ગુજરાતરમાં TET-1 અને TET-2 Exam તારીખ જાહેર

ગુજરાતરમાં TET-1 અને TET-2 Exam તારીખ જાહેર : Gujarat TET-1 and TET-2 Exam date announced ટેટ 1-2ની તૈયારી કરતાં ઉમેદવારો માટે સારા સમાચાર છે. TET-1 અને TET-2 પરીક્ષા યોજવા અંગે શિક્ષણ વિભાગ દ્વારા મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. રાજ્યના શિક્ષણમંત્રી જીતુ વાઘાણીએ વિગતવાર માહિતી આપી છે. ટેટ-1 અને 2ની પરીક્ષાનો કાર્યક્રમ જાહેર કરી દેવામાં આવ્યો છે.

ગુજરાતરમાં TET-1 અને TET-2 Exam તારીખ જાહેર

Gujarat TET-1 and TET-2 Exam date announced લાંબા સમયથી શિક્ષક બનાવવા થનગનતા લાખો ઉમેદવારની ધીરજનો અંત આવ્યો છે. આગામી એપ્રિલ મહિનાના મધ્યમાં પરીક્ષા યોજાશે. મળતી વિગતો મુજબ TET-1 અને TET-2ની પરીક્ષા તારીખો જાહેર કરવામાં આવી છે. એપ્રિલ મહિના મધ્યમાં TETના બે પાર્ટની એક્ઝામ લેવાશે. આ અંગે રાજ્યના શિક્ષણ મંત્રી કુબેર ડિંડોરે ટ્વિટ કરીને માહિતી આપી હતી.

તત્કાલિન શિક્ષણમંત્રી જીતુ વાઘાણીએ ટેટ અંગે ટ્વિુટ કરીને માહિતી આપી હતી. ટેટ-1 અને 2ની પરીક્ષાને માટે ઉમેદવારોની લાગણી અને માગણી હતી.

ધોરણ 1થી 5માં શિક્ષક થવાની પરીક્ષા એટલે કે ટેટ-1 અને ધોરણ 6થી 8માં શિક્ષક થવાની પરીક્ષા એટલે કે ટેટ-2ના ફોર્મ ભરાવવાનું 21 ઓક્ટોબરથી 31 માર્ચ સુધી ફી ભરવાનો સમયગાળા લંબાવાયો હતો.

જે અગાઉ 5 ડિસેમ્બર સુધી જ હતો. રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા આ અંગે જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું હતું. માર્ચ 2018માં ટેટ-1ની પરીક્ષા લેવાઈ હતી. ટેટ-2ની પરીક્ષા ઓગસ્ટ-2017માં લેવાઈ હતી.

વર્ષ 2018ની ટેટ-1ની પરીક્ષામાં 75 હજાર ઉમેદવારોએ ફોર્મ ભર્યા હતા. વર્ષ 2017માં લેવાયેલી ટેટ-2ની પરીક્ષામાં 2,15,000 ઉમેદવારોએ ફોર્મ ભર્યા હતા.

About Author : Pratham Ahir
Contact Email : contactgujjuonline@gmail.com
Notice :
અમારા લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

Hello Readers, GujjuOnline.in is a private website and don’t represent any government entity, organizations or department. Whatever information we shared here is gathered from various Gujarat government’s official website and news papers and other websites. We also cross verify the job when we post any job but do always cross verify the job vacancy by yourself to prevent fraudulent happening in the name of job.