હનુમાન દાદાના અપમાન બાદ હવે કુળદેવીનું અપમાન, સ્વામિનારાયણના સંતો ભાન ભૂલ્યા

હનુમાન દાદાના અપમાન બાદ હવે કુળદેવીનું અપમાન : કેટલાક સંતો પોતાની જીભ પર પણ કાબુ ના રાખી શકે તેવો બફાટ કરી નાખે છે અને તેના કારણે વિવિધ વિવાદો ઊભા થાય છે. ઘણીવખત લોકોને પણ પ્રશ્ન થાય કે આ સંતને શોભે ખરું?

જાહેરમાં બંદૂકો બતાવવવી, અપશબ્દો કહેવા, અન્ય ભગવાનનું નિચાજોણું કરવું, વગેરે જેવા કારસ્તાનો કરવા છતા પણ આવા કહેવાતા સંતો પાછળ મોટી મેદની ઊભી રહી જાય ત્યારે પણ લોકો મનમાં આવા જ સવાલ કરે છે કે ક્યાંક તો બુદ્ધી પ્રયોગ શક્ય બનાવો જરૂરી છે.

હનુમાન દાદાના અપમાન બાદ હવે કુળદેવીનું અપમાન

ખેર જે પણ હોય પણ હાલ સાળંગપુરના ભીંતચિત્રોના વિવાદને સંપૂર્ણ રીતે પૂર્ણ ગણી શકાયો નથી ત્યાં સ્વામિનારાયણ સંપ્રદાયના એક સંતે વધુ એક બફાટ કરવા સાથે વિવાદનો મધપૂડો છંછેડ્યો છે.

રાજકોટ ખાતેની એક સભામાં સ્વામી બ્રહ્મસ્વરૂપે ખોડિયાર માતાજી અંગે વિવાદીત ટિપ્પણી કરી દીધી છે. જેને લઈને ઘણા સમાજોમાં નારાજગી જોવા મળી રહી છે.

બ્રહ્મસ્વરૂપ સ્વામી શુ કહ્યું?

બ્રહ્મસ્વરૂપ સ્વામીએ કહ્યું કે, જોબનપગીના કુળદેવી ખોડિયાર મા છે, પણ હવે આપણા ભગત થયા એટલે તેમને કુળદેવી તરીકે મહાલક્ષ્મી કહેવા પડે. તેમણે વધુમાં કહ્યું કે, ઘણાં કુળદેવી પકડી રાખે છે મુકતા નથી પણ તેમને મુકી દેવા પડે છે.

જાણે કે, કુળદેવી નારાજ થઈ જશે પરંતુ નારાજ ન થાય પગે લાગે. બ્રહ્મસ્વરૂપ સ્વામીએ ઉમેર્યું કે, મહારાજ રંગોત્સવ કરીને જોબનપગીના ખેતરમાં ન્હાવા ગયા ત્યારે મહારાજે પૂછ્યું કે, આ કોણ છે.

ત્યારે તેમણે કહ્યું કે, આ અમારા કુળદેવી છે ત્યારે મહારાજે તેમના ભીના કપડા નીચોવી માતાજી ઉપર છાંટ્યા અને કહ્યું કે, તમારા કુળદેવીને અમે સત્સંગી કર્યા.

‘સ્વામિનારાયણમાં આવો એટલે કુળદેવી ના હોય’

મીડિયા અહેવાલો પ્રમાણે રાજકોટના એક કાર્યક્રમમાં સ્વામિનારાયણ સંપ્રદાયના બ્રહ્મ સ્વરૂપ સ્વામી દ્વારા એવું કહેવામાં આવ્યું હતું કે, સ્વામિનારાયણમાં આવ્યા પછી કુળદેવી ના હોય.

સ્વામિનારાયણમાં આવો એટલે ખોડિયાર માતા પણ ખુશ થાય છે. ખોડિયાર માતા પર સ્વામીએ પાણી નિચવ્યું હતું. તેમણે એવું પણ કહ્યું કે, જોબનપગીના કુળદેવી ખોડિયાર માતા છે.

પણ આપણા ભગત થયા એટલે તેમન કુળદેવી તરીકે મહાલક્ષ્મી કહેવા પડે. ઘણા લોકો કુળદેવીને પકડીને રાખે છે મુક્તા જ નથી પણ મુકી દેવા પડે છે કેમ કે કુળદેવી નારાજ થાઈ જશે, નારાજ ના થાય એટલે પગે લાગે.

સ્વામિનારાયણના સંતો ભાન ભૂલ્યા

બ્રહ્મસ્વરૂપ સ્વામીએ જણાવ્યું હતું કે, ખોડિયાર માતાજી સ્વામિનારાયણ સંપ્રદાયના સત્સંગી છે. જેના કારણે સનાતન ભક્તોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. સમગ્ર મામલે ખોડલધામ ટ્રસ્ટના પ્રવક્તા હસમુખ લુણાગરિયાનું નિવેદન પણ સામે આવ્યું છે.

તેમણે કહ્યું કે સ્વામીજીના નિવેદનથી જનતાની ભાવનાઓને ઠેસ પહોંચી છે અને તેમણે તેના માટે માફી માંગવી જોઈએ. દરમિયાન મોરબીમાં પણ ખોડિયાર માતાના ભક્તો ઉમટ્યા છે. મોરબીના રામધન આશ્રમના ભાવેશ્વરી માતાજીનો ચહેરો લાલ થઈ ગયો છે.

સ્વામિનારાયણ સંપ્રદાયના મુખ્ય સંત બ્રહ્મસ્વરૂપદાસ સ્વામીના નિવેદન બાદ મા ખોડિયારના ભક્તો રોષે ભરાયા છે. માતેલના મહંત અને સંતો મોટી સંખ્યામાં ભક્તો સાથે કલેક્ટર કચેરીએ પહોંચ્યા હતા.

સ્વામિનારાયણ પંથના સ્વામીની જીભ ના રહી કાબુમાં

બ્રહ્મસ્વરૂપદાસ સ્વામીએ માફી માંગવી જોઈએ તેવી માંગ કરતી અરજી રજૂ કરવામાં આવી હતી. રામધન આશ્રમના ભાવેશ્વરી માતાજીએ બ્રહ્મસ્વરૂપદાસને આકરા શબ્દોમાં આડે હાથ લીધા છે. અહીં ખોડલધામ દ્વારા પાટીદારના કુળદેવીનું અપમાન થતા ભારે રોષ પણ વ્યકત કરવામાં આવ્યો છે.

બીજી તરફ કબરાઈ મોગલધામના ચારણ ઋષિ મણિધર બાપુએ પણ બ્રહ્મસ્વરૂપ સ્વામી અને સ્વામિનારાયણ સંપ્રદાયને આડે હાથ લીધા હતા. મણિધર બાપુએ આક્રોશ વ્યક્ત કરતાં કહ્યું કે હરામનું ખાવાનું ખાવાથી તેમની બુદ્ધિ બગડી ગઈ છે.

તમે ખોડિયાર માતાનું અપમાન કરો છો. હવે તમે ફેંકાઈ જશો, તમે બહાર ફેંકાઈ જશો. ખોડલધામ ટ્રસ્ટના પ્રવક્તાએ કહ્યું કે સ્વામીજીનું આ નિવેદન યોગ્ય નથી. તમામ અઢાર વર્ણોમાં માત્ર લેઉવા પાટીદારની પૂજા થાય છે એટલું જ નહીં, મા ખોડિયાર એટલે કે આ સ્વામી તમામ અઢાર વર્ણોમાં આ કથનથી નારાજ છે.

સ્વામીએ પ્રસંગ કહેતા કહ્યું કે, મહારાજ ન્હાવા ગયા ત્યારે…

બ્રહ્મ સ્વામીએ કહ્યું કે, મહારાજ રંગોત્સવ કરીને જ્યારે જોબનપગીના ખેતરમાં ન્હાવા ગયા ત્યારે મહારાજે પુછ્યું, કે આ કોણ છે? ત્યારે તેમણે કહ્યું કે આ અમારા કુળદેવી છે. મહારાજે પોતાના ભીના કપડા નીચોવી માતાજી પર છાંટ્યા અને કહ્યું કે, તમારા કુળદેવીને અમે સત્સંગી કર્યા.

આ મામલે રાજભા ગઢવીએ પણ બ્રહ્મસ્વરૂપ સ્વામીની આકરા શબ્દોમાં ટીકા કરી અને શાબ્દિક પ્રહારો કર્યા છે. તેમણે કહ્યું, ‘9 લાખ લોબડિયાળીએ અનેક રાક્ષસોને માર્યા, હવે તમારો વારો છે, ખોડિયાર મા વિશે કોણે આવું કહ્યું છે.

તે યાદ રાખો. આ બહુ દૂર ન હોવાથી, તમારા કુટુંબના દેવતા અને સુરપુરા જે પણ ધર્મના હોય, તમારા મનપસંદ દેવતાને ભૂલીને તેને બીજે ક્યાંક લઈ જાઓ.

વધુ માહિતી માટે

Conclusion

આ લેખ દ્વારા, અમે તમને હનુમાન દાદાના અપમાન બાદ હવે કુળદેવીનું અપમાન, સ્વામિનારાયણના સંતો ભાન ભૂલ્યા સંબંધિત તમામ મહત્વપૂર્ણ માહિતી પ્રદાન કરી છે. જો તમને હજુ પણ કોઈપણ પ્રકારની સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો હોય તો તમે કોમેન્ટ બોક્સ માં કોમેન્ટ કરી,સંપર્ક કરો અમે તમારી સમસ્યાનો ઉકેલ આપીશું.

આવી બીજી યોજના અને શૈક્ષણિક અપડેટ્સ માટે અમારી સાથે જોડાયેલા રહો. અમારી તમામ પોસ્ટ્સની સૂચના મેળવવા માટે અમારા WhatsApp ગ્રુપ સાથે જોડાઓ.

!! Gujjuonline.in ની મુલાકાત લેવા બદલ આભાર !!

Leave a Comment