સરસ્વતી સાધના યોજના। Gujarat Saraswati Sadhana Yojana 2023

Are You Looking for Gujarat Saraswati Sadhana Yojana @ sje.gujarat.gov.in। શું તમે સરસ્વતી સાધના યોજનાનો લાભ લેવા માંગો છો? તો તમારી માટે અહીં આ પોસ્ટમાં ગુજરાત સરસ્વતી સાધના યોજના 2023 વિષે પુરી જાણકારી જાનવવામાં આવી છે તો અંત સુધી વાંચવા વિનંતી.

ગુજરાત માં ઘણી એવી શાળાઓ છે જે વિદ્યાર્થીના વસવાટ થી ઘણી દૂર છે તેના કારણે કન્યાઓને પોતાના ઘરે થી શાળા માં આવવા સુધી ઘણું ચાલવું પડે છે અને અંતર કાપવું પડે છે તેના માટે ગુજરાત માં ધોરણ 9 માં અભ્યાસ કરતી અનુસૂચિત જાતીની કન્યાઓને “સરસ્વતી સાધના યોજના” હેઠળ સરકાર દ્વારા વિનામૂલ્યે સાયકલ ભેટ સ્વરૂપે આપવામાં આવે છે.

સરકાર દ્વારા આવી ઘણી બધી શૈક્ષણિક યોજનાઓ ચલાવવામાં આવી રહી છે જે માંથી આજે આપણે સરસ્વતી સાધના યોજના વિશે સંપૂર્ણ માહિતી મેળવીશું, આ યોજના હેઠળ અનુસુચિત જાતિની કન્યા વધારે અભ્યાસ કરી આગળ વધે અને ડ્રોપ આઉટ રેશિયો ઘટે તેના માટે સરકાર દ્વારા પ્રયાસો થઈ રહ્યા છે.

સરસ્વતી સાધના યોજના વિષે ટૂંકમાં માહિતી

સરસ્વતી સાધના યોજના અંતર્ગત ગુજરાત સરકાર દ્વારા ધોરણ ૯ માં અભ્યાસ કરતી અનુસુચિત જાતિ ની દિકરીઓને ઘરે થી સ્કૂલ જવા આવવા માટે તકલીફ ના પડે અને ટાઈમસર શાળાએ પહોચે તે હેતુ થી મફ્ત સાઈકલ આપવામા આવે છે.

ગુજરાત સરકાર દ્વારા કન્યાઓ માટે સરસ્વતી સાધના યોજના વર્ષ 2019 માં લાગુ કરવામાં આવી છે. આ યોજના SC/ST અને ઓબીસી જાતિ ની દિકરીઓ માટે છે. આ સમસ્યાના નિરાકરણ માટે ગુજરાત રાજ્ય સરકાર દ્વારા એક મહાન પહેલ શરૂ કરવામાં આવી છે.

દીકરીઓના શિક્ષણની દીક્ષા માટે સરકાર દ્વારા નવી યોજના ગુજરાત સરસ્વતી સાધના યોજના 2022 લાગુ કરવામાં આવી છે. સરકાર દ્વારા બહાર પાડવામાં આવેલા વટહુકમ મુજબ આ યોજના હેઠળ આવરી લેવામાં આવેલી દીકરીઓને શાળાએ જવા માટે મફત સાયકલ આપવામાં આવશે.

Table of Saraswati Sadhana Yojana

યોજનાનું નામ સરસ્વતી સાધના યોજના
કોના દ્વારા શરૂ કરવામાં આવી ગુજરાત સરકાર દ્વારા
વિભાગ નિયામક અનુસૂચિત જાતી કલ્યાણ
લાભાર્થી ધોરણ 9 માં અભ્યાસ કરતી અનુસૂચિત જાતિ ની કન્યાઓ
મળવાપાત્ર સહાય વિનામૂલ્યે સાયકલ
સત્તાવાર વેબસાઇટ @ sje.gujarat.gov.in
હેલ્પલાઈન નંબર 7923253229

સરસ્વતી સાધના યોજના શું છે?

સરસ્વતી સાધના યોજના હેઠળ ગુજરાતમાં ધોરણ 9 માં અભ્યાસ કરતી અનુસૂચિત જાતિની કન્યાઓને “સરસ્વતી સાધના” યોજના હેઠળ એકદમ મફત એટલે કે વિનામૂલ્યે સાઈકલ ભેટ આપવામાં આવે છે. ગુજરાતમાં ઘણી એવી કન્યા અભ્યાસ કરે છે કે તેમના ઘરથી તેમની શાળા ઘણી દૂર હોય છે તેના કારણે તેને ચાલવામાં પણ મુશ્કેલી પડતી હોય છે તેના લીધે આ યોજના શરૂ કરવામાં આવી છે.

આ યોજના હેઠળ માત્ર એવી દીકરીઓને જ સાયકલનું વિતરણ કરવામાં આવશે જેમની શાળા તેમના ઘરથી દૂર છે અને તેમને ત્યાં પહોંચવામાં ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડે છે. રાજ્ય સરકાર દ્વારા આ યોજના લાગુ કરીને તેમની સમસ્યાનો અંત લાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે.

Objective Of Saraswati Sadhana Yojana

અનુસૂચિત જાતિના પરિવાર માંથી ધોરણ 9 માં અભ્યાસ કરતી કન્યાઓને સાયકલ સ્વરૂપે ભેટ આપવામાં આવે છે. તો આ સાઈકલ એટલા માટે આપવામાં આવે છે કે અમુક કન્યાઓને પોતાની શાળા માં આવવા માટે અંતરિયલ અને દૂર ના વિસ્તારમાંથી આવતી હોય છે.

તો તેમને ચાલવામાં મુશ્કેલીઓ આવતી હોય છે તો તે હેતુથી સાયકલ આપવામાં આવે છે. તેમજ આ સાઈકલ છે તે વિનામૂલ્યે આપવામાં આવતી હોય છે. તો સરકારનો મુખ્ય હેતુ આ છે.

મફત સાયકલ યોજના નો લાભ કોને મળે છે?

  • વિદ્યાર્થીની ધોરણ 9 માં અભ્યાસ કરતી હોવી જોઈએ.
  • વિદ્યાર્થીની અનુસૂચિત જાતિ (SC) હોવી જોઈએ.
  • ગ્રામ્ય સ્તરે અને શહેરી સ્તરે કુટુંબની વાર્ષિક આવક 6,00,000/- થી વધુ ન હોવી જોઈએ.

Benefits Of Saraswati Sadhana Yojana

  • સરસ્વતી સાધના યોજના માટે મળવાપાત્ર લાભ નીચે મુજબ છે.
  • આ યોજનામાં ધોરણ 9 માં અભ્યાસ કરતી અનુસૂચિત જાતિની કન્યાઓને સાયકલ આપવામાં આવે છે.
  • આ સાઈકલ એકદમ વિનામૂલ્યે એટલે કે મફત આપવામાં આવે છે.

સરસ્વતી સાધના યોજના માટેના ડોક્યુમેન્ટ

અનુસૂચિત જાતિની કન્યાઓને સાયકલ સહાય મેળવવા માટે જરૂરી દસ્તાવેજો નીચે મુજબ છે.

  • વિદ્યાર્થીની નું આધાર કાર્ડ
  • વિદ્યાર્થીનીનો જાતિનો દાખલો
  • આવકનો દાખલો
  • પાસપોર્ટ સાઈઝ નો ફોટો
  • શાળાનું બોનોફાઇડ સર્ટિફિકેટ

How To Apply Gujarat Saraswati Sadhana Yojana?

સાયકલ સહાયનો લાભ મેળવવા નીચે મુજબ અરજી કરવી પડશે:

  • સરસ્વતી સાધના યોજના નુ ફોર્મ શાળા દ્વારા ભરવાનું હોય છે.
  • આ યોજના નું ઓનલાઈન ફોર્મ શાળા થકી ભરી શકાશે.
  • શાળા દ્વારા “Digital Gujarat Portal” મારફતે ઓનલાઇન અરજી કરવાની રહેશે.
  • ત્યાર પછી નિયામક કચેરી દ્વારા અરજી મંજુર થાય છે.
  • આ યોજનામાં વિદ્યાર્થિનીઓ એ કંઈ જ પ્રોસેસ કરવાની હોતી નથી.
  • બધી પ્રોસેસ શાળા દ્વારા કરવાની હોય છે.

Important Link

સત્તાવાર વેબસાઈટ અહીં ક્લીક કરો
વધુ માહિતી માટે અહીં ક્લીક કરો

નોંધ :- આ લેખ ફક્ત માહિતીના હેતુ માટે લખવામાં આવ્યો છે, વધુ માહિતી માટે તમે સત્તાવાર વેબસાઇટની મુલાકાત લઈ શકો છો…….

Conclusion

આ લેખ દ્વારા, અમે તમને સરસ્વતી સાધના યોજના। Gujarat Saraswati Sadhana Yojana 2023 સંબંધિત તમામ મહત્વપૂર્ણ માહિતી પ્રદાન કરી છે. જો તમને હજુ પણ કોઈપણ પ્રકારની સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો હોય તો તમે કોમેન્ટ બોક્સ માં કોમેન્ટ કરી, સંપર્ક કરો અમે તમારી સમસ્યાનો ઉકેલ આપીશું.

આવી બીજી યોજના અને શૈક્ષણિક અપડેટ્સ માટે અમારી સાથે જોડાયેલા રહો. અમારી તમામ પોસ્ટ્સની સૂચના મેળવવા માટે અમારા WhatsApp ગ્રુપ સાથે જોડાઓ.

Leave a Comment