ઓનલાઇન e-FIR કરો, ઘરે બેઠા વાહન કે મોબાઇલ ચોરીની ફરિયાદ કરો

ઓનલાઇન e-FIR: ગુજરાત સરકાર દ્વારા વાહન ચોરી કે મોબાઈલ ચોરીના કિસ્સામાં સીટીઝન પોર્ટલ http://gujhome.gujarat.gov.in અથવા સીટીઝન ફર્સ્ટ મોબાઈલ એપ મારફતે નાગરિકોના વિશાળ હિતમાં e-FIR ની સુવિધા આપવાનો જનકલ્યાણલક્ષી નિર્ણય કરવામાં આવ્યો છે.

e-FIR પોર્ટલ દ્વારા ઘરે બેઠા વાહન કે મોબાઇલ ચોરીની ફરિયાદ કરો. સિટીઝન પોર્ટલ-સિટીઝન ફર્સ્ટ મોબાઇલ એપ પરથી e-FIR અપલોડ થયાના ૭૨ કલાકમાં થાણા અધિકારીએ તેનો નિકાલ કરવાનો રહેશે.

e-FIR શું છે? What is e-FIR

e-FIR  એ એક પોર્ટલ છે જેમાં મોબાઈલ ચોરી કે વાહન ચોરી વિશે પોલીસ સ્ટેશનમાં ધક્કા નહિ ખાવા પડે અને ઘરે બેઠા e-FIR કરી શકે એ માટે સીટીઝન પોર્ટલ https://gujhome.gujarat.gov.in અથવા સીટીઝન ફર્સ્ટ મોબાઈલ એપ ડેવલોપ કરવામાં આવી છે.

ગુજરાત સરકારે જાહેરાત કરી હતી કે લોકો હવે તેમના વાહનો અથવા મોબાઈલ ફોનની ચોરીની જાણ કરવા માટે સીટીઝન પોર્ટલ અથવા સીટીઝન ફર્સ્ટ મોબાઈલ એપ્લિકેશનનો ઉપયોગ કરીને “ઈ-એફઆઈઆર” નોંધાવી શકે છે.

E-FIRની સેવા ક્યારે શરૂ થઈ અને કેમ?

ગુજરાતમાં E-FIRની સેવા શરૂ થવા જઈ રહી છે, પરંતુ દેશનાં અન્ય રાજ્યોમાં પણ આ સેવા શરૂ કરવામાં આવી છે. તો આ સેવા કેમ શરૂ કરવામાં આવી એની જાણકારી મેળવીએ. પોલીસ અધિકારી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરવા માટે આનાકાની કરતા હોય છે, જેને લીધે અનેક વખત સરકારની છબિ ખરાબ થઈ ચૂકી છે. એ જોતાં રાજ્ય સરકારોએ કેન્દ્ર સરકારને ઓનલાઈન કેસ દાખલ કરવાની સુવિધા લાવવા માટે ભલામણ કરી હતી. 2015માં નવેમ્બરમાં કેન્દ્ર સરકારે ક્રાઈમ એન્ડ ક્રિમિનલ ટ્રેકિંગ નેટવર્ક સિસ્ટમ્સ (CCTNS) હેઠળ આ સુવિધાને મંજૂરી આપી હતી. 2016ના જાન્યુઆરીમાં આ પ્રોજેક્ટ હેઠળ દેશનાં 15 હજાર પોલીસ સ્ટેશન અને 5 હજાર અધિકારીઓની કચેરીમાં ઓનલાઈન FIRની સુવિધા શરૂ કરવાનું લક્ષ્ય રાખવામાં આવ્યું હતું.

e-FIR દ્વારા વાહન અને મોબાઇલ ચોરીની ફરિયાદ ઘરે બેઠા નોંધાવી શકાશે

e-FIR ની આ સુવિધા ફક્ત તેવા સંજોગોમાં જ મેળવી શકાશે કે જેમાં આરોપી અજ્ઞાત હોય તથા ઘટના દરમિયાન બળનો ઉપયોગ ન થયો હોય કે ઈજા ન પહોંચી હોય. ચોક્કસ સમય મર્યાદામાં e-FIR ની પ્રાથમિક તપાસ પૂર્ણ કર્યા બાદ તેમાં તથ્ય જણાય તો તેવી ફરિયાદ FIR માં રૂપાંતરિત કરવામાં આવશે. e-FIR સુવિધાની કાર્યપ્રણાલી અંગે યાદીમાં જણાવાયું છે કે, ફરિયાદીએ સીટીઝન પોર્ટલ પર રજીસ્ટર કરાવી વાહન કે ફોન ચોરી અંગે ફરિયાદ સંદર્ભેની વિગતો ભરી ઓનલાઈન અપલોડ કરવાની રહેશે.

e-FIR કઈ રીતે કામ કરે છે?

e-FIR.માં ફરિયાદી સિટીઝન પોર્ટલ પર ફરિયાદ કરી શકશે. e-FIR વાહન કે ફોન ચોરી અંગે જ ફરિયાદ કરી શકાશે અને ફરિયાદીને તેની ફરિયાદની ઈ-મેલ અથવા SMS થી તમામ જાણ પણ જેતે પોલીસ સ્ટેશન દ્વારા કરવામાં આવશે અને પોલીસ 24 કલાકમાં જેતે સ્થળનું નિરીક્ષણ કરશે અને 72 કલાકમાં તેનો નિકાલ કરશે અને નિકાલ ન થાય તો પેન્ડિંગ હોવા અંગેનો ઈ-મેલ પણ તરત જ પોલીસ અધિકારીઓને કરવામાં આવશે અને ત્યારબાદ 120 કલાક બાદ અરજી તાત્કાલિક ધોરણે ફરિયાદ નોંધવામાં આવશે.

e-FIR સિસ્ટમ આ રાજ્યોમાં લાગુ કરાઈ છે

E-FIR સિસ્ટમ દેશનાં 15 રાજ્યમાં લાગુ કરવામાં આવી છે, જેમાં ઉત્તરપ્રદેશ, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, દિલ્હી, આસામ, પંજાબ, ચંદીગઢ, કેરળ, તામિલનાડુ, હિમાચલ પ્રદેશ, પશ્ચિમ બંગાળ, બિહાર, ઝારખંડ, છત્તીસગઢ અને રાજસ્થાન સામેલ છે.

ચોરાયેલા વાહનો લઇને ગુનેગાર નિકળશે તો e-FIR દ્વારા કંટ્રોલ સેન્ટરને જાણ થઇ જશે

ઇ-એફઆઇઆર સેવાના ગુજરાત રાજ્ય પોલીસ સીસીટીવી કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર સાથે સંકલન કરાયેલું છે. જ્યારે ઇ-એફઆઇઆર નોંધાય ત્યારે ચોરાયેલા વાહનો કોઈ ગુનેગાર લઈને જાહેર રસ્તા પરથી પસાર થતાં હોય ત્યારે તે વાહન નંબર સીસી ટીવી કમાન્ડ એન્ડ કંટ્રોલ ખાતે તરત જ ફ્લેશ થશે. જેના થકી ચોરીના ગુના તુરંત જ ડીટેક્ટ થઈ શકશે.

E-FIR કેવી રીતે કરાવશો

E-FIR સિસ્ટમ શરૂ કરનારાં તમામ રાજ્યો પાસે પોર્ટલ અને વેબસાઈટની સુવિધા છે. તમારી સાથે જે રાજ્યમાં ઘટના બને છે તમે ત્યાંની વેબસાઈટ પર જઈ પોતાની ફરિયાદ દાખલ કરાવી શકો છો. ફરિયાદ દાખલ કરાવવા માટે તમારી પાસે માત્ર બે ચીજ હોવી જરૂરી છે, જેમાં પહેલી એક્ટિવ મોબાઈલ નંબર અને બીજી વર્કિંગ ઈમેલ આઈડી. એક્ટિવ મોબાઈલ નંબર એટલા માટે જરૂરી છે, કારણ કે E-FIR બાદ પોલીસ તમારો સંપર્ક કરશે, જેના માટે ફોન નંબર જરૂરી છે, જ્યારે ઈમેલ આઈડીની જરૂર એટલા માટે હોય છે, જેનાથી કેસમાં સત્યની પુષ્ટિ કરી શકાય.

ઓનલાઇન ઘરે બેઠા e-FIR કરો

  • સિટિઝન પોર્ટલ અથવા સિટિઝન ફર્સ્ટ મોબાઈલ એપ પર ફરિયાદ કરવી પડશે
  • આ એપ પર રજિસ્ટર કરાવી ફોન કે વાહન ચોરીની વિગતો ઓનલાઈન અપલોડ કરવી પડશે.
  • ઓનલાઈન અરજીની પ્રિન્ટઆઉટ લઈ એની પર સહી કર્યા બાદ સહી કરેલી અરજી સ્કેન કરી અપલોડ કરવી પડશે.
  • બનાવની વિગતમાં જે પોલીસ સ્ટેશનનું નામ લખ્યું હશે એ પોલીસ સ્ટેશનમાં ઈ-એફઆઈઆર ફોરવર્ડ થશે અને જો નામ લખેલું નહીં હોય તો પોલીસ કમિશનરની કચેરીએ e-FIR ફોરવર્ડ થશે અને પોલીસ કમિશનર/પોલીસ અધીક્ષક કચેરી સંબંધિત પોલીસ સ્ટેશન ખાતે e-FIR મોકલી આપશે.
  • પોલીસ સ્ટેશનના અધિકારી ઇ-ગુજકોપના યુઝર આઈ.ડી.થી ઈ ગુજકોપ પર લોગ-ઈન કરી પોર્ટલ વર્કલિસ્ટમાં એ ઇ-ફાયર જોઈ શકશે અને કોઈપણ સંજોગોમાં 24 કલાકની સમયમર્યાદાની અંદર પ્રથામિક તપાસ અર્થે પોલીસ સ્ટેશનમાં ફરજ બજવતા/કર્મચારીની મોકલવાની રહેશે.
  • જે એ પોલીસ સ્ટેશન ખાતે ફરજ બજાવતા તપાસ અધિકારીને પ્રાથમિક તપાસ સોંપાશે ત્યારે તપાસ અધિકારી અને સાથોસાથ ફરિયાદીને તપાસ અધિકારી Assign થવા અંગે ઇ-મેલ/SMSથી જાણ કરવામાં આવશે.
  • તપાસ અધિકારીએ આ પ્રકારની e-FIR મળતાં પ્રથમ e-FIRનો જરૂરી અભ્યાસ કરશે અને અપલોડ થયાના 48 કલાકની સમયમર્યાદામાં ફરિયાદીનો સંપર્ક કરી સંબંધિત દસ્તાવેજોની ખરાઈ કરશે અને વાહન ચોરી/મોબાઇલ ફોર ચોરીના બનાવની જગ્યાની મુલાકાત લેશે. આ સમગ્ર પ્રક્રિયા e-FIR અપલોડ થયાના 48 કલાકમાં પૂર્ણ કરી e-FIR અંગે પ્રાથમિક તપાસનો અહેવાલ આપવો પડશે.
  • થાણા અધિકારી આ અહેવાલ મળ્યાના 24 કલાકની સમયમર્યાદામાં e-FIRનો યોગ્ય નિકાલ કરી ઇ-ગુજકોપમાં દાલખ કરશે. e-FIRમાં ખોટા દસ્તાવેજ હોય અને ખોટી વિગત હોય તો અરજી દફતરે કરશે. સિટિઝન પોર્ટલ/સિટિઝન ફર્સ્ટ મોબાઇલ એપ પરથી e-FIR અપલોડ થયાના 72 કલાકમાં નિકાલ કરવાનો રહેશે.
  • ઉપરી અધિકારી દ્વારા જાણ થયાના 24 કલાકમાં કાર્યવાહી નહીં કરાય તો નાયબ પોલીસ કમિશનર તથા પોલીસ કમિશનરને ઇ-મેલ/SMSથી જાણ થશે. આમ, ઇ-ફાયર સંદર્ભે પાંચ દિવસમાં (120 કલાકમાં)માં આખરી નિર્ણય અંગે (Final Disposal)ની કાર્યવાહી કરવામાં નહી આવે તો આવી FIRનો નંબર આપોઆપ ફાળવાશે e-FIR અંગે 5 દિવસમાં કાર્યવાહી નહી કરવા બદલ પોલીસ કમિશનર/નાયબ પોલીસ કમિશનર/પોલીસ અધીક્ષક પોલીસ સ્ટેશનના સંબંધિત અધિકારીની જવાબદારી નક્કી કરી તેઓ વિરુદ્ધ શિક્ષાત્મક કાર્યવાહી કરશે.

Important Link 

સીટીઝન ફર્સ્ટ મોબાઈલ એપ અહીં ક્લિક કરો
સીટીઝન પોર્ટલ અહીં ક્લિક કરો
હોમપેજ અહીં ક્લિક કરો

FAQ of e-FIR

e-FIR શું છે?

ઓનલાઇન e-FIR: ગુજરાત સરકાર દ્વારા વાહન ચોરી કે મોબાઈલ ચોરીના કિસ્સામાં સીટીઝન પોર્ટલ http://gujhome.gujarat.gov.in અથવા સીટીઝન ફર્સ્ટ મોબાઈલ એપ ડેવલોપ કરવામાં આવી છે.

e-FIR માં કઈ રીતે વાહન કે મોબાઈલ ની ફરિય્યદ કરવી?

ઓનલાઇન e-FIR માટે સીટીઝન પોર્ટલ http://gujhome.gujarat.gov.in અથવા સીટીઝન ફર્સ્ટ મોબાઈલ એપ દ્વારા કરી શકો છો.

Conclusion

આ લેખ દ્વારા, અમે તમને ઓનલાઇન e-FIR કરો, ઘરે બેઠા વાહન કે મોબાઇલ ચોરીની ફરિયાદ સંબંધિત તમામ મહત્વપૂર્ણ માહિતી પ્રદાન કરી છે. જો તમને હજુ પણ કોઈપણ પ્રકારની સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો હોય તો તમે કોમેન્ટ બોક્સ માં કોમેન્ટ કરી, સંપર્ક કરો અમે તમારી સમસ્યાનો ઉકેલ આપીશું.

આવી બીજી યોજના અને શૈક્ષણિક અપડેટ્સ માટે અમારી સાથે જોડાયેલા રહો. અમારી તમામ પોસ્ટ્સની સૂચના મેળવવા માટે અમારા WhatsApp ગ્રુપ સાથે જોડાઓ.

About Author : Pratham Ahir
Contact Email : contactgujjuonline@gmail.com
Notice :
અમારા લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

Hello Readers, GujjuOnline.in is a private website and don’t represent any government entity, organizations or department. Whatever information we shared here is gathered from various Gujarat government’s official website and news papers and other websites. We also cross verify the job when we post any job but do always cross verify the job vacancy by yourself to prevent fraudulent happening in the name of job.