Rath Yatra Live: જાણો રથયાત્રાનું મહત્વ, રૂટ અને ટાઈમ

Are you searching for Rath Yatra Live 2023? અહીંથી તમે લાઈવ રથયાત્રા નિહાળી શકો છો. તેમજ રથયાત્રાનું મહત્વ જાણવા મળશે. રથયાત્રની શરૂઆત તારીખ 20 જૂન 2023 ના રોજ સવારે 07:05 મિનિટે મંદિરથી નીકળશે.

રથયાત્રા શુભારંભની પહિન્દ વિધિ રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ (Bhupendra Patel) ના શુભ હસ્તે રથ ખેંચી શુભારંભ કરવામાં આવશે. શ્રી જગન્નાથજી રથયાત્રા પરંપરા મુજબ નગર પરિક્રમા કરી સાંજે 8.30 કલાકે નિજ મંદિર પરત આવશે.

જગન્નાથજીની 146 મી રથયાત્રા (Rath Yatra Live)

Ratha Yatra Puri જગન્નાથનું મુખ્ય મંદિર ઓડિશાના પુરીમાં આવેલું છે. પૂરી ખાસ કરીને રથયાત્રા કે રથજાત્રા માટે પ્રખ્યાત થયેલું છે. આ રથયાત્રા અષાઢ મહિનામાં એટલે કે અંગ્રેજી મહિના પ્રમાણે જૂન અથવા જુલાઈમાં નીકળે છે. જગન્નાથપુરી ની રથયાત્રા ને સૌથી વધુ જૂનો અને સૌથી મોટો હિન્દુઓનો રથ ઉત્સવ માનવામાં આવે છે.

ગુજરાતમાં પણ અમદાવાદમાં ખૂબ જ મોટી રથયાત્રા નીકળે છે. તેમજ કૃષ્ણ મંદિરમાં અનેક જગ્યાએ નાની મોટી રથયાત્રાઓ યોજવામાં આવે છે. આ તહેવારમાં ત્રણ દેવતાઓનો સમાવેશ થાય છે એક તો ભગવાન જગન્નાથ,એક તેઓના ભાઈ બલભદ્ર અને બહેન સુભદ્રા.

આ ત્રણેય ભગવાનને રથમાં બેસાડી, ગામમાં ફેરવી અને ગુંડે મંદિરમાં લાવવામાં આવે છે. આ નાના મંદિરમાં તેઓ એક અઠવાડિયા સુધી નિવાસ કરે છે, ત્યારબાદ તેઓને જગન્નાથ મંદિરમાં ફરીથી પધરામણી કરાવવામાં આવે છે.

જગન્નાથજીની રથયાત્રાનું મહત્વ

ભગવાન જગન્નાથ શ્રી કૃષ્ણના અવતાર છે. એવું માનવામાં આવે છે કે, ભગવાન જગન્નાથની બહેન સુભદ્રાએ દ્વારકા દર્શન કરવાની ઇચ્છા વ્યક્ત કરી હતી અને ત્યારબાદ ભગવાન જગન્નાથે તેમની બહેનને રથમાં બેસાડીને લઈ ગયા હતા.

ત્યારથી રથયાત્રા શરૂ થઈ હતી. આ રથયાત્રાનો ઉલ્લેખ સ્કંદ પુરાણ, નારદ પુરાણ, પદ્મ પુરાણ અને બ્રહ્મ પુરાણમાં પણ કરવામાં આવ્યો છે. સામાન્ય તૌર પર તો આપણે સૌ ભગવાન કૃષ્ણની જ પૂજા કરતા હોઈએ છીએ, પરંતુ આ રથયાત્રા દરમિયાન ભગવાન કૃષ્ણના ભાઈ બહેનની પણ પૂજા કરવાની પૌરાણિક પરંપરા છે.

આ ઉત્સવ ની શરૂઆત બલરામ જગન્નાથ અને સુભદ્રાના સ્નાનની યાત્રાથી થાય છે. 12 મી સદીમાં શરૂ કરાયેલો આ તહેવાર આજે પણ હિન્દુ ભક્તો દ્વારા પૂરી ધામધૂમ અને શ્રદ્ધાથી ઉજવવામાં આવે છે.

રથ યાત્રાની હાર્દિક શુભકામના પાઠવવા અહીં ક્લિક કરો

2023 માં એટલે કે હવે બે ત્રણ દિવસ બાદ આવનારી આ યાત્રાના મુખ્ય આકર્ષણના કેન્દ્રો રહેશે ચંદન યાત્રા, સ્નાન યાત્રા, હીરા પંચમી, નીલાદરી બીજ અને બ્રહ્મ પરિવર્તન. તો મિત્રો થઈ જાઓ તૈયાર આ વર્ષે જગન્નાથપુરી યાત્રા ના દર્શન કરવા માટે અને નવ દિવસ ચાલનારી આ શોભાયાત્રામાં ભક્તિના રંગથી રંગાવા માટે.

શા માટે જગન્નાથ રથયાત્રાનું આયોજન કરવામાં આવે છે?

દર વર્ષે અષાઢ મહિનામાં, શુક્લ પક્ષના બીજા દિવસે, ભગવાન જગન્નાથ (ભગવાન કૃષ્ણ) મોટા ભાઈ બલરામ અને નાની બહેન સુભદ્રા સાથે તેમની મામી (ગુંડિચા) ના ઘરે જાય છે. આ દિવસે તેઓને ત્રણ અલગ-અલગ રથ પર લઈ જવામાં આવે છે. આ પછી ત્રણેયને રથયાત્રા દ્વારા તેમની માસીના ઘરે એટલે કે ગુંડીચા મંદિર લઈ જવામાં આવે છે.

અમદાવાદ રથયાત્રાના આકર્ષણો

 • 18 શણગારેલા ગજરાજો
 • 101 ભારતીય સંસ્કૃતિની ઝાંખી કરાવતા ટ્રકો
 • 30 અંગ કસરત પ્રયોગ સાથેના અખાડા
 • 18 ભજન મંડળીઓ
 • 3 બેન્ડબાજા
 • 1200 જેટલા ખલાસી ભાઇઓ
 • 2000 જેટલા સાધુ સંતો

ભગવાન જગન્નાથજીની 146મી રથયાત્રા અનુસંધાને અમદાવાદ પોલીસનું જાહેરનામું અમદાવાદના 27 જેટલા રસ્તાઓ પર ડાયવર્ઝન આપવામાં આવ્યું છે. વાહનચાલકો માટે વૈકલ્પિક રૂટની વ્યવસ્થા પણ કરવામાં આવી છે.

અષાઢી બીજની હાર્દિક શુભકામના પટાવવા માટે અહીં ક્લિક કરો

Rath Yatra 2023 Timings and Route

 • સવારે 7-05 મંદિરથી રથયાત્રાનો શુભારભ થશે
 • સવારે 9-00 મ્યુનિસિપલ કોર્પોરેશન
 • સવારે 9-45 રાયપુર ચકલા
 • સવારે 10-30 ખાડીયા ચાર રસ્તા
 • સવારે 11-15 કાલુપુર સર્કલ
 • બપોરે 12-00 સરસપુર
 • બપોરે 1-30 સરસપુરથી પરત ફરશે
 • બપોરે 2-00 કાલુપુર સર્કલ
 • બપોરે 2-30 પ્રેમ દરવાજા
 • બપોરે 3-15 દિલ્હી ચકલા
 • બપોરે 3-45 શાહપુર દરવાજા
 • બપોરે 4-30 આર સી હાઇસ્કુલ
 • સાંજે 5-00 ઘી કાંટા
 • સાંજે 5-45 પાનકોર નાકા
 • સાંજે 6-30 માણેકચોક
 • સાંજે 8-30 નીજ મંદિર પરત
Rath Yatra 2023 Timings and Route
Rath Yatra 2023 Timings and Route

Rath Yatra Live 2023

Rath Yatra Live Puri, Odisha  Click Here
Rath Yatra Live Ahmedabad, Gujarat  Click Here
રથયાત્રા મહોત્સવ ની સંપૂર્ણ માહિતી PDF  Click Here
More Information  Click Here

રથયાત્રાના કારણે બીઆરટીએસ બસ સેવા બંધ રહેશે

સિવિલ હોસ્પિટલ, એએમસી દાણાપીઠ, વસુંધરા સોસાયટી, નરોડા ફ્રૂટ માર્કેટ, દિલ્હી દરવાજા, લોકમાન્ય તિલક બાગ, જીસીએસ હસ્પિટલ, મેમ્કો ક્રોસ રોડ મ્યુ. ઉત્તર ઝોન ઓફિસ, પ્રેમ દવાજા, અરવિંદ મિલ, કાલુપુર ઘી બજાર, એમ.જે. લાઇબ્રેરી, લો ગાર્ડન જીનિંગ પ્રેસ.

Shree Jagannathji Mandir Contact Details

Mobile Number (079) 25323221 / 25324421
e-Mail  jaganathjha@gmail.com

રથયાત્રા 2023 માટે વારંવાર પુછાતા પશ્નો (FAQ’s)

Rath Yatra 2023 (રથયાત્રા) ક્યારે છે ?

20 જૂન, 2023 (મંગળવાર)

રથયાત્રા લોકેશન (Location) શું છે?

At Jamalpur Darwaja, Ahmedabad-380022.

Conclusion

આ લેખ દ્વારા, અમે તમને Rath Yatra Live: જાણો રથયાત્રાનું મહત્વ, રૂટ અને ટાઈમ સંબંધિત તમામ મહત્વપૂર્ણ માહિતી પ્રદાન કરી છે. જો તમને હજુ પણ કોઈપણ પ્રકારની સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો હોય તો તમે કોમેન્ટ બોક્સ માં કોમેન્ટ કરી, સંપર્ક કરો અમે તમારી સમસ્યાનો ઉકેલ આપીશું.

આવી બીજી યોજના અને શૈક્ષણિક અપડેટ્સ માટે અમારી સાથે જોડાયેલા રહો. અમારી તમામ પોસ્ટ્સની સૂચના મેળવવા માટે અમારા WhatsApp ગ્રુપ સાથે જોડાઓ.

About Author : Pratham Ahir
Contact Email : contactgujjuonline@gmail.com
Notice :
અમારા લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

Hello Readers, GujjuOnline.in is a private website and don’t represent any government entity, organizations or department. Whatever information we shared here is gathered from various Gujarat government’s official website and news papers and other websites. We also cross verify the job when we post any job but do always cross verify the job vacancy by yourself to prevent fraudulent happening in the name of job.