આરોપી તથ્ય પટેલે કરી મોટી કબૂલાત : ઇસ્કોન બ્રિજ અકસ્માત કેસમાં મોટો ખુલાસો થયો છે. આખરે 9 લોકોનો ભોગ લેનાર આરોપી તથ્યએ મૌન તોડ્યું છે અને પોલીસ સમક્ષ કબૂલાત કરી છે કે તે સ્પીડમાં કાર હંકારી રહ્યો હતો, એટલું જ નહીં અકસ્માત પહેલા તે બ્રેક મારવાનું પણ ભૂલી ગયો હતો.
ઇસ્કોન બ્રિજ અકસ્માત કેસમાં મોટો ખુલાસો થયો છે. આખરે 9 લોકોનો ભોગ લેનાર આરોપી તથ્ય પટેલે (Tathya Patel) મૌન તોડ્યું છે અને પોલીસ સમક્ષ કબૂલાત કરી છે કે તે સ્પીડમાં કાર હંકારી રહ્યો હતો, એટલું જ નહીં અકસ્માત પહેલા તે બ્રેક મારવાનું પણ ભૂલી ગયો હતો.
આરોપી તથ્ય પટેલે કરી મોટી કબૂલાત
તપાસમાં સામે આવ્યું છે કે ઇસ્કોન બ્રિજ ચઢતી વખતે તથ્યએ બે વાર ડીપર મારી હતી, જો એકવાર તથ્યએ બ્રેક મારી હોત તો કદાચ 9 લોકોની જીંદગી બચી ગઈ હોત. અમદાવાદ ઇસ્કોન બ્રિજ પર 19 જુલાઈના રોજ મોડી રાત્રે તથ્ય પટેલ નામના નબીરાએ જેગુઆર કારથી બ્રિજ પર હાજર લોકોને અડફેટે લીધા હતા.
જેમાં 9 નિર્દોષ લોકોના મોત નીપજ્યા હતા. અકસ્માતની આ ઘટનામાં પોલીસ દ્વારા તથ્ય પટેલની ધરપકડ કરવામાં આવી હતી. પોલીસે આ કેસમાં કોઇ કડી ન રહી જાય એ રીતે તમામ પુરાવાઓ એકઠા કરીને સાત દિવસમાં 1700 પાનાની ચાર્જશીટ આજે અમદાવાદ કોર્ટમાં ફાઈલ કરવામાં આવી હતી.
તમામ પાસાઓની ઝીણવટ અને ઉંડાણપુર્વક તપાસ
પોલીસ દ્વારા અત્યારસુધીમાં સૌથી ઝડપી ચાર્જશીટ ઇસ્કોન બ્રિજ પર થયેલા અકસ્માતના કેસમાં દાખલ કરવામાં આવી છે. અમદાવાદમાં કોર્ટમાં એસીપી એસ.જે. મોદી અને પીઆઇ વી.બી. દેસાઈ ચાર્જશીટ લઇને આવ્યા હતા.
કોર્ટમાં ચાર્જશીટ રજૂ કરવામાં આવ્યા બાદ અમદાવાદના ઇન્ચાર્જ પોલીસ કમિશનર પ્રેમવીરસિંહે જણાવ્યું હતું કે, અમદાવાદ પોલીસ માટે આ એક પડકારજનક કેસ હતો. આ કેસના તમામ તપાસકર્તા અધિકારીઓએ રાત દિવસ મહેનત કરી છે. તમામ પાસાઓની ઝીણવટ અને ઉંડાણપુર્વક તપાસ કરવામાં આવી છે.
અમદાવાદ શહેર પોલીસ પ્રેસ કોન્ફરન્સ તથ્ય પટેલ સામે 1700 પાનાની ચાર્જશીટ કરવામાં આવી@sanghaviharsh @GujaratPolice @InfoGujarat @PoliceAhmedabad pic.twitter.com/874IUUVuqC
— Ahmedabad Police અમદાવાદ પોલીસ (@AhmedabadPolice) July 27, 2023
રિમાન્ડ દરમિયાન તથ્ય પટેલની પૂછપરછમાં મોટા ખુલાસા
ત્રણ દિવસના પોલીસ રિમાન્ડ દરમિયાન તથ્ય પટેલની પૂછપરછમાં મોટા ખુલાસા થયા છે. તપાસમાં તથ્યના પિતા પાસે કુલ 5 વૈભવી કાર હોવાનો ખુલાસો થયો છે. કેસને વધુ મજબૂત કરવા માટે પોલીસે કુલ 30 લોકોના નિવેદન લીધા છે. તો તથ્ય પટેલે 3 જુલાઈએ સિંધુભવન રોડ પર થારથી અકસ્માત સર્જાયો હોવાની કબૂલાત કરી છે.
એક-એક પૂરાવા એકઠા કરવામાં આવ્યા
તેમણે વધુમાં જણાવ્યું છેકે, આરોપી સામે પૂરતા પુરાવા ઉપલબ્ધ છે. એક-એક પૂરાવા એકઠા કરવામાં આવ્યા છે. આરટીઓની ટીમ સાથે ગાડીનું ઇન્સ્પેક્શન, ડીએનએ રિપોર્ટ સમયસર આવે વગેરે પડકારો હતા. ઘટનામાં એફએસએલની મદદ લેવામાં આવી છે.
ઘટના સમયે વિઝેબિલિટી કેટલી હતી તેની પણ ચકાસણી કરવામાં આવી હતી. આ ઘટનામાં કલમ 164 મુજબ 8 સાક્ષીઓના નિવેદન લેવામાં આવ્યા છે. કુલ 191 સાક્ષીઓના નિવેદન લેવાયા છે અને 25 જેટલા પંચનામા કરવામાં આવ્યા છે.
તપાસમાં સાક્ષીઓના નિવેદન નોંધવામાં આવ્યા
તપાસની વાત કરીએ તો, મિકેનિકલની ટીમે જેગુઆર કારની તપાસ કરી છે. તપાસમાં સાક્ષીઓના નિવેદન નોંધવામાં આવ્યા છે. જે લોકો મૃત્યુ પામ્યા છે તેમના પરિવારજનોનાં નિવેદન લેવાયા છે તો આરોપી તથ્ય પટેલની માતાનું પણ નિવેદન લેવાયું છે. તેમજ આરોપીના સોશિયલ મીડિયા એકાઉન્ટની તપાસ ચાલુ છે.
જેગુઆર કંપનીનો યુકેથી રિપોર્ટ મંગાવવામાં આવ્યો
આરોપીની સાથે કારમાં જે લોકો બેસેલા છે તેમની પણ તપાસ કરવામાં આવી છે. આરોપીના ડીએનએ સેમ્પલ લેવામાં આવ્યા છે. જે પોઝિટિવ આવ્યા છે. કારની ઝીણવટભરી તપાસ માટે જેગુઆર કંપનીનો યુકેથી રિપોર્ટ મંગાવવામાં આવ્યો છે.
જેગુઆરમાં એક ઈડીઇ સિસ્ટમ હોય છે તેમાં કારની વિગતો એકઠી થતી હોય છે. યુકેથી કંપનીએ મોકલેલા રિપોર્ટમાં પણ કાર ઓવરસ્પિડમાં હોવાનું તારણ સામે આવ્યું છે. આ ઉપરાંત એક લાઈવ વીડિયો પણ સામે આવ્યો હતો. જેને પણ તપાસઅર્થે લેવામાં આવ્યો હોવાનું સીપીએ વધુમાં જણાવ્યું છે.
કાર ઓવર સ્પીડમાં હતી તે સાબિત કરવું પડકારજનક
તેમણે ઉમેર્યું હતું કે, ઘટના બાદ આરોપીને ઝડપી લેવામાં આવ્યો હતો. આરોપી જે હોસ્પિટલમાં એડમીટ હતો ત્યાં પણ પોલીસ જવાન તેનાત કરવામાં આવ્યા હતા. એકપણ પુરાવાનો નાશ ન થાય અને કાર ઓવર સ્પીડમાં હતી તે સાબિત કરવું પડકારજનક હતું.
આ ઉપરાંત અકસ્માત થયો ત્યારે આરોપીના પિતા પ્રજ્ઞેશ પટેલ ત્યાં આવ્યા હતા અને તેમણે હાજર લોકોને ધમકી આપી હતી. જે અંગેનો ગુનો પ્રજ્ઞેશ પટેલ સામે દાખલ કરવામાં આવ્યો છે.
અત્રે ઉલ્લેખનીય છેકે, આરોપી તથ્ય પટેલના પિતા પ્રજ્ઞેશ પટેલ દ્વારા જામીન અરજી કરવામાં આવી છે. જેની સંભવતઃ આવતીકાલે સુનાવણી હાથ ધરવામાં આવી શકે છે.
Conclusion
આ લેખ દ્વારા, અમે તમને આરોપી તથ્ય પટેલે કરી મોટી કબૂલાત સંબંધિત તમામ મહત્વપૂર્ણ માહિતી પ્રદાન કરી છે. જો તમને હજુ પણ કોઈપણ પ્રકારની સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો હોય તો તમે કોમેન્ટ બોક્સ માં કોમેન્ટ કરી,સંપર્ક કરો અમે તમારી સમસ્યાનો ઉકેલ આપીશું.
આવી બીજી યોજના અને શૈક્ષણિક અપડેટ્સ માટે અમારી સાથે જોડાયેલા રહો. અમારી તમામ પોસ્ટ્સની સૂચના મેળવવા માટે અમારા WhatsApp ગ્રુપ સાથે જોડાઓ.