રક્ષાબંધનના દિવસે અંબાલાલ પટેલની આગાહી! : અંબાલાલે કહ્યું રક્ષાબંધનના દિવસે પડશે વરસાદ રાજ્યમાં આજે સવારથી જ અનેક વિસ્તારોમાં વરસાદ થઇ રહ્યો છે. જેના કારણે ગુજરાતીઓએ રાહતનો શ્વાસ લીધો છે. ત્યારે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે ઓગસ્ટમાં રાજ્યમાં કેવો વરસાદ રહેશે તે અંગે અનેક આગાહીઓ કરી છે.
આ 30મી ઓગસ્ટના રોજ રક્ષાબંધનનો તહેવાર છે તો તેમણે ઓગસ્ટના છેલ્લા દિવસોમાં ક્યાં અને કેવો વરસાદ પડશે તે અંગેની પણ આગાહી કરી છે. આ આગાહી જાણીને તમે પોતાના તહેવાર અંગેનું પ્લાનિંગ પણ કરી શકો છો.
અંબાલાલે કહ્યું રક્ષાબંધનના દિવસે પડશે વરસાદ
તો જાણીએ હવામાન નિષ્ણાતે કેવી આગાહી કરી છે. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે વરસાદ અંગેની આગાહી કરતા જણાવ્યુ છે કે, ઓગસ્ટ માસમાં વરસાદ ખેંચાયો છે. જેના કારણે ખેડૂતોમાં ચિંતા થવી સ્વાભાવિક છે.
પરંતુ 21મી તારીખ સુધીમાં રાજ્યનાં વિવિધ ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે. અંબાલાલે એમ પણ જણાવ્યુ કે, ઉત્તર ગુજરાતમાં મહેસાણા, ચણાસમા, વડનગર, હારીજ અને કડી તથા આજુબાજુના વિસ્તારોમાં વરસાદ પડવાની શક્યતા રહેશે.
રક્ષાબંધનના દિવસે અંબાલાલ પટેલની આગાહી!
આ ઉપરાંત સાબરકાંઠાના હિમતનગર, પ્રાંતીજ, બાયડ, મોડાસાના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે. જ્યારે દહેગામ, ગાંધીનગર, અમદાવાદ અને વિરમગામના કેટલાક ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે.
આ ઉપરાંત તેમણે જણાવ્યુ કે, મધ્ય ગુજરાતના વડોદરા, બોડેલી, કરજણ સાથેના સંલગ્ન વિસ્તારોમાં વરસાદ થશે. આ ઉપરાંત મહેમદાવાદ, કપડવંજ, આણંદ, ખેડાના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે.
આ વખતે વરસાદનું વહન જબરું જણાતું નથી, વરસાદી ઝાપટાંમાં પડશે. બંગાળના ઉપસાગરમાંથી જે સિસ્ટમ આવી છે.
જાણો હવામાન વિભાગ અને અંબાલાલ પટેલનું શું કહેવું?
તેના કારણે આ વરસાદ થઇ શકે છે. આ વખતે વધારે વરસાદ નહીં થાય કારણ કે, દક્ષિણ પશ્ચિમના પવનો સિસ્ટમને આવતા રોકે છે. આ સિસ્ટમ ઉત્તર ભારત તરફ જવાની છે. તેમ છતાં થોડા અંશે વરસાદી ઝાપટાં થશે.
આ વરસાદ મઘા નક્ષત્રમાં પડતો હોવાને કારણે ખેડૂતો માટે આ વરસાદ સારો રહેશે. રાજ્યમાં 30મી ઓગસ્ટના રોજ રક્ષાબંધનનો પર્વ છે. આ તારીખ અંગે તેમણે કહ્યુ કે, વરસાદ ગયો નથી પરંતુ તારીખ 30 અને 31માં બંગાળના ઉપસાગરમાં બીજુ વહન સક્રિય થવાની શક્યતા છે.
જેનાથી દક્ષિણ ગુજરાતના સુરત, નવસારી, આહવાના વિસ્તારો તથા સૌરાષ્ટ્રના દરિયાકિનારાના ભાગોમાં વરસાદ થવાની શક્યતા છે. ત્યારે પણ વરસાદી ઝાપટાં થશે પરંતુ આ વરસાદ કૃષિ પાકો માટે સારી જણાઇ રહી છે.
આ ઉપરાંત તેમણે એમ પણ જણાવ્યુ કે, આવા વરસાદથી રોગ થવાની શક્યતા છે. 30 ઓગસ્ટે શ્રાવણ પૂર્ણિમા તિથિના રોજ સવારથી જ ભદ્રા શરૂ થશે, જે રાત સુધી ચાલશે.
ભદ્રા પૂર્ણ થયા પછી જ બહેન ભાઇને રાખડી બાંધી શકશે. જ્યારે 31 ઓગસ્ટે સવારે 07.05 વાગ્યા સુધી શ્રાવણ પૂર્ણિમા તિથિ છે, તો તમે આ સમય સુધી રાખડી બાંધી શકો છો. ભદ્રાને કારણે રક્ષાબંધનને બે દિવસની થઈ ગઈ છે.
Conclusion
આ લેખ દ્વારા, અમે તમને રક્ષાબંધનના દિવસે અંબાલાલ પટેલની આગાહી! અંબાલાલે કહ્યું રક્ષાબંધનના દિવસે પડશે વરસાદ સંબંધિત તમામ મહત્વપૂર્ણ માહિતી પ્રદાન કરી છે. જો તમને હજુ પણ કોઈપણ પ્રકારની સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો હોય તો તમે કોમેન્ટ બોક્સ માં કોમેન્ટ કરી,સંપર્ક કરો અમે તમારી સમસ્યાનો ઉકેલ આપીશું.
આવી બીજી યોજના અને શૈક્ષણિક અપડેટ્સ માટે અમારી સાથે જોડાયેલા રહો. અમારી તમામ પોસ્ટ્સની સૂચના મેળવવા માટે અમારા WhatsApp ગ્રુપ સાથે જોડાઓ.
!! Gujjuonline.in ની મુલાકાત લેવા બગલ આભાર !!
Contact Email : contactgujjuonline@gmail.com
Notice :
અમારા લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.
Hello Readers, GujjuOnline.in is a private website and don’t represent any government entity, organizations or department. Whatever information we shared here is gathered from various Gujarat government’s official website and news papers and other websites. We also cross verify the job when we post any job but do always cross verify the job vacancy by yourself to prevent fraudulent happening in the name of job.