ગુજરાતમાં આગામી 5 દિવસ વરસાદની આગાહી

ગુજરાતમાં આગામી 5 દિવસ વરસાદની આગાહી : સમાચાર સામે આવ્યા હતા કે મંગળવારે સવારે સરદાર સરોવર નર્મદા ડેમની જળ સપાટી 130.98 મીટરે નોંધાઈ છે. ગુજરાતની જીવાદોરી સમાન નર્મદા ડેમની મહત્તમ સપાટી 138.68 મીટર છે.

છેલ્લા ત્રણ કલાકમાં પાણીની સરેરાશ આવક 52,025 ક્યૂસેક થઇ છે. તો હવે આજે હવામાન વિભાગ અને અંબાલાલ પટેલે ફરી વરસાદને લઈ નવી આગાહી કરી છે અને લોકોને ખાસ એ જાણવા જેવું છે.

ગુજરાતમાં આગામી 5 દિવસ વરસાદની આગાહી

હવામાન વિભાગે મંગળવારે આપેલી વરસાદ અંગેની આગાહી પ્રમાણે રાજ્યમાં આગામી પાંચ દિવસ સુધી રાજ્યના કેટલાક ભાગોમાં છૂટોછવાયો વરસાદ થઇ શકે છે પરંતુ ભારેથી અતિભારે વરસાદની આગાહી નથી.

તો બીજી બાજુ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગામી 24 કલાક બાદ 18મી તારીખ સુધી રાજ્યનાં અનેક વિસ્તારોમા સારો વરસાદ થવાનું અનુમાન લગાવ્યુ છે. જો કે હવે જોવાનું એ રહ્યું કે કોણ સાચુ પડે છે.

હવામાન વિભાગ કહે છે કે પાંચ દિવસ ગુજરાતમાં વધારે વરસાદ થવાની કોઇ આગાહી નથી. એકાદ જગ્યાએ સામાન્ય વરસાદ થઇ શકે છે. હાલ ભારે વરસાદ થવાની કોઇ શક્યતા નથી. ગુજરાતમાં ગરમી અંગે તેમણે જણાવ્યુ હતુ કે, વરસાદ તો ઘણો ઓછો થશે પરંતુ ગુજરાતમાં તાપમાન વધશે.

દાહોદ અને ગાંધીનગર જિલ્લામાં જરૂરિયાત કરતા ઓછો વરસાદ 

દાહોદ જિલ્લામાં અત્યાર સુધીમાં 437.5 mm વરસાદ થવો જોઈએ પરંતુ તેના કરતા 339.9 mm વરસાદ નોંધાયો છે. એટલે કે 22 ટકા ઓછો વરસાદ થયો છે. ડાંગમાં અત્યાર સુધીનો 1383.4  mm વરસાદ થવો જોઈએ પરંતુ 1271.8 mm વરસાદ નોંધાયો છે. એટલે કે 8 ટકા ઓછો વરસાદ નોંધાયો છે.

ગાંધીનગર જિલ્લામાં અત્યાર સુધીમાં 457.8 mm વરસાદ નોંધાવો જોઈએ પરંતુ અત્યાર સુધઈમાં 367.6 mm જ વરસાદ નોંધાયો છે. એટલે કે 20 ટકા ઓછો વરસાદ થયો છે. નર્મદા જિલ્લામાં પણ અત્યાર સુધીનો 602 mm વરસાદ થવો જોઈએ પરંતુ અત્યાર સુધીમાં 536.5 mm વરસાદ થયો છે.

એટલે કે 11 ટકા ઓછો વરસાદ નોંધાયો છે. વડોદરા જિલ્લામાં અત્યાર સુધીમાં 551.8 mm વરસાદ નોંધાવો જોઈએ પરંતુ 487 mm વરસાદ નોંધાયો છે. જે 6 ટકા ઓછો વરસાદ થયો છે.

શું કહેવું ગુજરાતમાં મેઘરાજા ખાબકશે કે કેમ?

એકાદ ડિગ્રી તાપમાન વધી શકે છે. હાલ માછીમારો માટે પણ કોઈ વોર્નિંગ નથી. તો બીજી બાજુ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે વરસાદ અંગે આગાહી કરતા જણાવ્યુ છે કે, ગુજરાતમાં 10 ઓગસ્ટ બાદ સતત આઠ દિવસ વરસાદ વિવિધ ભાગોમાં ઓળઘોળ થઈ વરસી શકે છે.

આ ઉપરાંત તેમણે જણાવ્યુ હતુ કે, 10થી 18 ઓગસ્ટનો રાઉન્ડ પુરો નહીં થાય ત્યાં સુધીમાં વધુ એક પ્રચંડ રાઉન્ડની તૈયારી મેઘરાજા કરી લેવાના છે. ત્યારે જોવાનું એ રહ્યું કે વરસાદ આવશે કે કેમ?

હવામાન વિભાગની આગામી 5 દિવસની આગાહી

હવામાન વિભાગના ડાયરેક્ટર ડો.મનોરમા મોહંતીએ આગામી 5 દિવસ રાજ્યમાં વરસાદ કેવો રહેશે તે અંગે પૂર્વાનુમાન કરતા કહ્યું છે કે હાલના તબક્કે રાજ્યમાં 93 ટકા વરસાદ થયો છે. રાજ્યમાં હાલ જરૂરિયાત કરતા 50 ટકા વધુ વરસાદ થયો છે.

તેમણે કહ્યું કે હાલ ગુજરાતમાં વરસાદ લાવે એવી એકેય વરસાદી સિસ્ટમ અસ્તિત્વમાં નથી. રાજ્યના કોઈપણ વિસ્તારમાં સામાન્ય છૂટો છવાયો વરસાદ આવી શકે છે. રાજ્યમાં હાલ ક્યાંય નોંધપાત્ર વરસાદની આગાહી નથી.

હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી શું કહે છે?

ગુજરાતમાં જુલાઈમાં રેકોર્ડબ્રેક વરસાદ પડ્યો પરંતુ ઓગસ્ટમાં જોઈએ તો વરસાદનું જોર ઓછું જોવા મળી રહ્યું છે. હવામાન વિભાગે આગામી 5 દિવસ ગુજરાતમાં કેવો વરસાદ રહેશે તે અંગેનું પૂર્વાનુમાન કર્યું છે.

રાજ્યમાં અત્યાર સુધીમાં સરેરાશ 92 ટકા વરસાદ નોંધાયો છે. જો કે ગુજરાતમાં 33 જિલ્લામાં મોટા ભાગના જિલ્લામાં સામાન્ય કરતા વધુ વરસાદ નોંધાઈ ગયો છે. પરંતુ તેમ છતા અમુક જિલ્લામાં એવા છે. અત્યાર સુધીમાં વરસાદ પડવો જોઈએ તેના કરતા ઓછો વરસાદ પડ્યો છે.

વરસાદ વિષે શું કહે છે અંબાલાલ?

બીજી બાજુ હવામાન નિષ્ણાંત અને આગાહીકાર અંબાલાલ પટેલનું ઓગસ્ટમાં વરસાદ અંગે શું માનવું છે એ પણ જાણો. તેમણે કહ્યું કે ગુજરાતમાં ભલે જુલાઈ કરતા ઓછો વરસાદ રહેશે, પરંતું ઓગસ્ટનો ચોથો રાઉન્ડ પણ ભારે વરસાદ લાવશે.

આ સાથે જ તેઓએ ઓગસ્ટમાં કેમ વરસાદ ઓછો રહેશે તેનુ કારણ પણ જણાવ્યું. અંબાલાલ પટેલે આગાહી કરી કે, જુલાઈની સરખામણીએ ઓગસ્ટમાં વરસાદ ઓછો રહેશે. જો કે ઓગસ્ટમાં પણ વરસાદના ભારે ઝાપટા રહી શકે છે.

હાલ વાતાવરણની વાત કરીએ તો, બંગાળાના ઉપસાગરમાંથી વેલમાર્ક લો પ્રસરે ઓગસ્ટના વરસાદી સિસ્ટમને ખોરવી નાંખી છે. આ ઉપરાંત પૂર્વીય દેશોમાં એક ચક્રવાતે બંગાળાના ઉપસાગરનો બધો વરસાદ ખેંચી લીધો છે. અને આ જ કારણથી વાતાવરણમાં ભેજ ઓછો છે. ગુજરાત અને મધ્યપ્રદેશ તરફ વરસાદ ઓછો પડશે.

વધુ માહિતી માટે

આ પણ વાંચો,

તમારા નામના તિરંગા આલ્ફાબેટ ડાઉનલોડ કરો

JIO એ લોન્ચ કર્યો સૌથી સસ્તો લેપટોપ

500ની નોટ તમારી પાસે હોય તો જાણી લો RBI ના નવા નિયમો

ઓગસ્ટ મહિનામાં આટલા દિવસ ધોધમાર વરસાદ પડશે

ગુજરાતમાં આ પાંચ દિવસ ખુબજ ગરમી પડશે!

Conclusion

આ લેખ દ્વારા, અમે તમને ગુજરાતમાં આગામી 5 દિવસ વરસાદની આગાહી સંબંધિત તમામ મહત્વપૂર્ણ માહિતી પ્રદાન કરી છે. જો તમને હજુ પણ કોઈપણ પ્રકારની સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો હોય તો તમે કોમેન્ટ બોક્સ માં કોમેન્ટ કરી,સંપર્ક કરો અમે તમારી સમસ્યાનો ઉકેલ આપીશું.

આવી બીજી યોજના અને શૈક્ષણિક અપડેટ્સ માટે અમારી સાથે જોડાયેલા રહો. અમારી તમામ પોસ્ટ્સની સૂચના મેળવવા માટે અમારા WhatsApp ગ્રુપ સાથે જોડાઓ.

!! Gujjuonline.in ની મુલાકાત લેવા બગલ આભાર !!

Leave a Comment