ભારતે અમેરિકમાં ચોખા પર પ્રતિબંધ મુક્ત ગુજરાતીઓએ કરી લૂંટ, જુવો વિડિઓ

ભારતે અમેરિકમાં ચોખા પર પ્રતિબંધ મુક્ત ગુજરાતીઓએ કરી લૂંટ : યુક્રેન પર રશિયાના હુમલાના કારણે વિશ્વમાં અનાજના ભાવમાં નોંધપાત્ર વધારો થયો છે. ખાદ્ય અને ગ્રાહક સંબંધિત બાબતોના મંત્રાલયે 20 જુલાઈએ દેશમાં ચોખાની અસ્થિર થઇ રહેલી છૂટક કિંમતોને સ્થિર કરવા માટે બાસમતી સિવાયના સફેદ ચોખાની નિકાસ પર તાત્કાલિક પ્રતિબંધ મૂક્યો છે.

20 જુલાઈએ કેન્દ્ર સરકારે જાહેર કરેલી પ્રેસ નોટ અનુસાર “ભારતીય બજારમાં બાસમતી સિવાયના સફેદ ચોખાની પૂરતી ઉપલબ્ધતા સુનિશ્ચિત કરવા અને સ્થાનિક બજારમાં ભાવ વધારાને ઘટાડવા માટે, બિન-બાસમતી ચોખાની નિકાસ પર તાત્કાલિક અસરથી પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.”

જેના કારણે અમેરિકા અને ઑસ્ટ્રેલિયા જેવા દેશોમાં ચોખાના ભાવ બમણા થઈ ગયા છે. આ સિવાય વિદેશમાં રહેતા ભારતીયોનું કહેવું છે કે તેમને ચોખા ખરીદવા માટે લાંબી લાઇનોમાં ઊભા રહીને ઘણી રાહ જોવી પડે છે.

ભારતે અમેરિકમાં ચોખા પર પ્રતિબંધ મુક્ત ગુજરાતીઓએ કરી લૂંટ

કેન્દ્ર સરકારે નોંધ્યું છે કે ભારતમાં ચોખાના ભાવ સતત વધી રહ્યા છે. ચોખાના છૂટક ભાવમાં એક વર્ષમાં 11.5 ટકા અને છેલ્લા એક મહિનામાં 3 ટકાનો વધારો થયો છે. જોકે, ખાદ્યસુરક્ષાની જરૂરિયાતો હેઠળ કેન્દ્ર સરકાર દ્વારા પરવાનગી આપવામાં આવી હોય તેવા દેશોમાં નિકાસ માટે મુક્તિ આપવામાં આવી છે.

નોંધનીય છે કે ભારત આંતરરાષ્ટ્રીય ચોખાની નિકાસમાં 40 ટકા હિસ્સો ઘરાવે છે. આશંકા વ્યક્ત કરાઈ રહી છે કે બાસમતી સિવાયના ચોખાની નિકાસ પરના હાલના પ્રતિબંધોથી ખાદ્ય પદાર્થોના ભાવમાં વધારો થઈ શકે છે.

 

View this post on Instagram

 

A post shared by GUJJU_C1 [ 150k ] (@gujju_c1)

અમેરિકામાં ભારતીયો ઇટાલિયન ચોખાનો ઘણો ઉપયોગ કરે છે. આ ઉપરાંત ‘પોન્ની’ અને ‘સોનામસૂરી’ જેવી ચોખાની જાતો પણ અહીં વેચાય છે. હાલમાં આ ત્રણેય પ્રકારના ચોખાની ભારે અછત છે.

ચોખાની નિકાસ પર ભારતે પ્રતિબંધ મૂકતાં વિદેશમાં વસતા ગુજરાતીઓને કેવી અસર પડી?

મૂળ અમદાવાદનાં ઊષા પટેલ છેલ્લાં 20 વર્ષથી ઑસ્ટ્રેલિયામાં રહે છે. બીબીસી ગુજરાતી સાથે વાત કરતાં ઊષા જણાવે છે, “2-3 મહિના પેહલાં ચોખાનો ભાવ 10 ડૉલર હતો, જે વધીને આજે 20 ડૉલર પર પહોંચી ગયો છે. ‘કોસ્ટા’ જેવા સુપરમાર્કેટમાં ચોખાનો સ્ટૉક ખલાસ થઈ ગયો છે. લોકો ચોખાનો સંગ્રહ કરવા લાગ્યા છે.

નિકાસ પર પ્રતિબંધ ફક્ત બાસમતી સિવાયના ચોખા પર ભલે હોય પણ હવે લોકોને ભય છે કે બાસમતી ચોખાનો ભાવ પણ વધી શકે છે, એટલે એ સ્ટૉક કરવા લાગ્યા છે. કાઉન્ટરો પર સ્ટૉક ખાલી થઇ ગયો છે. પેહલાં એવું લાગતું હતું કે ફક્ત બાસમતી સિવાયના ચોખા જ મોઘા થશે, પરંતુ આજે તો બાસમતી ચોખા પણ લોકો ભેગા કરવા લાગ્યા છે.”

તેમણે ઉમેર્યું “ગઈ કાલે જ મેં 21 ડૉલરમાં 10 કિલો ચોખા ખરીદ્યા હતા. અમે 3-4 મહિના ચાલે એટલા ચોખાનો સ્ટૉક કરી લીધો છે.”

તેઓ કહે છે, “બધું જ વેચાઈ ગયું છે. જો એવું થશે તો ભારત સરકારના પ્રતિબંધથી અહીંના ભારતીયોને ઘણી અસર થશે. ભારત સરકાર વિચારે છે કે વિદેશમાં રહેતા ભારતીયો બાસમતી ચોખા તરફ વળી જશે. પરંતુ ચોક્કસ પણે કશું કહી ન શકાય.”

ચોખાના ભાવમાં બમણો વધારો થયો છે

અમેરિકાના અલાબામા શેહેરમાં રહેતા અમદાવાદના પુરવા દીવાનજી ખગોળશાસ્ત્રમાં પીએચડી કરે છે. તેઓ કહે છે, “પટેલ બ્રધર્સ જેવા મોટા સ્ટોર ધરાવતા શહેરોમાં લોકો સ્ટૉક કરી રહ્યાં છે. કૉસ્ટકો અને સૅમ્સ ક્લબ જેવાં જથ્થાબંધ ક્લબ પણ છે જે ચોખાનું વેચાણ કરે છે.

મારા શહેરમાં એક ખૂબ જ નાનો સ્ટોર છે, જેમાં જથ્થાબંધ ચોખા નથી આવતા. છેલ્લા કેટલાક દિવસોમાં આ સ્થળોએ સ્ટોક કરવા માટે દક્ષિણ એશિયાના લોકોનો ધસારો જોવા મળ્યો છે.”

તેમણે ઉમેર્યું “આ રીતે, જ્યારે ભારત સરકારે ઘઉંની નિકાસ પર પ્રતિબંધ મૂક્યો ત્યારે પણ તેની કિંમતમાં વધારો થયો હતો અને અછત ઊભી થઇ હતી.”

કૅનેડાના રહેતાં મનાલી શર્મા કહે છે, “અહીં ચોખાનો ભાવ બમણો થઇ ગયો છે અને લોકોએ સંગ્રહ કરી લીધો છે, જેના લીધે બજારમાં અછત ઊભી થઇ છે. ગયા વર્ષે આવી અછત લોટના ભાવમાં થઇ હતી, અને કોઈ સ્ટોર પર લોટ ઉપલબ્ધ નહોતો.”

વૈશ્વિક ચોખાના વેપાર માટે ભારત નિર્ણાયક છે

મનાલીએ ઉમેર્યું, “હું પેહલાં ચોખા 11 ડૉલરમાં અઢી કિલો ખરીદતી હતી. આજે એનો ભાવ 18 ડૉલર થઇ ગયો છે. આજકાલ ‘ઇન્ડિયા ગેટ’ બ્રાન્ડના ચોખાનો લોકો સ્ટૉક કરી રહ્યા છે અને સ્ટોરે ભાવ બે ગણો વધારી દીધો છે.”

તેમનું માનવું છે કે જો આવી રીતે જ ભાવ વધતો રહ્યો તો કૅનેડામાં ભણતા વિદ્યાર્થીઓને મુશ્કેલી પડી શકે છે.

છેલ્લા એક વર્ષથી જર્મનીમાં રહેતાં પૂજા શુક્લ કહે છે, “જર્મનીમાં હજી દેખીતો ફેરફાર નથી થયો. પહેલાં 10 કિલો ચોખા 25-30 યુરોમાં મળતા હતા, જેનો ભાવ ભાવ અત્યારે 27-30 યુરો છે.” જોકે, તેમણે ઉમેર્યું હતું કે ચોખાના ભાવ નજીકના ભવિષ્યમાં વધી શકે છે.

વધુ માહિતી માટે

Conclusion

આ લેખ દ્વારા, અમે તમને વડોદરા આરોગ્ય વિભાગમાં ભરતી સંબંધિત તમામ મહત્વપૂર્ણ માહિતી પ્રદાન કરી છે. જો તમને હજુ પણ કોઈપણ પ્રકારની સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો હોય તો તમે કોમેન્ટ બોક્સ માં કોમેન્ટ કરી,સંપર્ક કરો અમે તમારી સમસ્યાનો ઉકેલ આપીશું.

આવી બીજી યોજના અને શૈક્ષણિક અપડેટ્સ માટે અમારી સાથે જોડાયેલા રહો. અમારી તમામ પોસ્ટ્સની સૂચના મેળવવા માટે અમારા WhatsApp ગ્રુપ સાથે જોડાઓ.

About Author : Pratham Ahir
Contact Email : contactgujjuonline@gmail.com
Notice :
અમારા લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

Hello Readers, GujjuOnline.in is a private website and don’t represent any government entity, organizations or department. Whatever information we shared here is gathered from various Gujarat government’s official website and news papers and other websites. We also cross verify the job when we post any job but do always cross verify the job vacancy by yourself to prevent fraudulent happening in the name of job.