Sprouts Breakfast Recipe: સ્પ્રાઉટ્સ મેટાબોલિક રેટ વધારવામાં અને પાચનક્રિયાને ઝડપી બનાવવામાં મદદરૂપ થાય છે. આ સિવાય તે પેટને સાફ કરવા, ભૂખને કંટ્રોલ કરવામાં અને પછી વજન ઘટાડવાનું કારણ બનતા તમામ પરિબળોને પ્રોત્સાહિત કરવામાં મદદરૂપ થાય છે. તો ચાલો જાણીએ સ્પ્રાઉટ્સ કેવી રીતે બનાવાય છે. જો તમે વજન ઘટાડવા માટે સ્પ્રાઉટ્સ બનાવી રહ્યા છો, તો તમારે આ વસ્તુઓનો સમાવેશ કરવો જોઈએ.
શરીર માટે કઈ રીતે ફાયદાકારક છે સ્પ્રાઉટ્સ?
Sprouts Breakfast Recipe: સ્પ્રાઉટ્સમાં ન્યૂટ્રિશનલ વેલ્યૂ હાઇ હોય છે, કારણ કે તેમાં ફાઇબરની સાથે વિટામિન A, C, K, નિયાસિન, ફોલિક, મેગ્નીઝ, કોપર, ઝિંક, આયર્ન અને કેલ્શિયમ હોય છે. આ તમામ તત્વો એન્ઝાઇમ માટે ખૂબ જરૂરી છે, જે મેટાબોલિઝ્મમાં અગત્યની ભૂમિકા ભજવે છે.
Sprouts Breakfast Recipe: વજન ઘટાડનારા લોકો મોટાભાગે એવી વસ્તુઓનું સેવન કરે છે જે ફાઇબર અને પ્રોટીનથી ભરપૂર હોય છે. ફાઈબર પાચનક્રિયાને ઝડપી બનાવવાનું કામ કરે છે, જ્યારે પ્રોટીન પેટ ભરે છે અને જેના કારણે આપણને ભૂખ લાગતી નથી. એટલું જ નહીં સ્પ્રાઉટ્સ મેટાબોલિક રેટ વધારવામાં અને પાચનક્રિયાને ઝડપી બનાવવામાં મદદરૂપ થાય છે. આ સિવાય તે પેટને સાફ કરવા, ભૂખને કંટ્રોલ કરવામાં અને પછી વજન ઘટાડવાનું કારણ બનતા તમામ પરિબળોને પ્રોત્સાહિત કરવામાં મદદરૂપ થાય છે. તો ચાલો જાણીએ સ્પ્રાઉટ્સ કેવી રીતે બનાવાય છે.
સ્પ્રાઉટ્સ બનાવવા માટે શું-શું જરૂરી છે
સામગ્રી
- મગ
- મગફળી
- ચણા
- છોલે ચણા
- અળસીના બીજ
- કોળાના બીજ
- કાકડી
- ટામેટા
- ડુંગળી
- લીલા મરચાં
- મીઠું
સ્પ્રાઉટ્સ કેવી રીતે તૈયાર કરવામાં આવે છે । Sprouts Breakfast Recipe
- સ્પ્રાઉટ્સ બનાવવા માટે સૌ પ્રથમ મગ, ચણા, સીંગદાણા અને છોલે ચણાને પલાળી રાખો.
- આ પછી તેને કાઢીને કોટનના કપડામાં બાંધી દો.
- આનાથી તે ફૂટને ફણગેલા થઇ જશે.
- ત્યારબાદ આ ફણગાવેલા અનાજમાં અળસી અને કોળાના બીજ મિક્સ કરો.
- આ પછી કાકડી, ડુંગળી, ટામેટા અને લીલા મરચાં ઉમેરો.
- મીઠું નાખો.
- આમ તૈયાર થઇ જશે હેલ્ધી Sprouts Breakfast Recipe
સ્પ્રાઉટ્સ કેટલું ખાવું અને કઈ વાતોનું ધ્યાન રાખવું?
- નાસ્તામાં એક વાટકી સ્પ્રાઉટ્સ લઈ શકો છો.
- તેને ખાધા પછી તરત ચા કે કૉફી ના પીવી.
- બપોરે લંચમાં સલાડ તરીકે પણ લઈ શકાય.
- ધ્યાન રાખો કે સ્પ્રાઉટ્સને વ્યવસ્થિત રીતે બે-વાર પાણીમાં ધોઈને જ ખાવા જોઈએ.
- આ સિવાય જે વાસણ કે કપડાંનો ઉપયોગ કરતા હોય તે પણ એકદમ ચોખ્ખું હોવું જોઈએ.
આ પણ વાંચો, South’s Famous Recipe 2024: ગણેશ મહોત્સવ પર બનાવો આ સાઉથની ફેમસ રેસીપી! પૌંઆ અને ગોળથી બને છે આ પ્રસાદ
સ્પ્રાઉટ્સ ખાવાના અનેક ફાયદા
Sprouts Breakfast Recipe ખાવાના અનેક ફાયદા છે ખાસ કરીને એવા લોકો જે વજન ઘટાડવા ઈચ્છતા હોય તેમના માટે આ બેસ્ટ ઓપ્શન છે.
1. વજન ઘટાડે છે
સ્પ્રાઉટ્સની ન્યૂટ્રિશનલ વેલ્યૂ હાઇ છે અને તે લો કેલેરી ફૂડ છે. એટલે જો ડાયટિંગ પર હોવ તો સ્પાઉટ્સને લેવાનું ના ભૂલશો. તેમાં ફાઇબર હોવાના કારણે ભૂખ નથી લાગતી. આ હંગર હોર્મોન ઘ્રેલિનને વધુ પ્રમાણમાં રીલિઝ થતા અટકાવી મેદસ્વિતાથી છુટકારો અપાવે છે.
2. હાર્ટ રાખશે હેલ્ધી
સ્પ્રાઉટ્સમાં ઓમેગા-3 ફેટી એસિડ્સની માત્રા વધુ હોય છે, જે બેડ કોલેસ્ટ્રોલને વધતા અટકાવે છે. તેમજ આ હાર્ટ ડિસીઝ જેવા કે, હાર્ટ એટેક અથવા સ્ટ્રોકથી પણ બચાવે છે અને બ્લડમાં ઓક્સિજનની માત્રા વધારે છે.
3 ઇમ્યૂન સિસ્ટમ મજબૂત કરે છે
વિટામિન C શરીરમાં વ્હાઇટ બ્લડ સેલ્સની સંખ્યા વધારે છે, જેનાથી ઇમ્યૂન સિસ્ટમ મજબૂત થાય છે. સ્પ્રાઉટ્સમાં રહેલાં વિટામિન Aમાં એન્ટિ-ઓક્સિડેન્ટ્સના ગુણ હોય છે, જે રોગપ્રતિકારક ક્ષમતામાં વધારો કરે છે.
4 કેન્સર થવાનું જોખમ ઘટે છે
સ્પ્રાઉટ્સમાં રહેલા એન્ટિ-ઓક્સિડેન્ટ્સ, વિટામિન C, A અને પ્રોટીન, ફ્રી રેડિકલ્સ ઘટાડી કેન્સરના જોખમને ઘટાડવામાં મદદ કરે છે. ફ્રી રેડિકલ્સ હાર્ટ અને વધતી ઉંમર માટે ખૂબ જોખમી હોય છે.
5 ત્વચા અને વાળની સુંદરતા વધે છે
અંકુરિત ધાન્ય અને કઠોળમાં રહેલા પ્રોટીન, વિટામીન્સ અને મિનરલ્સનો મેક્સીમમ ફાયદો મળતો હોવાથી વાળ અને ચામડી સ્વસ્થ રહે છે.
સ્પ્રાઉટ્સમાંથી શું બનાવી શકાય ?
ઘઉં, જુવાર, બાજરી, જવ, નાચણી, સોયાબીન અને મેથી ઉપરાંત મગ, મઠ, ચોળા, ચણા, રાજમા, વાલ અને અડદને ફણગાવી શકાય છે. આખા સ્પ્રાઉટ્સમાંથી સલાડ, ભેળ, ખીચડી અને તેના લોટમાંથી રાબ, સુપ, રોટલી, થેપલા અને ચિલ્લા બનાવી શકાય છે.
Conclusion
આ લેખ દ્વારા, અમે તમનેSprouts Breakfast Recipe સંબંધિત તમામ મહત્વપૂર્ણ માહિતી પ્રદાન કરી છે. જો તમને હજુ પણ કોઈપણ પ્રકારની સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો હોય તો તમે કોમેન્ટ બોક્સ માં કોમેન્ટ કરી, સંપર્ક કરો અમે તમારી સમસ્યાનો ઉકેલ આપીશું.
આવી બીજી યોજના અને શૈક્ષણિક અપડેટ્સ માટે અમારી સાથે જોડાયેલા રહો. અમારી તમામ પોસ્ટ્સની સૂચના મેળવવા માટે અમારા WhatsApp ગ્રુપ સાથે જોડાઓ.