માતૃપ્રેમ નિબંધ। Matruprem Essay in Gujarati

Are You Finding For Matruprem Essay in Gujarati। શું તમે માતૃપ્રેમ નિબંધ શોધી રહ્યા છો. તો તામર માટે માતૃપ્રેમ નિબંધ ગુજરાતી લાવ્યા છીએ. Short Essay on Matruprem in Gujarati

Matruprem Essay in Gujarati : સૌ પ્રથમ, મધર્સ ડે નિમિત્તે આપ સૌને હાર્દિક અભિનંદન અને શુભેચ્છાઓ. આપણા જીવનમાં કોઈપણ એક વ્યક્તિનું સૌથી મહત્વનું યોગદાન આપણી માતા છે, તેથી આ દિવસ તેમને સમર્પિત છે. અહી ટુંકમાં વિદ્યાર્થીઓ માટે ગુજરાતીમાં ભાષામાં આપવામાં આવેલ છે.

માતૃપ્રેમ નિબંધ : matruprem nibandh આ વિષય સાંભળતાંની સાથે આપણી મા પ્રત્યેની લાગણીથી આંખોમાં પાણી આવી જાય એ છે માતૃપ્રેમ. જેના ખોળામાં માથુ મુકતાની સાથે જ તમામ દુઃખ છુમંતર થઇ જાય એ છે માતૃપ્રેમ. અરે માતૃપ્રેમ વિશે તો લખવા માટે પાના ઓછા પડે.

માતૃપ્રેમ નિબંધ 200 words : તો ચાલો આજે આપણે માતૃપ્રેમ વિશે નિબંધ લેખન કરીએ. ઘણીવાર વિવિઘ ૫રીક્ષાઓમાં માતૃપ્રેમ અથવા વાત્સલ્યમૃતિ મા વિશે નિબંધ લેખન કરવાનું પુછાતુ હોય છે. આ લેખ આ૫ને માતૃપ્રેમ વિશે એક શ્રેષ્ઠ નિબંઘ લખવા માટે મદદરૂપ થશે. વિઘાર્થી મિત્રોને વકતૃત્વ સ્પધામાં માતૃપ્રેમ વિશે વકતૃત્વ તૈયાર કરવા માટે ૫ણ આ લેખ મદદરૂ૫ થશે. ચાલો આ૫ણે માતૃપ્રેમ નિબંધ લેખન જોઇએ.

About of Matruprem Essay in Gujarati। માતૃ પ્રેમ નિબંધ pdf

માતા આ દુનિયાની સૌથી નિઃસ્વાર્થ વ્યક્તિ છે. જે પોતાના બાળકોને આ દુનિયામાં આવતા પહેલા જ પ્રેમ કરતી હોય છે. આ દુનિયામાં માતાના પ્રેમની તુલના કોઈ પણ વસ્તુ સાથે કરી શકાતી નથી કારણ કે તે પ્રેમનું સૌથી શુદ્ધ સ્વરૂપ છે. માતા તેના બાળક માટે દેવદૂત જેવી છે, જે હંમેશા તેના બાળકને પ્રેમ કરે છે અને તેને ટેકો આપે છે.

દરેક બાળક માટે, તેની માતા તેના હૃદયમાં એક વિશેષ સ્થાન ધરાવે છે કારણ કે તે પ્રથમ વ્યક્તિ છે જે બાળક તેના જન્મ પછી જુએ છે. આ જ કારણ છે કે બાળક અને માતા વચ્ચે ખાસ લાગણી હોય છે. પરંતુ બધા લોકો ઘણા કારણોસર તેમના જીવનમાં માતાનો પ્રેમ મેળવવા માટે એટલા ભાગ્યશાળી નથી હોતા.  જેમની સાથે તેમની માતા હોય તેઓએ તેમને પ્રેમ અને આદર આપવો જોઈએ.

માતા એ બાળક માટે ભગવાનની સૌથી મોટી ભેટ છે. તે માતા છે જે તેના બાળકો પાસેથી બદલામાં કંઈપણ અપેક્ષા રાખ્યા વિના હંમેશા પ્રેમ કરે છે અને બધી વસ્તુ ભૂલી જાય છે. સ્ત્રીઓ સ્વાભાવિક રીતે જ સારી માતા હોય છે. એમ કહેવું ખોટું નહીં હોય, પરંતુ તેઓ માતા બને ત્યારે માતૃપ્રેમની શક્તિનો અહેસાસ થાય છે.

માતા તેના બાળકને બચાવવા અને રક્ષણ કરવા માટે કંઈપણ કરી શકે છે, અને તે બાળકનો પહેલો આધાર છે. તે માત્ર નૈતિક રીતે બાળકને ટેકો આપે છે પરંતુ તેના બાળકને જીવનમાં વધુ સારી વ્યક્તિ બનવા માટે પણ તૈયાર કરે છે.

માતૃપ્રેમ નિબંધ। Matruprem Essay 200 Words in Gujarati

મા આપણું પાલનપોષણ કરવાની સાથે જ જીવનમાં માર્ગદર્શક અને શિક્ષકની ભૂમિકા નિભાવે છે. આપણે આપણા જીવનમાં જે પણ પ્રારંભિક જ્ઞાન કે શિક્ષણ મેળવીએ છીએ તે આપણને મા દ્વારા જ આપવામાં આવે છે. એ જ કારણ છે કે મા પ્રથમ શિક્ષક તરીકે પણ ઓળખાય છે.

આપણા આદર્શ જીવનના નિર્માણમાં આપણને આપણી માએ આપેલી શિક્ષા ખૂબ મહત્ત્વ ધરાવે છે. કેમ કે નાનપણથી જ મા પોતાના બાળકને સારા કાર્યો, સદાચાર અને હંમેશાં સત્યના માર્ગે ચાલવા જેવી મહત્ત્વપૂર્ણ શિક્ષા આપે છે. જ્યારે પણ આપણે જીવનમાં રસ્તો ભટકી જઈએ છીએ તો આપણી મા હંમેશાં આપણે સદમાર્ગે લાવવાનો પ્રયાસ કરે છે.

કોઈ પણ મા ક્યારેય એ નથી ઇચ્છતી કે કે તેનો દીકરો ખોટા કામોમાં સંડોવાય. આપણા પ્રારંભિક જીવનમાં આપણને આપણી મા દ્વારા ઘણું એવું જરૂરી શિક્ષણ અપાય છે જે આજીવન કામ લાગે છે. એટલે એક આદર્શ જીવનના નિર્માણમાં માનું ખૂબ મોટું યોગદાન મનાય છે.

એ વાતને હું ગર્વ અને વિશ્વાસ સાથે કહી શકું છું કે આ દુનિયામાં મારી મા જ મારી સૌથી સારી શિક્ષક છે કેમ કે તેણે મને જન્મ આપવાની સાથે સાથે મને પ્રારંભિક જીવનમાં દરેક વસ્તુ શીખવી, જેના માટે હું આજીવન તેનો આભારી રહીશ. જ્યારે હું નાનો હતો ત્યારે મારી માએ આંગળી પકડીને મને ચાલતા શીખવ્યો. જ્યારે હું થોડો મોટો થયો તો મારી માએ મને કપડાં પહેરતાં, બ્રશ કરતાં, શૂઝની લેસ બાંધતા શીખવ્યું અને સાથે જ મને ઘરે પ્રારંભિક શિક્ષણ પણ આપ્યું.

જ્યારે પણ હું કોઈ કાર્યમાં નિષ્ફળ થયો તો મારી માએ મારી અંદર વધારે વિશ્વાસ જગાવ્યો. જ્યારે પણ હું કોઈ સમસ્યામાં હોતો મારી માએ દરેક શક્ય પ્રયાસ કર્યા કે હું તે બાધાને પાર કરી લઉં. ભલે મારી મા વધારે ભણેલી ગણેલી મહિલા નથી પરંતુ તેને પોતાના અનુભવોથી પ્રાપ્ત થયેલું જ્ઞાન કોઈ એન્જિનિયર કે પ્રોફેસરના તર્કોથી ઓછું નથી. આજે પણ તે મને કંઈક ને કંઈક ચોક્કસ શીખવી દે છે કેમ કે હું ગમે તેટલો મોટો થઉં પરંતુ જીવનના અનુભવમાં હું હંમેશાં તેનાથી નાનો જ રહીશ. ખરેખર મારી મા મારા સૌથી સારી શિક્ષક છે અને તેના દ્વારા મળતી શિક્ષા અનમોલ છે.

તેમણે મને માત્ર પ્રારંભિક શિક્ષણ જ નથી આપ્યું પણ જીવન જીવવાની રીત પણ શીખવી છે. મને એ વાતનું શિક્ષણ આપ્યું કે સમાજમાં કઈ રીતે વર્તન કરવું જોઈએ. તે મારા દુખમાં મારી સાથે રહી છે, મારી તકલીફોમાં મારી શક્તિ બની છે અને મારી સફળતાનો અર્ધસ્તંભ પણ છે. એ જ કારણ છે કે હું તેને મારી સૌથી સારી મિત્ર માનું છું.

નિષ્કર્ષ

આપણે આપણા જીવનમાં ગમે તેટલા શિક્ષિત કે ઉપાધિધારક કેમ ન બની ગયા હોઈએ પરંતુ જે વસ્તુઓ આપણે મા પાસેથી શીખેલી હોય છે, તે આપણને બીજું કોઈ શીખવી શકતું નથી. એ જ કારણ છે કે મારી મા મારી સૌથી સારી શિક્ષક છે કેમ કે તેમણે ન માત્ર મને પ્રારંભિક શિક્ષણ આપ્યું પણ મને જીવન જીવતા પણ શીખવ્યું છે.

માતૃપ્રેમ નિબંધ। Matruprem Essay in Gujarati

એક નાનુ બાળક કહે છે,

”મેં કદી ભગવાન તો જોયા નથી પણ, મને વિશ્વાસ છે કે તે પણ મારી ”મા” જેવા જ હશે.’‘

ઈશ્વરે જ્યારે પ્રેમનું સર્જન કર્યું હશે ત્યારે સૌપ્રથમ મા બનાવવાનું વિચાર્યું હશે. અનન્વય અલંકારમાં એમ કહીએ કે વાત્સલ્યની મૂર્તિ એટલે મા, મા એટલે વાત્સલ્યની મૂર્તિ, તો કંઈ ખોટું નથી.એના જેવી વ્યક્તિ આ જગતમાં ક્યાંય મળે એમ નથી. માતાનો જોટો જડવો મુશ્કેલ છે.

માતા, માં, જનની, મમ્મા આ શબ્દો સાંભળતા ની સાથે જ બાળકની આંખમાં એક અનેરી ચમક આવી જતી હોય છે. બાળકને જન્મ આપનાર અને એનું લાલનપાલન કરી જીવનનું સુયોગ્ય ઘડતર કરનાર માતાની અમૂલ્યવાન સેવાનો બદલો બાળક ૭ જન્મમાં ૫ણ ઉતાારી શકે તેમ નથી.

બાળક જ્યારે માના ઉદરમાં હોય ત્યારથી માંડીને એ મોટું ને સમજણું થાય ત્યાં સુધીમાં અનેક કષ્ટો વેઠનાર અને પોતાના શરીર સુખ ના ભોગે પોતાના બાળકની માવજત કરનાર માતાને જો ઈશ્વરે પેદા જ ના કરી હોત તો આપણું શું થાત ? કોણે લાલન પાલન કર્યું હોત ? કોણે આપણને સંસ્કાર આપ્યા હોત? કોણે આટલો પ્રેમ લુટાવ્યો હોત?.

માતાનું મહત્વ તો તમે એકવાર જઈને અનાથાશ્રમમાં રહેતા બાળકને જોઈને કે તેની સાથે વાતચીત કરીને જોશો તો સમજાશે કે કેટલુ મુશ્કેલ છે. ખુદ ઈશ્વર પણ એની જોડે બેસી શકે તેમ નથી.

માતા એક ભગવાન સ્વરૂપ

કુટુંબમાં માતાનું સ્થાન શ્રેષ્ઠ છે. બાળઉછેરમાં માતાનું સ્થાન અજોડ છે. પ્રસૂતિની પીડા મા જ સહન કરે છે, મા બાળકને સતત સંભાળ રાખે છે. બાળક પથારી ભીની કરે તો મા પોતે ભીનામાં સૂઈ જાય છે, પરંતુ બાળકને તે સુકામાં સુવડાવે છે.

બાળકને સવારે ઉઠાડવું, તેને નવડાવીને તૈયાર કરવું, તેને સમયસર દૂધ-નાસ્તો, ભોજન આ૫વુ, બાળકને તૈયાર કરી શાળાએ મોકલવું, બાળક બીમાર પડી જાય ત્યારે રાત-દિવસ ઉજાગરા વેઠીને બાળક ની સેવા કરવી, આ બધા કામોમાં મા થાકી જાય ખરી પણ ક્યારે કંટાળતી નથી‌.

એક મા કદાચ અભણ હોઈ શકે, પણ એ હંમેશાં પોતાના સંતાનને દુનિયાનું સર્વશ્રેષ્ઠ મનુષ્ય બનાવવા મોંઘામાં મોંઘુ ભણતર આપી તેમનામાં સંસ્કારોનું સિંચન કરે છે. એટલે જ શાસ્ત્રોમાં જો કોઈને પ્રથમ ગુરુ કયા હોય તો એ છે મા. માની મમતા શબ્દોમાં જણાવી ખૂબ જ કઠિન છે એટલે જ કહ્યું છે ને કે માં તો ભગવાનનું સ્વરૂપ છે.

માતા એક મિત્ર સ્વરૂપ

જો ઘરેથી માં ના આશીર્વાદ લઈને નીકળો ને, તો દુનિયાની કોઈ તાકાત તમને હરાવી ન શકે. એક મા આગળ તો દુનિયા નો વૈભવ પણ ટૂંકો લાગે સાહેબ એકવાર જરા નજર નાખજો એ બાળકોના બાળપણ પર, જે જેમણે કોઈક કારણોસર પોતાની માતાનુ ગુમાવી છે. અને આપણી પાસે જો આપણી મા હોય ને તો ચહેરાની ચમક અલગ હોય છે.

બાળકોમાં સંસ્કાર સિંચન કરવામાં મા નો ફાળો અમૂલ્ય હોય છે. પિતા ધંધાર્થે બહાર જાય છે, બાળક સાથે માં જ વધારે સમય રહે છે, કુદરતે પણ માતામાં ભરપૂર વાત્સલ્ય ભર્યું છે. મા બાળકને વાર્તા સંભળાવે, ગીત ગાવે, તેની સાથે વાર્તાલાપ કરે તેનાથી બાળકમાં અવનવા સંસ્કારોનું સિંચન થાય છે. બાળકમાં પ્રેમ, સંપ, સહકાર, સહાનુભૂતિ અને સેવાના ગુણોનો વિકાસ થાય છે.

માતા એક માર્ગદર્શક તરીકે

શિવાજી, મહાત્મા ગાંધીજી, લોકમાન્ય તિલક વગેરે મહાન પુરુષોના જીવન ઘડતરમાં પણ માતાનો ફાળો વિશેષ રહેલો હતો. આથી જ કહેવાય છે કે એક સંસ્કારી માતા સો શિક્ષકોની ગરજ સારે છે. મા વિનાનો સંસાર ગોળ વિના ના કંસાર જેવો હોય છે.જગતમાં સર્વપ્રથમ અને બાળકના મુખમાંથી નિકળતો પ્રથમ જો શબ્દ હોય તો તે મા છે.

કવિઓએ માતૃપ્રેમ નો મહિમા મુક્ત કંઠે ગાયો અને બિરદાવ્યો છે, કવિ બોટાદકર એ પોતાની કવિતામાં કહ્યું છે કે, જનનીની જોડ સખી નહી જડે રે લોલ. માતા એ માતા જ છે, પછી આઠ બાળકોની માતા હોય કે એક સંતાનની. માતાને મન તેનું પ્રત્યેક બાળક કાળજા નો કટકો હોય છે. માતા ગરીબ ઘરની હોય કે શ્રીમંત ઘરની એના વાત્સલ્યનું ઝરણું વહ્યા જ કરે છે.

આપણા જીવનની વિશેષ વ્યક્તિ તરીકે માતા

વળી બાળકો હૃષ્ટપુષ્ટ અને દેખાવડો હોય એ જરૂરી નથી માતાને મન તો એનું લુલુ લંગડું કે બહેરુ બોબડુ બાળક ૫ણ ગુલાબ ના ગોટા જેવું જ હોય છે. માતા પોતાના સંતાનોને પોતાના જીવથી પણ વધારે પ્રેમ કરે છે

માતાને ઘડીને ઈશ્વરે હાથ ધોઈ નાખ્યા છે એમ કહીએ તો જરાય ખોટું નથી.એટલે જ કહેવાયુ છે ને

”નારી તુ નારાયણી”

આખા જગતનો આધાર માતાની આગળી છે.એની આંગળી અભય છે. સામે વાઘ આવીને ઊભો હોય તો પણ દીકરાએ જો માની આંગળી ૫કડી હશે તો એને બીક નહીં લાગે. એની આંગળી નિર્ભય છે. મા શબ્દ મમતાથી ભરેલો છે. માની મમતા માત્ર માનવ સૃષ્ટિમાં જ જોવા મળે છે, એવું નથી. પશુ-પંખીઓને પણ પોતાના બચ્ચા માટે અનહદ પ્રેમ હોય છે.

ચકલી ચણ લાવીને બચ્ચા ને ખવડાવે છે. ગાય વાછરડાને જીભ વડે ચાટી પોતાની મમતા બતાવે છે. વાંદરી પોતાના બચ્ચાને છાતીએ વળગાડી ફરે છે.જો અબોલા પ્રાણીમાં ૫ણ આટલી માયાને લાગણી હોય, તો માનવ માતા ની તો વાત જ શી કરવી.

એટલે જ કહેવાય છે કે

‘‘જનની અને જન્મભૂમિ સ્વર્ગથી પણ ચડિયાતી છે.’‘

જગતમાં દરેક મહાન પુરુષોના જીવન ઘડતરમાં તેમની માતાનો ફાળો અનન્ય અને અનમોલ રહ્યો છે તે બાળકની પ્રેરણા દાત્રી ની છે. નેપોલિયન જેવાને ૫ણ કહેવું પડેલું કે એક માતા સો શિક્ષકની ગરજ સારે છે. માતા સંતાનના ચારિત્ર ઘડતર કરે છે તે થકી સમાજનું અને રાષ્ટ્રનું ઘડતર થાય છે.

નિષ્કર્ષ

આ મા બનવુ પણ કંઇ સહેલુ નથી કારણ કે૫ નવ માસનાં ગર્ભાધાન પછી આખરે પ્રસૂતિની પીડા અને શિશુપાલનની અઢળક જવાબદારી અનેક બલિદાન માંગી લે છે. અને આ બધું એક સંપૂર્ણ નિસ્વાર્થ ભાવના થી માત્ર પોતાના દેવના દીધેલ માટે.

અંતે મને થોડીક હિન્દી પંકતિઓ યાદ આવે છે.

“खुदा का दूसरा रूप है माँ
ममता की गहरी झील है माँ
वो घर किसी जन्नत से कम नहीं
जिस घर मे खुदा की तरह पूजी जाती है माँ”

આ તો હતો માતૃપ્રેમ વિશેનો વિસ્તૃત નિબંધ હવે અમારા નાના બાળમિત્રો માટે ૫ થી ૧૦ વાકયો કે ૧૦૦ શબ્દોમાં નિબંધ કઇ રીતે લખવો તેના વિશે જોઇએ.

સારાંશ

માતાનો પ્રેમ આ વિશ્વમાં પ્રેમનું સૌથી શુદ્ધ સ્વરૂપ છે, અને માતા એ ભગવાન દ્વારા બાળક માટે સૌથી મોટો આશીર્વાદ છે. એક બાળક તરીકે, અમારી જવાબદારી છે કે અમે અમારી માતાના બલિદાન અને પ્રયત્નોની કદર કરીએ કારણ કે તે ફક્ત તેના બાળકનું ભલું ઇચ્છે છે.

અંતિમ શબ્દ

આપણે આપણા જીવનમાં માતા મેળવવા માટે ખૂબ નસીબદાર છીએ, અને આપણે આપણી માતાનું સન્માન કરવું જોઈએ. આપણે તેને બધી ખુશીઓ અને પ્રેમ આપવો જોઈએ કારણ કે તે આપણા માટેના તેના નિઃસ્વાર્થ પ્રેમના બદલામાં તે બધાને પાત્ર છે.

Conclusion

આ લેખ દ્વારા, અમે તમને માતૃપ્રેમ નિબંધ। Matruprem Essay in Gujarati સંબંધિત તમામ મહત્વપૂર્ણ માહિતી પ્રદાન કરી છે. જો તમને હજુ પણ કોઈપણ પ્રકારની સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો હોય તો તમે કોમેન્ટ બોક્સ માં કોમેન્ટ કરી, સંપર્ક કરો અમે તમારી સમસ્યાનો ઉકેલ આપીશું.

આવી બીજી યોજના અને શૈક્ષણિક અપડેટ્સ માટે અમારી સાથે જોડાયેલા રહો. અમારી તમામ પોસ્ટ્સની સૂચના મેળવવા માટે અમારા WhatsApp ગ્રુપ સાથે જોડાઓ.

આ પણ વાંચો,

રાણી લક્ષ્મી બાઈ નિબંધ

શિક્ષક દિવસ નિબંધ

રામ નવમી નિબંધ

રક્ષાબંધન નિબંધ ગુજરાતી

મહાત્મા ગાંધી નિબંધ

સ્વછતા ત્યાં પ્રભુતા નિબંધ

હોળીનું નિબંધ

About Author : Pratham Ahir
Contact Email : contactgujjuonline@gmail.com
Notice :
અમારા લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

Hello Readers, GujjuOnline.in is a private website and don’t represent any government entity, organizations or department. Whatever information we shared here is gathered from various Gujarat government’s official website and news papers and other websites. We also cross verify the job when we post any job but do always cross verify the job vacancy by yourself to prevent fraudulent happening in the name of job.