હજી 5 દિવસ અમદાવાદમાં અતિભારે વરસાદની આગાહી : ગુજરાતમાં આજે અનેક જિલ્લાઓમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. ભારે વરસાદના કારણે નવસારી, વલસાડ, જામનગર, જુનાગઢની નદીઓમાં ઘોડાપૂરની સ્થિતિ ઉભી થઈ છે. જ્યારે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાતા લોકોને ભારે હાલાકી પડી રહી છે.