જાણો આ તારીખ સુધી પડશે ખુબ જ ગરમી : મંગળવારની વાત કરીએ તો અમદાવાદમાં તાપમાન 41.2 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું, આજે પણ શહેરનું તાપમાન 41થી 42 ડિગ્રીની વચ્ચે જોવા મળી રહ્યું છે. હિટ એક્શન પ્લાન અંતર્ગત અમદાવાદ માટે આગામી પાંચ દિવસ યલો એલર્ટ આપવામાં આવ્યું છે.