પરેશ ગોસ્વામી ની આગાહી : રાજ્યમાં હાલ વરસાદે જાણે હાથતાળી આપીને ગાયબ થઇ ગયો હોય તેવી પરિસ્થિતિ જોવા મળી રહી છે. બે-ત્રણ દિવસ વરસાદ થયા બાદ મેઘરાજા ફરીથી ગુમ થઇ ગયા છે. ત્યારે હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ આગાહી કરતા જણાવ્યુ છે કે, હજી વરસાદ ઘણો લાંબો ચાલશે.
16થી 22 સપ્ટેમ્બરમાં ભારેથી અતિભારે વરસાદની પણ આગાહી કરી છે. હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ બંગાળની ખાડીમાં 11 સપ્ટેમ્બરથી અસ્થિરતા સર્જાવવાનું ચાલુ થયું છે.
પરેશ ગોસ્વામી ની આગાહી
આ અસ્થિરતાને આવનારા દિવસોમાં યોગ્ય હવામાન મળવાને કારણે લો પ્રેશરમાં પરિવર્તિત થશે. જે ઉત્તર પશ્ચિમ તરફ ગતિ કરશે. આ લો પ્રેશર 16મી સપ્ટેમ્બરની આસપાસ મધ્યપ્રદેશ પર આવશે અને એક મજબૂત ટ્રફ બનશે.
તેમણે મોટી વાત જણાવતા કહ્યુ કે, આ લો પ્રેશરને કારણે, બહોળો શિયર ઝોન સર્જાશે. જેના કારણે 16થી 22 સપ્ટેમ્બર દરમિયાન ગુજરાતમાં સારા વરસાદો થાય તેવી શક્યતા છે. આ દરમિયાન દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારેથી અતિભારે વરસાદ જોવા મળશે.
આ તારીખોમાં ફરીથી મેઘરાજા ધડબડાટી બોલાવશે
આ ઉપરાંતના ભાગોમાં પણ સામાન્યથી મધ્યમ વર્ગનો વરસાદ જોવા મળશે. આ સાથે તેમણે જણાવ્યુ કે, ગુજરાતમાં ચોમાસું હજી ઘણું લાંબુ ચાલવાનું છે. એટલે 22મી સપ્ટેમ્બર પછી પણ અનેકવાર વરસાદ પડશે.
જેનાથી ચોમાસું પાકને જે પાણીની જરૂર છે તે તો પુરી થશે સાથે ઉનાળું અને શિયાળું પિયત કરી શકે તેટલી વ્યવસ્થા થઇ જાય તેવી શક્યતાઓ છે. તેમણે એમ પણ જણાવ્યુ કે, જે વિસ્તારો વરસાદથી ઓગસ્ટ સપ્ટેમ્બરમાં વંચિત રહ્યા છે.
24થી 36 કલાકમાં જ ચોમાસુ શરૂ થઇ જશે
પ્રાપ્ત વિગત મુખ્ય જૂનાગઢના હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ વરસાદને લઇને વરતારો કર્યો છે. તેઓએ જણાવ્યું કે રાજ્યમાં આગામી 24થી 36 કલાકમાં જ ગુજરાતમાં સત્તાવાર રીતે ચોમાસુ શરૂ થઇ જશે. આ દરમિયાન રાજ્યમાં અનેક સ્થળોએ ધોધમાર વરસાદ પડશે.
ખાસ કરીને 26થી 30 જુન દરમિયાન દક્ષિણ અને મુધ્ય ગુજરાતમાં મેઘરાજા રીતસર ધમરોળશે. તો કચ્છ અને સૌરાષ્ટ્રના લોકોને વરસાદ માટે રાહ જોવી પડશે, છૂટાછવાયા વરસાદ સિવાય આ વિસ્તારોમાં નોંધપાત્ર વરસાદ પડવાની શક્યતાઓ ઓછી દેખાઇ રહી છે.
અનેક રાજ્યોમાં વરસાદની આગમન
અત્રે ઉલ્લેખનીય છે કે ચોમાસાનાં આગમનના એંધાણને લઈને કે રાજ્યમાં ભાવનગર, વડોદરા, પંચમહાલ સહિત મધ્ય ગુજરાતના અનેક સ્થળોએ શુક્રવાર સાંજથી જ વાતાવરણમાં પલટો આવ્યો છે. અહીં ભારેથી અતિભારે વરસાદને કારણે નદી-નાળા છલકાઇ ગયા છે અને રસ્તાઓ પર પણ પાણી ભરાયા છે.
ખેડૂતો જે વરસાદની રાહ જોઈ રહ્યા છે તેઓને સંતોષ થશે. ડેમમાં નવા પાણીની આવક થશે. કૂવા અને બોરનાં તળ જે નીચા ગયા છે તે ફરીથી ભરાશે અને નવા પાણી આવશે.
વરસાદ આગાહિ 2023
પરેશ ગોસ્વામીએ સૌરાષ્ટ્ર મા વરસાદની આગાહી કરી છે કે, સૌરાષ્ટ્રના તમામ જિલ્લાઓમાં ભારે વરસાદ પડશે તેવી આગાહી કરી છે. જેમાં ભારેથી અતિભારે વરસાદ વરસવાની શક્યતાઓ દેખાઈ રહી છે તેમાં બોટાદ, ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ, જુનાગઢ, જામનગર, દ્વારકા અને મોરબી જિલ્લા મા વરસાદ પડવાની સંભાવનાઓ છે.
આ સિવાય પોરબંદર, રાજકોટ જિલ્લાઓમાં મધ્યમથી ભારે વરસાદ પડવાની સંભાવનાઓ છે. પરેશ ગોસ્વામીએ આ આગાહી કરીને સૌરાષ્ટ્રવાસીઓ માટે ખાસ સાવધ રહેવાની સલાહ આપી છે.
આ સાથે હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ કચ્છના પણ અમુક ભાગોમાં પણ ભારેથી અતિભારે વરસાદની શક્યતાઓ વ્યક્ત કરીને જણાવ્યું છે કે, પશ્ચિમ કચ્છના ભાગો છે કે જ્યાંથી બિપરજોય વાવાઝોડાની અસર થઈ હતી ત્યાં અતિભારે વરસાદ જોવા મળી શકે છે.
અંબાલાલ ની આગાહિ
ગુજરાતના હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ ની આગાહિ જોઇએ તો તેમના જણાવ્યા અનુસાર, ગુજરાતમાં આગામી 36 કલાક ભારે વરસાદ પડવાની સંભાવના છે. આગામી 36 કલાક મા પૂર્વ ગુજરાત, ઉત્તર ગુજરાત સહિત સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ પડી શકે છે.
અંબાલાલે આગાહિ કરતા જણાવ્યું છે કે, આ સમયગાળા દરમિયાન સિદ્ધપુર, વડનગર સહિત આખા ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદ વરસવાની શક્યતા છે. તો પૂર્વ ગુજરાતમાં દાહોદ સહિતના વિસ્તારોમાં પણ ભારે વરસાદ પડવાની સંભાવના છે.
Conclusion
આ લેખ દ્વારા, અમે તમને પરેશ ગોસ્વામી ની આગાહી : આ તારીખોમાં ફરીથી મેઘરાજા ધડબડાટી બોલાવશે સંબંધિત તમામ મહત્વપૂર્ણ માહિતી પ્રદાન કરી છે. જો તમને હજુ પણ કોઈપણ પ્રકારની સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો હોય તો તમે કોમેન્ટ બોક્સ માં કોમેન્ટ કરી,સંપર્ક કરો અમે તમારી સમસ્યાનો ઉકેલ આપીશું.
આવી બીજી યોજના અને શૈક્ષણિક અપડેટ્સ માટે અમારી સાથે જોડાયેલા રહો. અમારી તમામ પોસ્ટ્સની સૂચના મેળવવા માટે અમારા WhatsApp ગ્રુપ સાથે જોડાઓ.
!! Gujjuonline.in ની મુલાકાત લેવા બદલ આભાર !!