જાણો આ તારીખ સુધી પડશે ખુબ જ ગરમી

જાણો આ તારીખ સુધી પડશે ખુબ જ ગરમી : મંગળવારની વાત કરીએ તો અમદાવાદમાં તાપમાન 41.2 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું, આજે પણ શહેરનું તાપમાન 41થી 42 ડિગ્રીની વચ્ચે જોવા મળી રહ્યું છે. હિટ એક્શન પ્લાન અંતર્ગત અમદાવાદ માટે આગામી પાંચ દિવસ યલો એલર્ટ આપવામાં આવ્યું છે.

જેથી લોકોમાં વધારે ફફડાટ મચી ગયો છે. ઓફિસ અંદર પણ ભારે ગરમી થઈ રહી છે. ત્યારે અમદાવાદના હવામાન કેન્દ્ર દ્વારા આગામી 5 દિવસ સુધી તાપમાનમાં મોટા ફેરફાર થવાની સંભાવના ના હોવાનું હવામાન વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું છે.

જાણો આ તારીખ સુધી પડશે ખુબ જ ગરમી

આ સિવાય જો વાત કરવામાં આવે તો અમદાવાદમાં 5 દિવસ યલો એલર્ટ રહેવાની આગાહી કરવામાં આવી છે. લોક કન્વેક્ટિવિટીના કારણે અમુક ભાગમાં વરસાદ થવાની બહુ ઓછી સંભાવનાઓ હોવાનું જણાવવામાં આવ્યું છે.

જમીન ગરમ થઈ રહી છે અને પશ્ચિમના પવનો ભેજ લઈને આવી રહ્યા છે, એટલે કે આગામી દિવસોમાં પણ ઉકળાટ રહેશે. હાલમાં પણ ઓફિસમા પંખા નીચે બેઠેલા લોકોમાં પણ ભારે ઉકળાટ જોવા મળી રહ્યો છે. ડૉ. મોહંતીએ પણ વાત કરી કે, આગામી પાંચ દિવસના તાપમાનમાં કોઈ ફેરફારની સંભાવના નથી.

સાથે જ આગાહી કરવામાં આવી છે કે રાજ્યમાં એકાદ ડિગ્રી તાપમાન વધી શકે છે. હાલ રાજ્યમાં પશ્ચિમ પવનો આવી રહ્યા છે. જમીન ગરમ થવાથી અને અરબી સમુદ્ર પરથી આવતા પવનો ભેજ લઈને આવે છે જેના કારણે વાદળો બની રહ્યા છે.

વધુમાં તેમણે જણાવ્યું છે કે, આ વાદળો વરસાદ લાવે તેટલા મજબૂત નથી, રાજ્યમાં વરસાદ થવાની સંભાવના બહુ જ ઓછી છે.

ગુજરાતમાં આ જગ્યાએ પડશે કાળઝાળ ગરમી

હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલે જણાવ્યું છે કે, 7 તારીખ સુધીમાં દેશના ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં હિમવર્ષા કે કમોસમી વરસાદની સંભાવના છે. પંજાબ, હરિયાણા અને દિલ્હીના ભાગોમાં પણ હવામાનમાં પલટો આવી શકે. રાજસ્થાનના ભાગોમાં પણ હવામાન પલટો આવી શકે.

આ દરમિયાન ગુજરાતમાં ધીરે ધીરે ગરમી વધશે અને 10 એપ્રિલથી ગરમી એકદમ વધવાની ચાલુ થશે. જે 16મી એપ્રિલ સુધીમાં રાજ્યના કેટલાક ભાગોમાં મહત્તમ ઉષ્ણતામાન 44 ડિગ્રી સેલ્સિયસને પાર કરી શકે છે. હવામાન વિભાગ દ્રારા બે દિવસ સૌરાષ્ટ્રમાં હીટ વેવની આગાહી કરવામાં આવી છે.

ત્યારે રાજકોટ સહિત સૌરાષ્ટ્રભરમાં ગરમીનો પારો 40 ડીગ્રીને પાર કરી ગયો છે. રાજકોટ ગરમીનો પારો 41 ડીગ્રીએ પહોંચતા રાજકોટ મહાનગરપાલીકા દ્રારા ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે અને આગામી બે દિવસ હિટવેવ રહેવાની હવામાન વિભાગે આગાહી કરી છે. ત્યારે રાજકોટ મહાનગરપાલીકાનાં આરોગ્ય વિભાગ દ્રારા હિટવેવને લઇને ખાસ એક્શન પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે.

આ પણ વાંચો,Gujjuonline

બાબાનું અપમાન કરે એ કુતરા જેવા

હવેથી કોઈપણ દવા અડધા ભાવમાં મળશે

પહેલી જૂનથી Whatsapp માં આપવો પડશે ચાર્જ

રેલવેમાં આવ્યા નવા નિયમો

GPSSB તલાટી મેરીટ લિસ્ટ જાહેર

Conclusion

આ લેખ દ્વારા, અમે તમને જાણો આ તારીખ સુધી પડશે ખુબ જ ગરમી સંબંધિત તમામ મહત્વપૂર્ણ માહિતી પ્રદાન કરી છે. જો તમને હજુ પણ કોઈપણ પ્રકારની સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો હોય તો તમે કોમેન્ટ બોક્સ માં કોમેન્ટ કરી, સંપર્ક કરો અમે તમારી સમસ્યાનો ઉકેલ આપીશું.

આવી બીજી યોજના અને શૈક્ષણિક અપડેટ્સ માટે અમારી સાથે જોડાયેલા રહો. અમારી તમામ પોસ્ટ્સની સૂચના મેળવવા માટે અમારા WhatsApp ગ્રુપ સાથે જોડાઓ.

About Author : Pratham Ahir
Contact Email : contactgujjuonline@gmail.com
Notice :
અમારા લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

Hello Readers, GujjuOnline.in is a private website and don’t represent any government entity, organizations or department. Whatever information we shared here is gathered from various Gujarat government’s official website and news papers and other websites. We also cross verify the job when we post any job but do always cross verify the job vacancy by yourself to prevent fraudulent happening in the name of job.