પોલીસ ભરતીને લઈ હર્ષ સંઘવીએ કરી જાહેરાત

પોલીસ ભરતીને લઈ હર્ષ સંઘવીએ કરી જાહેરાત : સરકારી નોકરી માટે તૈયારી કરી રહેલા ગુજરાતના યુવાઓ માટે મહત્વના સમાચાર સામે આવ્યા છે. ગૃહ વિભાગ દ્વારા આ વર્ષે પોલીસ ખાતામાં નવી 8 હજાર જગ્યાઓ પર ભરતી કરવામાં આવશે. આ અંગેની જાહેરાત રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી દ્વારા કરવામાં આવી છે.

થોડા મહિના પહેલા જ પોલીસ ઈન્સ્પેક્ટર અને પોલીસ કોન્સ્ટેબલનું રિઝલ્ટ જાહેર થયુ છે, જો કે, એવા સમાચાર પણ સામે આવ્યા હતા કે, હજુ પણ પોલીસ વિભાગમાં અનેક જગ્યાઓ ખાલી પડી છે અને રાજ્ય સરકાર આ ખાલી જગ્યાઓને ભરવાની તજવીજ હાથ ધરવાની છે. ત્યારે રાજ્યના રાજ્ય ગૃહમંત્રી હર્ષ સંઘવી દ્વારા પોલીસ ભરતીની તૈયારી કરતા ઉમેદવારો માટે મહત્વની જાહેરાત કરી છે.

પોલીસ ભરતીને લઈ હર્ષ સંઘવીએ કરી જાહેરાત

ગુજરાતનાં યુવાનો સરકારી નોકરી મેળવવા કેટલા મહત્વાકાંક્ષી છે તેનો અંદાજો લગાવવો હોય તો તાજેતરમાં તલાટીની પરીક્ષામાં 8 લાખ કરતાં પણ વધારે લોકોએ પરીક્ષાનું ફોર્મ ભર્યું હતું. ત્યારે જો પોલીસ વિભાગની ભરતી આવે તો કેટલા ઉમેદવારો ફોર્મ ભરશે તે વિચરવું રહ્યું.

કારણ કે ગુજરાતનાં યુવાનોમાં ખાખીનો ખાસ ક્રેઝ જોવા મળી રહ્યો છે. આજે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ જે જાહેરાત કરી તે મુજબ આગામી સમયમાં 7000 જેટલી ખાલી જગ્યાઓ માટે ભરતી પ્રક્રિયા કરવામાં આવશે, હાલ ગૃહ વિભાગ દ્વારા આ અંગેની તૈયારીઓ પણ શરૂ કરી દેવામાં આવી છે.

સપ્ટેમ્બર મહિના બાદ ફિઝિકલ ટેસ્ટ લેવામાં આવશે

પોલીસ ભરતીને લઈને મહત્વના સમાચાર સામે આવ્યા છે. જેમાં ભરતી પરીક્ષાને લઈને ગૃહ રાજ્ય મંત્રીએ નિવેદન આપ્યું છે. તેમાં સપ્ટેમ્બર પછી પોલીસની ભરતી યોજાશે. જેમાં સપ્ટેમ્બર મહિના બાદ ફિઝિકલ ટેસ્ટ લેવામાં આવશે. રાજકોટમાં હર્ષ સંઘવીનું મોટું નિવેદન સામે આવ્યું છે.

જેમાં સપ્ટેમ્બરમાં ભરતી પરીક્ષા યોજાશે. સપ્ટેમ્બર મહિના બાદ પોલીસ ભરતીમાં ફિઝિકલ ટેસ્ટ લેવામાં આવશે. ઉનાળા અને ચોમાસાને કારણે ફિઝિકલ પરીક્ષા લઈ શકાતી નથી. તેથી સપ્ટેમ્બર મહિના પછી સરકાર ભરતીનું આયોજન કરશે.

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ કરી જાહેરાત

ગુજરાતમાં સરકારી ભરતીમાં જે રીતે કૌભાંડો સામે આવી રહ્યા છે, તેની વચ્ચે ગુજરાતનાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ (Harsh Sanghavi) આજે તેમની મોરબી મુલાકાત દરમિયાન પોલીસ ભારતીને (Police recruitment) લઈને એક જાહેરાત કરી છે.

હર્ષ સંઘવીએ જાહેરાત કરતાં જણાવ્યું હતું કે, “આગામી સપ્ટેમ્બર મહિના બાદ પોલીસ વિભાગની ભરતી કરવામાં આવશે, જેમાં ઉમેદવારોની શારીરિક પરીક્ષા લેવામાં આવશે.” હર્ષ સંઘવીની આ જાહેરાત બાદ પોલીસમાં ભરતી (Police Bharti) થવા માગતા યુવાનો તૈયારી કરવામાં લાગી ગયા છે.

ગૃહ વિભાગ આ વર્ષે નવી 8 હજાર જગ્યા પર ભરતી કરશે

અગાઉ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ પોલીસ ખાતામાં ભરતી મામલે જાહેરાત કરી હતી. જેમાં તેઓએ જણાવ્યું હતુ કે, ગૃહ વિભાગ આ વર્ષે નવી 8 હજાર જગ્યા પર ભરતી કરશે. ઉનાળો પૂર્ણ થયા બાદ પ્રેક્ટિલ પરીક્ષા લેવાનું આયોજન કરાયું છે.

જેમાં બિન હથિયારી PSIની 325 જગ્યાઓ પર ભરતી કરાશે. હથિયારી, બિન હથિયારી કોન્સ્ટેબલની 6324 જગ્યાઓ પર ભરતી કરાશે. જેલ સિપાહી પુરુષની 678 અને મહિલાની 57 જગ્યા પર ભરતી કરાશે.

આ પણ વાંચો,Gujjuonline

પહેલી જૂનથી Whatsapp માં આપવો પડશે ચાર્જ

પ્રાથમિક શિક્ષકોનો આંતરિક બદલી કેમ્પ જાહેર

Whatsapp દ્વારા GSEB ધોરણ 10 નું પરિણામ મેળવો

E-Challan ઓનલાઇન ચેક કરો 

GPSSB તલાટી મેરીટ લિસ્ટ જાહેર

Conclusion

આ લેખ દ્વારા, અમે તમને પોલીસ ભરતીને લઈ હર્ષ સંઘવીએ કરી જાહેરાત સંબંધિત તમામ મહત્વપૂર્ણ માહિતી પ્રદાન કરી છે. જો તમને હજુ પણ કોઈપણ પ્રકારની સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો હોય તો તમે કોમેન્ટ બોક્સ માં કોમેન્ટ કરી, સંપર્ક કરો અમે તમારી સમસ્યાનો ઉકેલ આપીશું.

આવી બીજી યોજના અને શૈક્ષણિક અપડેટ્સ માટે અમારી સાથે જોડાયેલા રહો. અમારી તમામ પોસ્ટ્સની સૂચના મેળવવા માટે અમારા WhatsApp ગ્રુપ સાથે જોડાઓ.

About Author : Pratham Ahir
Contact Email : contactgujjuonline@gmail.com
Notice :
અમારા લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

Hello Readers, GujjuOnline.in is a private website and don’t represent any government entity, organizations or department. Whatever information we shared here is gathered from various Gujarat government’s official website and news papers and other websites. We also cross verify the job when we post any job but do always cross verify the job vacancy by yourself to prevent fraudulent happening in the name of job.