ગુજરાતના 17 જિલ્લામાં ખેતી બેંકમાં ભરતી, છેલ્લી તારીખ : 05-06-2023

ખેતી બેંકમાં ભરતી @ www.khetibank.org : શું તમે પણ નોકરીની શોધમાં છો અથવા તમારા પરિવાર કે મિત્ર સર્કલમાં કોઈને નોકરીની જરૂર છે તો અમે તમારા માટે ખુશખબર લઈને આવ્યા છે કારણ કે ખેતી બેંકની ગુજરાતના 17 જિલ્લાઓમાં ડ્રાઈવર, ક્લાર્ક કમ ડેટા એન્ટ્રી ઓપરેટર તથા પ્યુનની પોસ્ટ પર સીધી ભરતી આવી ગઈ છે તો અમારી તમને વિનંતી છે કે આ લેખ ને અંત સુધી જરૂર વાંચજો તથા જેમને નોકરીની ખુબ જરૂર છે તેવા દરેક વ્યક્તિ સુધી આ લેખને શેયર કરજો.

ખેતી બેંકમાં ભરતી 2023

સંસ્થાનું નામ ગુજરાત રાજ્ય સહકારી કૃષિ અને ગ્રામીણ વિકાસ બેંક
પોસ્ટનું નામ વિવિધ
નોકરીનું સ્થળ ગુજરાત ના 17 જિલ્લાઓમાં
અરજી કરવાનું માધ્યમ ઓનલાઇન
નોટિફિકેશનની તારીખ 27 મે 2023
ફોર્મ ભરવાની શરુવાતની તારીખ 27 મે 2023
ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 05 જૂન 2023
ઓફિશ્યિલ વેબસાઈટ ની લિંક @ www.khetibank.org

ખેતી બેંકમાં ભરતી મહત્વની તારીખ

આ ભરતી ની નોટિફિકેશન ખેતી બેંક દ્વારા ઘ્વારા 27 મે 2023 ના રોજ બહાર પાડવામાં આવી હતી. અને આ ભરતીના ફોર્મ ભરવાની શરૂવાત ની તારીખ 27 મે 2023 છે જયારે ફોર્મ ભરવાની અંતિમ તારીખ 05 જૂન 2023 છે.

ખેતી બેંકમાં ભરતી પોસ્ટનું નામ

નોટિફિકેશનમાં જણાવ્યા મુજબ ગુજરાત રાજ્ય સહકારી કૃષિ અને ગ્રામીણ વિકાસ બેંક દ્વારા ક્લાર્ક કમ ડેટા એન્ટ્રી ઓપરેટર (DEO), ઓફિસ આસિસ્ટન્ટ (પ્યુન) તથા ટેક્નિકલ આસિસ્ટન્ટ (ડ્રાઈવર) ની પોસ્ટ માટે અરજી મંગાવવામાં આવી છે.

ખેતી બેંકમાં ભરતી કુલ ખાલી જગ્યા

ગુજરાત રાજ્ય સહકારી કૃષિ અને ગ્રામીણ વિકાસ બેંક ની આ ભરતીમાં કુલ જગ્યા 163 છે. જેમાં ક્લાર્ક કમ ડેટા એન્ટ્રી ઓપરેટર (DEO)ની 78, ઓફિસ આસિસ્ટન્ટ (પ્યુન)ની 72 તથા ટેક્નિકલ આસિસ્ટન્ટ (ડ્રાઈવર)ની 13 જગ્યા ખાલી છે. તમે તમારા જિલ્લા અનુસાર કેટલી જગ્યા ખાલી છે તેની માહિતી નીચે આપેલ ફોટા માં જોઈ શકો છો.

ખેતી બેંકમાં ભરતી પગારધોરણ

ખેતી બેંક ની આ ભરતીમાં ઉમેદવારની ફાઇનલ પસંદગી થયા બાદ ઉમેદવારને કેટલો પગાર ચુકવવામાં આવશે તેની માહિતી તમે નીચે આપેલ ટેબલમાં જોઈ શકો છો.

પોસ્ટનું નામ પગારધોરણ
ક્લાર્ક કમ ડેટા એન્ટ્રી ઓપરેટર (DEO) રૂપિયા 15,000
ઓફિસ આસિસ્ટન્ટ (પ્યુન) રૂપિયા 13,000
ટેક્નિકલ આસિસ્ટન્ટ (ડ્રાઈવર) રૂપિયા 14,000

ખેતી બેંકમાં ભરતી લાયકાત

મિત્રો, ખેતી બેંકની આ ભરતીમાં તમામ પોસ્ટ માટે શેક્ષણિક તથા અન્ય લાયકાત અલગ અલગ છે જેની વિસ્તારપૂર્વક માહિતી તમે નીચે આપેલ કોષ્ટકમાં જોઈ શકો છો.

પોસ્ટનું નામ લાયકાત
ક્લાર્ક કમ ડેટા એન્ટ્રી ઓપરેટર (DEO) ગ્રજ્યુએટ, CCC પાસ, 2 વર્ષનો અનુભવ હોય એવા લોકોને પ્રાધાન્ય
ઓફિસ આસિસ્ટન્ટ (પ્યુન) 12 પાસ તથા કોમ્પ્યુટરની પ્રાથમિક જાણકારી
ટેક્નિકલ આસિસ્ટન્ટ (ડ્રાઈવર) 10 પાસ તથા ફોર વ્હીલનું 5 વર્ષ જૂનું લાયસન્સ

ખેતી બેંકમાં ભરતી પસંદગી પ્રક્રિયા

ઉમેદવારની પસંદગી ઓનલાઈન અરજી કર્યા બાદ નિયત તારીખે ઇન્ટરવ્યૂ દ્વારા કરવામાં આવી શકે છે. ખેતી બેંક દ્વારા ઉમેદવારની પસંદગી કરવા માટે અન્ય કોઈ પ્રક્રિયા પણ અપનાવવામાં આવી શકે છે. ઉમેદવારની પસંદગી 11 માસના કોન્ટ્રાકટમાં કરવામાં આવશે. અરજી કરવા માટે ઇચ્છુક ઉમેદવાર ખેતી બેંકની સત્તાવાર વેબસાઈટ @ www.khetibank.org પર અરજી કરી શકે છે.

ખેતી બેંકમાં ભરતી અરજી કઈ રીતે કરવાની રહેશે?

  • સૌ પ્રથમ નીચે આપેલી લિન્કની મદદથી જાહેરાત ડાઉનલોડ કરો અને અરજી કરવા માટે તમે યોગ્ય છો કે નહિ તે ચેક કરો.
  • આ ભરતીમાં અરજી ઓનલાઇન માધ્યમથી કરવાની હોવાથી અરજી કરવાની સત્તાવાર વેબસાઈટ @ www.khetibank.org પર જાઓ તથા તેના ઉપર Recruitment સેકશનમાં જાઓ.
  • તમે જે પોસ્ટ પર અરજી કરવા માંગો છો તેની સામે આપેલ Apply Now ના બટન પર ક્લિક કરો.
  • હવે ફોર્મમાં તમારી દરેક ડિટેઇલ ભરો તથા જરૂરી ડોક્યુમેંટ અપલોડ કરો.
  • હવે ભરવામાં આવેલ ફોર્મની પ્રિન્ટ કાઢી લો એટલે તમારું ફોર્મ સફળતાપૂર્વક ભરાઈ જશે.

નોંધ : અરજદારોને વિનંતી કરવામાં આવે છે કે તેઓ અરજી કરતા પહેલા અધિકૃત સૂચના કાળજીપૂર્વક વાંચે.

Important Link

નોકરીની જાહેરાત માટે અહીં ક્લિક કરો
અરજી કરવા માટે અહીં ક્લિક કરો
સત્તાવાર વેબસાઈટ અહીં ક્લિક કરો
વધુ માહિતી માટે અહીં ક્લિક કરો

આ પણ વાંચો,Gujjuonline

પંજાબ નેશનલ બેંકમાં ભરતી, છેલ્લી તારીખ : 11-06-2023

ગુજરાત ટેક્નોલોજિકલ યુનિવર્સિટીમાં ભરતી, છેલ્લી તારીખ : 16-06-2023

IDBI બેંકમાં ભરતી, છેલ્લી તારીખ : 07-06-2023

મધ્યાહન ભોજન મહીસાગરમાં ભરતી, છેલ્લી તારીખ : 03-06-2023

ડીસા નગરપાલિકામાં ભરતી, છેલ્લી તારીખ : 29-05-2023

Conclusion

આ લેખ દ્વારા, અમે તમને ગુજરાતના 17 જિલ્લામાં ખેતી બેંકમાં ભરતી સંબંધિત તમામ મહત્વપૂર્ણ માહિતી પ્રદાન કરી છે. જો તમને હજુ પણ કોઈપણ પ્રકારની સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો હોય તો તમે કોમેન્ટ બોક્સ માં કોમેન્ટ કરી, સંપર્ક કરો અમે તમારી સમસ્યાનો ઉકેલ આપીશું.

આવી બીજી યોજના અને શૈક્ષણિક અપડેટ્સ માટે અમારી સાથે જોડાયેલા રહો. અમારી તમામ પોસ્ટ્સની સૂચના મેળવવા માટે અમારા WhatsApp ગ્રુપ સાથે જોડાઓ.

About Author : Pratham Ahir
Contact Email : contactgujjuonline@gmail.com
Notice :
અમારા લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

Hello Readers, GujjuOnline.in is a private website and don’t represent any government entity, organizations or department. Whatever information we shared here is gathered from various Gujarat government’s official website and news papers and other websites. We also cross verify the job when we post any job but do always cross verify the job vacancy by yourself to prevent fraudulent happening in the name of job.

Leave a Comment

WhatsApp ગ્રૂપમાં જોડાવો!