Karmia Disease 2024 : કૃમિ, કરમિયાં, ચરચિયા, કીડા, વગેરે અનેક નામોથી ઓળખાતો કૃમિ રોગ આમ તો એક સાધારણ રોગ છે જેની સમયસર દવા કરાવવાથી મટી જાય છે, પરંતુ જો સમયસર યોગ્ય સારવાર ન થાય તો તે મોટી બીમારીમાં પરિવર્તિત થઈ શકે છે.કૃમિનો ઉપદ્રવ એ એક સામાન્ય સમસ્યા છે જે મોટે ભાગે બાળકોમાં જોવા મળે છે, પરંતુ જીવનશૈલીમાં બદલાવને કારણે આ સમસ્યા પુખ્ત વયના લોકોમાં પણ જોવા મળે છે.