સુકન્યા સમૃદ્ધિ યોજના ની સંપૂર્ણ માહીતી । Sukanya Samriddhi Yojana

You are searching for Sukanya Samriddhi Yojana? અહીં તમને જણાવીશું સુકન્યા સમૃદ્ધિ યોજના વિશે. સુકન્યા સમૃદ્ધિ યોજના (SSY) વિશેની માહિતી તેમજ સુકન્યા સમૃદ્ધિ યોજના નું વ્યાજદર કેલ્ક્યુલેટર જણાવીશું.

સુકન્યા સમૃદ્ધિ યોજના નો લાભ કોને મળશે ? કેવી રીતે લાભ મેળવી શકાશે? ક્યાં ક્યાં ડોક્યુમેન્ટ ની જરૂર પડે? કેટલો લાભ એટલે કે સહાય મળે? તેની વિગતે માહિતી આ આર્ટિકલમાં આપવામાં આવી છે. જે નીચે મુજબ છે.

About of Sukanya Samriddhi Yojana

કેન્દ્ર સરકારે 2015 ના જાન્યુઆરીમાં ‘બેટી બચાઓ, બેટી પઢાઓ’ નીતિ રજૂ કરી હતી.આ નીતિનો એક ભાગ સુકન્યા સમૃદ્ધિ યોજના છે. છોકરીઓ માતા-પિતા કે વાલીઓ પર બોજો ના બને તે  હેતુસર આ યોજના શરૂ કરવામાં આવી છે.

સુકન્યા સમૃદ્ધિ યોજનામાં વાલીઓને 7.6% વાર્ષિક વ્યાજ મળશે તેમજ આવકવેરા ધારાની કલમ ક્રમાંક 80સી હેઠળ કરમુક્તિને પાત્ર છે. આ યોજના હેઠળ વાલીઓને દીકરીની 0 થી 10 વર્ષ ની અંદર ખોલવાનું રહશે. દીકરીના માતા પિતાએ લગાતાર 14 વર્ષ સુઘી 250 થી 1,50,000 સુધી ભરવાના રહે છે.

Sukanya Samriddhi Yojana દ્વારા એકાઉન્ટ ખોલ્યાનાં 21 વર્ષ પછી યોજનાની મુદ્દત પૂર્ણ થશે ત્યારે ખાતેદારને જમા થયેલાં નાણાંનો  તમામ લાભ સાથે મળશે.

Table of Sukanya Samriddhi Yojana । સુકન્યા સમૃદ્ધિ યોજના

યોજનાનું નામ સુકન્યા સમૃદ્ધિ યોજના
Scheme Name Sukanya Samriddhi Yojana 2022
લભાર્થીઓ ૦ થી ૧૦ વર્ષની બાળકીઓ
ઉદેશ્ય બળકીઓના ઉજ્જવળ ભવિષ્ય માટે
અધિકૃત વેબસાઇટ Click here
વ્યાજ નો દર .૬%
Download Sukanya Samriddhi Yojana Form Pdf Download Now
Sukanya Samriddhi Yojana Online Apply Apply Now
Home Page Click Here

Agenda of Sukanya Samriddhi Yojana (SSY)

છોકરીઓ સંબંધી આર્થિક બોજો તેમનાં માતા-પિતા કે વાલીઓ પર ન પડે એ સુનિશ્ચિત કરવાના હેતુસર આ યોજના શરૂ કરવામાં આવી છે.

પરિવારમાં દીકરીના જન્મનાં પહેલાં દસ વર્ષમાં સુકન્યા સમૃદ્ધિ યોજના હેઠળ તેમનું ખાતું ખોલાવવું અનિવાર્ય છે. ખાતાધારક ભારતીય નાગરિક હોવા જોઈએ અને ખાતું માત્ર દીકરીના નામે જ ખોલાવી શકાય છે.

Sukanya Samriddhi Yojana in Gujarati નો હેતુ છોકરીઓને શિક્ષણ ક્ષેત્રે આગળ વધારવાનો અને લગ્ન કરવા યોગ્ય હોય ત્યારે પૈસાની કમી ન આવવા દેવાનો છે. દેશના ગરીબ લોકો તેમની દીકરીના ભણતર અને લગ્નનો ખર્ચ સરળતાથી સેવિંગ્સ એકાઉન્ટમાં બેંકમાં ખોલાવી શકે છે. લઘુત્તમ રૂ. 250 માટે આ SSY 2022 થી દેશની છોકરીઓને પ્રોત્સાહિત કરવામાં આવશે અને તેઓ આગળ વધી શકશે. આ યોજના દ્વારા સ્ત્રી-ભ્રૂણ હત્યા અટકાવવી જોઈએ.

Eligibility Criteria for Sukanya Samriddhi Yojana (SSY)

  • સુકન્યા સમૃધ્ધિ યોજના દેશની બાળકી માટે ઉજ્જવળ ભવિષ્ય સુનિશ્ચિત કરવાના ઉદ્દેશ્ય સાથે શરૂ કરવામાં આવી હતી.
  • આ યોજના હેઠળ આવકવેરા અધિનિયમ 80C હેઠળ કપાત પણ આપવામાં આવે છે. આ યોજના હેઠળ દીકરીના નામે ખાતું ખોલવામાં આવે છે.
  • પુત્રી 10 વર્ષની થાય તે પહેલા આ ખાતું ખોલવામાં આવે છે.
  • દરેક પરિવારમાં ફક્ત બે જ ખાતા ખોલી શકાય છે.
  • આ સ્કીમ હેઠળ ખાતું ખોલાવવા માટે વાર્ષિક 250 રૂપિયાનું ન્યૂનતમ રોકાણ કરવું પડશે.
  • જો લઘુત્તમ રોકાણ કરવામાં ન આવે, તો ખાતું ડિફોલ્ટ થઈ જશે.
  • ડિફોલ્ટ એકાઉન્ટ 15 વર્ષની અંદર ફરી ખોલી શકાય છે.
  • જેના માટે ડિફોલ્ટના દરેક વર્ષ માટે ઓછામાં ઓછી 250 રૂપિયાની રકમ જમા કરાવવાની રહેશે.
  • આ યોજના હેઠળ મહત્તમ જમા મર્યાદા રૂ.150000 છે.
  • રોકાણ કરેલી રકમ પર સરકાર ધ્વારા 7.60% વ્યાજ આપવામાં આવે છે.
  • બાળકીના શિક્ષણ માટે, ખાતાની પરિપક્વતા પહેલા 50% રકમ ઉપાડી શકાય છે અને બાળકીની 18 વર્ષની ઉંમરે પહોંચે પછી 50% રકમ ઉપાડી શકાય છે.
  • સુકન્યા સમૃધ્ધિ ખાતું ખોલવાની તારીખથી 21 વર્ષના સમયગાળા પછી પરિપક્વ થાય છે.
  • જ્યારે છોકરીના લગ્ન હોય ત્યારે આ એકાઉન્ટ બંધ કરી શકાય છે.
Sukanya Samriddhi Yojana
Sukanya Samriddh Yojana Intrest rate details

સુકન્યા સમૃદ્ધિ યોજના માટે જરૂરી પુરાવા 

સુકન્યા સમૃધ્ધિ યોજના હેઠળ નવું એકાઉન્‍ટ ખોલાવવા માટેના નીચે મુજબના ડોક્યુમેન્‍ટ જરૂર પડશે.

  • આ યોજના હેઠળ ખાતું ખોલવા માટે, બાળકીની ઉંમર 10 વર્ષથી ઓછી હોવી જોઈએ.
  • આધાર કાર્ડ
  • બાળક અને માતાપિતાનો ફોટો
  • છોકરીના જન્મનું પ્રમાણપત્ર
  • રહેઠાણનો પુરાવો
  • થાપણદાર (માતાપિતા અથવા કાનૂની વાલી) એટલે કે પાન કાર્ડ, રેશન કાર્ડ, ડ્રાઇવિંગ લાઇસન્સ
Sukanya Samriddhi Yojana,સુકન્યા સમૃદ્ધિ યોજના
Sukanya Samriddhi Yojana

(SSY) સુકન્યા સમૃધ્ધિ ખાતું ખોલવા માટેના મહત્વના દસ્તાવેજો

  • અરજી
  • છોકરીનું જન્મ પ્રમાણપત્ર
  • જમાકર્તાનો આઈડી પ્રૂફ
  • થાપણદારનું રહેઠાણ પ્રમાણપત્ર
  • તબીબી પ્રમાણપત્ર
  • બેંક અથવા પોસ્ટ ઓફિસ ધ્વારા માંગ્યા મુજબ અન્ય દસ્તાવેજો.

સુકન્યા સમૃદ્ધિ યોજનાનો લાભ કોણ લઈ શકે?

પરિવારમાં દીકરીના જન્મનાં પહેલાં દસ વર્ષમાં સુકન્યા સમૃદ્ધિ યોજના હેઠળ તેમનું ખાતું ખોલાવવું અનિવાર્ય છે. ખાતાધારક ભારતીય નાગરિક હોવા જોઈએ અને ખાતું માત્ર દીકરીના નામે જ ખોલાવી શકાય છે.

સિંગલ પૅરન્ટ અથવા કાયદેસરનાં માતા-પિતા દીકરીનાં નામે બે ખાતાં ખોલાવી શકે છે. અપવાદરૂપ કિસ્સામાં જ કેટલીક છૂટ આપવામાં આવે છે.

આ યોજના માટે 250 રૂપિયા જમા કરાવીને ખાતું ખોલાવી શકાય છે. એ પછી પ્રત્યેક વર્ષે તેમાં દોઢ લાખ રૂપિયા સુધી જમા કરાવી શકાય છે.

ખાતું ખોલાવ્યા પછીનાં 15 વર્ષ સુધી ક્યારેય ચૂક્યા વિના ખાતામાં પૈસા જમા કરાવતા રહેવું જરૂરી છે. એકાઉન્ટ ખોલ્યાનાં 21 વર્ષ પછી યોજનાની મુદ્દત પૂર્ણ થશે ત્યારે ખાતેદારને જમા થયેલાં નાણાં તમામ લાભ સાથે મળશે.

Sukanya Samriddhi Yojana Calculator

  • સુકન્યા સમૃધ્ધિ યોજના કેલ્ક્યુલેટર દ્વારા તમારી પાકતી મુદતની રકમની ગણતરી કરી શકાય છે.
  • કેલ્ક્યુલેટર વાર્ષિક રોકાણ અને તમે દર્શાવેલ વ્યાજ દર જેવી વિગતોનો ઉપયોગ કરીને પાકતી મુદતની રકમ પ્રદાન કરશે.

નીચે બોક્સ માં 1 વર્ષ માં તમે જેટલા રૂપિયા ભરી શકો તે નાખવાથી 21 વર્ષ બાદ તમને મળવા પાત્ર રકમ દેખાશે



  • જો કોઈપણ વર્ષમાં થાપણદાર દ્વારા લઘુત્તમ રકમ જમા કરવામાં ન આવે, તો આ પરિસ્થિતિમાં ખાતું ડિફોલ્ટમાં રહેશે. રૂ. 50 નો દંડ ભરીને ખાતું ફરીથી સક્રિય કરી શકાય છે.
  • જો થાપણકર્તાએ મહત્તમ રકમ કરતાં વધુ જમા કરાવ્યું હોય, તો વધારાની રકમ પર કોઈ વ્યાજ ચૂકવવામાં આવશે નહીં.

Benefits of Sukanya Samriddhi Yojana

લાભ 1: આ યોજનામાં કરાતું રોકાણ આવકવેરા ધારાની કલમ ક્રમાંક 80-સી હેઠળ કરમુક્તિને પાત્ર છે.

લાભ 2: ગરીબ પરિવારો ઉપરાંત, નીચલા મધ્યમવર્ગના, મધ્યમવર્ગના અને અન્ય સામાજિકવર્ગના પરિવારોને ફાયદો થશે. આ લાંબા ગાળાની યોજના છે. આ યોજનામાં ચક્રવૃદ્ધિ ધોરણે વ્યાજની ચૂકવણી કરવામાં આવે છે. તેને લીધે મૅચ્યૉરિટી વખતે મળતાં નાણાંમાં પણ વધારો થાય છે.

લાભ 3: આ ખાતામાં જમા કરાવવામાં આવેલાં નાણાં છોકરી લગ્ન માટે કાયદેસરની વયની થઈ જાય પછી ખર્ચી શકાય છે.

લાભ 4: દીકરી 21 વર્ષની થાય ત્યાં સુધી ખાતામાંની ડિપૉઝિટ પર વ્યાજ જમા થતું રહે છે. એ ઉપરાંત આ ખાતામાં તમે મહિનામાં કે વર્ષ દરમિયાન ઇચ્છો તેટલી વખત નાણાં જમા કરાવી શકો છો.

લાભ 5: દીકરી 21 વર્ષની થઈ જાય પછી પણ આ ખાતામાંથી નાણાં ઉપાડવામાં ન આવે તો પણ જમા થયેલા નાણાં પર નિયોજિત દરે વ્યાજ મળતું રહે છે.

લાભ 6: છોકરીનાં માતા-પિતા કે વાલી બીજાં ગામ-શહેરમાં સ્થળાંતર કરે તો સુકન્યા સમૃદ્ધિ યોજનાનું ખાતું નજીકની પોસ્ટ ઑફિસ કે બૅન્કમાં ટ્રાન્સફર કરાવી શકાય છે.

સુકન્યા સમૃધ્ધિ યોજના પાસબુક

  • સુકન્યા સમૃધ્ધિ ખાતું ખોલાવ્યા પછી, અરજદારને પાસ બુક પણ આપવામાં આવે છે.
  • આ પાસબુક પર ખાતું ખોલવાની તારીખ, બાળકીની જન્મતારીખ, એકાઉન્ટ નંબર, ખાતાધારકનું નામ, સરનામું અને જમા થયેલી રકમની નોંધ કરવામાં આવે છે.
  • આ પાસબુક ખાતામાં પૈસા જમા કરાવતી વખતે, વ્યાજની ચુકવણી મેળવતી વખતે બેંક અથવા પોસ્ટ ઓફિસમાં જમા કરાવવાની હોય છે.
  • આ પાસબુકનો ઉપયોગ ખાતું બંધ કરતી વખતે પણ થાય છે.

સુકન્યા સમૃધ્ધિ યોજના ખાતામાં પૈસા કેવી રીતે જમા કરવા?

સુકન્યા સમૃદ્ધિ યોજના 2022 ખાતાની રકમ રોકડ, ડિમાન્ડ ડ્રાફ્ટ દ્વારા અથવા ઇલેક્ટ્રોનિક ટ્રાન્સફર મોડ દ્વારા પોસ્ટ ઓફિસ અથવા બેંકમાં જમા કરી શકાય છે જેમાં કોર બેંકિંગ સિસ્ટમ છે. આ તમામ સરળ રીતે કોઈપણ વ્યક્તિ પોતાની દીકરીના ખાતામાં પૈસા જમા કરાવી શકે છે.

સુકન્યા સમૃદ્ધિ યોજનામાં લાભાર્થી ને શેની સહાયતા કરવામાં આવે છે?

સુકન્યા સમૃદ્ધિ યોજનામાં લાભાર્થી ને બેન્ક દ્વારા વાર્ષિક 7.6% મહત્તમ વ્યાજ આપવામાં આવે છે.

જો સુકન્યા સમૃધ્ધિ યોજના હેઠળ ડિપોઝિટ નહીં કરવામાં આવે તો શું થશે?

જો કોઈ કારણોસર ખાતાધારક સુકન્યા સમૃદ્ધિ યોજના હેઠળ રકમ જમા કરાવવામાં અસમર્થ હોય, તો તેણે વાર્ષિક રૂ.50નો દંડ ચૂકવવો પડશે.અને તેની સાથે દર વર્ષે ન્યૂનતમ રકમ ચૂકવવી પડશે. જો દંડની ચુકવણી નહીં કરવામાં આવે તો સુકન્યા સમૃદ્ધિ યોજના ખાતામાં બચત ખાતાના 4 ટકા જેટલો વ્યાજ દર મળશે.

સુકન્યા સમૃધ્ધિ યોજના હેઠળ કેટલી દીકરીઓ લાભ મેળવી શકે છે?

સુકન્યા સમૃધ્ધિ યોજના હેઠળ, એક પરિવારની માત્ર બે દીકરીઓને જ લાભ મળી શકે છે. જો એક પરિવારમાં 2 થી વધુ દીકરીઓ હોય તો તે પરિવારની માત્ર બે દીકરીઓ જ આ યોજનાનો લાભ લઈ શકે છે.

સુકન્યા સમૃદ્ધિ યોજના ક્યાં રાજ્યો સહાય મળવા પાત્ર છે?

Sukanya Samriddhi Yojana ભારત ના તમામ રાજ્યમાં સહાય મળવા પાત્ર છે.

Important Links of Sukanya Samriddhi Yojana

Download Sukanya Samriddhi Yojana Form Pdf Download Now
Sukanya Samriddhi Yojana Online Apply Apply Now
Home Page Click Here

સુકન્યા સમૃદ્ધિ યોજના માટે અરજી ફોર્મ ભરવા માટેની માહિતી

  1. સુકન્યા સમૃદ્ધિ યોજના માટેનું અરજી ફોર્મ PDF ડાઉનલોડ કરી લો. (અહીં ઉપર ટેબલ માં ફોર્મ ડાઉનલોડ કરવાની Link આપેલ છે.)
  2. આ ફોર્મ ડાઉનલોડ કરી લીધા પછી તેમાં જરૂરી માહિતી સાચી ધ્યાનથી ભરી લો.
  3. માગ્યા પ્રમાણેના દરેક પુરાવા તેની પાછળ ઝેરોક્ષ કોપી લગાવવી.
  4. ફોર્મ ઉપર પાસપોર્ટ સાઇઝ ફોટો ચોટાડી સંબંધિત ઓફિસમાં જઇને ફોર્મ જે તે વિભાગમાં જમા કરાવવું.

Interest Rate In SSY 2022

Financial Year Interest  rate
From April 1, 2014 9.1%
From April 1, 2015 9.2%
From April 1, 2016 -June 30, 2016 8.6%
From July 1, 2016-September 30, 2016 8.6%
From October 1, 2016-December 31, 2016 8.5%
From January 1, 2018 – March 31, 2018 8.3%
From April 1, 2018 -June 30, 2018 8.1%
From July 1, 2018 -September 30, 2018 8.1%
From October 1, 2018 – December 31, 2018 8.5%
From July 1, 2016 8.4%
1 April 2020 to 30 June 2021 7.6

Sukanya Samriddhi Yojana Application Form

કેન્દ્ર સરકારે દ્વારા બહાર પાડવામાં આવેલા સુકન્યા સમૃદ્ધિ યોજના માટે ફોર્મ ડાઉનલોડ કરવા માટે નીચે આપેલા બટન પર ક્લિક કરો તમે સુકન્યા સમૃદ્ધિ યોજનાનું એપ્લીકેશન ફોર્મ પીડીએફ ના સ્વરૂપ માં ડાઉનલોડ કરી શકો છો.

સુકન્યા સમૃદ્ધિ યોજના [અરજી ફોર્મ]

Sukanya Samriddhi Yojana Helpline Number

કેન્દ્ર સરકારે દ્વારા બહાર પાડવામાં આવેલા સુકન્યા સમૃદ્ધિ યોજના માટે હેલ્પલાઇન નંબર જોઈતા હોય તો તમે નીચે આપેલા બટન પર ક્લિક કરશો તો તમને સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગના બધા જ હેલ્પલાઇન નંબરની સૌથી મળી જશે.

Phone: 18002666868

FAQ of Sukanya Samriddhi Yojana । સુકન્યા સમૃદ્ધિ યોજના માટે વારંવાર પુછાતા પ્રશ્નો 

સુકન્યા સમૃદ્ધિ યોજનામાં લાભાર્થી ને શેની સહાયતા મળે છે?

સુકન્યા સમૃદ્ધિ યોજનામાં લાભાર્થી ને બેંક દ્વારા વાર્ષિક 7.6% ઉચ્ચ ગુણવત્તા આપવામાં આવે છે.

સુકન્યા સમૃદ્ધિ યોજનામાં કેટલા વર્ષ સુધી પૈસા જમા કરી શકીએ?

એકાઉન્ટ ખોલવાની તારીખથી લઈને 14 વર્ષ સુધી કરી શકાય છે.

શું હું સુકન્યા સમૃદ્ધિ ખાતામાં ઓનલાઈન જમા કરાવી શકું?

હા, માત્ર એક ખોલવાના સંદર્ભમાં જ નહીં, હવે તમે તમારા સુકન્યા સમૃદ્ધિ યોજના પોસ્ટ ઓફિસ ખાતામાં સરળતાથી પૈસા ઑનલાઇન જમા કરાવી શકો છો.

સુકન્યા સમૃધ્ધિ યોજના હેઠળ કેટલી દીકરીઓ લાભ મેળવી શકે છે?

સુકન્યા સમૃધ્ધિ યોજના હેઠળ, એક પરિવારની માત્ર બે દીકરીઓને જ લાભ મળી શકે છે. જો એક પરિવારમાં 2 થી વધુ દીકરીઓ હોય તો તે પરિવારની માત્ર બે દીકરીઓ જ આ યોજનાનો લાભ લઈ શકે છે. 

Conclusion

આ લેખ દ્વારા, અમે તમને સુકન્યા સમૃદ્ધિ યોજના | Sukanya Samriddhi Yojana સંબંધિત તમામ મહત્વપૂર્ણ માહિતી પ્રદાન કરી છે. જો તમને હજુ પણ કોઈપણ પ્રકારની સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો હોય તો તમે કોમેન્ટ બોક્સ માં કોમેન્ટ કરી, સંપર્ક કરો અમે તમારી સમસ્યાનો ઉકેલ આપીશું.

આવી બીજી યોજના અને શૈક્ષણિક અપડેટ્સ માટે અમારી સાથે જોડાયેલા રહો. અમારી તમામ પોસ્ટ્સની સૂચના મેળવવા માટે અમારા WhatsApp ગ્રુપ સાથે જોડાઓ.

About Author : Pratham Ahir
Contact Email : contactgujjuonline@gmail.com
Notice :
અમારા લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

Hello Readers, GujjuOnline.in is a private website and don’t represent any government entity, organizations or department. Whatever information we shared here is gathered from various Gujarat government’s official website and news papers and other websites. We also cross verify the job when we post any job but do always cross verify the job vacancy by yourself to prevent fraudulent happening in the name of job.