સાળંગપુર વિવાદને લઈને સ્વામી આપ્યું નિવેદન

સાળંગપુર વિવાદને લઈને સ્વામી આપ્યું નિવેદન : સાળંગપુરમાં હનુમાનજીનાં વિવાદિત ચિત્ર મુદ્દે સ્વામીનારાયણ સંપ્રદાયનાં નૌતમ સ્વામીની પ્રતિક્રિયા સામે આવી છે. જેમાં નૌતમ સ્વામીએ જણાવ્યું છે કે, સાળંગપુરમાં હનુમાનજી મહારાજને વડતાલ સંસ્થા દ્વારા જે પ્રતિષ્ઠિત કરવામાં આવ્યા છે.

મોટી મૂર્તિ હનુમાનજીની ત્યાં સ્થાપવામાં આવી છે. તેમજ સંપ્રદાયનાં સ્વામિનારાયણ ભગવાનનાં એશ્વર્યને પણ ત્યાં પ્રદર્શિત કરવામાં આવ્યું છે.  સ્વામીનારાયણ ભગવાન છે, ત્યારે આ બાબતે કોઈએ વ્યક્તિગત ચર્ચાઓ કરવી હોય તો પણ કરી શકે છે.

સાળંગપુર વિવાદને લઈને સ્વામી આપ્યું નિવેદન

આપણા સંપ્રદાયમાં ક્યારેય કોઈ ભગવાન અને ભગવાનનાં અવતારો એનું ક્યારેય કોઈ દિવસ અપમાન કરવાનો પણ હેતુ હોતો નથી છે નહી અને હતો પણ નહી.

સ્વામિનારાયણ ભગવાન છે અને તેમનાં કુળદેવ પણ હનુમાનજી મહારાજ છે.  ભગવાનનાં જેટલા પણ અવતારો થયા ભગવાન શ્રી રામચંદ્રજી, શ્રી કૃષ્ણનારાયણ, સ્વામીનારાયણ ભગવાન છે.  સ્વામિનારાયણ ભગવાનની પણ હનુમાનજી મહારાજે અનેકવાર સેવા કરી છે. 

વિવાદ વચ્ચે સ્વામી નારાયણ સંત નૌતમ સ્વામી

એ આખો સ્વામીનારાયણ સંપ્રદાયનો ઈતિહાસ એનાથી ભરેલો છે, કોઈને વ્યક્તિગત એનાથી નાના મોટા પ્રશ્નો હોય તો યોગ્ય ફોરમ ઉપર જઈને વાત કરી શકે છે. કેટલાક લોકો આનાં સંદર્ભમાં કોર્ટમાં ગયા છે. તો કોર્ટમાં એનો યોગ્ય જવાબ આપવો પડશે.

સામાન્ય નાના મોટા માણસોને જવાબ આપવાની સંપ્રદાયનાં કોઈ વ્યક્તિએ જરૂર નથી. સત્સંગી જીવન, વચનામૃત અને શિક્ષા પત્રી એ આપણું લેન્ડ માર્ક છે.

સ્વામી એ કહ્યું- ‘સ્વામિનારાયણ ભગવાન છે અને હનુમાનજી….

ક્યારેય કોઈ દેવી દેવતાઓનું અપમાન સંતો કરતા હોય તો તે ઝરા પણ ગ્રાહ્ય નથી. પણ એની સાથે સાથે સ્વામિનારાયણએ ભગવાન છે. અને ભગવાનની વાતને જો કોઈ પણ ટાળવાનો પ્રયત્ન કરતો હોય તો એ વ્યાજબી નથી.

તેમજ માફ કરવા માટે પણ યોગ્ય નથી. હું સ્વામીનારાયણ ભગવાનને પ્રાર્થનાં કરૂ છું,  આપણા સૌ સમાજનાં સત્સંગીઓએ આ બાબતની અંદર નીડર રહેવું. ક્યારેય પણ કોઈ પાજી પાલવની છાયામાં દબાવવું નહી.

સ્વામીનારાયણ સંપ્રદાયનો ઈતિહાસ

સ્વામીનારાયણનાં સંપ્રદાયે ગુજરાતને ઘણું બધુ આપ્યું છે. આપણે ડંકાની ચોટ ઉપર કહી શકીએ છીએ. સૌ સંતોને પણ હું વિનંતી કરૂ છું કે આપણૈ સૌ સંતોએ સાથે મળી અને તમામ 127 જેટલા હિદું  સંપ્રદાયો આપણી સનાતન વૈદિક પરંપરાનાં છે.

એ સૌએ સાથે મળી આપણા હિદું, સનાતન,  ધર્મને મજબૂત કરવાની જરૂર છે,  કોઈ માણસો હિંદુ સનાતન વૈદિક સનાતન સંપ્રદાયને જ્યારે હિદું ધર્મને જ્યારે નુકશાન કરતા હોય અને એવી પરિસ્થિતિમાંથી જ્યારે ભારતીય સંસ્કૃતિ પસાર થઈ રહી છે.

ત્યારે બધા સંપ્રદાયોએ એક થઈ એનો સામનો કરવાની જરૂર છે નહી કે અંદરો અંદર એકબીજાનાં ટાંટિયા ખેંચની પ્રવૃતિ કરવાનો. કોઈ પણ વાત કરે તો સ્વામીનારાયણ ભગવાનનાં શાસ્ત્રોનાં આધારે એને જવાબ આપવો.

વધુ માહિતી માટે

Conclusion

આ લેખ દ્વારા, અમે તમને સાળંગપુર વિવાદને લઈને સ્વામી આપ્યું નિવેદન સંબંધિત તમામ મહત્વપૂર્ણ માહિતી પ્રદાન કરી છે. જો તમને હજુ પણ કોઈપણ પ્રકારની સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો હોય તો તમે કોમેન્ટ બોક્સ માં કોમેન્ટ કરી,સંપર્ક કરો અમે તમારી સમસ્યાનો ઉકેલ આપીશું.

આવી બીજી યોજના અને શૈક્ષણિક અપડેટ્સ માટે અમારી સાથે જોડાયેલા રહો. અમારી તમામ પોસ્ટ્સની સૂચના મેળવવા માટે અમારા WhatsApp ગ્રુપ સાથે જોડાઓ.

!! Gujjuonline.in ની મુલાકાત લેવા બગલ આભાર !!

About Author : Pratham Ahir
Contact Email : contactgujjuonline@gmail.com
Notice :
અમારા લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

Hello Readers, GujjuOnline.in is a private website and don’t represent any government entity, organizations or department. Whatever information we shared here is gathered from various Gujarat government’s official website and news papers and other websites. We also cross verify the job when we post any job but do always cross verify the job vacancy by yourself to prevent fraudulent happening in the name of job.