Gujarat Police Recruitment 2024: પોલીસ ભરતીને લઇને મહત્વના સમાચાર, આ તારીખથી યોજાશે શારીરિક કસોટી

Gujarat Police Recruitment: ગુજરાત પોલીસમાં પોલીસ સબ ઇન્સ્પેક્ટર (પીએસઆઈ) અને લોકરક્ષકની નોકરી મેળવવા માટે પરીક્ષાની તૈયારીઓ કરતા ઉમેદવારો માટે મહત્વના સમાચાર આવી ગયા છે. પીએસઆઈ અને લોકરક્ષકની ભરતીમાં કુલ 16 લાખથી વધુ ઉમેદવારોએ અરજી કરી છે. ગુજરાત પોલીસ ભરતી બોર્ડના અધ્યક્ષ હસમુખ પટેલ પ્રેસ કોન્ફરન્સ કરીને માહિતી આપી હતી.

Gujarat Police Recruitment: પોલીસની ભરતીમાં પીએસઆઈની 4.99 લાખ અને લોકરક્ષક માટે 11.5 લાખ અરજીઓ આવી છે. 9 સપ્ટેમ્બર 2024 અરજી કરવાનો અંતિમ દિવસ હતો. ગુજરાત પોલીસ ભરતી બોર્ડના અધ્યક્ષ હસમુખ પટેલ કહ્યું હતું કે એપ્રિલ મહિનામાં પીએસઆઈ માટે 4.47 લાખ અને લોકરક્ષક માટે 9.70 લાખ અરજી આવી હતી. અત્યારે જ્યારે ઓગસ્ટ, સપ્ટેમ્બરમાં અરજીઓ મંગાવી ત્યારે પીએસઆઈની 51,800 અને લોકરક્ષક 1.35 લાખ જેટલી અરજી આવી છે.

Gujarat Police Recruitment: ગુજરાત પોલીસ ભરતી માટે વિવિધ પોસ્ટની વિગતો, શૈક્ષણિક લાયકાત, પગાર ધોરણ, વય મર્યાદા, લાયકાત, અરજી પ્રક્રિયા, એપ્લિકેશન મોડ સહિતની મહત્વની વિગતો જાણવા માટે ઉમેદવારોએ આ પોસ્ટ ચોક્કસ વાંચવી.

નવેમ્બર મહિનામાં શારિરીક કસોટી શરુ થશે । Gujarat Police Recruitment

  • શારીરિક કસોટી વિશે તેમણે કહ્યું હતું કે નવેમ્બર મહિનામાં આપણે શારિરીક કસોટી શરુ કરીશું.
  • પીએસઆઈની પરીક્ષા પુરી થયા પછી લોરરક્ષકની શારીરિક કસોટીનું આયોજન કરાશે.
  • આ ભરતીમાં પીએસઆઈ અને લોકરક્ષક બન્નેમાં ઉમેદવારી કરનાર ઉમેદવારોએ એક જ વખત શારિરીક કસોટી આપવાની રહેશ.

આ પણ વાંચો, Sabar Gram Seva Mahavidyalaya Recruitment: સાબરકાંઠામાં ક્લાર્કથી લઈને અધ્યાપક સુધી કુલ 7 જગ્યા માટે નોકરી મેળવવાની જોરદાર તક, અહીં વાંચો બધી જ માહિતી

ગુજરાત પોલીસ ભરતી અંતર્ગત 12472 જગ્યાઓ ભરાશે

ગૃહવિભાગના સત્તાવાર નોટિફિકેશન પ્રમાણે ગુજરાત પોલીસમાં 12472 જગ્યાઓ ભરવાની છે. ગુજરાત પોલીસ દ્વારા પીએસઆઈ, લોકરક્ષક અને જેલ સિપાઇ પદે મોટી સંખ્યામાં ભરતી કરવામાં આવનાર છે.

પોસ્ટ પુરુષ મહિલા
બિન હથિયારી પોલીસ સબ ઇન્સ્પેક્ટર 316 156
બિન હથિયારી પોલીસ કોન્સ્ટેબલ 4422 2187
હથિયારી પોલીસ કોન્સ્ટેબલ (CRPF) 1000 00
જેલ સિપાઈ 1013 85
કુલ 8963 3509

પીએસઆઇ લેખિત પરીક્ષામાં બંને પેપર એક સાથે લેવાશે

  • પીએસઆઇ લેખિત પરીક્ષામાં બંને પેપર એક સાથે લેવામાં આવશે અને જે ઉમેદવારો પેપર 1માં પાસ થયા હશે તેમનું પેપર 2 તપાસવામાં આવશે.
  • ઓએમઆર લેખિત પરીક્ષા પદ્ધતિ દ્વારા જ પરીક્ષા લેવામાં આવશે.
  • નવી CBRT પરીક્ષા પદ્ધતિનો ઉપયોગ નહીં કરવામાં આવે.

Conclusion

આ લેખ દ્વારા, અમે તમને Gujarat Police Recruitment સંબંધિત તમામ મહત્વપૂર્ણ માહિતી પ્રદાન કરી છે. જો તમને હજુ પણ કોઈપણ પ્રકારની સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો હોય તો તમે કોમેન્ટ બોક્સ માં કોમેન્ટ કરી, સંપર્ક કરો અમે તમારી સમસ્યાનો ઉકેલ આપીશું.

આવી બીજી યોજના અને શૈક્ષણિક અપડેટ્સ માટે અમારી સાથે જોડાયેલા રહો. અમારી તમામ પોસ્ટ્સની સૂચના મેળવવા માટે અમારા WhatsApp ગ્રુપ સાથે જોડાઓ.