિકેશનમાં જણાવ્યા મુજબ ગુજરાત શહેરી વિકાસ નિગમ દ્વારા મેનેજર, ડેપ્યુટી મેનેજર, કો-ઓર્ડીનેટર તથા આસિસ્ટન્ટ મેનેજરની પોસ્ટ માટે ભરતી કરવામાં આવી રહી છે.

ગુજરાત શહેરી વિકાસ નિગમમાં ભરતી માટે પગારધોરણ

ગુજરાત શહેરી વિકાસ નિગમ ગાંધીનગરમાં પસંદગી પામ્યા બાદ ઉમેદવારને ફિક્સ પગારધોરણ ચુકવવામાં આવશે. તથા ઉમેદવારની પસંદગી 11 માસના કોન્ટ્રાકટ ઉપર કરવામાં આવશે. મિત્રો, અન્ય સંસ્થાઓની સરખામણીમાં ગુજરાત શહેરી વિકાસ નિગમમાં કર્મચારીઓને સારો પગાર ચુકવવામાં આવે છે.

ગુજરાત શહેરી વિકાસ નિગમમાં ભરતી માટે લાયકાત

મિત્રો, ગુજરાત શહેરી વિકાસ નિગમની આ ભરતીમાં અરજી કરવા માટે તમામ પોસ્ટની શેક્ષણિક તથા અન્ય લાયકાત અલગ અલગ છે જેની વધુ માહિતી માટે જાહેરાત અવશ્ય વાંચી લેવા વિનંતી.

ગુજરાત શહેરી વિકાસ નિગમમાં ભરતી માટે જરૂરી ડોક્યુમેન્ટ

જો તમે ઇન્ટરવ્યૂમાં હાજર રહેવા માંગો છો તો તમારે ઇન્ટરવ્યૂ સ્થળે નીચે મુજબના દસ્તાવેજો રજુ કરવાના રહેશે.

  • આધારકાર્ડ
  • અભ્યાસની માર્કશીટ
  • ડિગ્રી
  • અનુભવનું સર્ટિફિકેટ
  • લિવિંગ સર્ટિફિકેટ
  • ફોટો
  • તથા અન્ય

ગુજરાત શહેરી વિકાસ નિગમમાં ભરતી માટે પસંદગી પ્રક્રિયા

ઉમેદવારની પસંદગી નિયત તારીખે ઇન્ટરવ્યૂ દ્વારા કરવામાં આવશે. ઇન્ટરવ્યૂની તારીખ તમામ પોસ્ટ માટે અલગ અલગ 10 તથા 11 જુલાઈ 2023 સવારે 9:00 કલાકે છે જયારે ઇન્ટરવ્યુનું સ્થળ –”કર્મયોગી ભવન”, બ્લોક-1, ગ્રાઉન્ડ ફ્લોર, સેક્ટર નંબર: 10/A, ગાંધીનગર- 382010 છે.

મિત્રો, ભરતી સંબંધિત તમને કોઈ પ્રશ્ન કે મૂંઝવણ હોય તો તમે સંસ્થાના હેલ્પલાઇન નંબર 079 – 23257583 પર સંપર્ક કરી શકો છો.

નોંધ : અરજદારોને વિનંતી કરવામાં આવે છે કે તેઓ અરજી કરતા પહેલા અધિકૃત સૂચના કાળજીપૂર્વક વાંચે.

Important Link

નોકરીની જાહેરાત માટે અહીં ક્લિક કરો
અરજી કરવા માટે અહીં ક્લિક કરો
સત્તાવાર વેબસાઈટ અહીં ક્લિક કરો
વધુ માહિતી માટે અહીં ક્લિક કરો

Conclusion

આ લેખ દ્વારા, અમે તમને ગુજરાત શહેરી વિકાસ નિગમમાં ભરતી સંબંધિત તમામ મહત્વપૂર્ણ માહિતી પ્રદાન કરી છે. જો તમને હજુ પણ કોઈપણ પ્રકારની સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો હોય તો તમે કોમેન્ટ બોક્સ માં કોમેન્ટ કરી,સંપર્ક કરો અમે તમારી સમસ્યાનો ઉકેલ આપીશું.

આવી બીજી યોજના અને શૈક્ષણિક અપડેટ્સ માટે અમારી સાથે જોડાયેલા રહો. અમારી તમામ પોસ્ટ્સની સૂચના મેળવવા માટે અમારા WhatsApp ગ્રુપ સાથે જોડાઓ.

About Author : Pratham Ahir
Contact Email : contactgujjuonline@gmail.com
Notice :
અમારા લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

Hello Readers, GujjuOnline.in is a private website and don’t represent any government entity, organizations or department. Whatever information we shared here is gathered from various Gujarat government’s official website and news papers and other websites. We also cross verify the job when we post any job but do always cross verify the job vacancy by yourself to prevent fraudulent happening in the name of job.