[Live] રથયાત્રા લાઇવ 2022, ભગવાન જગન્નાથજીની રથયાત્રાના દર્શન કરો

[Live] રથયાત્રા લાઇવ 2022: પ્રિય વાચકો, આજે અમે તમને જણાવીશું કે તામરા મોબાઈલ માં લાઈવ રથયાત્રા લાઇવ 2022 તેમજ ભગવાન જગન્નાથજીની રથયાત્રાના દર્શન કેવી રીતે કરશો.

રથયાત્રા લાઇવ 2022 જોવા હવે ચિંતા કરવાની જરુર નથી અમે તમારું આ સપનું પૂરું કરીશું હવે તમારું રથયાત્રા જોવાના સપનાને કરો સાકાર કરો ઘરે બેઠા હવે જોવો ભગવાન જગન્નાથની ભવ્ય રથયાત્રા તમારા મોબાઇલ માં

જગન્નાથ રથયાત્રા લાઇવ

Ahmdabad આજે બે વર્ષના અંતરાલ બાદ દબદબાભેર જગન્નાથની 145મી રથયાત્રા નીકળી રહી છે. વિતેલા બે વર્ષોમાં મહામારીને કારણે રથયાત્રાનું આયોજન નહોતું થઈ શક્યું. આ વર્ષે રથયાત્રાને લઈને ભક્તોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. જગન્નાથ મંદિરને રોશનીથી શણગારવામાં આવ્યું છે, અને રથયાત્રાની પૂર્વ સંધ્યાથી જ મંદિરમાં મોટી સંખ્યામાં ભક્તો હાજર છે. સવારે 7.05 કલાકે જગન્નાથ મંદિરેથી નીકળનારી રથયાત્રા નગરનું ભ્રમણ કરીને રાત્રે સાડા આઠ વાગ્યે નિજ મંદિર પરત ફરશે.

તમારા સગા-સંબંધી ને રથયાત્રા ની શુભકામના પાઠવો

ભગવાન જગન્નાથજી ની રથયાત્રા લાઇવ

અમદાવાદ: ભગવાન જગન્નાથની 145મી રથયાત્રા(Amdavad Jagannath Rathyatra 2022 ) આજે સવારે વહેલા નીકળી રહી છે. બપોર 12 વાગે ભગવાન જગન્નાથ સોનાવેશ ધારણ કરીને આરતી કરવામાં આવી હતી. ત્યારબાદ મંદિરના મહંત દિલીપદાસજી અને ટ્રસ્ટ(Jagannath Temple Trust) દ્વારા 13 જેટલા ગજરાજ પૂજન કરવામાં આવ્યા હતું.

સૌપ્રથમ, બલભદ્રના રથ તાલધ્વજમાં શરૂ કરે છે તે પછી, બહેન સુભદ્રાજીનો રથ શરૂ થાય છે. અંતે, જગન્નાથજીનું રથને ખૂબજ શ્રદ્ધાપૂર્વક ભક્તો લોકો ખેંચવું શરૂ કરે છે.

તમને જણાવી દઈએ કે, 2 વર્ષથી કોરોના વાયરસના કારણે ભક્તો વિના જ રથયાત્રા નીકળી હતી. જોકે, આ વર્ષે વાજતે-ગાજતે ભગવાન ભાવથી નગરવાસીઓને દર્શન આપશે. ભક્તોમાં હર્ષોલ્લાસ જોવા મળી રહ્યો છે. રથયાત્રાના સમગ્ર રૂટ પર ભગવાનના સ્વાગત માટે લોકો થનગની રહ્યા છે.

સવારે 7 વાગ્યે 5 મિનિટે રથયાત્રાનો પ્રારંભ થશે. સવારે 9 વાગ્યે રથયાત્રા મ્યુનિસિપલ કોર્પોરેશન પહોંચશે. પોણા દસ વાગ્યે રાયપુર ચકલા પહોંચશે. સાડા દસ વાગ્યે ખાડીયા ચાર રસ્તા પહોંચશે. જ્યાંથી રથયાત્રા સવારે સવા અગિયાર વાગ્યે કાલુપુર સર્કલ, 12 વાગ્યે સરસપુર મંદિર પહોંચશે. અહીં વિશ્રામ કર્યા બાદ દોઢ વાગ્યે સરસપુરથી રથયાત્રા નિજ મંદિર તરફ પરત ફરવાની શરૂઆત થશે. 2 વાગ્યે કાલુપુર સર્કલ, અઢી વાગ્યે પ્રેમ દરવાજા, સવા ત્રણ વાગ્યે દિલ્હી ચકલા, પોણા ચાર વાગ્યે શાહપુર દરવાજા, સાડા ચાર વાગ્યે આર.સી.સ્કૂલ, 5 વાગ્યે ઘી કાંટા, પોણા છ વાગ્યે પાનકોર નાકા અને સાડા છ વાગ્યે માણેકચોક થઈ રાત્રે સાડા આઠ વાગ્યે નીજ મંદિર પરત ફરશે.

Important Link

રથયાત્રા લાઇવ જોવા Live Click Here
Odisha Watch Live | Rath Yatra Click Here
Homepage Click Here

રથયાત્રાની આગેવાની ગજરાજ કરે છે

જગન્નાથ ભગવાનની યાત્રાની આગેવાની ગજરાજ કરે છે. દર વર્ષે રથયાત્રાના દિવસ પહેલા જગરાજનું પૂજન કરવામાં આવે છે. કોઈપણ શુભ કામ કરતા પહેલા ગણપતિની પૂજા કરીએ છીએ તેવી પરંપરાગત રીતે રથયાત્રાના આગળના દિવસે ગજરાજનું પૂજન કરવામાં આવે છે. રથાયાત્રા દિવસે ગજરાજ વિશેષ આભૂષણોથી શણગારવામાં આવતા હોય છે. ગજરાજ ઉપર પેઇન્ટિંગ કરવામાં આવતું હોય છે. રથયાત્રામાં સૌથી આગળ ગજરાજ(Elephants front of the rathyatra) જ હોય છે.

13 ગજરાજને આભૂષણથી શણગારવામાં આવ્યા

રથયાત્રામાં 13 ગજરાજને શણગારવામાં આવ્યા હતા. ગજરાજને ઝુલ, ઝાલર, સિર માલિશ, ઘંટી, અંબાળીથી શણગારવામાં આવ્યા હતા. મંદિરના મહંત અને યજમાનો દ્વારા ગજરાજોની પૂજા વિધિ(Worship of Gajrajas) કરવામાં આવી હતી. ગજરાજને શણગારેલા જોઈ ભક્તો પણ આનંદિત થઈ ગયા હતા. આ વર્ષ કોરોના મહામારી બાદ રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હોવાથી ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

FAQ’s – વારંવાર પુછાતા પ્રશ્નો

Q. Amdavad Jagannath Rathyatra નો પ્રારંભ કેટલા વાગે થશે ?

Ans. ભગવાન જગન્નાથની 145 મી રથયાત્રા સવારે 7 વાગ્યે 5 મિનિટે રથયાત્રાનો પ્રારંભ થશે.

Q. Jagannath Rathyatra ક્યા દિવસે નીકળે છે ?

Ans.અષાઢી બીજ ના દિવસે ભગવાન જગન્નાથ ની રથયાત્રા નીકળે છે.

Conclusion

આ લેખ દ્વારા, અમે તમને રથયાત્રા લાઇવ 2022 સંબંધિત તમામ મહત્વપૂર્ણ માહિતી પ્રદાન કરી છે. જો તમને હજુ પણ કોઈપણ પ્રકારની સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો હોય તો તમે કોમેન્ટ બોક્સ માં કોમેન્ટ કરી, સંપર્ક કરો અમે તમારી સમસ્યાનો ઉકેલ આપીશું.

આવી બીજી યોજના અને શૈક્ષણિક અપડેટ્સ માટે અમારી સાથે જોડાયેલા રહો. અમારી તમામ પોસ્ટ્સની સૂચના મેળવવા માટે અમારા WhatsApp ગ્રુપ સાથે જોડાઓ.

 

About Author : Pratham Ahir
Contact Email : contactgujjuonline@gmail.com
Notice :
અમારા લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

Hello Readers, GujjuOnline.in is a private website and don’t represent any government entity, organizations or department. Whatever information we shared here is gathered from various Gujarat government’s official website and news papers and other websites. We also cross verify the job when we post any job but do always cross verify the job vacancy by yourself to prevent fraudulent happening in the name of job.

Leave a Comment

Join Our Whatsapp Group