You are searching for Pumpset sahay yojana? પંપસેટ સહાય યોજના ગુજરાતમાં ખેડૂતોને વિવિધ સરકારી યોજનાઓનો લાભ આપવા માટે Ikhedut Portal બનાવેલ છે. Pumpset sahay yojana જેમાં બાગાયતી વિભાગ દ્વારા ઈલેક્ટ્રીક, ડીઝલ, પેટ્રોલ પંપસેટ સહાય યોજના આપવામાં આવે છે.Pumpset sahay yojana નો લાભ મેળવવા માટે કેવી રીતે અરજી કરવી, કયા-કયા ડોક્યુમેન્ટ જોઈએ વગેરે વિગતવાર માહિતી મેળવીશું.
પંપસેટ સહાય યોજના નો લાભ કોને મળશે ? કેવી રીતે લાભ મેળવી શકાશે? ક્યાં ક્યાં ડોક્યુમેન્ટ ની જરૂર પડે? કેટલો લાભ એટલે કે સહાય મળે? તેની વિગતે માહિતી આ આર્ટિકલમાં આપવામાં આવી છે. જે નીચે મુજબ છે.
Table of Pumpset sahay yojana | પંપસેટ સહાય યોજના
યોજનાનું નામ | ડીઝલ, ઇલેક્ટ્રીક, પેટ્રોલ પં૫સેટ સહાય યોજના |
આર્ટિકલની ભાષા | ગુજરાતી અને English |
યોજનાનો ઉદ્દેશ | બાગાયતિ પાકનું વાવેતર વધારવાના હેતુથી સાધન સહાય |
લાભાર્થી | પાત્રતા ધરાવતા ખેડૂતો |
મળવાપાત્ર સહાય | ખેડૂતો લાભાર્થીઓને મહત્તમ 10 HP સુધીના પંપસેટની કિંમતના 50 % કે વધુમાં વધુ રૂ.15000/-ની મર્યાદા સહાય મળશે. |
અધિકૃત વેબસાઈટ | ikhedut.gujarat.gov.in |
અરજી કરવાની છેલ્લી તારીખ | 30/04/2022 |
Agenda of Pumpset sahay yojana | પંપસેટ સહાય યોજના
- પં૫સેટ સહાય યોજના ખેડૂતો માટે આ યોજના બહાર પાડેલ છે. રાજ્યમાં Pumpset sahay yojana ખેડૂતો ને બાગાયતી ખેતી તરફ વળે અને વધુ ઉત્પાદન મેળવીને સારી કમાણી કરી શકે તે અત્યંત જરૂરી છે. બાગાયતી પાકોમાં પાણીના પંપ દ્વારા પાક કે છોડને પાણી પાઈ શકે તે માટે આ સાધન સહાય આપવામાં આવે છે.
Eligibility Criteria for Pumpset sahay yojana | પંપસેટ સહાય યોજના
પં૫સેટ સહાય યોજના લાભ લેવા માટે Online Arji કરવાની હોય છે. Bagayati Vibhag દ્વારા Pumpset sahay yojana નો લાભ આપવામાં આવે છે. જેમાં પાણીના પંપસેટની ખરીદી પર સહાય આપવામાં આવે છે. આ યોજનામાં લાભની વિગતો Ikhedut Portal માં આપેલ છે.
- પં૫સેટ સહાય યોજના ફકત આણંદ, ભરૂચ, સુરત, વલસાડ, નવસારી, નર્મદા, તાપી, વડોદરા, પંચમહાલ, ખેડા જિલ્લાઓ માટે જ અમલમાં છે.
- ખેડૂતો લાભાર્થીઓને મહત્તમ 10 HP સુધીના પંપસેટની કિંમતના 50 % કે વધુમાં વધુ રૂ.15000/-ની મર્યાદા સહાય મળશે.
- Pumpset sahay yojana લાભ ઓછામાં ઓછા 2 હેક્ટરનું વાવેતર જરુરી છે.
- આ યોજનામાં વાવેતર કર્યાના બીજાવર્ષે સહાય મળવાપાત્ર થશે.
Document Required For Pumpset sahay yojana | પંપસેટ સહાય યોજના
- ખેડૂતની 7/12 ની જમીનની નકલ
- અરજદારનું આધારકાર્ડની નકલ (Aadhar Card)
- જો ખેડૂત લાભાર્થી SC જ્ઞાતિનો હોય તો જાતિનું સર્ટિફિકેટ
- જો ખેડૂત લાભાર્થી ST જ્ઞાતિનો હોય તો જાતિનું સર્ટિફિકેટ
- રેશનકાર્ડની નકલ (Ration Card)
- જો ખેડૂત દિવ્યાંગ હોય તો દિવ્યાંગતા હોવા અંગેનું પ્રમાણપત્ર
- લાભાર્થી જો ટ્રાઈબલ વિસ્તારના હોય તો વન અધિકાર પત્રની નકલ (હોય તો)
- ખેતીના 7-12 અને 8–અ જમીનમાં સંયુક્ત ખાતેદારના કિસ્સામાં અન્ય ખેડૂતના સંમતિપત્રક
- લાભાર્થી પાસે આત્માનું રજીસ્ટ્રેશન કરાવેલું હોય તો
- સહકારી મંડળીના સભ્ય હોય તો તેની વિગતો (લાગુ પડતું હોય તો)
- દૂધ ઉત્પાદક મંડળીના સભ્ય હોય તો તેની માહિતી (લાગુ પડતું હોય તો જ)
- લાભાર્થીનો મોબાઈલ નંબર
Apply for Pumpset sahay yojana | પંપસેટ સહાય યોજના
પં૫સેટ સહાય યોજના હેઠળ બાગાયતી યોજનાનો લાભ આપવામાં આવે છે. ખેડૂતોએ Ikhedut Portal પરથી Online Arji કરવાની રહેશે છે. ખેડૂતો Pumpset sahay yojana ઓનલાઈન એપ્લિકેશન ઘરે બેઠા જાતે પણ કરી શકે છે. તથા ગ્રામ પંચાયત ખાતેથી VCE (Village Computer Entrepreneur) દ્વારા પણ ઓનલાઈન અરજી કરી શકે છે.પં૫સેટ સહાય યોજના ઓનલાઈન એપ્લિકેશન કેવી કરવી તેની Step By Step માહિતી નીચે મુજબ છે.
- સૌપ્રથમ Google Search માં “Ikhedut Portal” ટાઈપ કરવાનું રહેશે.
- જેમાં Google Search માં જે રીઝલ્ટ આવે તેમાંથી https://ikhedut.gujarat.gov.in/ વેબસાઈટ ખોલવી.
- Ikhedut Portal ખોલ્યા બાદ “પં૫સેટ સહાય યોજના” પર ક્લિક કરવું.
- તેમાં યોજના પર Click કર્યા પછી ક્રમ નંબર-3 પર “બાગાયતી યોજનાઓ” ખોલવું.
- “Bagayati Yojana” ખોલ્યા પછી જ્યાં વિવિધ બાગાયતી યોજના બતાવશે.
- જેમાં “ડીઝલ/ ઇલેક્ટ્રીક/પેટ્રોલ પં૫સેટ– (ઓઇલપામ HRT –6)” માં “અરજી કરો” તેના પર ક્લિક કરીને વેબસાઈટ ખોલવાની રહેશે.
- ત્યાર બાદ તમને પૂછવામાં આવશે કે તમે રજીસ્ટર અરજદાર ખેડૂત છો? જેમાં જો તમે રજીસ્ટ્રેશન કરેલ હોય તો “હા” અને નથી કર્યું તો “ના” કરવાનું રહેશે.
- જો તમે રજીસ્ટ્રેશન કરેલ હોય તો આધારકાર્ડ નંબર અને મોબાઈલ નંબર નાખ્યા બાદ Captcha Image નાખીને અરજી કરવાની રહેશે.
- લાભાર્થીએ Ikhedut Portal પર રજીસ્ટ્રેશન કરેલ નથી તો ‘ના’ સિલેકટ કરીને ઓનલાઈન અરજી કરવાની રહેશે.
- લાભાર્થી ખેડૂતે ઓનલાઈન એપ્લિકેશનમાં સંપૂર્ણ માહિતી ભર્યા બાદ અરજી સેવ કરો એના પર ક્લિક કરવાનું રહેશે.
- ત્યાર બાદ લાભાર્થીએ ફરીથી વિગતો ચેક કરીને અરજી કન્ફર્મ કરવાની રહેશે. એક વાર અરજી કન્ફર્મ થયા બાદ અરજી નંબરમાં કોઈ સુધારો કે વધારો થશે નહિં તેની નોંધ લેવી.
- લાભાર્થીએ ઓનલાઈન અરજી કર્યા બાદ પોતાની અરજીના આધારે પ્રિન્ટ મેળવી શકશે.
- ખેડૂતો દ્વારા પ્રિન્ટ મેળવ્યા બાદ સહી-સિક્કા કરાવવાના રહેશે.
- ત્યારબાદ Ikhedut Portal પર માંગ્યા મુજબના Document અપલોડ કરવાના રહેશે.
Important Links
સત્તાવાર સાઈટ | અહીં ક્લિક કરો |
HomePage | અહીં ક્લિક કરો |
FAQ of Free Pumpset sahay yojana | પંપસેટ સહાય યોજના
પંપસેટ સહાય યોજના પાણીના ઉદ્દેશ શું છે?
ગુજરાતના ખેડૂતો Bagayati Kheti તરફ આકર્ષાઈ તે હેતુથી આ સાધન સહાય આપવામાં આવે છે.
Pumpset sahay yojana માં કેટલો લાભ મળે?
ખેડૂતો લાભાર્થીઓને મહત્તમ 10 HP સુધીના પંપસેટની કિંમતના 50 % કે વધુમાં વધુ રૂ.15000/-ની મર્યાદા સહાય મળશે.
ડીઝલ, ઇલેક્ટ્રીક, પેટ્રોલ પં૫સેટ સહાય યોજના ક્યા વિભાગ દ્વારા ચલાવવામાં આવે છે?
ગુજરાતના કૃષિ,ખેડુત ક્લ્યાણ અને સહકાર વિભાગ હેઠળ સંલગ્ન Bagayati Vibhag દ્વારા આ યોજના ચલાવવામાં આવે છે.
Conclusion
આ લેખ દ્વારા, અમે તમને Pumpset sahay yojana | પંપસેટ સહાય યોજના સંબંધિત તમામ મહત્વપૂર્ણ માહિતી પ્રદાન કરી છે. જો તમને હજુ પણ કોઈપણ પ્રકારની સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો હોય તો તમે કોમેન્ટ બોક્સ માં કોમેન્ટ કરી, સંપર્ક કરો અમે તમારી સમસ્યાનો ઉકેલ આપીશું.
આવી બીજી યોજના અને શૈક્ષણિક અપડેટ્સ માટે અમારી સાથે જોડાયેલા રહો. અમારી તમામ પોસ્ટ્સની સૂચના મેળવવા માટે અમારા WhatsApp ગ્રુપ સાથે જોડાઓ.