Advertisement

અમદાવાદમાં ધોધમાર વરસાદ ના કારણે શાળા કોલેજો બંધ

Published on 19 July, 2022 9:23 pm by gujjuonline.in

અમદાવાદ શહેરમાં સાંજે વીજળીના કડાકા સાથે અતિ ભારે વરસાદ વરસ્યો. સતત ચાર કલાક સુધી વરસાદ થયા બાદ મોડી રાતે 2 વાગે ફરીથી ધોધમાર વરસાદ વરસ્યો. અમદાવાદમાં ધોધમાર વરસાદ ના કારણે શાળા કોલેજો બંધ.

અમદાવાદ શહેરમાં હાલમાં વરસાદ બંધ થયો છે. રવિવારે સવારે 6 વાગ્યાથી સોમવાર સવારે 5 વાગ્યા સુધી અમદાવાદ માં સૌથી વધુ 18 ઈંચ વરસાદ ખાબક્યો છે. શહેરના ઘણા વિસ્તારોમાં ઘરોમાં પાણી ભરાઈ ગયા છે. નીચાણ વાળી તમામ સોસાયટીઓમાં ઘરોમાં કમર સુધીનુ પાણી છે. છેલ્લા 3 દિવસમાં સિઝનનો 30 ટકા વરસાદ થયો છે. અમદાવાદમાં ધોધમાર વરસાદ ના કારણે પાણી ભરાઈ જતા બીઆરટીએસ રુટ પણ બંધ કરી દેવો પડ્યો છે.

શાળા અને કૉલેજોમાં આજે રજા

Advertisement

શહેરમાં ભારે વરસાદને લઈને વિકટ પરિસ્થિતિ સર્જાતા શાળા અને કૉલેજોમાં આજે રજા જાહેર કરવામાં આવી છે. શહેરની નગર પ્રાથમિક શિક્ષણ સમિતિએ શહેરની શાળાઓના શિક્ષકો અને આચાર્યો જોગ પત્ર મોકલ્યો હતો. સાવચેતીના ભાગ રુપે શાળા કૉલેજો બંધ રાખવા માટે આ નિર્ણય લેવાયો હતો. વરસાદી પાણીનો નિકાલ ન થતા લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.

અમદાવાદમાં વરસાદ ની આગાહી અમદાવાદ શહેર અને જિલ્લા પર મેઘરાજાની કૃપા યથાવત છે. ભારે વરસાદના કારણે રસ્તાઓ પર પાણી ભરાઈ ગયા હતા.

અમદાવાદ શહેર અને જિલ્લામાં ધોધમાર વરસાદ વરસ્યો છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે અહીં વરસાદી માહોલ જામ્યો છે. જેને પગલે કેટલાક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા.

અમદાવાદ જિલ્લામાં ભારે વરસાદને પગલે ઠેર-ઠેર પાણી ભરાવાની સમસ્યા સર્જાઇ હતી. અંડરપાસમાં ભરાયેલા પાણી વચ્ચેથી એક જીપ ચાલકે વાહન પસાર કરવાનો પ્રયાસ કર્યો હતો.

અમદાવાદના ભારે વરસાદને પગલે દુકાનોમાં પાણી ભરાઇ ગયા હતા. જેના કારણે વેપારીઓમાં દોડાદોડી થઇ ગઇ હતી. ગાર્મેન્ટની દુકાનોમાં પાણી ભરાતા વેપારીઓ પોતાનો કાપડનો માલ બચાવવા મથામણ કરી રહ્યા હતા.

અમદાવાદ શહેરમાં સીઝનનો પહેલો વરસાદ વરસ્યો છે. સામાન્ય રીતે મુંબઈમાં વરસાદ પડે તેના 48 કલાકમાં ગુજરાતમાં ચોમાસું પહોંચતું હોય છે. જેના ભાગરૂપે રાજ્યમાં એક છેડાનું ચોમાસું ગુજરાતભરમાં પહોંચી ગયું છે. ગઈકાલે રાત્રે વીજળીના કડાકા ભડકા સાથે શહેરના અનેક વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસ્યો છે.

અમદાવાદ માં આજે વરસાદ ની આગાહી જાણવા અહીં ક્લિક કરો

અમદાવાદ માં વરસાદ ની આગાહી

અમદાવાદના ગોતા, સોલા, જગતપુર, એસજી હાઈવે, નારણપુરા, ઘાટલોડિયા, નવા વાડજ, અખબાર નગર સહિતના વિસ્તારમાં પવન સાથે વરસાદ વરસ્યો છે. સીઝનનો પહેલો વરસાદ વરસતાં લોકોને ગરમીમાંથી રાહત મળી છે. અમદાવાદમાં રથયાત્રા પહેલા વરસાદ થતાં શહેરીજનોમાં ખુશી જોવા મળી છે. રવિવારે રાજ્યના 28 તાલુકામાં નોંધપાત્ર વરસાદ વરસ્યો છે.’

Notice

અમારા લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.
Contact Email : contactgujjuonline@gmail.com
Author: Pratham Ahir
Hello Readers, GujjuOnline.in is a private website and don’t represent any government entity, organizations or department. Whatever information we shared here is gathered from various Gujarat government’s official website and news papers and other websites. We also cross verify the job when we post any job but do always cross verify the job vacancy by yourself to prevent fraudulent happening in the name of job.

Leave a Comment

Join Our Whatsapp Group