Advertisement

સુરતમાં ધોધમાર વરસાદ ના કારણે શાળા કોલેજો બંધ

Published on 19 July, 2022 9:24 pm by gujjuonline.in

સુરત શહેરમાં સાંજે વીજળીના કડાકા સાથે અતિ ભારે વરસાદ વરસ્યો. સતત ચાર કલાક સુધી વરસાદ થયા બાદ મોડી રાતે 2 વાગે ફરીથી ધોધમાર વરસાદ વરસ્યો. સુરતમાં ધોધમાર વરસાદ ના કારણે શાળા કોલેજો બંધ.

સુરત શહેરમાં હાલમાં વરસાદ બંધ થયો છે. રવિવારે સવારે 6 વાગ્યાથી સોમવાર સવારે 5 વાગ્યા સુધી સુરત માં સૌથી વધુ 18 ઈંચ વરસાદ ખાબક્યો છે. શહેરના ઘણા વિસ્તારોમાં ઘરોમાં પાણી ભરાઈ ગયા છે. નીચાણ વાળી તમામ સોસાયટીઓમાં ઘરોમાં કમર સુધીનુ પાણી છે. છેલ્લા 3 દિવસમાં સિઝનનો 30 ટકા વરસાદ થયો છે. સુરતમાં ધોધમાર વરસાદ ના કારણે પાણી ભરાઈ જતા બીઆરટીએસ રુટ પણ બંધ કરી દેવો પડ્યો છે.

શાળા અને કૉલેજોમાં આજે રજા

Advertisement

શહેરમાં ભારે વરસાદને લઈને વિકટ પરિસ્થિતિ સર્જાતા શાળા અને કૉલેજોમાં આજે રજા જાહેર કરવામાં આવી છે. શહેરની નગર પ્રાથમિક શિક્ષણ સમિતિએ શહેરની શાળાઓના શિક્ષકો અને આચાર્યો જોગ પત્ર મોકલ્યો હતો. સાવચેતીના ભાગ રુપે શાળા કૉલેજો બંધ રાખવા માટે આ નિર્ણય લેવાયો હતો. વરસાદી પાણીનો નિકાલ ન થતા લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.

સુરતમાં ધોધમાર વરસાદ ની આગાહી

Surat ma varsad ni agahi અહીં તમને અમે ઓનલાઇન કોઈ પણ રાજ્ય માં કેટલો વરસાદ પડશે તેની માહિતી આપીશુ. તેમજ આજે ગુજરાત ના કોઈ પણ રાજ્ય માં કેટલો વરસાદ પડશે તેની પણ માહિતી આપીશુ. સાથે કઈ દિશા માં પવન ફુંકાશે, કેટલી ઝડપ રહેશે પવનની અને આજની આબોહવા ની તમામ માહિતી મળશે

સુરતમાં વરસાદ ની આગાહી સુરત શહેર અને જિલ્લા પર મેઘરાજાની કૃપા યથાવત છે. આજે શહેરના વરાછા, સરથાણા અને યોગીચોક વિસ્તારમાં વરસાદ વરસ્યો. બીજી તરફ બારડોલીના કામરેજ, કડોદરા અને પલસાણામાં પણ વરસાદ પડ્યો. ભારે વરસાદના કારણે રસ્તાઓ પર પાણી ભરાઈ ગયા હતા.

સુરત શહેર અને જિલ્લામાં ધોધમાર વરસાદ વરસ્યો છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે અહીં વરસાદી માહોલ જામ્યો છે. જેને પગલે કેટલાક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા.

સુરત જિલ્લામાં ભારે વરસાદને પગલે ઠેર-ઠેર પાણી ભરાવાની સમસ્યા સર્જાઇ હતી. જોકે ભારે વરસાદને પગલે બારડોલીથી બાબેન જતા સુગર રેલ્વે અંડરપાસમાં પાણી ભરાયું હતુ. અંડરપાસમાં ભરાયેલા પાણી વચ્ચેથી એક જીપ ચાલકે વાહન પસાર કરવાનો પ્રયાસ કર્યો હતો.

સુરતના ઓલપાડમાં ભારે વરસાદને પગલે દુકાનોમાં પાણી ભરાઇ ગયા હતા. જેના કારણે વેપારીઓમાં દોડાદોડી થઇ ગઇ હતી. ગાર્મેન્ટની દુકાનોમાં પાણી ભરાતા વેપારીઓ પોતાનો કાપડનો માલ બચાવવા મથામણ કરી રહ્યા હતા.

સુરત શહેરમાં સીઝનનો પહેલો વરસાદ વરસ્યો છે. સામાન્ય રીતે મુંબઈમાં વરસાદ પડે તેના 48 કલાકમાં ગુજરાતમાં ચોમાસું પહોંચતું હોય છે. જેના ભાગરૂપે રાજ્યમાં એક છેડાનું ચોમાસું ગુજરાતભરમાં પહોંચી ગયું છે. ગઈકાલે રાત્રે (રવિવારે) વીજળીના કડાકા ભડકા સાથે શહેરના અનેક વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસ્યો છે.

ગુજરાતમાં 24 કલાક માં પડેલા વરસાદની માહિતી

ગુજરાતમાં 24 ક્લાક મા અમરેલીમાં 111 મીમી, વલસાડમાં 108 મીમી, સૂરતમાં 22 મીમી, મહુવામાં 17 મીમી, પાર્ટીમાં 7 મીમી અને સુરેન્દ્રનગર 7 મીમી બારિશ દાખલ કરવામાં આવી હતી. ગુજરાતી યુવતી જ્યારે લાગે છે કે ટ્રેફ રેખાને રાજ્યમાં થોડી વાર છે, તેની સાથે કોઈ પણ સિસ્ટમ તળિયે જતી હોય અને મધ્ય પ્રદેશ હોય, તો અરબ સાગરથી નમન હવાઈ જાય છે અને ગુજરાતના પ્રદેશમાં પણ લાગે છે, જે પણ ચાલુ રહે છે.

હવામાન વિભાગની ગુજરાતમાં આગામી ચાર દિવસ સુધી હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. દક્ષિણ ગુજરાત, દાદર નગર હવેલી, ઉત્તર ગુજરાત ના કેટલાક વિસ્તારો સહિત અમદાવાદ, ગાંધીનગર, આણંદ જેવા વિસ્તારોમાં છૂટો છવાયો વરસાદ પડવાની આગાહી કરવામાં આવી હતી.

ચર્ચાની વાત કરો તો સૂરત, નવસારી, વલસાડ સહિત તમામ ગુજરાતી અને અમરેલી, સમાન સૌરાષ્‍ટ્રની રાજકીય હિસ્‍સોમાં આગામી 24-48 ઘંટો સુધી જોવા મળે છે.

જોકે, જંગલ ક્ષેત્રના શુષ્કની મે છે. થોડા દિવસો પછી, રાજ્યમાં એક પછીથી સ્થિતિ બની રહી છે અને સતત વધતી જ રહીને આનો ઉલ્લેખ કરવામાં આવે છે કે આ બર્શિને ખાસ કરીને નહીં.

સુરત માં આજે વરસાદ ની આગાહી જાણવા અહીં ક્લિક કરો

અમદાવાદ માં વરસાદ ની આગાહી

અમદાવાદના ગોતા, સોલા, જગતપુર, એસજી હાઈવે, નારણપુરા, ઘાટલોડિયા, નવા વાડજ, અખબાર નગર સહિતના વિસ્તારમાં પવન સાથે વરસાદ વરસ્યો છે. સીઝનનો પહેલો વરસાદ વરસતાં લોકોને ગરમીમાંથી રાહત મળી છે. અમદાવાદમાં રથયાત્રા પહેલા વરસાદ થતાં શહેરીજનોમાં ખુશી જોવા મળી છે. રવિવારે રાજ્યના 28 તાલુકામાં નોંધપાત્ર વરસાદ વરસ્યો છે.’

હવામાન વિભાગની આગાહી મુજબ અમદાવાદમાં વરસાદનું આગમન થયું છે. ગઈકાલે રાત્રે અડધો કલાક સુધી ગાજવીજ સાથે વરસાદ વરસ્યો હતો. અડધો કલાક પડેલા વરસાદને કારણે શહેરના કેટલાક ભાગમાં પાણી ભરાયા હતા.

અમદાવાદના એસજી હાઇવે પર આવેલા થલતેજ અંડર પાસ, ઝાયડસ બ્રિજ પાસેના રોડ પર હજુ પણ પાણી ભરાયેલા દ્રશ્યો જોવા મળી રહ્યા છે. પાણી ભરાવાને કારણે રોડ પર કાદવ કિચડમાંથી પસાર થવા રાહદારીઓ મજબૂર બન્યા છે. અમદાવાદમાં વરસાદ પડીને બંધ થયાને 9 કલાક સમય વીતવા છતાં કેટલાક માર્ગો પરથી હજુ પાણી ઓસર્યા નથી. રોડ પર રીપેરીંગ કામ, સમારકામ ચાલતું હોય એવા માર્ગોની હાલત ખરાબ થઈ છે.

અમદાવાદમાં હજી પણ તાપમાન 40 ડિગ્રીની આસપાસ રહેવાની સંભાવના વ્યક્ત કરાઈ છે. હવામાન વિભાગની આગાહી મુજબ અમદાવાદ સહિત દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં 30 થી 40 kmની ઝડપે પવન ફૂંકાશે, સાથે વીજળીના કડાકા પણ સંભળાશે.

સૌરાષ્ટ્રમાં વરસાદ ની આગાહી

સૌરાષ્ટ્રમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરાઈ છે, જ્યારે દક્ષિણ અને ઉત્તર ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં છૂટો છવાયો વરસાદ પડવાની આગાહી કરાઈ છે.

ગુજરાતમાં આજથી 5 દિવસ વરસાદની આગાહી

નોંધનીય છે કે, ગુજરાતમાં આજથી 5 દિવસ વરસાદની આગાહી કરાઈ છે. હવામાન વિભાગની આગાહી મુજબ રાજ્યમાં સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી કરાઈ છે. આજે રાજ્યના કેટલાક વિસ્તારમાં સામાન્ય વરસાદ પડશે. સૌરાષ્ટ્ર, દીવ અને દાદરા નગર હવેલીમાં વરસાદ પડી શકે છે. કચ્છમાં પણ વરસાદ પડવાની આગાહી છે.

દક્ષિણ ગુજરાતમાં વરસાદની આગાહી

દક્ષિણ ગુજરાતમાં વરસાદ પડવાની આગાહી કરાઈ છે. સાથે અમદાવાદ, પાટણ, બનાસકાંઠા, સાબરકાંઠા, સુરત, ડાંગ, નવસારી, વલસાડમાં વરસાદ પડી શકે છે. સૌરાષ્ટ્ર, અમરેલી, રાજકોટ, જૂનાગઢ, ગીર સોમનાથમાં પણ વરસાદ પડવાની આગાહી છે.

દક્ષિણ ગુજરાતમાં વરસાદ પડવાની આગાહી કરાઈ છે. જેમાં સુરત, નવસારી, વલસાડ, અમરેલી, જૂનાગઢ, દીવ અને કચ્છમાં વરસાદ પણ પડી શકે છે.

સુરત, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી, સૌરાષ્ટ્ર અને કચ્છમાં પણ મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે.

Notice

અમારા લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.
Contact Email : contactgujjuonline@gmail.com
Author: Pratham Ahir
Hello Readers, GujjuOnline.in is a private website and don’t represent any government entity, organizations or department. Whatever information we shared here is gathered from various Gujarat government’s official website and news papers and other websites. We also cross verify the job when we post any job but do always cross verify the job vacancy by yourself to prevent fraudulent happening in the name of job.

Leave a Comment

Join Our Whatsapp Group