વલસાડમાં ધોધમાર વરસાદ ના કારણે શાળા કોલેજો બંધ

વલસાડ શહેરમાં સાંજે વીજળીના કડાકા સાથે અતિ ભારે વરસાદ વરસ્યો. સતત ચાર કલાક સુધી વરસાદ થયા બાદ મોડી રાતે 2 વાગે ફરીથી ધોધમાર વરસાદ વરસ્યો. વલસાડ માં ધોધમાર વરસાદ ના કારણે શાળા કોલેજો બંધ.

વલસાડ શહેરમાં હાલમાં વરસાદ બંધ થયો છે. રવિવારે સવારે 6 વાગ્યાથી સોમવાર સવારે 5 વાગ્યા સુધી વલસાડ માં સૌથી વધુ 18 ઈંચ વરસાદ ખાબક્યો છે. શહેરના ઘણા વિસ્તારોમાં ઘરોમાં પાણી ભરાઈ ગયા છે. નીચાણ વાળી તમામ સોસાયટીઓમાં ઘરોમાં કમર સુધીનુ પાણી છે. છેલ્લા 3 દિવસમાં સિઝનનો 30 ટકા વરસાદ થયો છે. વલસાડ માં ધોધમાર વરસાદ ના કારણે પાણી ભરાઈ જતા બીઆરટીએસ રુટ પણ બંધ કરી દેવો પડ્યો છે.

વલસાડ માં વરસાદ ની આગાહી વલસાડ શહેર અને જિલ્લા પર મેઘરાજાની કૃપા યથાવત છે. ભારે વરસાદના કારણે રસ્તાઓ પર પાણી ભરાઈ ગયા હતા.

વલસાડ  શહેર અને જિલ્લામાં ધોધમાર વરસાદ વરસ્યો છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે અહીં વરસાદી માહોલ જામ્યો છે. જેને પગલે કેટલાક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા.

વલસાડ  જિલ્લામાં ભારે વરસાદને પગલે ઠેર-ઠેર પાણી ભરાવાની સમસ્યા સર્જાઇ હતી. અંડરપાસમાં ભરાયેલા પાણી વચ્ચેથી એક જીપ ચાલકે વાહન પસાર કરવાનો પ્રયાસ કર્યો હતો.

વલસાડ માં ભારે વરસાદને પગલે દુકાનોમાં પાણી ભરાઇ ગયા હતા. જેના કારણે વેપારીઓમાં દોડાદોડી થઇ ગઇ હતી. ગાર્મેન્ટની દુકાનોમાં પાણી ભરાતા વેપારીઓ પોતાનો કાપડનો માલ બચાવવા મથામણ કરી રહ્યા હતા.

વલસાડ  શહેરમાં સીઝનનો પહેલો વરસાદ વરસ્યો છે. સામાન્ય રીતે મુંબઈમાં વરસાદ પડે તેના 48 કલાકમાં ગુજરાતમાં ચોમાસું પહોંચતું હોય છે. જેના ભાગરૂપે રાજ્યમાં એક છેડાનું ચોમાસું ગુજરાતભરમાં પહોંચી ગયું છે. ગઈકાલે રાત્રે વીજળીના કડાકા ભડકા સાથે શહેરના અનેક વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસ્યો છે.

શાળા અને કૉલેજોમાં આજે રજા

શહેરમાં ભારે વરસાદને લઈને વિકટ પરિસ્થિતિ સર્જાતા શાળા અને કૉલેજોમાં આજે રજા જાહેર કરવામાં આવી છે. શહેરની નગર પ્રાથમિક શિક્ષણ સમિતિએ શહેરની શાળાઓના શિક્ષકો અને આચાર્યો જોગ પત્ર મોકલ્યો હતો. સાવચેતીના ભાગ રુપે શાળા કૉલેજો બંધ રાખવા માટે આ નિર્ણય લેવાયો હતો. વરસાદી પાણીનો નિકાલ ન થતા લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.

દક્ષિણ ગુજરાતમાં વરસાદની આગાહી

દક્ષિણ ગુજરાતમાં વરસાદ પડવાની આગાહી કરાઈ છે. સાથે અમદાવાદ, પાટણ, બનાસકાંઠા, સાબરકાંઠા, સુરત, ડાંગ, નવસારી, વલસાડમાં વરસાદ પડી શકે છે. સૌરાષ્ટ્ર, અમરેલી, રાજકોટ, જૂનાગઢ, ગીર સોમનાથમાં પણ વરસાદ પડવાની આગાહી છે.

દક્ષિણ ગુજરાતમાં વરસાદ પડવાની આગાહી કરાઈ છે. જેમાં સુરત, નવસારી, વલસાડ, અમરેલી, જૂનાગઢ, દીવ અને કચ્છમાં વરસાદ પણ પડી શકે છે.

સુરત, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી, સૌરાષ્ટ્ર અને કચ્છમાં પણ મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે.

About Author : Pratham Ahir
Contact Email : contactgujjuonline@gmail.com
Notice :
અમારા લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

Hello Readers, GujjuOnline.in is a private website and don’t represent any government entity, organizations or department. Whatever information we shared here is gathered from various Gujarat government’s official website and news papers and other websites. We also cross verify the job when we post any job but do always cross verify the job vacancy by yourself to prevent fraudulent happening in the name of job.

Leave a Comment

Join Our Whatsapp Group