health Tips: હૃદય માટે આ 4 તેલ ઝેર સમાન છે, જાણો શરીર સ્વસ્થ રાખવા ક્યું તેલ શ્રેષ્ઠ છે

health Tips: શું તમે જાણો છો જે ખાદ્યતેલનો ઉપયોગ તમે શાક-પૂરી, સમોસા અને અન્ય વાનગીઓ બનાવવા માટે કરો છો તે તમારા શરીરને સ્લો પોઇઝન એટલે કે ધીમા ઝેરની જેમ અસર કરે છે. ખાદ્યતેલ એ આપણા ખોરાકમાં વપરાતી એક સામાન્ય ચીજ વસ્તુ છે ભોજનને સ્વાદિષ્ટ બનાવે છે. તમારા શરીરને સ્વસ્થ રાખવા અને તમારા ભોજનને સ્વાદિષ્ટ અને આરોગ્યપ્રદ બનાવવા માટે તમારે ખાદ્યતેલની પસંદગી ખૂબ સમજી વિચારીને કરવી જોઈએ.

health Tips: તમે જે કુકિંગ ઓઈલ પસંદ કરો છો તે તમારા સ્વાસ્થ્ય પર નોંધપાત્ર અસર કરી શકે છે. ખરાબ ખાદ્યતેલ ખાવાથી શરીરમાં કોલેસ્ટ્રોલનું પ્રમાણ વધે છે અને હૃદયની બીમારીઓનું જોખમ પણ બમણું થઈ જાય છે. બિનઆરોગ્યપ્રદ ખાદ્યતેલનું સેવન કરવાથી શરીરનું વજન વધવાનું જોખમ પણ વધી જાય છે. ખરાબ ખાદ્ય તેલ ડાયાબિટીસ, બ્લડ પ્રેશર અને અન્ય ઘણી બીમારીઓનું જોખમ વધારે છે.

આ પણ વાંચો, IIMA Recruitment: અમદાવાદમાં મેનેજરની પોસ્ટ માટે નોકરી મેળવવાની સુવર્ણ તક,છેલ્લી તારીખ: 25-09-2024

health Tips: આયુર્વેદિક અને યુનાની દવાઓના નિષ્ણાત ડો.સલીમ ઝૈદીના જણાવ્યા અનુસાર, આરોગ્ય માટે કયું તેલ તંદુરસ્ત છે અને કયું નથી તે જાણવા માટે, તમારા તેલમાં કઈ ચરબી હોય છે તે જાણવું મહત્વપૂર્ણ છે. તમારા ખાદ્ય તેલમાં સેચ્યુરેટેડ ફેટ, પોલીઅનસેચ્યુરેટેડ ફેટ, મોનોઅનસેચ્યુરેટેડ ફેટ એટલે શું? ચરબીની આ વિવિધ જાતો તમારા તેલને સ્વસ્થ અને બિનઆરોગ્યપ્રદ બનાવે છે. તમે ગમે તેટલું તેલ પસંદ કરો, પણ જો તમે તેની માત્રાનું ધ્યાન નહીં રાખો તો તમારા હૃદયની તંદુરસ્તી સારી રહેશે નહીં.

health Tips: હેલ્થ એક્સપર્ટ્સ ઘણીવાર હાર્ટ પેશન્ટને ઓછું તેલ ખાવાની સલાહ આપે છે. તેલનું વધુ પડતું સેવન કરવાથી કોલેસ્ટ્રોલ તો વધે જ છે સાથે સાથે હૃદય રોગનું જોખમ પણ અનેકગણું વધી જાય છે. કેટલાક તેલમાં રહેલું ફેટ હૃદય અને લીવરની બીમારીનું જોખમ ઉભું કરે છે. ચાલો જાણીએ કે કયા કયા તેલ છે જે હૃદયના સ્વાસ્થ્યને નુકસાન પહોંચાડે છે.

હૃદય અને સ્વાસ્થ્ય માટે સૌથી ખરાબ રસોઈ તેલ:

પામ તેલ હૃદય માટે જોખમી । health Tips

health Tips
health Tips

પામ તેલ, જેને પામ ઓઇલ કહેવામાં આવે છે, તેનું સેવન કરવાનું ટાળો. આ તેલ હૃદયની તંદુરસ્તીને નુકસાન પહોંચાડે છે. આ તેલમાં સંતૃપ્ત ચરબી હોય છે જે એલડીએલ કોલેસ્ટ્રોલને વધારે છે. ખરાબ કોલેસ્ટ્રોલ વધવાથી હૃદયની બીમારીઓનો ખતરો વધી જાય છે. શરીરનું વજન વધારવામાં આ તેલ મોટી ભૂમિકા ભજવે છે. આ તેલ ખાવાથી ડાયાબીટીસ, હાર્ટ એટેક અને બ્લડ પ્રેશર જેવા ક્રોનિક રોગોનો ખતરો વધી જાય છે. આ તેલનું સેવન માત્ર હૃદય માટે જ ખતરો નથી, પરંતુ તે સંપૂર્ણ આરોગ્ય માટે પણ ખરાબ છે.

સોયાબીન તેલનું સેવન ટાળો

health Tips
health Tips

સોયાબીન તેલનું સેવન કરવાથી હૃદયના સ્વાસ્થ્ય માટે જોખમ ઉભું થાય છે. ઓમેગા-6 ફેટી એસિડથી ભરપૂર આ તેલ સ્થૂળતા, ડાયાબિટીસ, ઓટિઝમ, અલ્ઝાઇમર, ડિપ્રેશન જેવી બીમારીઓનો ખતરો વધારે છે. સંતૃપ્ત ચરબીથી ભરપૂર આ તેલ હૃદયને નુકસાન પહોંચાડે છે અને સ્થૂળતા વધારે છે. આ તેલનું સેવન કરવાનું ટાળો.

ઓલિવ ઓઇલ બિન આરોગ્યપ્રદ તેલ

health Tips
health Tips

લોકો ઓલિવ ઓઇલને હેલ્ધી ઓઇલ માને છે, પરંતુ તમે જાણો છો કે આ તેલને ઊંચા તાપમાન પર રાંધવાથી તેના તંદુરસ્ત ગુણધર્મો નષ્ટ થાય છે. આ તેલમાં બનેલા ભોજનનું સેવન કરવાથી શરીરને ફાયદો થવાના બદલે નુકશાન થાય છે. ઓલિવ ઓઇલનું સેવનથી માત્ર હાર્ટ હેલ્થને જ નુકસાન નથી થતું પરંતુ સ્કિન હેલ્થ પણ ખરાબ થાય છે. આ તેલને રાંધવાથી ત્વચા પર ખીલ અને લાલ ફોલ્લીઓ થઈ શકે છે. આ તેલને કચુંબર સાથે કાચુ સેવન કરશો તો ફાયદો થાય છે.

મકાઈના તેલનું સેવન ન કરવું 

health Tips
health Tips

વેજિટેબલ ઓઈલની જેમ, મકાઈના તેલમાં પણ હાઇ લેવલનું ઓમેગા -6 ફેટી એસિડ હોય છે. ભોજનમાં વધારે ઓમેગા-6 ફેટી એસિડનું પ્રમાણ વધતા શરીર પર સોજો આવી શકે છે. તમારા ઓમેગા-6ના સેવનને સંતુલિત કરવા માટે, તમારા ડાયટમાં ઓમેગા-3 ફેટી એસિડથી ભરપૂર ખોરાકનો સમાવેશ કરો. મકાઈના તેલનો વપરાશ મર્યાદિત રાખવો અન્યથા સ્થૂળતા, કેન્સરનું જોખમ જેવી સ્વાસ્થ્ય સમસ્યાઓ વધી શકે છે.

ક્યું તેલ હૃદય અને સ્વાસ્થ્ય માટે આરોગ્યપ્રદ છે

જો તમે હૃદયને સ્વસ્થ રાખવા માંગતા હોવ અને એકંદરે સ્વાસ્થ્યને સુધારવા માંગતા હોવ, તો તમારે…

  • સનફ્લાવર તેલ
  • સીંગ તેલ
  • સરસવ તેલ
  • કનોલા ઓઇલ
  • રાઇસ બ્રાન તેલનું સેવન કરવું જોઈએ.

હૃદય સ્વસ્થ રાખવા દરરોજ કેટલા ચમચી તેલ ખાવું જોઈએ

જો તમે તમારા હૃદયને સ્વસ્થ રાખવા માંગો છો તો દરરોજ માત્ર 2 ચમચી ખાદ્યતેલનું સેવન કરવું જોઇએ. આના કરતા વધારે તેલનું સેવન તમારા હૃદયને નુકસાન પહોંચાડી શકે છે.

Conclusion

આ લેખ દ્વારા, અમે તમને health Tips સંબંધિત તમામ મહત્વપૂર્ણ માહિતી પ્રદાન કરી છે. જો તમને હજુ પણ કોઈપણ પ્રકારની સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો હોય તો તમે કોમેન્ટ બોક્સ માં કોમેન્ટ કરી, સંપર્ક કરો અમે તમારી સમસ્યાનો ઉકેલ આપીશું.

આવી બીજી યોજના અને શૈક્ષણિક અપડેટ્સ માટે અમારી સાથે જોડાયેલા રહો. અમારી તમામ પોસ્ટ્સની સૂચના મેળવવા માટે અમારા WhatsApp ગ્રુપ સાથે જોડાઓ.